
1st October 2018
Morning Musings...
સંબંધનો પાયો પ્રેમ નથી. પ્રેમ અસ્થિર ભાવ છે. એ ચોંટાડે તેવો ગુંદર ખરો, પણ સુકાઈને ઉખડીય જાય. એ જેટલી તાકાતથી આવે, એટલી જ ઝડપથી ઓસરી પણ જાય. એ ઇગ્નિશન-કી જેવો છે. સ્પાર્ક કરી આપે, પણ એના પાયામાં આપસી ઈજ્જત, મ્યુચ્યુઅલ લક્ષ, એકબીજાનું અનુકૂલન અને સહિયારી અભિરુચિનું એક્સેલરૈટર ના હોય તો પ્રેમની બેટરી ઉતરી જાય.
2nd October 2018
Morning Musings...
'પેલો આમ કે'તો તો અને પેલી તેમ કે'તી તી' અથવા 'પેલાનું પેલી સાથે અને પેલીનું પેલા સાથે" એવું એકપણ વાર બોલ્યા વગર, તમે એક કલાક વાત કરી શકો? આ ચેલેન્જ છે. તમે જેની સાથે નિયમિત ફોન કે ચેટમાં વાત કરો છો, તેની સાથે તમે કેટલીવાર વ્યક્તિઓની અને કેટલીવાર વિચારોની વાતો કરો છો, તેનો રેકોર્ડ રાખજો.
તમે ખુદના વિચારો અને વ્યવહારોથી એટલા બોર થયેલા છો કે બીજાને કાણાંમાંથી ઝાંખીને, કાં'તો એક્સાઇટમન્ટ મેળવો છો અથવા એના વિષે ગોસીપ કરીને એને નીચા પાડવાનો આનંદ લો છો.
ઈમોશનલી ઇન્સિક્યોર લોકો એમની નજીકના (સિક્યોર) લોકોનું ગોસીપ કરીને ખુદને ચડિયાતા ફીલ કરે છે. ગામડાંમાં વિધવા ડોસીઓ ઓટલે બેસીને છીંકણી સુંઘતા-સુંઘતા 'કોનું કોની સાથે કેવું ચાલે છે' તેની અવિરત ચર્ચા કરતી હોય છે. વૈધવ્ય, ઉંમર અને અનિદ્રાની આ ખંજવાળ છે. આપણામાંના ઘણાખરા આવી રીતે અકાળે આ ત્રી-વ્યાધીનો ભોગ બન્યા હોય છે.
ગોસીપ અંદરના ખાલીપામાંથી આવે છે. ગોપીસ બીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે, તેના કરતા ખુદના જીવનમાં કશું ચાલી નથી રહ્યું, તેની સાબિતી છે. બીજામાં રસ લેવો એ ખુદમાંથી એસ્કેપ થવાનો પ્રયાસ છે.
સતહી તોર પર ગોસીપ બીજા વિષે હોય છે, પણ ગહેરાઈમાં એ તમે કેવા છો એ બતાવે છે.
નેક્સ્ટ ટાઈમ તમે કોઈકની સાથે છીંકણી સુંઘો, ત્યારે અટકીને જોજો કે તમારી લાઈફ કેટલી બોરિંગ, ડલ, ઉજ્જડ અને છીછરી છે?
3rd October 2018
Morning Musings...
મેન્ટલ હેલ્થનો આધાર તમારી સામે ઉપલબ્ધ એકથી વધુ વિકલ્પો પર રહેલો છે. એમાંથી કોઈ એકને પસંદ કરવાની ક્ષમતા કેળવી લો, તો તમે ક્યારેય કોઈ માનસિક વ્યાધીનો શિકાર નહીં બનો. મોટાભાગના લોકો પીડાય એટલા માટે છે કે, એમને લાગે છે કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ સરાસર ગલત છે. જીવનમાં ગમે એટલી મુસીબતો આવે, તમારા વિકલ્પો ક્યારે ય ઓછા થતા નથી. સુખી અને સ્વસ્થ જીવનનો મેજીક એક જ શબ્દોમાં છે: ચોઇસ.
4th October 2018
Morning Musings....
જીવનમાં એક જ આવડત કેળવવા જેવી છે; ઇમોશનલ સેલ્ફ કંટ્રોલ. તમે જો ઇગોને ચિપિયાથી પકડીને દૂર મૂકી શકો, કોઈ પણ બાબતને પર્સનલી લેવાનું ટાળો, અને ઇમોશનલ અંતર રાખીને વિચાર/વ્યવહાર કરો, તો દરેક પ્રકરની વ્યકતિ કે સ્થિતિ સાથે પનારો પડવાનું અત્યંત આસન થઈ જાય.
5th October 2018
Morning Musings...
અધિકૃત જીવન એટલે શું?
ખાલી શીખો નહીં, અનુભવ કરો
ખાલી વાંચો નહીં, આત્મસાત કરો
ખાલી જ્ઞાન ભેગું ના કરો, ડહાપણ બતાવો
ખાલી ફેરબદલ ના કરો, બદલાઈ જાવ
ખાલી વાતો ના કરો, વ્યવહારમાં લાવો
ખાલી નિર્ણય ના કરો, અમલ કરો
ખાલી ટીકા ના કરો, પ્રોત્સાહન આપો
ખાલી વિચાર ના કરો, મનન કરો
ખાલી પ્રાપ્ત ના કરો, આપવાનું રાખો
ખાલી જુવો નહીં, અહેસાસ કરો
ખાલી સાંભળો નહીં, સમજો
ખાલી ટકી ના રહો, જીવો
6th October 2018
Morning Musings...
ખરો પ્રવાસ નવી જગ્યાઓ જોવામાં નહીં, નવી નજરથી જોવામાં છે. આપણે સતત અરાઈવલ અને ડિપાર્ચરની સ્થિતિમાં હોઈએ છીએ. એ પણ હકીકત છે કે, આપણે કાયમ લાંગરેલા પણ હોઈએ છીએ. આપણું ડેસ્ટિનેશન કોઈ નવું સ્થળ નહીં, નવી સમજ છે.
7th October 2018
Morning Musings...
ટીકાની પીડામાંથી છૂટવાનો એક માત્ર ઉપાય વખાણની ખુશી પ્રત્યેની બેપરવાહીમાં છે. લોકો શું કહે છે તેમાંથી શીખવું, પણ એ જજમેન્ટથી વિરક્ત રહેવું. તમે નિંદા અને પ્રશંસાથી અલગાવ ના કરો, ત્યાં સુધી તમે ફ્રી નથી. એટેનશનને પ્રેમ કરવો અને ખોતરણાંને નફરત કરવી, એ શક્ય નથી. બંને એક જ સિક્કાની બીજી નહીં, એક જ બાજુ છે.
8th October 2018
Morning Musings...
તમારી રુચિ તમારામાંથી બહાર વિસ્તરીને, 'હું'ની દીવાલો તોડીને, આજુબાજુની દુનિયામાં સ્થિર ના થાય, ત્યાં સુધી જીવન અર્થપૂર્ણ નથી થતું. વ્યક્તિગત જીવન નદી જેવું હોવું જોઈએ-શરૂઆતમાં પથ્થરોમાં પછડાતું અને બે કિનારા વચ્ચે સાંકડું, પછી કિનારાને હડસેલીને નિરાંતે પહોળું થતું અને છેલ્લે, વિના કષ્ટ વ્યક્તિગત ઇડેન્ટિટીટી ત્યજીને, સમુદ્રમાં ભળી જતું. -બટ્રેન્ડ રસેલ.
9th October 2018
Morning Musings...
આપણી પાસે ઇમેજીનેશન છે એટલે ભવિષ્યમાં મને સુંદર અનુભવ મળશે એવી કલ્પના કરીને, અને યાદદાસ્ત છે એટલે ભૂતકાળ ભવ્ય હતો, એવા નિસાસા નાખીને વર્તમાનથી દુઃખી થઈએ છીએ.
10th October 2018
Morning Musings...
હમ લોગ ભી કિતને અજીબ હૈ
નિશાનિયાં મહફૂઝ રખતે હૈ, લોગો કો ખો દેતે હૈ..
--ડો. તાહિર ઝૈદી
આપણે ક્યારેય કોઈ વ્યક્તિને મિસ નથી કરતા. આપણને એ યાદગીરીની ખોટ સાલે છે. આપણે બદલાઈએ છે, ક્યારેક છ દિવસમાં, ક્યારેક છ વર્ષમાં. આપણી ઇમેજ, આપણી યાદગીરી બદલાતી નથી. નવી વ્યક્તિ સાથે નવી યાદો વણાતી રહે છે, પણ પહેલી મેમરી 'જીવતી' રહે છે. નવી વ્યક્તિ તમને અનુકૂળ ના આવે, તો તમે એ વ્યક્તિને નહીં, પણ એની સાથે જોડાયેલી જૂની યાદોને મિસ કરો છે (જે તમને અનુકૂળ હતી). આ પણ ખુદને જ પ્રેમ (સેલ્ફ લવ) કરવાનો પ્રકાર છે. નવી વ્યક્તિને તમે જો સ્વીકારશો, તો તમે એને મિસ નહીં કરો, અને તમને યાદોની પણ જરૂર નહીં પડે. આ અસલી પ્રેમ છે. સિમ્પલ.
11th October 2018
Morning Musings....
"આપણે કશું સમજવા માટે નહીં, આપણે જે જાણીએ છીએે તેને સાબિત કરવા દલીલો કરીએ છીએ," માસ્ટરે કહ્યું, "સાંભળો એક રાજાની વાર્તા."
એક ગામમાંથી રાજા પસાર થયો. જોયું તો આખા ગામમાં બંદૂકની ગોળીઓનાં નિશાન. એક દીવાલ ખાલી નહીં. પરફેક્ટ માર્કિંગ સાથે. એથી ય મોટું આશ્ચર્ય એ હતું કે, આ એક 10 વર્ષના છોકરાએ કરેલું. "તે આટલું પરફેક્ટ શૂટિંગ કેવી રીતે કર્યુ?" રાજાએ પૂછ્યું. છોકરાએ કહ્યું, "એ તો બહુ સરળ છે. હું પહેલાં દિવાલ પર ગોળી છોડું, અને પછી દોડીને સર્કલ કરી દઉં."
આપણે આપણી સમજણ, સત્ય, માન્યતા, બુદ્ધિના નામે આવાં સર્કલ જ કરતા રહીએ છીએ.
12th October 2018
Morning Musings...
જીવનમાં ક્રિએટિવિટી, મિનિંગ અને સુખ, આ ત્રણે અહેસાસ, તમારી વ્યસ્તતા વચ્ચે જે ગેપ હોય છે, તેમાંથી આવે છે. તમારી આજુબાજુમાં બધું ધમાલિયું છે, એનો અર્થ એ નથી કે તમારી અંદર બધું અંધાધૂંધ છે. વ્યસ્ત જીવન અને ભરપેટ જીવન વચ્ચે આ જ ફર્ક છે. આ મિનિટે કાલે 10 વાગે કે પછીની 10 મિનિટે જે છે, તે અગત્યનું નથી, પણ આ સેકન્ડમાં જે છે, તે સુપ્રીમ છે.
13th October 2018
Morning Musings...
જે વ્યક્તિ તમારી અંદરથી તમારું બહેતર બહાર લાવવામાં મદદરૂપ ન હોય, અને તમારું જે સૌથી રદ્દી છે તેને પંપાળે છે, તેનાથી છેડો ફાડો. સિમ્પલ. કોઈપણ સંબંધ, ચાહે એ નક્કર જીવનનો હોય કે સોસીયલ મિડિયાનો, એની ગુણવત્તાનો આધાર તમે કેટલા સારા બનો છો, એના પર છે. તમારી અંદર એક સંત છે, અને એક શેતાન છે. પ્રેમ છે, નફરત છે. ઠહેરાવ છે, ઉત્પાત છે. શાંતિ છે, ક્રોધ છે. સકારાત્મકતા છે, નકારાત્મકતા છે. તમે તમારું કયું વર્ઝન ઈચ્છો છો?
14th October 2018
Morning Musings...
બોરડમ એ તળિયા વગરનો કૂવો છે. આપણે એને સંબંધોના, કામના, પ્રેમના, સેક્સના, કેરિયરના, લોકપ્રિયતાના, મનોરંજનના એક્સાઇટમેન્ટથી ભરતા રહીએ છીએ, પણ એનું તળિયું ક્યારેય ઊંચું આવતું નથી. આપણે બધા પેલા ડ્રગના નશેડી જેવા છીએ. ઉઠતાં વેંત મન-મગજને ઉત્તેજિત કરવા કશુંક શોધી લઈએ છીએ. અંદરથી દરેક માણસ ડલ, ચિડાયેલો, ઉદાસ, ઉબાયેલો છે. આપણી બધી નોવેલ્ટી, સુંદર કપડાંની જેમ, બહાર દેખાડવા માટે જ છે. અંદરની નગ્નતામાં બધા જ એકસરખા છે.
15th October 2018
Morning Musings...
નોન-જજમેન્ટલ હોવું એટલે શું?
નોન-જજમેન્ટલ હોવું એટલે શું?
ખેડૂતનો વર્ષો જૂનો ઘોડો ખેતરમાંથી નાસી ગયો. પાડોશીઓ ભેગા થઈને હમદર્દી જતાવા લાગ્યા, "બહુ ખરાબ થયું."
"ઠીક છે," ખેડૂતે કહ્યું.
બે દિવસ પછી ઘોડો પાછો આવ્યો. એની પાછળ પાછળ બીજા ત્રણ જંગલી ઘોડા આવ્યા. પાડોશીઓ રાજીના રેડ, "વાહ, કેટલું સરસ કહેવાય!"
"ઠીક છે," ખેડૂતે કહ્યું.
બીજા દિવસે એના દીકરાએ જંગલી ઘોડાને પલાણ્યો. થોડે દુર ગયો, અને ઘોડાએ એને ઉલાળ્યો. એનો પગ તૂટી ગયો. પાડોશીઓ ઘોડાને બદદુવાઓ આપવા લાગ્યા.
"ઠીક છે," ખેડૂત બોલ્યો.
બે દિવસ થયા, અને ભરતી માટે રાજાના સૈનિકો આવ્યા. ખેડૂતના પાટા-પિંડીવાળા અલમસ્ત દીકરો સૈન્ય માટે સિલેક્ટ થઈ ગયો. પાડોશીઓ ખેડૂતને અભિનંદન આપવા લાગ્યા.
"ઠીક છે," ખેડૂત બોલ્યો.
(નોન-જજમેન્ટલ હોવું એટલે, બીજા તમારી ટીકા-ટિપ્પણીઓ ના કરે તેનો આગ્રહ નહીં. નોન-જજમેન્ટલ એટલે તમે ખુદનો ખભો ના થાબડો કે ખુદની છાતી ના ફૂટો તે)
16th October 2018
Morning Musings...
ભૂતકાળ લોટા જેવો છે, વર્તમાન પાણી જેવો. ગમે એટલો ફ્રેશ હોય, લોકો વર્તમાનના પાણીને ભૂતકાળના લોટામાં નાખીને એવા જ આકારનું બનાવી દે છે. એટલે જ અમુક લોકો સમુદ્રની જેમ નગ્ન, અમુક લોકો વહેતી નદી જેવા તાજા, અને અમુક લોકો સ્થિર તળાવ જેવા સડીયલ હોય છે. તમે જો તમારો વર્તમાન બદલવા માગતા હો તો, "હું તો આમ જ કરું" અને "હું તો આમ જ માનું"ના લોટમાંથી બહાર નીકળો.
17th October 2018
Morning Musings...
અરબી-યહૂદી મૂળની સેમેટિક ભાષામાં 'શ્ક' પરથી ઇશ્ક શબ્દ આવે છે. અરેબિકમાં વેલને આશિકા કહે છે, જે ઝાડ પર ચઢીને, વીંટળાઈને વિકસે છે અને પછી સુકાઈને મરી જાય છે. આ એકાત્મ (oneness) અથવા અદ્વૈતનો ભાવ છે. પ્રેમમાં 'હું' ગુમાવાની જે વાત છે, તે આ ઈશ્ક.
18th October 2018
Morning Musings...
જગતના દરેક વ્યક્તિને સુખની શોધ છે. પ્રોબ્લેમ એ છે કે, સુખ કોઈ એડ્રેસ નથી કે તમે ત્યાં પહોંચી શકો. સુખ બાયપ્રોડકટ છે. એના માટે કારણ જોઈએ. મોટાભાગના લોકો 'અકારણ' જીવે છે, જીવતા હોવાનો ભાર વેંઢારે છે. સુખ કારણમાંથી આવે છે, જીવવાના purpose માંથી આવે છે, meaning માંથી આવે છે. દુઃખનું કારણ સુખની ગેરહાજરી નથી. દુઃખનું કારણ "મારે શા માટે જીવવું જોઈએ?"તે સવાલ અનુત્તર રહેવામાં છે. એનો જે જવાબ છે તેમાં કારણ છે, purpose છે, meaning છે. સુખ એમાંથી આવે. અથવા બીજી રીતે કહીયે તો, meaningfulness સુખ છે.
19th October 2018
Morning Musings...
તમને જ્યારે માનવ સ્વભાવની સચ્ચાઈ ખબર પડી જાય, પછી મિથ્યાભિમાની અને આડંબરી લોકો પ્રત્યેની સહિષ્ણુતા ઓછી થઈ જાય. તમે અસલિયતને ચાખી લો પછી તમે ક્યારેય વિચારો અને જજબાતની ચોરી કરતા કે પોતાની ચોક્કસ ઇમેજને પ્રોજેકટ કરતા લોકોને સહન ના કરી શકો. આવા લોકો જે બોલે કે લખે, તેવું ખરેખર તેમના વિચારોમાં કે વ્યવહારમાં હોતું નથી.
20th October 2018
Morning Musings...
તમે અત્યાર સુધી એડિટ કરેલી તમારી વાતો અને નહીં પોસ્ટ કરેલી સેલ્ફીઓમાં તમારી અસલિયત છુપાયેલી છે. અંગ્રેજીમાં કહે છે, read between the lines. એવી રીતે, read between the selfies.
21st October 2018
Morning Musings...
જ્યારે જ્યારે આપણે બીજી વ્યક્તિના સંપર્કમાં આવીએ છીએ, ત્યારે ત્યારે આપણી સામે બે અવસર આવે છે; પુલ બાંધવાનો અથવા દીવાલ ચણવાનો.
22nd October 2018
Morning Musings....
રસ, દિલચસ્પી અથવા ઇન્ટરેસ્ટ એ ફાયદા આધારિત ભાવ છે. મને આમાંથી શું મળે છે, એ સવાલ દરેક ઇન્ટરેસ્ટના પાયામાં છે. આપણને એમાં જ રસ પડે જે આપણને આનંદ આપે, સંતુષ્ટ કરે. દિલચસ્પી એ કશુંક મેળવવાની પ્રોસેસ છે. એ મળતું બંધ થઈ જાય, અથવા આપણે સંતુષ્ટ થઈ જઈએ, તો જે ઇન્ટરેસ્ટિંગ હતું તે બોરિંગ લાગવા માંડે. દરેક ઇન્ટરેસ્ટ એ બેઝિકલી બોરડમ નામના સિક્કાની બીજી બાજુ છે. બસ આમાં ફક્ત પ્રેમ બાકાત છે.
23rd October 2018
Morning Musings...
તમે તમારી અંગત જીંદગીમાં જે છો તે અને પબ્લિક માટે જે છો, એ બંને વચ્ચેની ગેપ ઓછી થતી જાય તેમ તેમ, તમને પોતાના માટે અને દુનિયા માટેની ફરિયાદો ઓછી થતી જાય.
24th October 2018
Morning Musings...
પ્રેમનું સૌથી પહેલું કર્તવ્ય સાંભળવું અને ધ્યાન આપવાનું છે. આપણી અંદરથી સતત એટલો શોર ઉઠે છે કે, આપણે કયારેય બીજી વ્યક્તિને પુરા એટેન્શન સાથે સાંભળતા નથી. આપણે ખુદના જ વિચારોને સાંભળતા રહીએ છીએ, ખુદનું જ લખેલુ વાંચતા રહીએ છીએ. બીજી વ્યક્તિની વાત કે વિચારમાં પણ આપણે ખુદનું જ અર્થઘટન સાંભળતા રહીએ છીએ. શત પ્રતિશત એટેન્શન સાથે સાંભળો તો વિચારો સસ્પેન્ડ થઈ જાય.
25th October 2018
Morning Musings...
આપણી દરેકની ઓપરેટિવ સિસ્ટમમાં સાચા- ખોટા કોડ લખાઈ ગયેલા છે, જે પેરેન્ટ્સ, દોસ્તો કે સમાજ તરફથી મળે છે. ગલત કોડ જાણીબૂઝીને તો ના આવે, પણ જ્યાં સુધી એના પર ઉચિત કોડની લાઈનો ઓવરરાઈટ કરવામાં ન આવે, ત્યાં સુધી જૂનો પ્રોગ્રામ ચાલતો રહે છે.
26th October 2018
Morning Musings...
ધર્મ સત્તા નહીં, સહાનુભૂતિ છે. એ ફળ નહીં, કૃત્ય છે. હું તમારી ભૌતિક, ભાવનાત્મક અને બૌદ્ધિક તરસ છીપાવું, તો એ ધર્મ છે. હું જ્યારે તમારો ઉપયોગ કરીને મારી ભૂખ મિટાવું, તો એ અધર્મ છે -દેવદત્ત પટ્ટનાયક, My Gita માં.
(ઉપર, પ્રસિદ્ધ 'રેલવે સ્ટેશન પેઈન્ટર' બીજય બીસ્વાલનું ખુબસુરત એક્રેલિક સર્જન)
27th October 2018
મુક્તિ એ નથી કે, તમે બીજા સાથે બોલવાનું બંધ કર્યું છે. ખરી રિહાઈ એ છેે, જ્યારે તમે જાત સાથે, સતત 365 દિવસ અને 24 કલાક, બોલવામાંથી છૂટો.
28th October 2018
Morning Musings...
ફેસબુકમાં કે વોટ્સઅપ મા DP જોઈને સ્ટેટસ લાઈક ના કરવું, સ્ટેટસ જોઈને સ્ટેટસ લાઈક કરવું.
જીવનમાં લેખક જોઈને વિચારો લાઈક કરવા, વિચારો જોઈને લેખક લાઈક ના કરવો.
(છેલ્લું ગુજરાતી લેખકોને ખાસ લાગુ પડે છે)
29th October 2018
Morning Musings...
સુંદરતા સતહી છે, અને ત્વચા સુધી મર્યાદિત છે. સેક્સ ગહેરાઈમાં જાય છે, અને મગજના ન્યૂરોન્સ સુધી પહોંચે છે. સૌથી ગહેરુ સેક્સુઅલ પેનેટ્રેશન શરીરનું નહીં, મનનું હોય છે. સેક્સમાં એકાત્મતાની જે વાત છે, તે સાઇકોજીકલ છે, ફિઝિકલ નહીં. બે વ્યક્તિ શરીરથી ઉપલબ્ધ રહીને મનથી જોજનો દૂર હોઈ શકે, અને બીજી બે વ્યક્તિ શરીરથી જોજનો દૂર રહીને પણ સેક્સુઅલ યુનિયનમાં રહી શકે.
30th October 2018
Morning Musings...
ચાલો, આપણે એકબીજાના
મોહરા આપસમાં બદલીએ
પછી...
થોડીવારમાં જ
ગભરાઈને, ચિલ્લાઈને
એક બીજાના મોહરા
પાછા માંગી લઈએ, એવું કહીને-
"તારા કરતાં તો, મારુ મોહરુ સારું છે" અથવા "દુનિયા મૈં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ"
31st October 2018
Morning Musings...
આપણો સૌથી શ્રેષ્ઠ સંબંધ એ છે, જે જીવનમાં વેલ્યુનો ઉમેરો કરે, સાર્થકતા લાવે, એને બહેતર બનાવે. પછી એ સંબંધ પુસ્તક સાથેનો હોય, માસ્ટર સાથેનો હોય કે પ્રેમનો હોય. તમને જેમાંથી કશું શીખવા ના મળે તે સંબંધ જંક ફૂડ જેવો છે; પેટ ભરાઈ જાય પણ ન્યુટ્રિશન ના મળે.
1st November 2018
Morning Musings...
સેલ્ફ-લવ (મૈં અપની ફેવરિટ હું)નો વિરોધાર્થી સ્વ-ધ્વંસ (સેલ્ફ ડિસ્ટ્રક્શન) છે. તમે ખુદને સરખી રીતે પ્રેમ ન કરી શકો, એટલે તમે ખુદનો નાશ કરવા મજબૂર બની જાવ છો. સેલ્ફીમાં ખૂબસુરત અને સ્વસ્થ દેખાતો માણસ, અંદર સેલ્ફ-લવ (i, me and myself)ની બીમારીમાં પણ જીવતો હોય છે. આપઘાત, એડિકશન્સ અને ડિપ્રેશનના મોટાભાગના કિસ્સાઓમાં એ માણસો નાર્સિસિસ્ટિક હોય છે.
2nd November 2018
Morning Musings...
આપણને ખુદની સ્ટુપીડિટીની એટલી શરમ આવે છે કે, બીજાની ઇર્ષ્યામાં આપણે એની સફળતાને ચાલાકીમાં ખપાવીને, ખુદ માટે ફિલ-ગુડ કરીએ છીએ. આ બધા માં આપણે સારી વાત ને કે વિચાર ને એપ્રીસિયેટ કરતા પણ અટકી જાઈએ છે.
3rd November 2018
Morning Musings...
મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમે સંબંધોની, કેરિયરની, લાગણીઓની, બેન્ક બેલેન્સની ઊંચી સીડી ચઢીને ઉપર જાવ, ત્યારે ખબર પડે કે તમે ખોટી દીવાલ પર ચઢી ગયા છો. મિડલાઈફ ક્રાઇસિસ એટલે તમને પહેલવાર જીવનની અફાટ ગહેરાઈ સામે ઇગોની દીવાલ તુચ્છ લાગવા માંડે. અનુભવથી કહું શકાય, આ બધું 35 વર્ષે જ થઈ જવું જોઈએ, 55 વર્ષે નહીં. અંતિમ પડાવ તરફની યાત્રા ખુબસુરત બની જશે...
4th November 2018
Morning Musings...
તમારા સૌથી ઉત્તમ સાથીદારો;
* ગહેરાઈવાળું આત્મપરિક્ષણ
* માનસિક ડિસઓર્ડર વિનાના દોસ્તો
* ક્ષિતિજને જોવાની એકલતા
* ચોપડીઓ
* આ ક્ષણ
તમારા સૌથી મોટા દુશ્મન;
* વ્યસ્તતા
* પૃથ્વી મારી આસપાસ ફરે છે તેવો વર્ટિગો
* ઊંઘનો અભાવ
* "હું તો ક્યારેય..." વાળી સીમિત ભાષા અને વિચારો
* ન્યુઝફીડમાંથી મળતું જ્ઞાન અને ઉછીના અભિપ્રાય
* આવતીકાલ
5th November 2018
પૈસા વગર પીડા ભોગવવી એના કરતાં, પૈસા હોય અને પીડા ભોગવવી પડે, એ બહેતર વિકલ્પ છે. તમને પીડા ના હોય, એવો સમય તો આમ પણ ક્યારેય નથી આવવાનો.
ખુદની સ્ટોરી કહેનાર વ્યક્તિ હંમેશા ઇન્ટરેસ્ટિંગ હોય. શર્ત એ છે કે, એ સ્ટોરી ફોટોશોપ કરેલી જૂઠી સેલ્ફી ના હોવી જોઈએ. પછી જ વિચાર, વાણી અને વર્તણુક એક કહી શકાય.
મૈને અપને કો હટા લિયા હૈ હર હોડ સે
મૈ તુમ્હારા વિરોધી, પ્રતિદ્વંદી યા હિસ્સેદાર નહીં
મુજે કુછ દેકર યા ન દેકર ભી તુમ
કમ સે કમ એક આદમી સે તો નિશ્ચિન્ત રહ સકતે હો
-વિષ્ણુ ખરે
99 ટકા લોકોને તમારી એકેય વાત કે વિચારમાં રસ નથી હોતો. એ ખુદમાં જ વ્યસ્ત હોય છે. તમનેય કોઈનામાં એવી કોઈ ખાસ દિલચસ્પી નથી હોતી. એટલે જ, આજુબાજુમાં થોડાક એવા લોકો હોવા જોઈએ, જેની વાતો કે વિચારોમાં તમને મજા પડે. થોડા એવા લોકો ય હોવા જોઈએ, જે તમને સાંભળે. બાકીના ભલે નવા વર્ષની મિઠાઈ, નમકીન લેવા જાય.😀
સાલ મુબારક...
સંબંધની સ્વસ્થતા અને સુંદરતાને ટકાવી રાખવા એ જરૂરી છે કે, તમે એના મૂળિયાંમાં શું સીંચી શકો તેમ છો. સંબંધ ખાલી 'લેવા' પર આધારિત હોય, અને તમે સામે કશું 'આપવા' માટે કેપેબલ ન હો, તો એ મુરજાઈને મરી જાય છે. અહીં આપવા નો અર્થ વસ્તુ સાથે જ નથી પણ આપવા માટે પ્રેમ, પ્રમાણિકતા અને વિશ્વાસ પણ અાપી અને અપાવી શકાય. તમારા સિંચનમાં પાણી, ખાતર, પેસ્ટીસાઈડ છે? કે પછી, સાગનું ઝાડ જેમ ત્રણ કિલોમીટર સુધીની જમીનનું પાણી ચૂસી લે તેમ, તમે આજુબાજુના માણસોને ઈમોશનલી ખાલી કરી નાખો છો?
ગુજરાતીમાં કહેવત છે કે, જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. કેટલાક લોકોને મોટા થવામાં એમનાં સંતાન મદદ કરતાં હોય છે. જીવનમાં ગમે તેટલી ઠોકરો વાગે, એ અક્કલમંદ ના જ થાય. માં-બાપને હેરાન કરે, દોસ્તોની વાટ લગાડે, જીવનસાથીનું લોહી પીવે. પણ ઘરમાં એમનું અનુકરણ કરે અને એમને મોડેલ માને એવું સંતાન થાય, ત્યારે એમને ભાન થાય કે હવે બેવકૂફી નહીં પોષાય. કેટલાક લોકોની છોકરમતનું સોલ્યુશન ખાલી છોકરાં જ હોય છે. પોતાનો કક્કો ખરો કરવામાં હવાતિયાં મારે અને કક્કો ખરો થયા પછી victimized બનીને બીજા પાસે રોદણા રડે...
પ્લેટોએ એટલા માટે જ કહેલું કે, રાજા ફિલોસોફર હોવો જોઈએ, જેને માણસના સુખ-દુઃખની ઉચિત વ્યાખ્યા ખબર હોય. વિકાસ ડબલ થાય તો સુખ ડબલ ના થાય.
Morning Musings...
ખા-ખા કરવું એ જાત પરનો અત્યાચાર (સેલ્ફ એબ્યુઝ) છે. ઘણા લોકો, આત્મ સન્માન અને આત્મ વિશ્વાસની ગેરહાજરીનો બદલો લેવા, શરીરને સજા કરે છે. એ લોકો માટે ખાવું એ ઇમોશનલ વિવશતા અને વળગાળ બની જાય છે. લોકો એવું માને છે કે, ખાવાથી સુખ મળે છે. હકીકતમાં, એ લોકો એમની માનસિક સમસ્યાઓનો સ્ટ્રેસ ખાવા પર ઉતારે છે. પ્રિન્સેસ ડાયેના એની વૈવાહિક સમસ્યાઓને કારણે, ઉલટી કરીને રાહતનો અનુભવ મેળવવા માટે, ખૂબ ખાતી હતી.
એકલતા તળિયા વગરના લોટા જેવી છે. તમે એમાં માણસો, સંબંધો, પ્રેમ, વર્કહોલિઝમ, મેડિટેશન, ખાન-પાન અને મનોરંજનનાં એકસાઈટમેન્ટ ભરતા રહો છો, પણ એ તળિયું ઊંચું આવતું જ નથી. આપણે આ 'દવાઓ'ના નશેડી થઈ ગયા છીએ. એ ના મળે તો વિથ્ડ્રૉઅલ આવે છે. તમે જેના આદી થઈ ગયા છો, એ એક દિવસ મળતું બંધ થઈ જ જશે, અને ત્યારે તમારી એકલતા પહેલાં કરતાં વધુ નક્કર અને વધુ ગહેરી બનશે. એકલતાનું સમાધાન મનોરંજનમાં નહીં, વાસ્તવિકતાના સ્વીકારમાં છે.
ઓથેન્ટીસિટી એટલે ફોટોશોપ વગરની સેલ્ફ...
1. હકીકતની વ્યવહારિક સમજણ હોય
2. પોતાને અને બીજાને સ્વીકારવાની ત્રેવડ હોય
3. વિચારોની ગહેરાઈ હોય
4. કટાક્ષ નહીં, રમૂજ કરતાં આવડતું હોય
5. મનથી સ્પષ્ટ અને મુક્ત હોય, સેલ્ફ-ડાઉટ ના હોય
6. ભૂલમાંથી શીખવાની તૈયારી હોય
અપ્રમાણિક સેલ્ફ એટલે...
1. જાતને છેતરતા હોય, અવાસ્તવિક અપેક્ષાઓ હોય
2. બીજા માટે બહુ જજમેન્ટલ હોય
3. બીજાઓની એપ્રુવલ અને એટેનશન જોઈતું હોય
4. વિચારે કૈંક, બોલે કૈંક, વર્તે કૈંક
5. ટોણાં મારતા હોય, સતત ફરિયાદો કરતા હોય
6. ભૂલોને જસ્ટિફાય કરતા હોય.
ડાબે અફઘાનિસ્તાન, જમણે ભારત...
સાર્થક સંવાદ ખળખળ વહેતી નદી જેવો હોય. તમે જ્યારે, તમારા પરફોર્મન્સને બદલે, સામેની વ્યક્તિ પર સંપૂર્ણ ફોકસ કરો, ત્યારે સંવાદ વહે. ઓથેન્ટિક વાર્તાલાપમાં ઈમાનદાર વ્યવહારની આપલે થાય છે, શબ્દોની નહીં. talking together અને talking to each other માં ફરક છે. એટલા માટે જ, પુરા અસ્તિત્વથી સાંભળવું એ પ્રેમની શ્રેષ્ઠ સ્થિતિ ગણાય છે
માણસની વાઈબ્સ (સિહરન) એ એની પહેલી ઓળખાણ છે. કોઈની વાઈબ્સ તમને અસુખ આપે, કસ કાઢે, અસલામતી અને ડર પેદા કરે. અમુકની વાઈબ્સ તમને મોટીવેટ કરે, પ્રફુલ્લિત કરે અને પાવર આપે. વાઈબ્સ વાસ જેવી હોય છે. એ સુગંધ છે કે દુર્ગંધ, એ ઓળખતાં આવડવું જોઈએ. અમુક લોકોના જીવનમાં અમુક લોકો કેમ છે અને અમુક લોકો કેમ નથી, એનું રહસ્ય તેમની ઘ્રાણેન્દ્રિય કેટલી પરફેક્ટ છે તેના પર છે.
ચાંદની રાત મેં જૈસે રૂખ-એ-ગુલ પે કિરન પડી
બે-સબબ રુઠ કર તેરે માથે પે યું શિકન પડી
મેરે મહબૂબ એ તેરી બેરુખી હૈ અદા નહી
વરના તેરે સર કી કસમ આદમી મૈ બુરા નહીં
ક્યારેક વિચારજો. આપણને જેમ અમુક આહારની ટેવ પડે છે, ચા-કોફી, દારૂ-સિગારેટની આદત પડે છે તેવી જ રીતે વિચારોની પણ લત પડે છે. ચોક્કસ અને રિપીટેટિવ વિચારો મગજમાં કેમિકલ પેદા કરે છે, અને એનું આપણને વ્યસન થઈ જાય છે. અમુક વિચારોથી આપણને પ્લેઝર મળે છે, એટલે આપણે એને મમળાવતા રહીએ છીએ. એટલા માટે જ, ગમે તેટલા સચ્ચાઈના પુરાવા આપો, ફેક્ટ પેશ કરો, લોકો જે વિચારે છે એ નહીં જ છોડે.
ખુદને ઠીક ના કરો ત્યાં સુધી તમારા વિચારોના, લાગણીઓના, સંબંધોના પ્રોબ્લેમ સોલ્વ ના થાય. કારણ એ છે કે પ્રોબ્લેમનો સોર્સ જ તમે છો. જ્યાં સુધી તમારામાં બદલાવ ના આવે ત્યાં સુધી, સીન બદલો કે માણસો બદલો, પ્રોબ્લેમ એવો જ રહેવાનો.સિમ્પલ.
તમારી અંદર સતત ખુદને ખુશ કરવાની, અથવા કાયમ દુઃખી રહેવાની વૃત્તિ હોય, તો એ ગડબડ છે. બંને સ્થિતિમાં તમે તમારા પર જ ફોકસ કરો છો, બીજા સાથે જે તાલ્લુકાત છે, તેના પર નહીં. સેલ્ફ-ફુલફીલમેન્ટની વૃત્તિ અંતે તમને એકલતાની ખીણમાં જ લઇ જાય.. જ્યાં કંપલેઇન વધે ત્યાં સમજદારી ઓછી થાય અને સંબંધો અધુરા રહી જાય છે. આ વાત સમજી જાય એ તરી જાય અને ના સમજે એ કિનારે તરતો રહે.
Forgive is possible but can't possibly possible to forget
મેં અંધકાર જોયો છે
હું અંધકારને જીવ્યો છું, અને પ્યાર કર્યો છે
હું અંધકારમાં રમ્યો છું, અને ખોવાયો છું
મને અંધકારની ખબર છે
મને પ્રકાશની બીક ના બતાવો.
શિક્ષક એ નથી જે માહિતી આપે. શિક્ષક એ છે, જે ડહાપણ આપે. આઈન્સ્ટાઈને લખ્યું હતું, "ખબર તો બેવકૂફને પણ હોય. મહત્વની વાત સમજણની છે." જેને સમગ્રતા સાથેના જીવનની ગહેરાઈની સમજ નથી, એ અભણ છે. શિક્ષક ટોર્ચબેરીયર છે. એ મગજમાં વસ્તુઓ ના ભરે, એ આગ લગાવે. તમને સારું લગાડે, પંપાળે એ શિક્ષક નથી, એ મનોરંજન છે.
જીવનમાં બીજા લોકો કરતાં સારા થવાનું ના હોય. જીવન સ્પર્ધા નથી. બીજાની હાર, એ તમારો ઉદ્દેશ નથી. લોકો ની પીઠ પાછળ ટીકા કરવા કરતાં આઈના નો સામનો કરવાની હિંમત જોઈએ. તમારું લક્ષ્ય, તમે જે છો, તેના કરતાં બહેતર થવાનું, અને બીજા લોકોને ખુદથી સારા થવા માટે પ્રેરણારૂપ બનવાનું છે.
તાબડતોબ તો દુઃખ જ આવે. સુખ આપતી લગભગ તમામ બાબતો લાંબી, ઘણી લાંબી પ્રક્રિયાનું પરિણામ છે; નવી બાબતો શીખવી, વ્યવહાર-આદતો બદલવાં, સંતોષકારક સંબંધો બનાવવા, પૅશનટ કેરિયર બનાવવી કે સંતાનોમાં સેન્સ ઓફ મિનિંગ પેદા કરવી એ નક્કર સુખનાં સાધનો છે. એટલા માટે સુખ માટેનો સૌથી અગત્યનો ગુણ ધીરજ અને દૃઢતા છે.
સેલ્ફ-લવ (મૈં અપની/અપના ફેવરિટ હું)નો વિરોધાર્થી સ્વ-ધ્વંસ (સેલ્ફ ડિસ્ટ્રક્શન) છે. તમે ખુદને સરખી રીતે પ્રેમ ન કરી શકો, એટલે તમે ખુદનો નાશ કરવા મજબૂર બની જાવ છો. સેલ્ફીમાં ખૂબસુરત અને સ્વસ્થ દેખાતો માણસ, અંદર સેલ્ફ-લવ (i, me and myself)ની બીમારીમાં જીવતો હોય શકે છે. આપઘાત, એડિકશન્સ અને ડિપ્રેશનના મોટાભાગના કિસ્સાઓમાં એ માણસો નાર્સિસિસ્ટિક હોય છે.
જે લોકો આપણી કોઈ વાત સાથે સહમત ના થાય અથવા એનાથી વિપરીત માનતા હોય, તો તેમના વ્યક્તિત્વમાં, તેમના શિક્ષણમાં કે તેમના ઉછેરમાં કચાશ રહી ગઈ છે ("તારામાં બુદ્ધિ જ નથી") એવું આપણે કેમ માનવા લાગીએ છીએ? બીજી રીતે પૂછીએ તો, આપણે જે માનીએ છીએ એ જ પરફેકટ માન્યતા છે, અને દરેક વ્યક્તિએ એનું જ અનુકરણ કરવું જોઈએ ("પ્લીઝ, મારી વાત માન") એવો આગ્રહ આપણે કેમ રાખીએ છીએ? ક્યારેક આંખ થી જોયેલું અને પીઠ પાછળ બોલાયેલું કાને થી સાંભળેલું પણ અસત્ય હોય. એટલે જાત-અનુભવ વગર સહમત-અસહમત થાવુ આપણા વિચાર, શિક્ષણ અને ઉછેર ઉપર છે એવું કહી શકાય.
તમારો ચાર્મ (charm) અસલી ત્યારે જ કહેવાય, જ્યારે એ તમને નહીં, તમને મળનાર વ્યક્તિને સંપૂર્ણ કરે, ખુદથી સંતુષ્ટ કરે અને એને એનું બહેતર બહાર લાવવા વિવશ કરે. ચાર્મ હંમેશા તમને કૈંક આપે, તમારામાંથી લઇ ના લે. અંગ્રેજીમાં કહે છે તેમ, અમુક લોકો તમને ખાલી (drain) કરે. ચાર્મ તમને ભરે.
હું રડતો હોઉં, અને તમે મારી સાથે રડવા લાગો, તો મને એ ક્ષણે સારું તો લાગે, પરંતુ તમે મારી પીડાને તમારી પીડા સાથે જોડીને એની આવરદા વધારી છે. બુનિયાદી રીતે તમે મને મદદ નથી કરી, પણ મારી સેન્ટિમેન્ટલ કમજોરીનાં મૂળિયાં મજબૂત કરીને મારુ અહિત કર્યું છે. સેન્ટિમેન્ટલિટી એ બદમાશ લાગણી છે.
આપણે જે વાતો કે વિચારોમાં માનીએ છીએ, એટલું જ ન વાંચવું. જેમાં સહમત થવા જેવું ન હોય, તે વાંચે અને પોતાના વિચારો વ્યક્ત કરે એને સારો વાચક કહેવાય. પૂર્વગ્રહ અને કોઈના પણ માટે બાંધી રાખેલી ધારણા વાળું વાંચન પણ અંધશ્રદ્ધા જ કહેવાય. માણસોનું પણ એવું જ છે. તમારી માન્યતાઓને ચેલેન્જ કરે તેવા લોકોને પાસે રાખવા. તમને પંપાળે, તમારા ભ્રમને પોષે, તમને સર્વાંગ સંપૂર્ણ હોવાનું સર્ટિફિકેટ આપે એ કુસેવા છે, મદદ નહીં.
આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય, અને એ કોઈ જઘન્ય અપરાધ કરે, તોય આપણે એનો બચાવ કરીયે છીએ અથવા આંખ આડા કાન કરીએ છીએ. પણ આપણને કોઈ વ્યક્તિ ના ગમતી હોય, અને એ ગમે એટલું સારું કામ કરે, તોય આપણે એમાં ખોતરણાં કાઢીએ છીએ. આપણે દરેક વ્યક્તિને આપણા સબ્જેક્ટિવ અનુભવથી મુલવીએ છીએ, નહીં કે એ વ્યક્તિની ઓબ્જેક્ટિવ ક્વોલિટીથી. આમાં સુધારો થાય તો સંબંધ મા વાસ્તવિકતા, પ્રમાણિકતા અને વિશ્વાસ આવી જાય.
જે એકલો છે તે દિશાવિહીન છે, યાયાવર છે, ભમતારામ છે, પણ એ કોઈની સાથે હોય, તો તે બંને 'ક્યાંક' જઇ રહ્યા છે. કોઈ સાથીદાર હોય તો યાત્રાનો હેતુ બને છે, દિશા નક્કી થાય છે, અર્થ ઉમેરાય છે. પૉપ ગાયક જ્હોન લેનોને હતું એમ, તમે એકલા ખ્વાબને જુવો તો એ ખ્વાબ છે, કોઈની સાથે જુવો તો એ રીઆલિટી છે.
બહુ બધા લોકોને જીવનમાં 'ટ્રેપ' થઈ ગયાનો અહેસાસ થતો હોય છે. એટલે શું? ટ્રેપ થઈ જવું એટલે ફસાઈ જવું, અટકી જવું કે આંટીમાં આવી જવું. આવી રીતે ટ્રેપમાં આવી ગયાની લાગણી ત્યારે આવે, જયારે તમે ભવિષ્યની કલ્પના કરીને જીવો, તો એ કલ્પના પણ વર્તમાનના જીવનથી આગળ ના જાય.
આપણે પૈસા માટે જ કામ કરીએ છીએ. પરંતુ કામમાંથી આપણે બીજું કશુંક પણ શોધતા હોઈએ છીએ (પછી ભલે આપણે એને સમજાવી ન શકીએ); કામનો અર્થ, સેન્સ ઓફ મિનીંગ. આપણે જયારે કામને અર્થપૂર્ણ અથવા મતલબ વગરનું કહીએ છીએ ત્યારે, એમાં સવાલ એ કામ મને જીવનમાં સંતોષ આપે છે કે નહિ, મને બહેતર બનવામાં, મોટા થવામાં મદદરૂપ થાય છે કે નહીં, જીવનની પીડા ઓછી કરે છે કે નહીં તે છે. સેન્સ ઓફ મીનિંગ એ પૈસાથી ઉપરની સ્થિતિ છે.
તમે તમારી કોઈ એક ચોક્કસ આવડતને પુરી કરવા જ જીવતા હો, અને સમગ્ર જીવન અને અસ્તિત્વને લગતા વ્યાપક સવાલોની ઉપેક્ષા કરતા હો, તો તમારી ટેલેન્ટ બેમતલબ અને બે કોડીની છે -જે. કૃષ્ણમૂર્તિ
જ્ઞાન, સમજણ કે હોંશિયારી એ આડંબર છે. જીવતી-જાગતી પરિસ્થિતિમાં સાધુ અને શેતાન, બંને એક સરખી રીતે જ વર્તે છે. 2 લાખ વર્ષ પહેલાં પેદા થયેલી માણસની પ્રકૃતિનો વિશ્વાસ કરવો, 55 વર્ષ પહેલાં જન્મેલા માણસનો નહીં. કોઈ દ્વારા આપણી બતાવેલી ભૂલ સ્વીકાર કરવી અને સુધાર લાવવો એ વાલ્મિકી વૃત્તિ કેહવાય પણ પોતે સાચા ની જીદ ઉપર રેહવુ રાવણ વૃતિ કેહવાય. મહાનતા વિચારોમાં નહીં, શરીરના ખૂનમાં અને નર્વસ સિસ્ટમની રગોમાં હોવી જોઈએ.
'આપ જૈસા કોઈ નહીં...'
યહી કહતા હૈ
આપકા આઈના અગર
આપસે હર રોજ
તો...ખુદ પે
'ઇતરાને' કા નહીં
'આઈના' બદલને કા વક્ત હૈ યે..
પેરેન્ટિંગનો બુનિયાદી હેતુ સંતાનોને પ્રેમ કરવાનો નથી (મોટભાગના લોકો પેમ્પરિંગને પ્રેમ કહે છે). તેનો મૂળ હેતુ સંતાનોને એ સાહસ અને આશા અપાવાનો છે કે અધૂરી, અન્યાયી અને અઘરી દુનિયામાં પણ સુખેથી જીવી શકાય છે. આ ભાષણો આપવાથી નહીં, ખુદના ઉદાહરણથી શીખવવાનું હોય. સંતાનો તમને સાંભળીને નહીં, તમને જોઈને તૈયાર થાય છે. એટલા માટે જ ચોપડીઓ વાંચી વાંચીને જેની વાતો કરીએ છીએ, એ જીવવું પણ પડે.
લોકો તમને છેતરતા નથી કે નથી દુઃખી કરતા. તેમના વિશેનો તમારો પર્સેપ્શન તમને ધોખો આપે છે. તમે તમારા ઇન્ટરેસ્ટના આધારે તમારી અંદર લોકોની ઇમેજ બનાવો છો, અને પછી અપેક્ષા રાખો છો કે લોકો એ ઇમેજ પ્રમાણે વ્યવહાર કરે. આપણે આપણી અપેક્ષાના પાવરને અંડર એસ્ટીમેટ કરીયે છીએ, અને સામેવાળી વ્યક્તિના પાવરને ઓવર એસ્ટીમેટ કરીયે છીએ.
આપણાં તમામ પાપ આપણી અંદરની એકલતા ભરવા માટેનાં ઇન્વેનશન છે. એટલા માટે જ, નિટ્સએ કહ્યું હતું તેમ, બધા દિલચસ્પ લોકો નર્કમાં જ ભેગા થાય છે.
કલ્પનાશક્તિ એટલે જે નથી તે જોવાની તાકાત.
ક્રિએટિવિટી એટલે એ કલ્પનાને મૂર્તિમંત કરવી તે.
ઇનોવેશન એટલે મુશ્કેલીનું ક્રિએટીવ સોલ્યુશન.
ઑન્ટ્રપ્રેનરશીપ એટલે ઇનોવેશનની વ્યવહારીકતા.
કોઈ વ્યક્તિ કે વસ્તુ પોપ્યુલર છે એટલે એ ગુણવાન છે એવું નથી. પોપ્યુલરીટી એ ટોળાશાહી (crowd thinking) છે. સમુદાય સાથે જોડાયેલા રહેવાની બુનિયાદી માનવીય વૃત્તિના કારણે આપણે જે પોપ્યુલર છે તેનું અનુસરણ કરીયે છીએ. પૃથ્વી સપાટ છે, એવો વિચાર એક સમયે પોપ્યુલર હતો. ઈશ્વર છે, એવી માન્યતા આજે પણ પોપ્યુલર છે. ફ્રોજન ફૂડ અને ફાસ્ટ ફૂડ આજે પોપ્યુલર છે. પશ્ચિમમાં ડ્રગ્સ પોપ્યુલર છે. ડિપ્રેસન અને એન્ગઝાઇટી લાવતું ફેસબુક પોપ્યુલર છે. એક જમાનામાં હિટલર પોપ્યુલર હતો. દરેક યુદ્ધો જે તે સમયે અને સમાજમાં પોપ્યુલર જ હતાં. બીજા લોકો આપણને સ્વીકારે એ એટલી સ્ટ્રોંગ વૃત્તિ છે કે તે આપણી સારી અને નૈતિક વ્યક્તિગત જરૂરિયાતો પર હાવી થઈ જાય છે.
ચોપડીઓ વાંચીને બદલાઈ ગયા હોય એવા એકપણ માણસનો દાખલો નથી. જાત અનુભવ વગર ક્યારેય કોઈ બદલાતુ નથી. એક વ્યક્તિ ત્રીજા વ્યક્તિ ની વાત બીજા વ્યક્તિ ને કરે અને એ નાસમજ બીજી વ્યક્તિ પેહલા ની વાત સાંભળી ને ત્રીજા વ્યક્તિ માટે અનુમાન કે પુર્વ ગ્રહ બાંધે એટલે સમજી જાવું કે તમારુ ભણતર વિચાર શક્તિ, સમજણ બધું એઠવાડ માં ગયું. માણસ ને સંજોગ, સમય અને સમજણ જ બદલી શકે છે. આ સત્ય છે અને સ્વિકાર કરવું રહ્યું.
પૃથ્વી પરનાં તમામ જીવ ભૂખ લાગે કે જોખમ હોય ત્યારે હિંસા કરે છે. માણસ એકમાત્ર પ્રાણી છે જેની પાસે સર્વાઇવલનાં એક એકથી ચઢિયાતા સાધનો છે, અને છતાં એ વિચારધારા, માન્યતા કે આદર્શોના આધારે હત્યા કરી શકે છે. માણસના જંગલની સરખામણીમાં પશુઓનું જંગલ વધુ સરળ, સંવેદનશીલ અને સભ્ય છે.
બીજાને જાણવાનો ઉત્તમ ઉપાય ખુદને ઓળખવામાં છે. તમે જો ઈમાનદારીથી તમારી અંદર જે બદમાશી, બેઇમાની, અહંકાર, સ્વાર્થીપણું, ઇર્ષ્યા, દંભ,પૂર્વગ્રહ, ક્રૂરતા, જુઠ, લાલચ, નીચતા અને વાસના છે તેની કબૂલાત કરો, તો બીજાના વ્યવહારમાં એ જ્યારે પ્રગટ થશે ત્યારે તમને જરાય આશ્ચર્ય નહીં થાય કે તકલીફ નહીં થાય. તમે જેવા છો, બાકીના તમામ માણસો એવા જ છે.
એક સ્ત્રીએ રસ્તામાં જતા પુરુષને રોક્યો, "અરે વાહ, રાજ! બહુ વર્ષો પછી જોયો તને. કેવો બદલાઈ ગયો છે! તું તો કેવો ઊંચો, પાતળો, ગોરો હતો. વાળ ટૂંકા થઈ ગયા, પેટ મોટું થઈ ગયું, આંખો અંદર જતી રહી! શું થયું?......"
પેલા ભાઈએ અધવચ્ચે કહ્યું, "બહેન, પણ હું રાજ નથી! હું તો માનવ છું."
"આ લે..લે..લે," બહેને કહ્યું, "નામ પણ બદલી નાખ્યું!"
મોરલ: આપણે એ જ જોઈએ છીએ, સાંભળીયે છીએ જે આપણે જોવા/સાંભળવા ઇચ્છીએ છીએ. આપણે ફેક્ટને ફેક્ટ પ્રમાણે નહીં, આપણી અંદર જે ફિક્શન છે, તે પ્રમાણે જોઈએ છે. આને કન્ફર્મેશન બાયસ કહેવાય. આપણી માન્યતાને મળતા આવે તે પુરાવા સાચા, બાકી બધું જૂઠ. એટલે જ, ગમે તેટલી ઇન્ટિમેટ જીવાઈ હોય તો પણ, આપણી કહાની અને આપણા પ્રિયપાત્રની કહાની જુદી જ પડે.
ફિલોસોફર ડાયોજિન્સ બ્રેડ અને મસુરની દાળનું ભાણું ખાઈ રહયો હતો. રાજાના દરબારમાં ખાઈ-પીને તગડા થયેલા ફિલોસોફર એરિસ્ટીપસે એને જોઈને કહ્યું, "તું રાજાનો કહ્યાગરો હોય, તો મસુર પર ટંક કાઢવી ના પડે." ડાયોજિન્સ બોલ્યો, "તને દાળ પર ગુજારો કરતાં આવડે, તો રાજાના તાબામાં રહેવું ના પડે."
આશ્રમમાં રોજ સવારે ગુરુ ધ્યાનમાં બેસે. એમની સાથે અનુયાયીઓ પણ આનંદની ખોજ કરે. એમાં એક બિલાડી જોડાઈ. મ્યાવ મ્યાવ કરતી જાય, બધાના પગમાં ઘસાતી જાય. એમાં ખલેલ પડવા લાગી. ગુરુએ વ્યવહારિક રસ્તો કાઢીને, બિલાડીને નજીકમાં થાંભલે બાંધી દીધી. હવે ધ્યાન સરસ થવા લાગ્યું. વર્ષો થઈ ગયાં, આમ જ નિત્યક્રમ ચાલે. બિલાડીને બાંધે, અને ધ્યાન ધરે.
એક દિવસ, ગુરુનું અવસાન થયું. એ પછી પણ પેલો નિત્યક્રમ ચાલતો રહયો. થોડો વખત થયો, અને બિલાડી મરી ગઈ. ભક્તો બીજી બિલાડી લઇ આવ્યા, અને થાંભલે બાંધીને ધ્યાન કર્મ શરૂ કર્યું.
સદીઓ પછી પંડિત અનુયાયીઓએ શાસ્ત્ર લખ્યું કે, ઇશ્વરપ્રાપ્તિમાં થાંભલે બાંધેલી બિલાડીનું મહત્વ કેટલું છે. ત્યાંથી એક મહાન ધર્મનો પ્રારંભ થયો. બિલાડી પૂંજાવા લાગી, વિશેષ થાંભલા બન્યા અને મંદિરો બન્યાં.
આગળ કેવી રીતે વધાય?
એક વખતે એક કદમ ભરીને.
વજન ઓછું કેવી રીતે કરાય?
એક વખતે એક કિલો ઘટાડીને.
પુસ્તક કેવી રીતે લખાય?
એક વખતે એક પાનું લખીને.
સંબંધ કેવી રીતે બનાવાય?
એક એક દિવસે.
-સ્પીડનું ભૂત જેના પર સવાર થયેલું છે તે આજની દુનિયામાં એ ભૂલવા જેવું નથી કે જીવનમાં દરેક મૂલ્યવાન અને ગુણવાન બાબતોને બનતાં સમય લાગે છે.
અંગ્રેજીમાં કહે છે, સંબંધોમાં એકબીજાને સ્પેસ આપવી જોઈએ. આ બકવાસ છે. સેલ્ફ-સેન્ટર્ડ સંબંધોમાં, જ્યાં બંને વ્યક્તિ એકબીજા સાથે ઓબસેશનથી જોડાયેલાં હોય, એમને "તું મારામાં માથાકૂટ ના કર"ની બહુ જરૂર પડે. વિચારોની ગહેરાઈવાળા સંબંધોમાં તો એકબીજાને સ્પેસ આપવાની ના હોય, એ સ્પેસમાં જીવવાનું હોય. તમે જ્યારે શરીરથી અને મનથી, અમિબાની જેમ, એક હો, પછી સ્પેસ જ ક્યાં રહે છે?
Both of you are that one single space in which that separative "I" dissolve.
Morning Musings...
ફેમ અથવા શોહરત માણસને ન્યુરોટીક બનાવી દે છે. જે લોકો અંદરથી ખાલી છે તે બહારની ઇમેજ માટે બહુ સભાન છે. જે અંદરથી અસુરક્ષિત છે તેનામાં બધાની ચાહનાની ભૂખ છે. જેમ ડ્રગ રિયાલિટી ભૂલવામાં મદદ કરે છે, તેમ શોહરતનો નશો તમારી નિર્થકતાને ટેમ્પરરી દૂર કરે છે. એ સૌથી પાવરફુલ નશો છે. એ ન મળે તો નસો ખેંચવા લાગે. ફેમની સાથે પનારો પાડવાનો એક જ ઉપાય છે; જેટલી શોહરત વધે, એટલી જ નમ્રતા વધવી જોઈએ. કમનસીબે, મોટાભાગના લોકો લોકપ્રિયતામાં તોછડા બની જાય છે, કારણ કે પુરી દુનિયાના ઓપિનિયનને એ કન્ટ્રોલ કરી શકતા નથી. એક હદથી આગળ, તમારી શોહરત મોટાભાગના લોકો માટે બે કોડીની છે. એટલે જ નમ્રતા અનિવાર્ય છે.
સતત દખલઅંદાજી કરતા, દરેક બાબતોની ફરિયાદો કરતા, ક્યારેય કશામાં સારું નહીં જોતા, તેમની મુસીબતો માટે બીજાના જ વાંક કાઢતા, 'ના' સાંભળવાની તૈયારી ન હોય તેવા લોકોથી દુર રહેશો તો એનર્જી સલામત રહશે. બે વ્યક્તિ વચ્ચે સંવાદ થાય તો એનર્જી વધે, વિસંવાદ થાય તો ઘટે. બંનેમાં એનર્જી ટ્રાન્સફર થાય છે. તમે એનાથી બેઅસર રહી ન શકો. ઇન ફેક્ટ, તમે સંવાદ કરવા કે લડાઈ કરવા મોટીવેટ થયાં છો એ જ એની અસર છે.
અસુરક્ષિત પ્રેમી: તું મને પ્રેમ કરે છે ને? તો પછી મારી ટીકા કરવાની નહીં.
સુરક્ષિત પ્રેમી: તું મને પ્રેમ કરે છે ને? તો પછી મારી ટીકા કરતાં ડરવાનું નહીં.
તમારા જીવનની ક્વોલિટીનો આધાર, જે લોકો તમારા જીવનમાં છે, તેમની ક્વોલિટી પર નિર્ભર છે. કેવી ક્વોલિટીવાળા વ્યક્તિઓ તમારા જીવનમાં છે, તેનો આધાર તમારી ક્વોલિટી પર છે. આ સાઈકલ છે; ઉત્તમ લોકો તમારી તરફ આવે તે માટે તમારે ઉત્તમ બનવું પડે. ઉત્તમ બનવા માટે તમને ઉત્તમ લોકોની કંપનીની જરૂર પડે.
સરળ હોવું અને સરળતાથી અવેલેબલ હોવું, એ બંનેમાં ફરક છે. સરળતાથી અવેલેબલ લોકો હકીકતમાં સરળ ન હોય એવું બને. સરળતાથી અવેલેવલ ન હોય તેવા લોકો સૌથી સરળ પણ હોઇ શકે. સરળતા એ અવેલીબિલિટી નથી. આ જ વિચાર ને હાલના જમાનામાં ઓનલાઇન અને ઓફલાઈન રેહતા લોકો માટે પ્ણ લાગુ પડે.
જે લોકો સામાન્ય જીવનમાં, બહારથી શાલીન લાગતા હોય તે લોકો નીજી સંબંધોમાં ટેઢા અને જટિલ નજર આવતા હોય છે. સંબંધો આયનો હોય તો પ્રેમ સંબંધ બિલોરી કાચ છે. એમ આપણું બેસ્ટ જ નહીં, ખરાબ પણ બહાર આવે છે. કોઈકની સાથે લાંબો સમય રહેવું એ સૌથી અઘરું કામ છે. પ્રેમ આપણને વધતા-ઓછા અંશે ભદ્દા પણ બનાવી દે છે, એ એની અચ્છાઈના સિક્કાની બીજી બાજુ છે.
દુનિયા માં લોકો ને આપણા વિકાસમાં રસ નથી. સમય, સંજોગો કે સમાજ આપણને અનુકૂળ ના પણ હોય. વ્યાપક સંદર્ભમાં આપણી સફળતા કે નિષ્ફળતા બે કોડીની છે. નસીબ આપણી ફેવરમાં નથી જ રહેવાનું. આપણા પક્ષમાં માત્ર એક જ બાબત છે; ખુદની પરિસ્થિતિને સુધારવાની આપણી નિષ્ઠા. આપણી નિષ્ઠા અને આપણા પ્રયાસો જ આગળ લઈ જશે.
પ્રેમ ચાંદ-તારા, ફૂલ-પતંગિયા નથી. પ્રેમ એક સિમ્પલ નીડ છે. જ્યાં બે હાથ ના સાથ માં સ્વર્ગ સમું સુખ મેહસૂસ થાય એટલે પ્રેમ.
Brilliant Akhil in 16th September, 18, TOI.
ઇન્ટિમસીનો વિરોધાર્થી લોન્લીનેસ છે. નિકટતા માટે અનિવાર્ય વિશ્વાસને સ્થાપિત કરવાની આપણી મુસીબતના મૂળમાં ડર અને સિનિસિઝમ (નિરાશા) છે. આપણને બધું જ ભણાવવામાં આવે છે, શિખવવામાં આવે છે, પરંતુ બીજી વ્યક્તિ સાથે ઇન્ટિમસી કેવી રીતે કેળવવી તેનો કોઈ 'અભ્યાસક્રમ' ન તો સ્કૂલમાં છે, ન પરિવારમાં. 'પ્રેમ' શબ્દથી આગળ આપણી પાસે કોઈ વોકૅબ્યુલરિ પણ નથી.
આભાસી ઈચ્છા માથી બહાર આવો જે તમને મળવા નું જ નથી ત્યાં ટીંગાઇ રહેવું એ એક મુર્ખામી છે
આ ચિત્ર એનો પુરાવો છે.
તમે કેટલા પરિપક્વ છો એનો આધાર તમે કયા સવાલો પૂછો છો તેના પર છે. સવાલો તો કોઈપણ વ્યક્તિ પૂછી શકે છે, પણ ઉમદા અને યોગ્ય સવાલો એ જ પૂછી શકે જેનામાં સંભાળવાની ક્વોલીટી હોય. "મારી સાથે આવું કેમ થાય છે?" અથવા "હું કમનસીબ કેમ છું?" એ સવાલ અને "આ જે થયું તે સારું થયું કે ખરાબ?" એ સવાલ વચ્ચે આ જ ફર્ક છે. જવાબ નહીં, સવાલ તમને સમજદાર બનાવે છે.
સામાન્યતઃ આપણે કાયમ react કરીયે છીએ, act નહીં. આપણા બહુ જૂજ action અસલમાં ઇચ્છાશક્તિ અને ચોઇસમાંથી આવતા હોય છે. આપણું મોટાભાગનું જીવન વૃતિઓ, આદતો અને ભ્રમોથી કન્ડિશન્ડ પ્રતિક્રિયાઓ સિવાય કશું નથી.
આપણા મોટાભાગના સંબંધો અંતત: બોરિંગ અને હોહાવાળા થઈ જાય છે કારણ કે આપણે દિલચસ્પ રીતે વાતો કરવાનું ગુમાવી દઈએ છીએ. તમે રોચક, તાર્કિક અને સ્ટ્રક્ચર્ડ રીતે તમારી જાતને વ્યક્ત કરતા રહો, તો સંબંધોના મોટાભાગના સંઘર્ષ ઓછા થઈ જાય. આધુનિક સંબંધોમાં તમારા સ્માર્ટફોન કરતાંય દિલચસ્પ હોવું, એ ચેલેન્જ છે.
આધ્યાત્મિકતા ભૌતિક સમસ્યાઓ સુલઝાવી ના શકે. ભૌતિકવાદ તમારી આદ્યાત્મિક ક્રાઇસિસને દૂર ના કરી શકે. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ પરસ્પર જુદા કે વિરોધી નથી; એ એક બીજાના પૂરક છે. એકને માટે થઈને તમારે બીજાની કુરબાની આપવાની જરૂર નથી.
આસક્તિ (attachment) એ મ્હોંઢે ચડાવેલો પ્રેમ છે. લાડ-પ્યારમાં બગડી ગયેલા સંતાનની જેમ, આસક્તિ ત્યાં સુધી જ કહ્યામાં રહે છે, જ્યાં સુધી એની ડિમાન્ડ પુરી થતી રહે. એને જ્યારે ડિટેચમેન્ટ સાથે પનારો પડવાનો ડર લાગે, ત્યારે તમારું એટેચમેન્ટ ઝનૂન (ઓબ્સેશન) માં તબ્દીલ થઈ જાય.
જીવન એ નથી જે તમે લખો કે બોલો છો. જીવન એ છે જે તમે જીવો છો. બોલવા માટે તો કૈં પણ બોલાય. બોલવું એ કળા છે, અને જેટલો મોટો કળાકાર, એટલું સુંદર એનું બોલવાનું. જાહેરમાં બોલેલું અંગત વ્યવહારમાં છે કે નહીં, તેના પરથી જે બોલાયું છે તે કામનું છે કે નહીં તે નક્કી થાય. કોઈપણ વ્યક્તિ, ચાહે ગુરુ હોય, લેખક હોય, નેતા કે ખુદના અંગત લોકો, એમના એક્શન એમને ઓથેન્ટિક બનાવે છે, એમની વાતો નહીં.
લખવાની ક્ષમતા ખાલી જાતને અભિવ્યક્ત કરવાની આર્ટ સુધી જ સીમિત રહે તો એ બાળ રમત છે. એ આપણી આજુબાજુની દુનિયા વિશેની જે સમજ છે, તેને ચેલેન્જ કરવાની સ્કિલ પણ છે. લખવું એ જીવનની જટિલતાને તાર્કિક, બોધગમ્ય અને સરળ રીતે વિશ્લેષણ કરવાની આવડત છે. ઉત્તમ લખાણ એ મધદરિયે જહાજ પરના કંપાસ જેવું છે, એ દિશા ના બતાવે, તો ટાઈમપાસ મનોરંજન બની રહે છે.
પરફેક્શન જીવન-વિરોધી છે. પરફેક્શન અને પીડા એકબીજાના દોસ્ત છે. પરફેક્શન શરમ, ડર, લઘુતાગ્રંથિ પેદા કરે છે. પરફેક્શન માટે ઓબ્સેડ વ્યક્તિને ફોલ્ટ અને કમજોરી જોવાની ટેવ પડી જાય છે. ખુદની અને બીજાની નજરમાં પરફેટ દેખાવાની વૃત્તિની મુશ્કેલી એ છે કે એમાં જે સારું છે, અનંદાયક છે, કામનું છે, આંખ સામે છે તે દેખાતું બંધ થઈ જાય છે.
ઘણાં વર્ષો સુધી, સતત, એક સ્વપ્ન આવતું હતું; કાં'તો પતંગ ચગાવુ છું અથવા એક પતંગ કપાઈને આકાશમાં ઉડી રહી છે. દર ચાર-પાંચ દિવસે આ સ્વપ્ન આવે. એમાં આ બે સીન જ હોય. વીસેક વર્ષ સુધી આવ્યું હશે. સાયકોલોજીની ભાષામાં એને રિકરિંગ ડ્રીમ કહે છે. બહુ લાંબો સમય સુધી આવતું એકનું એક સ્વપ્ન, જીવનની કોઈ એક એવી બાબતનું પ્રતીક હોય છે, જે હજુ સુલઝાઇ નથી અથવા સ્ટ્રેસ આપી રહી છે. સ્ટ્રેસની તો કોઈ ઘટના ન હતી પણ વ્યક્તિગત ઉન્નતિની એક ચાહ હતી. પતંગ કદાચ અંદરની એ સ્વચ્છંદતાનું પ્રતીક હતી. જીવન જીવવા સંબંધી વિચારોની, લાગણીઓની અને સામાજિક કન્ડિશનિંગની ઘણી બધી બાબતોમાંથી મુક્ત થઈ જાય, અને રિકરિંગ ડ્રીમ પણ સમાપ્ત થઈ જાય. આજે નથી આવતું. આજે પતંગ પણ ચગાવુ છુ
પ્રમાણિક સંવાદ ત્યારે શક્ય બને જ્યારે વ્યક્તિ પોતે જે વિચારે છે અને સમજે છે તેમાં ઈમાનદાર હોય. વ્યક્તિને ગિલ્ટનો ડર ન હોય, આક્રમણ કે બચાવના ભાર વગર વાત કરી શકે અને જજમેન્ટ કે ઓપિનિયન પાસ કરવાની મજબૂરી ના હોય. એનો મતલબ એ કે વ્યક્તિ એની ત્રુટીઓ અને શંકાઓની બેહીચક વાત કરે તો સંવાદ ઓથેન્ટિક બને. દાખલા તરીકે;
"મને નથી લાગતું કે મને આમાં કૈં સમજ પડે. હું આ વિષયમાં કમજોર છું. તમને પડે છે?"
અથવા...
"મને ખબર છે કે એ પુસ્તક બહુ વખણાય છે, પણ મને તો એમાં કૈં ખાસ ન જણાયું. તમને કેવું લાગ્યું?"
(પ્રોબ્લેમ સ્માર્ટફોનનો નથી. સ્માર્ટફોનની સરખામણીમાં આપણે ડલ અને બોરિંગ સાબિત થયા છીએ તેનો છે. બીજા માણસ માટે દિલચસ્પ રહેવું એ મોડર્ન રિલેશનશિપમાં ચેલેન્જ છે)
સંબંધોમાં લોન્લીનેસનું એકમાત્ર કારણ ઑથિન્ટિસિટીની ગેરહાજરી હોય છે. ઓથેન્ટિક વ્યક્તિ એના વ્યવહાર-વિચારમાં ફોટોશોપ નથી કરતી. એ બીજાને ખુશ કરવા કે ઈમ્પ્રેસ કરવા, બચપણના પેમ્પરિંગમાંથી શીખેલી પેટર્નનો ઉપયોગ નથી કરતી. બીજા મારા વિશે શું વિચારશે એ ખયાલમાં આપણે આપણી ઑથિન્ટિસિટીની ગુમાવી દઈએ છીએ. ઑથિન્ટિસિટી એટલે શુદ્ધતા નહીં, ઑથિન્ટિસિટી એટલે જેન્યૂઇન, આકુત્રિમ. હું જો એમ વિચારું કે તમને કેવું લાગશે, તો હું તમારી સ્વીકૃતિ મેળવવા કે તમારા રિજેક્શનને ટાળવા મારી જાતને મેનિપ્યુલેટ કરું. એનાથી મારી અસલિયત ઢંકાઈ જવાય, અને હું સંબંધમાં અજનબી બની જાઉં છું. તમારી લોન્લીનેસ અહીંથી શરૂ થાય છે.
મહત્વનું એ નથી કે તમારી પાસે પ્રેમની કેટલી સમજદારી છે. જરૂરી એ છે કે તમે પ્રેમની જે વ્યાખ્યા કરો છો, એવી સમજવાળી વ્યક્તિ તમારી પાસે છે કે નહીં. મૌન, મન અને આંખો ની ભાષા જ્યારે સમજાય ત્યારે પ્રેમ.
તમે કોઈની ટીકા કરો, તો એમાં બીજાની નહીં, તમારી ઓળખાણ થાય. તમે કોઈના વ્યવહાર કે મત સાથે અસહમત છો, એટલે એની નિંદા કરીએ છો એવું નથી. તમે તમારા ઇગોને બચાવવા માટે ખોતરણા કાઢો છો, કારણ કે બીજી વ્યક્તિએ તમારી સાથે જે વ્યવહાર કર્યો કે ભિન્ન મત આપ્યો એટલે તમારું અવમૂલ્યન થયું છે. તમારા રિજેક્શનમાંથી બચવા તમે બીજામાં વાંક જુવો છો. નિંદા આક્રોશ છે, જે સામેવાળી વ્યક્તિ જો વાંચી શકે, તો એક પરફેક્ટ આત્મકથા પણ છે, જેમાં વાંક દેખ્યાના બચપણથી લઈને પુખ્તવાય સુધીની પુરી કહાની મોજુદ છે.
સુખી થવા માટે, વહેલા કે મોડા, તમારે સામાજિક અનુકુલન (કન્ડિશનિંગ), ફેન્ટસી અને ભ્રમોમાંથી બહાર નીકળીને વાસ્તવિકતા સાથે નક્કર પનારો પાડવો જ પડે. સુખ માટે કોઈપણ બાબત પર રાખેલો ઇમોશનલ આધાર અનિવાર્ય રૂપે પીડા જ લાવે છે. અલ્ટીમેટલી સુખ એટલે ગલત ફહેમી વગર જીવન જીવવું તે છે.
લોકો જો બદલાઈ જાય તો જીવન કેટલું સરસ થઈ જાય. મારી પત્ની/પતિ બદલાઈ જાય, મારા દોસ્તમાં ચેન્જ આવી જાય, મારા પાડોશીમાં સુધારો થઈ જાય, મારો બોસ જેવો છે તેવો ના રહે તો કેટલું સરસ. "લોકો આમ છે અને લોકો તેમ છે" એવું મેં કેટલીવાર કહ્યું, છતાં લોકોને સમજ કેમ નહીં પડતી હોય કે, મને સારું લાગે એનો ઉપાય કેટલો સરળ છે?
દરેક વ્યક્તિમાં આકર્ષણ હોય છે અને વિકર્ષણ પણ. તમને જે વ્યક્તિ ગમે એને તમે ખેંચો. તમારી માનસિકતાને માફક ના હોય તેને દૂર રાખો. અમુક લોકો તમારા જીવનમાં કેમ નથી, એની ફરિયાદ કરતા પહેલાં આ સમજવા જેવું છે કે, એના માટે તમારી વિકર્ષણની માનસિકતા જવાબદાર છે, એ વ્યક્તિ નહીં.
તમે જેને માનસિક યાતના કે લાગણીઓની પીડા કહો છો, એ તમે અત્યાર સુધી સાચવી રાખેલી સમજણના ઇંડાનું કોચલું તૂટવાની પ્રક્રિયા છે. તમે એમાંથી વધુ સાફ, નક્કર અને ડાહ્યા થઈને બહાર આવશો. એમાં બાધા ઉભી ના કરો, ઈંડાને તોડવામાં મદદ કરો.
જીવનમાં તમે બીજા કરતાં ઊંચા કે બીજા કરતાં સારા છો તે મહત્વનું નથી. જીવનમાં તમે ગઈકાલે જે હતા તેના કરતાં આજે વધુ સારા છો કે નહીં, ગઈકાલે તમે જે હતા તેના કરતાં આજે વધુ સુપિરિયર છો કે નહીં તે અગત્યનું છે.
કોઈક વસ્તુને સમજવા માટે તમારે એનાથી ડિસ્ટન્સ કરવું પડે-ચાહે એ તમારું મન હોય કે પછી બહારની પરિસ્થિતિ. જ્યાં સુધી તમે, પતંગની દોરીના ગુચ્છાની જેમ, કશાથી લપેટાયેલા હો, ત્યાં સુધી તમારા વિચારો એ લગાવથી પ્રભાવિત રહેવાના. અલગાવથી મનનો કાચ સાફ થાય. લગાવથી એમાં ઝાંખપ આવે.
ઘણા બધા લોકો એમની મુશ્કેલીઓ અને મજબુરીઓને સંજોગો પર નાખીને છુટા થઈ જાય છે. સંજોગો એટલે શું? સંજોગો એટલે જીવનમાં આવતા લોકો, સંબંધો, સુખ, કામ, અવસરો, પૈસા અને લોકપ્રિયતા પારખ્યા વગરનાં હોય અને અંધશ્રદ્ધા બનીને જીવનને પ્રભાવિત કરે તે. આપણા સંજોગો કે આપણી અશક્તિ નહીં, પણ બાહ્ય સ્થિતિઓમાં શ્રદ્ધા રાખવાની આપણી ટેવ મુશ્કેલીઓ અને મજબૂરીઓ પેદા કરે છે.
નેગટિવ લોકોને કેવી રીતે ઓળખવા?
૧. સતત ફરિયાદો કરે, ઉપાયોની વાતો ઉડાવી દે.
૨. તમારામાં ફોલ્ટ શોધે, તમને સુધરવાનું કહે.
3. તમારી વેલ્યુ ન કરે.
૪. સરળતાથી જૂઠ બોલે.
૫. ખુદને વિકટીમ બતાવતા રહે, નિસાસા નાખે.
૬. તમારા માટે સમય ન હોય.
૭. ગોસીપ કરે, જજમેન્ટ પાસ કરે.
૮. વાતો-વિચારો છુપાવાની આદત હોય.
૯. વાતે વાતે 'પણ..' શબ્દ બોલે.
૧૦. સારું જોઈ ન શકે, પાણીમાંથી પોરા કાઢે.
"એ મારો વિષય નથી!" "મને એ વિષયનું બહુ જ્ઞાન નથી!" આવું બોલવા માટે છન્નુંની છાતી જોઈએ. આ ભૂરા આકાશ નીચેના દરેક વિષયો આપણાં માટે નથી. હોઈ જ ન શકે. દરેક સબ્જેક્ટ પર તમારો બાલિશ અભિપ્રાય જરૂરી નથી, અપેક્ષિત પણ નથી. ક્યારેક મૌન જ આપણી ઈજ્જત સાચવી લે છે અને ઘણી વખત શબ્દો પણ વટાણા વેરી નાંખે છે.
"હું નથી જાણતો એટલું કહેવા ઘણું બધું જાણવું પડે છે."
હકીકતમાં જોવા જોઈએ તો, તમને બીજી વ્યક્તિના અભિપ્રાયો અને જજમેન્ટ્સ પરેશાન નથી કરતા. તમને બીજી વ્યક્તિના અભિપ્રાયો અને જજમેન્ટ્સને લઈને જે વિચારો આવે છે, તે પજવે છે. તમે જ્યારે I am touchy એમ કહો છો, ત્યારે તમને તમારા ખુદના વિચારોની વલૂર આવતી હોય છે. ખુદના વિચારોની ખુશી અને ખુદના વિચારોની તકલીફથી ડિસ્ટન્સ કરી લો, તો એ અસલી મેચ્યોરિટી છે.
6th November 2018
Morning Musings...ખુદની સ્ટોરી કહેનાર વ્યક્તિ હંમેશા ઇન્ટરેસ્ટિંગ હોય. શર્ત એ છે કે, એ સ્ટોરી ફોટોશોપ કરેલી જૂઠી સેલ્ફી ના હોવી જોઈએ. પછી જ વિચાર, વાણી અને વર્તણુક એક કહી શકાય.
7th November 2018
Morning Musings...મૈને અપને કો હટા લિયા હૈ હર હોડ સે
મૈ તુમ્હારા વિરોધી, પ્રતિદ્વંદી યા હિસ્સેદાર નહીં
મુજે કુછ દેકર યા ન દેકર ભી તુમ
કમ સે કમ એક આદમી સે તો નિશ્ચિન્ત રહ સકતે હો
-વિષ્ણુ ખરે
8th November 2018
Morning Musings...99 ટકા લોકોને તમારી એકેય વાત કે વિચારમાં રસ નથી હોતો. એ ખુદમાં જ વ્યસ્ત હોય છે. તમનેય કોઈનામાં એવી કોઈ ખાસ દિલચસ્પી નથી હોતી. એટલે જ, આજુબાજુમાં થોડાક એવા લોકો હોવા જોઈએ, જેની વાતો કે વિચારોમાં તમને મજા પડે. થોડા એવા લોકો ય હોવા જોઈએ, જે તમને સાંભળે. બાકીના ભલે નવા વર્ષની મિઠાઈ, નમકીન લેવા જાય.😀
સાલ મુબારક...
9th November 2018
Morning Musings...સંબંધની સ્વસ્થતા અને સુંદરતાને ટકાવી રાખવા એ જરૂરી છે કે, તમે એના મૂળિયાંમાં શું સીંચી શકો તેમ છો. સંબંધ ખાલી 'લેવા' પર આધારિત હોય, અને તમે સામે કશું 'આપવા' માટે કેપેબલ ન હો, તો એ મુરજાઈને મરી જાય છે. અહીં આપવા નો અર્થ વસ્તુ સાથે જ નથી પણ આપવા માટે પ્રેમ, પ્રમાણિકતા અને વિશ્વાસ પણ અાપી અને અપાવી શકાય. તમારા સિંચનમાં પાણી, ખાતર, પેસ્ટીસાઈડ છે? કે પછી, સાગનું ઝાડ જેમ ત્રણ કિલોમીટર સુધીની જમીનનું પાણી ચૂસી લે તેમ, તમે આજુબાજુના માણસોને ઈમોશનલી ખાલી કરી નાખો છો?
10th November 2018
Morning Musings...ગુજરાતીમાં કહેવત છે કે, જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. કેટલાક લોકોને મોટા થવામાં એમનાં સંતાન મદદ કરતાં હોય છે. જીવનમાં ગમે તેટલી ઠોકરો વાગે, એ અક્કલમંદ ના જ થાય. માં-બાપને હેરાન કરે, દોસ્તોની વાટ લગાડે, જીવનસાથીનું લોહી પીવે. પણ ઘરમાં એમનું અનુકરણ કરે અને એમને મોડેલ માને એવું સંતાન થાય, ત્યારે એમને ભાન થાય કે હવે બેવકૂફી નહીં પોષાય. કેટલાક લોકોની છોકરમતનું સોલ્યુશન ખાલી છોકરાં જ હોય છે. પોતાનો કક્કો ખરો કરવામાં હવાતિયાં મારે અને કક્કો ખરો થયા પછી victimized બનીને બીજા પાસે રોદણા રડે...
11th November 2018
Morning musings...પ્લેટોએ એટલા માટે જ કહેલું કે, રાજા ફિલોસોફર હોવો જોઈએ, જેને માણસના સુખ-દુઃખની ઉચિત વ્યાખ્યા ખબર હોય. વિકાસ ડબલ થાય તો સુખ ડબલ ના થાય.
12th November 2018
Morning Musings...
ખા-ખા કરવું એ જાત પરનો અત્યાચાર (સેલ્ફ એબ્યુઝ) છે. ઘણા લોકો, આત્મ સન્માન અને આત્મ વિશ્વાસની ગેરહાજરીનો બદલો લેવા, શરીરને સજા કરે છે. એ લોકો માટે ખાવું એ ઇમોશનલ વિવશતા અને વળગાળ બની જાય છે. લોકો એવું માને છે કે, ખાવાથી સુખ મળે છે. હકીકતમાં, એ લોકો એમની માનસિક સમસ્યાઓનો સ્ટ્રેસ ખાવા પર ઉતારે છે. પ્રિન્સેસ ડાયેના એની વૈવાહિક સમસ્યાઓને કારણે, ઉલટી કરીને રાહતનો અનુભવ મેળવવા માટે, ખૂબ ખાતી હતી.
13th November 2018
Morning Musings...એકલતા તળિયા વગરના લોટા જેવી છે. તમે એમાં માણસો, સંબંધો, પ્રેમ, વર્કહોલિઝમ, મેડિટેશન, ખાન-પાન અને મનોરંજનનાં એકસાઈટમેન્ટ ભરતા રહો છો, પણ એ તળિયું ઊંચું આવતું જ નથી. આપણે આ 'દવાઓ'ના નશેડી થઈ ગયા છીએ. એ ના મળે તો વિથ્ડ્રૉઅલ આવે છે. તમે જેના આદી થઈ ગયા છો, એ એક દિવસ મળતું બંધ થઈ જ જશે, અને ત્યારે તમારી એકલતા પહેલાં કરતાં વધુ નક્કર અને વધુ ગહેરી બનશે. એકલતાનું સમાધાન મનોરંજનમાં નહીં, વાસ્તવિકતાના સ્વીકારમાં છે.
14th November 2018
Morning Musings...ઓથેન્ટીસિટી એટલે ફોટોશોપ વગરની સેલ્ફ...
1. હકીકતની વ્યવહારિક સમજણ હોય
2. પોતાને અને બીજાને સ્વીકારવાની ત્રેવડ હોય
3. વિચારોની ગહેરાઈ હોય
4. કટાક્ષ નહીં, રમૂજ કરતાં આવડતું હોય
5. મનથી સ્પષ્ટ અને મુક્ત હોય, સેલ્ફ-ડાઉટ ના હોય
6. ભૂલમાંથી શીખવાની તૈયારી હોય
અપ્રમાણિક સેલ્ફ એટલે...
1. જાતને છેતરતા હોય, અવાસ્તવિક અપેક્ષાઓ હોય
2. બીજા માટે બહુ જજમેન્ટલ હોય
3. બીજાઓની એપ્રુવલ અને એટેનશન જોઈતું હોય
4. વિચારે કૈંક, બોલે કૈંક, વર્તે કૈંક
5. ટોણાં મારતા હોય, સતત ફરિયાદો કરતા હોય
6. ભૂલોને જસ્ટિફાય કરતા હોય.
15th November 2018
Morning Musings...ડાબે અફઘાનિસ્તાન, જમણે ભારત...
16th November 2018
Morning Musings...સાર્થક સંવાદ ખળખળ વહેતી નદી જેવો હોય. તમે જ્યારે, તમારા પરફોર્મન્સને બદલે, સામેની વ્યક્તિ પર સંપૂર્ણ ફોકસ કરો, ત્યારે સંવાદ વહે. ઓથેન્ટિક વાર્તાલાપમાં ઈમાનદાર વ્યવહારની આપલે થાય છે, શબ્દોની નહીં. talking together અને talking to each other માં ફરક છે. એટલા માટે જ, પુરા અસ્તિત્વથી સાંભળવું એ પ્રેમની શ્રેષ્ઠ સ્થિતિ ગણાય છે
17th November 2018
Morning Musings...માણસની વાઈબ્સ (સિહરન) એ એની પહેલી ઓળખાણ છે. કોઈની વાઈબ્સ તમને અસુખ આપે, કસ કાઢે, અસલામતી અને ડર પેદા કરે. અમુકની વાઈબ્સ તમને મોટીવેટ કરે, પ્રફુલ્લિત કરે અને પાવર આપે. વાઈબ્સ વાસ જેવી હોય છે. એ સુગંધ છે કે દુર્ગંધ, એ ઓળખતાં આવડવું જોઈએ. અમુક લોકોના જીવનમાં અમુક લોકો કેમ છે અને અમુક લોકો કેમ નથી, એનું રહસ્ય તેમની ઘ્રાણેન્દ્રિય કેટલી પરફેક્ટ છે તેના પર છે.
ચાંદની રાત મેં જૈસે રૂખ-એ-ગુલ પે કિરન પડી
બે-સબબ રુઠ કર તેરે માથે પે યું શિકન પડી
મેરે મહબૂબ એ તેરી બેરુખી હૈ અદા નહી
વરના તેરે સર કી કસમ આદમી મૈ બુરા નહીં
18th November 2018
Morning Musings...ક્યારેક વિચારજો. આપણને જેમ અમુક આહારની ટેવ પડે છે, ચા-કોફી, દારૂ-સિગારેટની આદત પડે છે તેવી જ રીતે વિચારોની પણ લત પડે છે. ચોક્કસ અને રિપીટેટિવ વિચારો મગજમાં કેમિકલ પેદા કરે છે, અને એનું આપણને વ્યસન થઈ જાય છે. અમુક વિચારોથી આપણને પ્લેઝર મળે છે, એટલે આપણે એને મમળાવતા રહીએ છીએ. એટલા માટે જ, ગમે તેટલા સચ્ચાઈના પુરાવા આપો, ફેક્ટ પેશ કરો, લોકો જે વિચારે છે એ નહીં જ છોડે.
19th November 2018
Morning Musings...ખુદને ઠીક ના કરો ત્યાં સુધી તમારા વિચારોના, લાગણીઓના, સંબંધોના પ્રોબ્લેમ સોલ્વ ના થાય. કારણ એ છે કે પ્રોબ્લેમનો સોર્સ જ તમે છો. જ્યાં સુધી તમારામાં બદલાવ ના આવે ત્યાં સુધી, સીન બદલો કે માણસો બદલો, પ્રોબ્લેમ એવો જ રહેવાનો.સિમ્પલ.
20th November 2018
Morning musing...તમારી અંદર સતત ખુદને ખુશ કરવાની, અથવા કાયમ દુઃખી રહેવાની વૃત્તિ હોય, તો એ ગડબડ છે. બંને સ્થિતિમાં તમે તમારા પર જ ફોકસ કરો છો, બીજા સાથે જે તાલ્લુકાત છે, તેના પર નહીં. સેલ્ફ-ફુલફીલમેન્ટની વૃત્તિ અંતે તમને એકલતાની ખીણમાં જ લઇ જાય.. જ્યાં કંપલેઇન વધે ત્યાં સમજદારી ઓછી થાય અને સંબંધો અધુરા રહી જાય છે. આ વાત સમજી જાય એ તરી જાય અને ના સમજે એ કિનારે તરતો રહે.
21st November 2018
Morning Musings...ચોપડી વાંચેલા બેવકૂફને એવું લાગે કે, એના સિવાય બીજા બધા જ બેવકૂફ છે. અભણ ડાહ્યાને એવું લાગે કે, મારે બેવકૂફ પાસેથી પણ ઘણું શીખવાનું છે. ઉપર Resources શબ્દની જગ્યાએ Books શબ્દ મૂકી દો, તો પણ એ જ વાત છે.
22nd November 2018
Morning mushing: ઊંડા પડેલા ઘા ક્યારેય રુઝાતા નથી અને એના ઉપર જો ઠેસ વાગે ને, ત્યારે લોહીની નદીઓ વહી જતી હોય છે...Forgive is possible but can't possibly possible to forget
23rd November 2018
Morning Musings...મેં અંધકાર જોયો છે
હું અંધકારને જીવ્યો છું, અને પ્યાર કર્યો છે
હું અંધકારમાં રમ્યો છું, અને ખોવાયો છું
મને અંધકારની ખબર છે
મને પ્રકાશની બીક ના બતાવો.
24th November 2018
Morning Musings...શિક્ષક એ નથી જે માહિતી આપે. શિક્ષક એ છે, જે ડહાપણ આપે. આઈન્સ્ટાઈને લખ્યું હતું, "ખબર તો બેવકૂફને પણ હોય. મહત્વની વાત સમજણની છે." જેને સમગ્રતા સાથેના જીવનની ગહેરાઈની સમજ નથી, એ અભણ છે. શિક્ષક ટોર્ચબેરીયર છે. એ મગજમાં વસ્તુઓ ના ભરે, એ આગ લગાવે. તમને સારું લગાડે, પંપાળે એ શિક્ષક નથી, એ મનોરંજન છે.
25th November 2018
Morning Musings...જીવનમાં બીજા લોકો કરતાં સારા થવાનું ના હોય. જીવન સ્પર્ધા નથી. બીજાની હાર, એ તમારો ઉદ્દેશ નથી. લોકો ની પીઠ પાછળ ટીકા કરવા કરતાં આઈના નો સામનો કરવાની હિંમત જોઈએ. તમારું લક્ષ્ય, તમે જે છો, તેના કરતાં બહેતર થવાનું, અને બીજા લોકોને ખુદથી સારા થવા માટે પ્રેરણારૂપ બનવાનું છે.
26th November 2018
Morning Musings...તાબડતોબ તો દુઃખ જ આવે. સુખ આપતી લગભગ તમામ બાબતો લાંબી, ઘણી લાંબી પ્રક્રિયાનું પરિણામ છે; નવી બાબતો શીખવી, વ્યવહાર-આદતો બદલવાં, સંતોષકારક સંબંધો બનાવવા, પૅશનટ કેરિયર બનાવવી કે સંતાનોમાં સેન્સ ઓફ મિનિંગ પેદા કરવી એ નક્કર સુખનાં સાધનો છે. એટલા માટે સુખ માટેનો સૌથી અગત્યનો ગુણ ધીરજ અને દૃઢતા છે.
27th November 2018
Morning Musings...સેલ્ફ-લવ (મૈં અપની/અપના ફેવરિટ હું)નો વિરોધાર્થી સ્વ-ધ્વંસ (સેલ્ફ ડિસ્ટ્રક્શન) છે. તમે ખુદને સરખી રીતે પ્રેમ ન કરી શકો, એટલે તમે ખુદનો નાશ કરવા મજબૂર બની જાવ છો. સેલ્ફીમાં ખૂબસુરત અને સ્વસ્થ દેખાતો માણસ, અંદર સેલ્ફ-લવ (i, me and myself)ની બીમારીમાં જીવતો હોય શકે છે. આપઘાત, એડિકશન્સ અને ડિપ્રેશનના મોટાભાગના કિસ્સાઓમાં એ માણસો નાર્સિસિસ્ટિક હોય છે.
28th November 2018
Morning Musings...જે લોકો આપણી કોઈ વાત સાથે સહમત ના થાય અથવા એનાથી વિપરીત માનતા હોય, તો તેમના વ્યક્તિત્વમાં, તેમના શિક્ષણમાં કે તેમના ઉછેરમાં કચાશ રહી ગઈ છે ("તારામાં બુદ્ધિ જ નથી") એવું આપણે કેમ માનવા લાગીએ છીએ? બીજી રીતે પૂછીએ તો, આપણે જે માનીએ છીએ એ જ પરફેકટ માન્યતા છે, અને દરેક વ્યક્તિએ એનું જ અનુકરણ કરવું જોઈએ ("પ્લીઝ, મારી વાત માન") એવો આગ્રહ આપણે કેમ રાખીએ છીએ? ક્યારેક આંખ થી જોયેલું અને પીઠ પાછળ બોલાયેલું કાને થી સાંભળેલું પણ અસત્ય હોય. એટલે જાત-અનુભવ વગર સહમત-અસહમત થાવુ આપણા વિચાર, શિક્ષણ અને ઉછેર ઉપર છે એવું કહી શકાય.
29th November 2018
Morning Musings...તમારો ચાર્મ (charm) અસલી ત્યારે જ કહેવાય, જ્યારે એ તમને નહીં, તમને મળનાર વ્યક્તિને સંપૂર્ણ કરે, ખુદથી સંતુષ્ટ કરે અને એને એનું બહેતર બહાર લાવવા વિવશ કરે. ચાર્મ હંમેશા તમને કૈંક આપે, તમારામાંથી લઇ ના લે. અંગ્રેજીમાં કહે છે તેમ, અમુક લોકો તમને ખાલી (drain) કરે. ચાર્મ તમને ભરે.
30th November 2018
Morning Musings...હું રડતો હોઉં, અને તમે મારી સાથે રડવા લાગો, તો મને એ ક્ષણે સારું તો લાગે, પરંતુ તમે મારી પીડાને તમારી પીડા સાથે જોડીને એની આવરદા વધારી છે. બુનિયાદી રીતે તમે મને મદદ નથી કરી, પણ મારી સેન્ટિમેન્ટલ કમજોરીનાં મૂળિયાં મજબૂત કરીને મારુ અહિત કર્યું છે. સેન્ટિમેન્ટલિટી એ બદમાશ લાગણી છે.
1st December 2018
Morning Musings...આપણે જે વાતો કે વિચારોમાં માનીએ છીએ, એટલું જ ન વાંચવું. જેમાં સહમત થવા જેવું ન હોય, તે વાંચે અને પોતાના વિચારો વ્યક્ત કરે એને સારો વાચક કહેવાય. પૂર્વગ્રહ અને કોઈના પણ માટે બાંધી રાખેલી ધારણા વાળું વાંચન પણ અંધશ્રદ્ધા જ કહેવાય. માણસોનું પણ એવું જ છે. તમારી માન્યતાઓને ચેલેન્જ કરે તેવા લોકોને પાસે રાખવા. તમને પંપાળે, તમારા ભ્રમને પોષે, તમને સર્વાંગ સંપૂર્ણ હોવાનું સર્ટિફિકેટ આપે એ કુસેવા છે, મદદ નહીં.
2nd December 2018
Morning Musings...આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય, અને એ કોઈ જઘન્ય અપરાધ કરે, તોય આપણે એનો બચાવ કરીયે છીએ અથવા આંખ આડા કાન કરીએ છીએ. પણ આપણને કોઈ વ્યક્તિ ના ગમતી હોય, અને એ ગમે એટલું સારું કામ કરે, તોય આપણે એમાં ખોતરણાં કાઢીએ છીએ. આપણે દરેક વ્યક્તિને આપણા સબ્જેક્ટિવ અનુભવથી મુલવીએ છીએ, નહીં કે એ વ્યક્તિની ઓબ્જેક્ટિવ ક્વોલિટીથી. આમાં સુધારો થાય તો સંબંધ મા વાસ્તવિકતા, પ્રમાણિકતા અને વિશ્વાસ આવી જાય.
3rd December 2018
Morning Musings...જે એકલો છે તે દિશાવિહીન છે, યાયાવર છે, ભમતારામ છે, પણ એ કોઈની સાથે હોય, તો તે બંને 'ક્યાંક' જઇ રહ્યા છે. કોઈ સાથીદાર હોય તો યાત્રાનો હેતુ બને છે, દિશા નક્કી થાય છે, અર્થ ઉમેરાય છે. પૉપ ગાયક જ્હોન લેનોને હતું એમ, તમે એકલા ખ્વાબને જુવો તો એ ખ્વાબ છે, કોઈની સાથે જુવો તો એ રીઆલિટી છે.
4th December 2018
Morning Musings...બહુ બધા લોકોને જીવનમાં 'ટ્રેપ' થઈ ગયાનો અહેસાસ થતો હોય છે. એટલે શું? ટ્રેપ થઈ જવું એટલે ફસાઈ જવું, અટકી જવું કે આંટીમાં આવી જવું. આવી રીતે ટ્રેપમાં આવી ગયાની લાગણી ત્યારે આવે, જયારે તમે ભવિષ્યની કલ્પના કરીને જીવો, તો એ કલ્પના પણ વર્તમાનના જીવનથી આગળ ના જાય.
5th December 2018
Morning Musings...આપણે પૈસા માટે જ કામ કરીએ છીએ. પરંતુ કામમાંથી આપણે બીજું કશુંક પણ શોધતા હોઈએ છીએ (પછી ભલે આપણે એને સમજાવી ન શકીએ); કામનો અર્થ, સેન્સ ઓફ મિનીંગ. આપણે જયારે કામને અર્થપૂર્ણ અથવા મતલબ વગરનું કહીએ છીએ ત્યારે, એમાં સવાલ એ કામ મને જીવનમાં સંતોષ આપે છે કે નહિ, મને બહેતર બનવામાં, મોટા થવામાં મદદરૂપ થાય છે કે નહીં, જીવનની પીડા ઓછી કરે છે કે નહીં તે છે. સેન્સ ઓફ મીનિંગ એ પૈસાથી ઉપરની સ્થિતિ છે.
6th December 2018
Morning Musings...તમે તમારી કોઈ એક ચોક્કસ આવડતને પુરી કરવા જ જીવતા હો, અને સમગ્ર જીવન અને અસ્તિત્વને લગતા વ્યાપક સવાલોની ઉપેક્ષા કરતા હો, તો તમારી ટેલેન્ટ બેમતલબ અને બે કોડીની છે -જે. કૃષ્ણમૂર્તિ
7th December 2018
Morning Musings...જ્ઞાન, સમજણ કે હોંશિયારી એ આડંબર છે. જીવતી-જાગતી પરિસ્થિતિમાં સાધુ અને શેતાન, બંને એક સરખી રીતે જ વર્તે છે. 2 લાખ વર્ષ પહેલાં પેદા થયેલી માણસની પ્રકૃતિનો વિશ્વાસ કરવો, 55 વર્ષ પહેલાં જન્મેલા માણસનો નહીં. કોઈ દ્વારા આપણી બતાવેલી ભૂલ સ્વીકાર કરવી અને સુધાર લાવવો એ વાલ્મિકી વૃત્તિ કેહવાય પણ પોતે સાચા ની જીદ ઉપર રેહવુ રાવણ વૃતિ કેહવાય. મહાનતા વિચારોમાં નહીં, શરીરના ખૂનમાં અને નર્વસ સિસ્ટમની રગોમાં હોવી જોઈએ.
8th December 2018
Morning musings...'આપ જૈસા કોઈ નહીં...'
યહી કહતા હૈ
આપકા આઈના અગર
આપસે હર રોજ
તો...ખુદ પે
'ઇતરાને' કા નહીં
'આઈના' બદલને કા વક્ત હૈ યે..
9th December 2018
Morning Musings...પેરેન્ટિંગનો બુનિયાદી હેતુ સંતાનોને પ્રેમ કરવાનો નથી (મોટભાગના લોકો પેમ્પરિંગને પ્રેમ કહે છે). તેનો મૂળ હેતુ સંતાનોને એ સાહસ અને આશા અપાવાનો છે કે અધૂરી, અન્યાયી અને અઘરી દુનિયામાં પણ સુખેથી જીવી શકાય છે. આ ભાષણો આપવાથી નહીં, ખુદના ઉદાહરણથી શીખવવાનું હોય. સંતાનો તમને સાંભળીને નહીં, તમને જોઈને તૈયાર થાય છે. એટલા માટે જ ચોપડીઓ વાંચી વાંચીને જેની વાતો કરીએ છીએ, એ જીવવું પણ પડે.
10th December 2018
Morning Musings...લોકો તમને છેતરતા નથી કે નથી દુઃખી કરતા. તેમના વિશેનો તમારો પર્સેપ્શન તમને ધોખો આપે છે. તમે તમારા ઇન્ટરેસ્ટના આધારે તમારી અંદર લોકોની ઇમેજ બનાવો છો, અને પછી અપેક્ષા રાખો છો કે લોકો એ ઇમેજ પ્રમાણે વ્યવહાર કરે. આપણે આપણી અપેક્ષાના પાવરને અંડર એસ્ટીમેટ કરીયે છીએ, અને સામેવાળી વ્યક્તિના પાવરને ઓવર એસ્ટીમેટ કરીયે છીએ.
11th December 2018
Morning Musings...આપણાં તમામ પાપ આપણી અંદરની એકલતા ભરવા માટેનાં ઇન્વેનશન છે. એટલા માટે જ, નિટ્સએ કહ્યું હતું તેમ, બધા દિલચસ્પ લોકો નર્કમાં જ ભેગા થાય છે.
12th December 2018
Morning Musings...કલ્પનાશક્તિ એટલે જે નથી તે જોવાની તાકાત.
ક્રિએટિવિટી એટલે એ કલ્પનાને મૂર્તિમંત કરવી તે.
ઇનોવેશન એટલે મુશ્કેલીનું ક્રિએટીવ સોલ્યુશન.
ઑન્ટ્રપ્રેનરશીપ એટલે ઇનોવેશનની વ્યવહારીકતા.
13th December 2018
Morning Musings...કોઈ વ્યક્તિ કે વસ્તુ પોપ્યુલર છે એટલે એ ગુણવાન છે એવું નથી. પોપ્યુલરીટી એ ટોળાશાહી (crowd thinking) છે. સમુદાય સાથે જોડાયેલા રહેવાની બુનિયાદી માનવીય વૃત્તિના કારણે આપણે જે પોપ્યુલર છે તેનું અનુસરણ કરીયે છીએ. પૃથ્વી સપાટ છે, એવો વિચાર એક સમયે પોપ્યુલર હતો. ઈશ્વર છે, એવી માન્યતા આજે પણ પોપ્યુલર છે. ફ્રોજન ફૂડ અને ફાસ્ટ ફૂડ આજે પોપ્યુલર છે. પશ્ચિમમાં ડ્રગ્સ પોપ્યુલર છે. ડિપ્રેસન અને એન્ગઝાઇટી લાવતું ફેસબુક પોપ્યુલર છે. એક જમાનામાં હિટલર પોપ્યુલર હતો. દરેક યુદ્ધો જે તે સમયે અને સમાજમાં પોપ્યુલર જ હતાં. બીજા લોકો આપણને સ્વીકારે એ એટલી સ્ટ્રોંગ વૃત્તિ છે કે તે આપણી સારી અને નૈતિક વ્યક્તિગત જરૂરિયાતો પર હાવી થઈ જાય છે.
14th December 2018
Morning Musings...ચોપડીઓ વાંચીને બદલાઈ ગયા હોય એવા એકપણ માણસનો દાખલો નથી. જાત અનુભવ વગર ક્યારેય કોઈ બદલાતુ નથી. એક વ્યક્તિ ત્રીજા વ્યક્તિ ની વાત બીજા વ્યક્તિ ને કરે અને એ નાસમજ બીજી વ્યક્તિ પેહલા ની વાત સાંભળી ને ત્રીજા વ્યક્તિ માટે અનુમાન કે પુર્વ ગ્રહ બાંધે એટલે સમજી જાવું કે તમારુ ભણતર વિચાર શક્તિ, સમજણ બધું એઠવાડ માં ગયું. માણસ ને સંજોગ, સમય અને સમજણ જ બદલી શકે છે. આ સત્ય છે અને સ્વિકાર કરવું રહ્યું.
15th December 2018
Morning Musings...પૃથ્વી પરનાં તમામ જીવ ભૂખ લાગે કે જોખમ હોય ત્યારે હિંસા કરે છે. માણસ એકમાત્ર પ્રાણી છે જેની પાસે સર્વાઇવલનાં એક એકથી ચઢિયાતા સાધનો છે, અને છતાં એ વિચારધારા, માન્યતા કે આદર્શોના આધારે હત્યા કરી શકે છે. માણસના જંગલની સરખામણીમાં પશુઓનું જંગલ વધુ સરળ, સંવેદનશીલ અને સભ્ય છે.
16th December 2018
Morning Musings...બીજાને જાણવાનો ઉત્તમ ઉપાય ખુદને ઓળખવામાં છે. તમે જો ઈમાનદારીથી તમારી અંદર જે બદમાશી, બેઇમાની, અહંકાર, સ્વાર્થીપણું, ઇર્ષ્યા, દંભ,પૂર્વગ્રહ, ક્રૂરતા, જુઠ, લાલચ, નીચતા અને વાસના છે તેની કબૂલાત કરો, તો બીજાના વ્યવહારમાં એ જ્યારે પ્રગટ થશે ત્યારે તમને જરાય આશ્ચર્ય નહીં થાય કે તકલીફ નહીં થાય. તમે જેવા છો, બાકીના તમામ માણસો એવા જ છે.
17th December 2018
Morning Musings...એક સ્ત્રીએ રસ્તામાં જતા પુરુષને રોક્યો, "અરે વાહ, રાજ! બહુ વર્ષો પછી જોયો તને. કેવો બદલાઈ ગયો છે! તું તો કેવો ઊંચો, પાતળો, ગોરો હતો. વાળ ટૂંકા થઈ ગયા, પેટ મોટું થઈ ગયું, આંખો અંદર જતી રહી! શું થયું?......"
પેલા ભાઈએ અધવચ્ચે કહ્યું, "બહેન, પણ હું રાજ નથી! હું તો માનવ છું."
"આ લે..લે..લે," બહેને કહ્યું, "નામ પણ બદલી નાખ્યું!"
મોરલ: આપણે એ જ જોઈએ છીએ, સાંભળીયે છીએ જે આપણે જોવા/સાંભળવા ઇચ્છીએ છીએ. આપણે ફેક્ટને ફેક્ટ પ્રમાણે નહીં, આપણી અંદર જે ફિક્શન છે, તે પ્રમાણે જોઈએ છે. આને કન્ફર્મેશન બાયસ કહેવાય. આપણી માન્યતાને મળતા આવે તે પુરાવા સાચા, બાકી બધું જૂઠ. એટલે જ, ગમે તેટલી ઇન્ટિમેટ જીવાઈ હોય તો પણ, આપણી કહાની અને આપણા પ્રિયપાત્રની કહાની જુદી જ પડે.
18th December 2018
Morning Musings...ફિલોસોફર ડાયોજિન્સ બ્રેડ અને મસુરની દાળનું ભાણું ખાઈ રહયો હતો. રાજાના દરબારમાં ખાઈ-પીને તગડા થયેલા ફિલોસોફર એરિસ્ટીપસે એને જોઈને કહ્યું, "તું રાજાનો કહ્યાગરો હોય, તો મસુર પર ટંક કાઢવી ના પડે." ડાયોજિન્સ બોલ્યો, "તને દાળ પર ગુજારો કરતાં આવડે, તો રાજાના તાબામાં રહેવું ના પડે."
19th December 2018
Morning Musings...આશ્રમમાં રોજ સવારે ગુરુ ધ્યાનમાં બેસે. એમની સાથે અનુયાયીઓ પણ આનંદની ખોજ કરે. એમાં એક બિલાડી જોડાઈ. મ્યાવ મ્યાવ કરતી જાય, બધાના પગમાં ઘસાતી જાય. એમાં ખલેલ પડવા લાગી. ગુરુએ વ્યવહારિક રસ્તો કાઢીને, બિલાડીને નજીકમાં થાંભલે બાંધી દીધી. હવે ધ્યાન સરસ થવા લાગ્યું. વર્ષો થઈ ગયાં, આમ જ નિત્યક્રમ ચાલે. બિલાડીને બાંધે, અને ધ્યાન ધરે.
એક દિવસ, ગુરુનું અવસાન થયું. એ પછી પણ પેલો નિત્યક્રમ ચાલતો રહયો. થોડો વખત થયો, અને બિલાડી મરી ગઈ. ભક્તો બીજી બિલાડી લઇ આવ્યા, અને થાંભલે બાંધીને ધ્યાન કર્મ શરૂ કર્યું.
સદીઓ પછી પંડિત અનુયાયીઓએ શાસ્ત્ર લખ્યું કે, ઇશ્વરપ્રાપ્તિમાં થાંભલે બાંધેલી બિલાડીનું મહત્વ કેટલું છે. ત્યાંથી એક મહાન ધર્મનો પ્રારંભ થયો. બિલાડી પૂંજાવા લાગી, વિશેષ થાંભલા બન્યા અને મંદિરો બન્યાં.
20th December 2018
Morning Mushing :આગળ કેવી રીતે વધાય?
એક વખતે એક કદમ ભરીને.
વજન ઓછું કેવી રીતે કરાય?
એક વખતે એક કિલો ઘટાડીને.
પુસ્તક કેવી રીતે લખાય?
એક વખતે એક પાનું લખીને.
સંબંધ કેવી રીતે બનાવાય?
એક એક દિવસે.
-સ્પીડનું ભૂત જેના પર સવાર થયેલું છે તે આજની દુનિયામાં એ ભૂલવા જેવું નથી કે જીવનમાં દરેક મૂલ્યવાન અને ગુણવાન બાબતોને બનતાં સમય લાગે છે.
21st December 2018
Morning musings...અંગ્રેજીમાં કહે છે, સંબંધોમાં એકબીજાને સ્પેસ આપવી જોઈએ. આ બકવાસ છે. સેલ્ફ-સેન્ટર્ડ સંબંધોમાં, જ્યાં બંને વ્યક્તિ એકબીજા સાથે ઓબસેશનથી જોડાયેલાં હોય, એમને "તું મારામાં માથાકૂટ ના કર"ની બહુ જરૂર પડે. વિચારોની ગહેરાઈવાળા સંબંધોમાં તો એકબીજાને સ્પેસ આપવાની ના હોય, એ સ્પેસમાં જીવવાનું હોય. તમે જ્યારે શરીરથી અને મનથી, અમિબાની જેમ, એક હો, પછી સ્પેસ જ ક્યાં રહે છે?
Both of you are that one single space in which that separative "I" dissolve.
Morning Musings...
અસલમાં જાગૃત અને જિજ્ઞાસુ વ્યક્તિ સાથે સંવાદ કરવાથી વિશેષ કશું જ ઉર્જા પ્રેરક નથી હોતું. અહંકારી મૂઢ સાથે ચર્ચા કરવાથી વધુ હતોત્સાહ બીજું કશું ના કરે.
23rd December 2018
Morning Musings...
હું મારી મધરને કહેતો હતો કે મારા માટે 2014ની ચૂંટણી સૌથી શ્રેષ્ઠ બાબત હતી. હું એમાંથી ઘણું શીખ્યો. મને એ શીખવા મળ્યું કે સૌથી અગત્યની વાત વિનમ્રતા છે. ફ્રેંકલી, મોદીએ મને શું ના કરવું તે શીખવાડ્યું. 2014 પછીનો પ્રવાસ અઘરો હતો, પણ એ સારી વાત છે, ખરાબ નહીં" -રાહુલ ગાંધી
24th December 2018
Morning Musings...
બધા મને પસંદ કરે અને પ્રેમ કરે એવી લાલસાવાળા માણસો જીવનમાં કશું જ સાર્થક કામ ના કરી શકે, પ્રેમ પણ નહીં. બચપણમાં ઇમોશનલ ટ્રોમા અને ઉપેક્ષામાંથી બીજાના એપ્રુવલની ભાવના પેદા થાય છે, જે તમને સતત એવું વિચારવા મજબુર કરે છે કે, પ્રેમ કન્ડિશનલ છે અને હું આમ કરીશ તો એ મળશે, તેમ કરીશ તો નહીં મળે. જાતને આ પાંચ સવાલ પૂછો:
1. હું જેન્યૂઇન છું? હું અંદર જે છું, તે જ બહાર છું? કે મારી ઇમેજ બહુ સાચવી સાચવીને પ્રોજેકટ કરું છું?
2. લોકો મને સ્વીકારે એ માટે હું અમુક વર્તન કરું છું?
3. કચકચ ટાળવા હું સતત સહમતી વ્યકત કરું છું? હું વયસ્ક લોકોની કંપનીમાં બેચેન થાઉં છું?
4. મારા રિએક્શન સહજ હોય છે, કે વિચારપૂર્વકના, ગોઠવેલાં હોય છે?
5. લોકો મને પંપાળે તો જ સારું લાગે છે, કે હું પણ બીજાના પેંગડામાં પગ ઘાલીને મહેસુસ કરવા કેપેબલ છું?
25th December 2018
Morning Musings...
સંબંધો લાગણીઓના આધારે નહીં, વ્યવહારના આધારે ટકે છે અથવા તૂટે છે. મનમાં જે આવે તે બેસ્ટ જ હોય છે, એવો એક બકવાસ ભ્રમ આપણે પોષતા આવ્યા છીએ. વિચારો અને લાગણીઓ પર આપણો કંટ્રોલ નથી હોતો. વ્યવહાર આપણા તાબામાં હોય છે. સંબંધ કેટલો સફળ અને ટકાઉ હશે તેનો એકમાત્ર આધાર એ વ્યક્તિ તરફ આપણાં ક્યાં ગુણ-અવગુણ જાહેર થાય છે તેના પર છે. આપણને એ જ પાછું મળે છે જે આપણે આપીએ છીએ. આપણને એટલી તો ખબર પડે જ છે કે મારો કયો વ્યવહાર સુખ અને સંતોષ લાવશે. સંબંધોની તંદુરસ્તી તમે તમારા ક્યાં વ્યવહારની ચોઇસ કરો છો તેના પર છે.
26th December 2018
Morning musings...
સતત સારું ફીલ કરતા રહેવાની ટેવ, અસંતોષને ઓર ભડકાવે છે. વધુ પૈસાવાળા થવાની લાલચ, ગરીબીનો અને 'હજુ ઓછું છે'નો અહેસાસ મજબૂત કરે છે. તમે જેટલા સુંદર સને સારા દેખાવા પ્રયાસ કરો, તમને તમે એટલા જ કદરૂપા લાગો. તમે જેટલો લોકોનો પ્રેમ મેળવવા હવાતિયાં મારો, લોન્લીનેસનો ભાવ ઑર ગહેરો થાય છે. તમે કૈંક શોધો છો, એ હકીકત જ એના અભાવની સાબિતી છે.
અને એક દિવસ આવે છે, જ્યારે કળીમાં સજ્જડ બંધાયેલા રહેવાનું દર્દ, ફૂલી જવાની, ફાટી જવાની, ખીલી જવાની પીડા કરતાં વધી જાય છે -અનાઇસ નિન.
મૂંતઝીર હું મૈં ફૂલો મે ખુશ્બૂ કી તરહ
કોઈ આયે ઔર હવા મેં ઉડા કે લે જાયે
-અજ્ઞાત
(મૂંતઝીર; ઇંતેજાર)
27th December 2018
Morning musings...અને એક દિવસ આવે છે, જ્યારે કળીમાં સજ્જડ બંધાયેલા રહેવાનું દર્દ, ફૂલી જવાની, ફાટી જવાની, ખીલી જવાની પીડા કરતાં વધી જાય છે -અનાઇસ નિન.
મૂંતઝીર હું મૈં ફૂલો મે ખુશ્બૂ કી તરહ
કોઈ આયે ઔર હવા મેં ઉડા કે લે જાયે
-અજ્ઞાત
(મૂંતઝીર; ઇંતેજાર)
28th December 2018
ફેમ અથવા શોહરત માણસને ન્યુરોટીક બનાવી દે છે. જે લોકો અંદરથી ખાલી છે તે બહારની ઇમેજ માટે બહુ સભાન છે. જે અંદરથી અસુરક્ષિત છે તેનામાં બધાની ચાહનાની ભૂખ છે. જેમ ડ્રગ રિયાલિટી ભૂલવામાં મદદ કરે છે, તેમ શોહરતનો નશો તમારી નિર્થકતાને ટેમ્પરરી દૂર કરે છે. એ સૌથી પાવરફુલ નશો છે. એ ન મળે તો નસો ખેંચવા લાગે. ફેમની સાથે પનારો પાડવાનો એક જ ઉપાય છે; જેટલી શોહરત વધે, એટલી જ નમ્રતા વધવી જોઈએ. કમનસીબે, મોટાભાગના લોકો લોકપ્રિયતામાં તોછડા બની જાય છે, કારણ કે પુરી દુનિયાના ઓપિનિયનને એ કન્ટ્રોલ કરી શકતા નથી. એક હદથી આગળ, તમારી શોહરત મોટાભાગના લોકો માટે બે કોડીની છે. એટલે જ નમ્રતા અનિવાર્ય છે.
29th December 2018
Morning Musings...સતત દખલઅંદાજી કરતા, દરેક બાબતોની ફરિયાદો કરતા, ક્યારેય કશામાં સારું નહીં જોતા, તેમની મુસીબતો માટે બીજાના જ વાંક કાઢતા, 'ના' સાંભળવાની તૈયારી ન હોય તેવા લોકોથી દુર રહેશો તો એનર્જી સલામત રહશે. બે વ્યક્તિ વચ્ચે સંવાદ થાય તો એનર્જી વધે, વિસંવાદ થાય તો ઘટે. બંનેમાં એનર્જી ટ્રાન્સફર થાય છે. તમે એનાથી બેઅસર રહી ન શકો. ઇન ફેક્ટ, તમે સંવાદ કરવા કે લડાઈ કરવા મોટીવેટ થયાં છો એ જ એની અસર છે.
30th December 2018
Morning Musings...અસુરક્ષિત પ્રેમી: તું મને પ્રેમ કરે છે ને? તો પછી મારી ટીકા કરવાની નહીં.
સુરક્ષિત પ્રેમી: તું મને પ્રેમ કરે છે ને? તો પછી મારી ટીકા કરતાં ડરવાનું નહીં.
31st December 2018
Morning Musings...તમારા જીવનની ક્વોલિટીનો આધાર, જે લોકો તમારા જીવનમાં છે, તેમની ક્વોલિટી પર નિર્ભર છે. કેવી ક્વોલિટીવાળા વ્યક્તિઓ તમારા જીવનમાં છે, તેનો આધાર તમારી ક્વોલિટી પર છે. આ સાઈકલ છે; ઉત્તમ લોકો તમારી તરફ આવે તે માટે તમારે ઉત્તમ બનવું પડે. ઉત્તમ બનવા માટે તમને ઉત્તમ લોકોની કંપનીની જરૂર પડે.
1st January 2019
Morning Musings.સરળ હોવું અને સરળતાથી અવેલેબલ હોવું, એ બંનેમાં ફરક છે. સરળતાથી અવેલેબલ લોકો હકીકતમાં સરળ ન હોય એવું બને. સરળતાથી અવેલેવલ ન હોય તેવા લોકો સૌથી સરળ પણ હોઇ શકે. સરળતા એ અવેલીબિલિટી નથી. આ જ વિચાર ને હાલના જમાનામાં ઓનલાઇન અને ઓફલાઈન રેહતા લોકો માટે પ્ણ લાગુ પડે.
2nd January 2019
Morning Musings...જે લોકો સામાન્ય જીવનમાં, બહારથી શાલીન લાગતા હોય તે લોકો નીજી સંબંધોમાં ટેઢા અને જટિલ નજર આવતા હોય છે. સંબંધો આયનો હોય તો પ્રેમ સંબંધ બિલોરી કાચ છે. એમ આપણું બેસ્ટ જ નહીં, ખરાબ પણ બહાર આવે છે. કોઈકની સાથે લાંબો સમય રહેવું એ સૌથી અઘરું કામ છે. પ્રેમ આપણને વધતા-ઓછા અંશે ભદ્દા પણ બનાવી દે છે, એ એની અચ્છાઈના સિક્કાની બીજી બાજુ છે.
3rd January 2019
Morning Musings...દુનિયા માં લોકો ને આપણા વિકાસમાં રસ નથી. સમય, સંજોગો કે સમાજ આપણને અનુકૂળ ના પણ હોય. વ્યાપક સંદર્ભમાં આપણી સફળતા કે નિષ્ફળતા બે કોડીની છે. નસીબ આપણી ફેવરમાં નથી જ રહેવાનું. આપણા પક્ષમાં માત્ર એક જ બાબત છે; ખુદની પરિસ્થિતિને સુધારવાની આપણી નિષ્ઠા. આપણી નિષ્ઠા અને આપણા પ્રયાસો જ આગળ લઈ જશે.
4th January 2019
Morning musings....પ્રેમ ચાંદ-તારા, ફૂલ-પતંગિયા નથી. પ્રેમ એક સિમ્પલ નીડ છે. જ્યાં બે હાથ ના સાથ માં સ્વર્ગ સમું સુખ મેહસૂસ થાય એટલે પ્રેમ.
Brilliant Akhil in 16th September, 18, TOI.
5th January 2019
Morning Musings...ઇન્ટિમસીનો વિરોધાર્થી લોન્લીનેસ છે. નિકટતા માટે અનિવાર્ય વિશ્વાસને સ્થાપિત કરવાની આપણી મુસીબતના મૂળમાં ડર અને સિનિસિઝમ (નિરાશા) છે. આપણને બધું જ ભણાવવામાં આવે છે, શિખવવામાં આવે છે, પરંતુ બીજી વ્યક્તિ સાથે ઇન્ટિમસી કેવી રીતે કેળવવી તેનો કોઈ 'અભ્યાસક્રમ' ન તો સ્કૂલમાં છે, ન પરિવારમાં. 'પ્રેમ' શબ્દથી આગળ આપણી પાસે કોઈ વોકૅબ્યુલરિ પણ નથી.
6th January 2019
Morning Mushing:આભાસી ઈચ્છા માથી બહાર આવો જે તમને મળવા નું જ નથી ત્યાં ટીંગાઇ રહેવું એ એક મુર્ખામી છે
આ ચિત્ર એનો પુરાવો છે.
7th January 2019
Morning Musings...તમે કેટલા પરિપક્વ છો એનો આધાર તમે કયા સવાલો પૂછો છો તેના પર છે. સવાલો તો કોઈપણ વ્યક્તિ પૂછી શકે છે, પણ ઉમદા અને યોગ્ય સવાલો એ જ પૂછી શકે જેનામાં સંભાળવાની ક્વોલીટી હોય. "મારી સાથે આવું કેમ થાય છે?" અથવા "હું કમનસીબ કેમ છું?" એ સવાલ અને "આ જે થયું તે સારું થયું કે ખરાબ?" એ સવાલ વચ્ચે આ જ ફર્ક છે. જવાબ નહીં, સવાલ તમને સમજદાર બનાવે છે.
8th January 2019
Morning Musings...સામાન્યતઃ આપણે કાયમ react કરીયે છીએ, act નહીં. આપણા બહુ જૂજ action અસલમાં ઇચ્છાશક્તિ અને ચોઇસમાંથી આવતા હોય છે. આપણું મોટાભાગનું જીવન વૃતિઓ, આદતો અને ભ્રમોથી કન્ડિશન્ડ પ્રતિક્રિયાઓ સિવાય કશું નથી.
9th January 2019
Morning Musings...આપણા મોટાભાગના સંબંધો અંતત: બોરિંગ અને હોહાવાળા થઈ જાય છે કારણ કે આપણે દિલચસ્પ રીતે વાતો કરવાનું ગુમાવી દઈએ છીએ. તમે રોચક, તાર્કિક અને સ્ટ્રક્ચર્ડ રીતે તમારી જાતને વ્યક્ત કરતા રહો, તો સંબંધોના મોટાભાગના સંઘર્ષ ઓછા થઈ જાય. આધુનિક સંબંધોમાં તમારા સ્માર્ટફોન કરતાંય દિલચસ્પ હોવું, એ ચેલેન્જ છે.
10th January 2019
Morning Musings...આધ્યાત્મિકતા ભૌતિક સમસ્યાઓ સુલઝાવી ના શકે. ભૌતિકવાદ તમારી આદ્યાત્મિક ક્રાઇસિસને દૂર ના કરી શકે. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ પરસ્પર જુદા કે વિરોધી નથી; એ એક બીજાના પૂરક છે. એકને માટે થઈને તમારે બીજાની કુરબાની આપવાની જરૂર નથી.
11th January 2019
Morning Musings...આસક્તિ (attachment) એ મ્હોંઢે ચડાવેલો પ્રેમ છે. લાડ-પ્યારમાં બગડી ગયેલા સંતાનની જેમ, આસક્તિ ત્યાં સુધી જ કહ્યામાં રહે છે, જ્યાં સુધી એની ડિમાન્ડ પુરી થતી રહે. એને જ્યારે ડિટેચમેન્ટ સાથે પનારો પડવાનો ડર લાગે, ત્યારે તમારું એટેચમેન્ટ ઝનૂન (ઓબ્સેશન) માં તબ્દીલ થઈ જાય.
12th January 2019
Morning Musings...જીવન એ નથી જે તમે લખો કે બોલો છો. જીવન એ છે જે તમે જીવો છો. બોલવા માટે તો કૈં પણ બોલાય. બોલવું એ કળા છે, અને જેટલો મોટો કળાકાર, એટલું સુંદર એનું બોલવાનું. જાહેરમાં બોલેલું અંગત વ્યવહારમાં છે કે નહીં, તેના પરથી જે બોલાયું છે તે કામનું છે કે નહીં તે નક્કી થાય. કોઈપણ વ્યક્તિ, ચાહે ગુરુ હોય, લેખક હોય, નેતા કે ખુદના અંગત લોકો, એમના એક્શન એમને ઓથેન્ટિક બનાવે છે, એમની વાતો નહીં.
13th January 2019
Morning Musings...લખવાની ક્ષમતા ખાલી જાતને અભિવ્યક્ત કરવાની આર્ટ સુધી જ સીમિત રહે તો એ બાળ રમત છે. એ આપણી આજુબાજુની દુનિયા વિશેની જે સમજ છે, તેને ચેલેન્જ કરવાની સ્કિલ પણ છે. લખવું એ જીવનની જટિલતાને તાર્કિક, બોધગમ્ય અને સરળ રીતે વિશ્લેષણ કરવાની આવડત છે. ઉત્તમ લખાણ એ મધદરિયે જહાજ પરના કંપાસ જેવું છે, એ દિશા ના બતાવે, તો ટાઈમપાસ મનોરંજન બની રહે છે.
14th January 2019
Morning Musings...પરફેક્શન જીવન-વિરોધી છે. પરફેક્શન અને પીડા એકબીજાના દોસ્ત છે. પરફેક્શન શરમ, ડર, લઘુતાગ્રંથિ પેદા કરે છે. પરફેક્શન માટે ઓબ્સેડ વ્યક્તિને ફોલ્ટ અને કમજોરી જોવાની ટેવ પડી જાય છે. ખુદની અને બીજાની નજરમાં પરફેટ દેખાવાની વૃત્તિની મુશ્કેલી એ છે કે એમાં જે સારું છે, અનંદાયક છે, કામનું છે, આંખ સામે છે તે દેખાતું બંધ થઈ જાય છે.
15th January 2019
Morning Musings...ઘણાં વર્ષો સુધી, સતત, એક સ્વપ્ન આવતું હતું; કાં'તો પતંગ ચગાવુ છું અથવા એક પતંગ કપાઈને આકાશમાં ઉડી રહી છે. દર ચાર-પાંચ દિવસે આ સ્વપ્ન આવે. એમાં આ બે સીન જ હોય. વીસેક વર્ષ સુધી આવ્યું હશે. સાયકોલોજીની ભાષામાં એને રિકરિંગ ડ્રીમ કહે છે. બહુ લાંબો સમય સુધી આવતું એકનું એક સ્વપ્ન, જીવનની કોઈ એક એવી બાબતનું પ્રતીક હોય છે, જે હજુ સુલઝાઇ નથી અથવા સ્ટ્રેસ આપી રહી છે. સ્ટ્રેસની તો કોઈ ઘટના ન હતી પણ વ્યક્તિગત ઉન્નતિની એક ચાહ હતી. પતંગ કદાચ અંદરની એ સ્વચ્છંદતાનું પ્રતીક હતી. જીવન જીવવા સંબંધી વિચારોની, લાગણીઓની અને સામાજિક કન્ડિશનિંગની ઘણી બધી બાબતોમાંથી મુક્ત થઈ જાય, અને રિકરિંગ ડ્રીમ પણ સમાપ્ત થઈ જાય. આજે નથી આવતું. આજે પતંગ પણ ચગાવુ છુ
16th January 2019
Morning Musings...પ્રમાણિક સંવાદ ત્યારે શક્ય બને જ્યારે વ્યક્તિ પોતે જે વિચારે છે અને સમજે છે તેમાં ઈમાનદાર હોય. વ્યક્તિને ગિલ્ટનો ડર ન હોય, આક્રમણ કે બચાવના ભાર વગર વાત કરી શકે અને જજમેન્ટ કે ઓપિનિયન પાસ કરવાની મજબૂરી ના હોય. એનો મતલબ એ કે વ્યક્તિ એની ત્રુટીઓ અને શંકાઓની બેહીચક વાત કરે તો સંવાદ ઓથેન્ટિક બને. દાખલા તરીકે;
"મને નથી લાગતું કે મને આમાં કૈં સમજ પડે. હું આ વિષયમાં કમજોર છું. તમને પડે છે?"
અથવા...
"મને ખબર છે કે એ પુસ્તક બહુ વખણાય છે, પણ મને તો એમાં કૈં ખાસ ન જણાયું. તમને કેવું લાગ્યું?"
17th January 2019
Morning Mushing: Asha Bhosle on Twitter: Bagdogra to Kolkata... Such good company but still, no one to talk to. Thank you Alexander Graham Bell(પ્રોબ્લેમ સ્માર્ટફોનનો નથી. સ્માર્ટફોનની સરખામણીમાં આપણે ડલ અને બોરિંગ સાબિત થયા છીએ તેનો છે. બીજા માણસ માટે દિલચસ્પ રહેવું એ મોડર્ન રિલેશનશિપમાં ચેલેન્જ છે)
18th January 2019
Morning Mushing: નો લંચ ઈઝ ફ્રી. ફેસબુકે શરુ કરેલું #10yearchallenge હેશટેગ વાઈરલ થઇ રહ્યું છે. દુનિયાભરમાં લાખો લોકો એમના 'ત્યારના અને અત્યારના' ફોટા પોસ્ટ કરી રહ્યા છે. જાણકારો કહે છે કે આ કોઈ નિર્દોષ રમત કે ટાઈમપાસ નથી. એની પાછળ ફેસિયલ ટેકનોલોજી માટે ડેટા એકત્ર કરવાનો 'કારસો' છે. ફેસબુક અને બીજી અનેક કંપનીઓ Artificial Intelligence પર કામ કરી રહી છે, અને લાખોની સંખ્યામાં પોસ્ટ થઇ રહેલા ઉંમરના તફાવતના ફોટા પરથી અલગોરીધમ તૈયાર કરીને સોંદર્ય પ્રસાધનો બનવાતી કંપનીઓ અમુક પ્રોડક્ટ્સમાં ગ્રાહકોને ટાર્ગેdટ કરશે અથવા ક્રાઈમ એજન્સીઓ ગુનેગારોને શોધવા ઉપયોગ કરશે.
19th January 2019
Morning Musingsસંબંધોમાં લોન્લીનેસનું એકમાત્ર કારણ ઑથિન્ટિસિટીની ગેરહાજરી હોય છે. ઓથેન્ટિક વ્યક્તિ એના વ્યવહાર-વિચારમાં ફોટોશોપ નથી કરતી. એ બીજાને ખુશ કરવા કે ઈમ્પ્રેસ કરવા, બચપણના પેમ્પરિંગમાંથી શીખેલી પેટર્નનો ઉપયોગ નથી કરતી. બીજા મારા વિશે શું વિચારશે એ ખયાલમાં આપણે આપણી ઑથિન્ટિસિટીની ગુમાવી દઈએ છીએ. ઑથિન્ટિસિટી એટલે શુદ્ધતા નહીં, ઑથિન્ટિસિટી એટલે જેન્યૂઇન, આકુત્રિમ. હું જો એમ વિચારું કે તમને કેવું લાગશે, તો હું તમારી સ્વીકૃતિ મેળવવા કે તમારા રિજેક્શનને ટાળવા મારી જાતને મેનિપ્યુલેટ કરું. એનાથી મારી અસલિયત ઢંકાઈ જવાય, અને હું સંબંધમાં અજનબી બની જાઉં છું. તમારી લોન્લીનેસ અહીંથી શરૂ થાય છે.
20th January 2019
Morning Musings...મહત્વનું એ નથી કે તમારી પાસે પ્રેમની કેટલી સમજદારી છે. જરૂરી એ છે કે તમે પ્રેમની જે વ્યાખ્યા કરો છો, એવી સમજવાળી વ્યક્તિ તમારી પાસે છે કે નહીં. મૌન, મન અને આંખો ની ભાષા જ્યારે સમજાય ત્યારે પ્રેમ.
21st January 2019
Morning Musings...તમે કોઈની ટીકા કરો, તો એમાં બીજાની નહીં, તમારી ઓળખાણ થાય. તમે કોઈના વ્યવહાર કે મત સાથે અસહમત છો, એટલે એની નિંદા કરીએ છો એવું નથી. તમે તમારા ઇગોને બચાવવા માટે ખોતરણા કાઢો છો, કારણ કે બીજી વ્યક્તિએ તમારી સાથે જે વ્યવહાર કર્યો કે ભિન્ન મત આપ્યો એટલે તમારું અવમૂલ્યન થયું છે. તમારા રિજેક્શનમાંથી બચવા તમે બીજામાં વાંક જુવો છો. નિંદા આક્રોશ છે, જે સામેવાળી વ્યક્તિ જો વાંચી શકે, તો એક પરફેક્ટ આત્મકથા પણ છે, જેમાં વાંક દેખ્યાના બચપણથી લઈને પુખ્તવાય સુધીની પુરી કહાની મોજુદ છે.
22nd January 2019
Morning Musings...સુખી થવા માટે, વહેલા કે મોડા, તમારે સામાજિક અનુકુલન (કન્ડિશનિંગ), ફેન્ટસી અને ભ્રમોમાંથી બહાર નીકળીને વાસ્તવિકતા સાથે નક્કર પનારો પાડવો જ પડે. સુખ માટે કોઈપણ બાબત પર રાખેલો ઇમોશનલ આધાર અનિવાર્ય રૂપે પીડા જ લાવે છે. અલ્ટીમેટલી સુખ એટલે ગલત ફહેમી વગર જીવન જીવવું તે છે.
23rd January 2019
Morning Musings...લોકો જો બદલાઈ જાય તો જીવન કેટલું સરસ થઈ જાય. મારી પત્ની/પતિ બદલાઈ જાય, મારા દોસ્તમાં ચેન્જ આવી જાય, મારા પાડોશીમાં સુધારો થઈ જાય, મારો બોસ જેવો છે તેવો ના રહે તો કેટલું સરસ. "લોકો આમ છે અને લોકો તેમ છે" એવું મેં કેટલીવાર કહ્યું, છતાં લોકોને સમજ કેમ નહીં પડતી હોય કે, મને સારું લાગે એનો ઉપાય કેટલો સરળ છે?
24th January 2019
Morning Musings...દરેક વ્યક્તિમાં આકર્ષણ હોય છે અને વિકર્ષણ પણ. તમને જે વ્યક્તિ ગમે એને તમે ખેંચો. તમારી માનસિકતાને માફક ના હોય તેને દૂર રાખો. અમુક લોકો તમારા જીવનમાં કેમ નથી, એની ફરિયાદ કરતા પહેલાં આ સમજવા જેવું છે કે, એના માટે તમારી વિકર્ષણની માનસિકતા જવાબદાર છે, એ વ્યક્તિ નહીં.
25th January 2019
Morning musings...તમે જેને માનસિક યાતના કે લાગણીઓની પીડા કહો છો, એ તમે અત્યાર સુધી સાચવી રાખેલી સમજણના ઇંડાનું કોચલું તૂટવાની પ્રક્રિયા છે. તમે એમાંથી વધુ સાફ, નક્કર અને ડાહ્યા થઈને બહાર આવશો. એમાં બાધા ઉભી ના કરો, ઈંડાને તોડવામાં મદદ કરો.
26th January 2019
Morning Musings...જીવનમાં તમે બીજા કરતાં ઊંચા કે બીજા કરતાં સારા છો તે મહત્વનું નથી. જીવનમાં તમે ગઈકાલે જે હતા તેના કરતાં આજે વધુ સારા છો કે નહીં, ગઈકાલે તમે જે હતા તેના કરતાં આજે વધુ સુપિરિયર છો કે નહીં તે અગત્યનું છે.
27th January 2019
Morning Musings...કોઈક વસ્તુને સમજવા માટે તમારે એનાથી ડિસ્ટન્સ કરવું પડે-ચાહે એ તમારું મન હોય કે પછી બહારની પરિસ્થિતિ. જ્યાં સુધી તમે, પતંગની દોરીના ગુચ્છાની જેમ, કશાથી લપેટાયેલા હો, ત્યાં સુધી તમારા વિચારો એ લગાવથી પ્રભાવિત રહેવાના. અલગાવથી મનનો કાચ સાફ થાય. લગાવથી એમાં ઝાંખપ આવે.
28th January 2019
Morning Musings...ઘણા બધા લોકો એમની મુશ્કેલીઓ અને મજબુરીઓને સંજોગો પર નાખીને છુટા થઈ જાય છે. સંજોગો એટલે શું? સંજોગો એટલે જીવનમાં આવતા લોકો, સંબંધો, સુખ, કામ, અવસરો, પૈસા અને લોકપ્રિયતા પારખ્યા વગરનાં હોય અને અંધશ્રદ્ધા બનીને જીવનને પ્રભાવિત કરે તે. આપણા સંજોગો કે આપણી અશક્તિ નહીં, પણ બાહ્ય સ્થિતિઓમાં શ્રદ્ધા રાખવાની આપણી ટેવ મુશ્કેલીઓ અને મજબૂરીઓ પેદા કરે છે.
29th January 2019
Morning Musings...નેગટિવ લોકોને કેવી રીતે ઓળખવા?
૧. સતત ફરિયાદો કરે, ઉપાયોની વાતો ઉડાવી દે.
૨. તમારામાં ફોલ્ટ શોધે, તમને સુધરવાનું કહે.
3. તમારી વેલ્યુ ન કરે.
૪. સરળતાથી જૂઠ બોલે.
૫. ખુદને વિકટીમ બતાવતા રહે, નિસાસા નાખે.
૬. તમારા માટે સમય ન હોય.
૭. ગોસીપ કરે, જજમેન્ટ પાસ કરે.
૮. વાતો-વિચારો છુપાવાની આદત હોય.
૯. વાતે વાતે 'પણ..' શબ્દ બોલે.
૧૦. સારું જોઈ ન શકે, પાણીમાંથી પોરા કાઢે.
30th January 2019
Morning Mushing:"એ મારો વિષય નથી!" "મને એ વિષયનું બહુ જ્ઞાન નથી!" આવું બોલવા માટે છન્નુંની છાતી જોઈએ. આ ભૂરા આકાશ નીચેના દરેક વિષયો આપણાં માટે નથી. હોઈ જ ન શકે. દરેક સબ્જેક્ટ પર તમારો બાલિશ અભિપ્રાય જરૂરી નથી, અપેક્ષિત પણ નથી. ક્યારેક મૌન જ આપણી ઈજ્જત સાચવી લે છે અને ઘણી વખત શબ્દો પણ વટાણા વેરી નાંખે છે.
"હું નથી જાણતો એટલું કહેવા ઘણું બધું જાણવું પડે છે."
31st January 2019
Morning Musings...હકીકતમાં જોવા જોઈએ તો, તમને બીજી વ્યક્તિના અભિપ્રાયો અને જજમેન્ટ્સ પરેશાન નથી કરતા. તમને બીજી વ્યક્તિના અભિપ્રાયો અને જજમેન્ટ્સને લઈને જે વિચારો આવે છે, તે પજવે છે. તમે જ્યારે I am touchy એમ કહો છો, ત્યારે તમને તમારા ખુદના વિચારોની વલૂર આવતી હોય છે. ખુદના વિચારોની ખુશી અને ખુદના વિચારોની તકલીફથી ડિસ્ટન્સ કરી લો, તો એ અસલી મેચ્યોરિટી છે.
1st February 2019
Morning Musings...
સંબંધો રમત જેવા હોવા જોઈએ; playful. બદનસીબે
માણસો રમકડાં કે મશીન નથી, માણસો જટિલ છે. એ એમની જટિલ લાગણીઓ, અપેક્ષાઓ અને તકાદાઓથી સંબંધની ચંચળતા અને રસિકતાને ખતમ કરી નાખે છે. કોઈપણ સંબંધ સ્વીકારતા પહેલાં એ કઈ રીતે તમારી જિંદગીને પ્રભાવિત કરશે, એની સમજણ કેળવવી જરૂરી હોય છે. સંબંધ એ બેક્ટેરિયા છે. કેટલાક સારા હોય, જીવન રક્ષક હોય. અમુક ભક્ષક હોય.
તમારી માન્યતાઓ કેટલી નક્કર છે તેની અસલી પરીક્ષા જ્યારે તમે જીવનના સંઘર્ષમાંથી પસાર થતા હોવ ત્યારે થાય. મુશ્કેલીના સમયમાં જ્યારે તમારી વાત સાથે કોઈ સહમત ન થાય અને લોકો તમારા પર હસતા હોય ત્યારે પણ તમે તમારા વિચારોને જીવો બતાવો તો એ સાર્થક કહેવાય. બાકી તો બધું વાકચાતુર્ય કહેવાય.
છોકરો લાગણીશીલ હોય પણ 10માં નાપાસ થઈને આવે તો માં-બાપે ય એને કહે કે 'લાગણીઓને ધોઇ-પીવાની?' તમે લાગણીઓ, ઉમ્મીદો અને અપેક્ષાઓની બુનિયાદ પર જીવતા હશો, તો વારંવાર નાસીપાસ થવાની ગેરંટી. કારણ એ કે લોકો તમારી કિંમત તમારી સિદ્ધિઓથી આંકે છે, લાગણીઓથી નહીં. ઉપલબ્ધી વગરની લાગણીઓનાં ફૂલ ગણાવતાં રહેવાથી માં-બાપ પણ ખુશ નથી થતા, તો દુનિયા કેવી રીતે ઈમ્પ્રેસ થાય?
2nd February 2019
Morning Musings...તમારી માન્યતાઓ કેટલી નક્કર છે તેની અસલી પરીક્ષા જ્યારે તમે જીવનના સંઘર્ષમાંથી પસાર થતા હોવ ત્યારે થાય. મુશ્કેલીના સમયમાં જ્યારે તમારી વાત સાથે કોઈ સહમત ન થાય અને લોકો તમારા પર હસતા હોય ત્યારે પણ તમે તમારા વિચારોને જીવો બતાવો તો એ સાર્થક કહેવાય. બાકી તો બધું વાકચાતુર્ય કહેવાય.
3rd February 2019
Morning Musings...છોકરો લાગણીશીલ હોય પણ 10માં નાપાસ થઈને આવે તો માં-બાપે ય એને કહે કે 'લાગણીઓને ધોઇ-પીવાની?' તમે લાગણીઓ, ઉમ્મીદો અને અપેક્ષાઓની બુનિયાદ પર જીવતા હશો, તો વારંવાર નાસીપાસ થવાની ગેરંટી. કારણ એ કે લોકો તમારી કિંમત તમારી સિદ્ધિઓથી આંકે છે, લાગણીઓથી નહીં. ઉપલબ્ધી વગરની લાગણીઓનાં ફૂલ ગણાવતાં રહેવાથી માં-બાપ પણ ખુશ નથી થતા, તો દુનિયા કેવી રીતે ઈમ્પ્રેસ થાય?
4th February 2019
Morning Musings...વર્તમાન જીવનની ઘણી બધી મુસીબતોના મૂળિયાં ભૂતકાળમાં શોધાયેલી ટેકનોલોજીમાં છે. ભવિષ્યના ઘણા ખરા પ્રોબ્લેમ આજની નવી ટેકનોલોજીના કારણે હશે. માણસે ટેકનોલોજીનો એવો 'રાક્ષસ' ઉભો કર્યો છે, જે એના માસ્ટરની સેવા તો કરે છે, નવરો હોય ત્યારે સંકટ પણ એટલું જ અઘરું સર્જે છે. એનું એક જ સોલ્યુશન છે: વધુ ને વધુ બહેતર ટેકનોલોજી. આ ક્રમિક વિકાસ હવે અનિવાર્ય છે. માણસ ક્યારેય સિમ્પલ જીવન જીવી નહીં શકે. આ સિંહની સવારી છે. ઉતરશો તો મોત નિશ્ચિત છે. બેસી રહેશો તો મોત પાછું હડસેલી શકશો.
5th February 2019
Morning musings...યુદ્ધ એ શાંતિ છે
સ્વતંત્રતા એ ગુલામી છે
અજ્ઞાન એ તાકાત છે
-જ્યોર્જ ઓરવેલની નવલકથા '1984'માં સરકારની મીનિસ્ટ્રી ઓફ ટ્રુથના બિલ્ડીંગ પર લખેલું સ્લોગન
6th February 2019
Morning Musings...જેની દાનત સારી નથી, જેને સંવાદ નહીં પણ સુપિરિયારીટી સાબિત કરવામાં રસ છે એવી બેઇમાન વ્યક્તિ તમે કહેલી વાતમાંથી એક શબ્દ કે એક વાક્ય પકડીને એના પરથી તમારો ન્યાય તોળશે. આને હેતુપૂર્વકનું દોષદર્શન કહેવાય. ઈમાનદાર માણસ તમે અત્યાર.સુધી કહેતા આવ્યા હો તે બધું યાદ રાખીને તમારી આખી વાતનો પ્રતિભાવ આપે. આને પ્રમાણિક સમીક્ષા કહેવાય.
7th February 2019
Morning Musings...ઉત્તમ સંબંધનો પુરાવો એ નથી કે તમે એનાથી કેટલા સુખી છો. એનો પુરાવો એ છે કે બીજી વ્યક્તિને શ્રેષ્ઠ બનવામાં એ સંબંધ કેટલો ઉપયોગી છે. તમે જો બીજી વ્યક્તિ સાથે સહિયારું ભવિષ્ય જોતા હો, તો તમને ખુદના નહીં પણ બીજી વ્યક્તિના વિકાસની દરકાર હશે.
8th February 2019
Morning Musings...બીજાની આંખે જોવું એટલે પોતે 'સાચા' હોવાનો સંતોષ જતો કરવો તે. આ અઘરું છે. આપણે સહાનુભૂતિને બદલે સાચા હોવાને મહત્વ આપીએ છીએ. સંવાદો ઘટ્યા છે અને ચેટ વધી છે, સંબંધો તકલાદી બન્યા છે અને સંબંધો માં દૂરી વધી છે તેનું કારણ આ જ છે. આપણે ઈકો-ચેમ્બરમાં બેસીને જીવીએ છીએ. આપણે આપણા જ અવાજ સાંભળીયે છીએ અને આપણા જ વિચારોને વાંચીએ છીએ.
9th February 2019
Morning Musings...આ પ્રયોગ ક્યારેક કરજો: તમે જે કર્યું હોય અથવા ના કર્યું હોય, તેની કોઈને કોઈ જ સ્પષ્ટતા નહીં આપતા. ના તો એનો કોઈ બચાવ કરતા કે ના તો સોરી અનુભવતા. કોઈ તમને સવાલ પૂછે તો ટૂંકાણમાં, મેટર ઓફ ફેક્ટ, જે જવાબ હોય તે સામે મુકજો. આઉટ ઓફ વે જઈને, લાંબું-લાંબું બોલીને કોઈને સંતોષવાનો પ્રયાસ નહીં કરતા. જોજો શું થાય છે.
10th February 2019
Morning Musings...વિચાર કરવો અને વધુ પડતો વિચાર કરવો (thinking અને overthinking) એટલે શું?
મહેશ અને નરેશને એક મુસીબતનો હલ શોધવાનું કામ આપવામાં આવે છે. મહેશ તમામ વિકલ્પોનો વિચાર કરીને સૌથી સંભવિત ઉપાય આપીને ઇનામ મેળવે છે.
બીજી તરફ નરેશ વિચાર કરે છે; મને આ અઘરું કામ કેમ આપ્યું? મારે આમાં શું કરવાનું? મને આમાંથી શું મળશે? હજારો લોકોમાંથી હું જ કેમ? મારા દોસ્તને આ મુસીબત કેમ ના સોંપી? હું ખોટો પડીશ તો?
થિન્કિંગ: એટલે વર્તમાનમાં, આ ક્ષણમાં વિચાર કરવો તે.
ઓવરથિન્કિંગ: એટલે આ ક્ષણને ભૂલીને ભવિષ્યમાં વિચાર કરવો તે.
11th February 2019
Morning Musings...માણસનું આદિવાસીપણું અને એની સચ્ચાઈ પરસ્પર વિરોધી છે. કાં'તો તમે જે તે સમુદાયને વફાદાર રહી શકો અથવા તમે જે સત્યમાં માનો છો તે માટે અલગ-થલગ પડો, પણ ટોળું તમારા સત્યની રક્ષા માટે આવે તે શક્ય નથી. ટ્રાઇબાલિઝમમાં વ્યક્તિ ટોળા માટે છે, ટોળું વ્યક્તિ માટે નહીં.
12th February 2019
Morning Musings...બીજી વ્યક્તિની હાજરીમાં તમને તમારા વિશે શું મહેસુસ થાય છે, એના પરથી તમારા એ સંબંધની ગુણવત્તાનો અંદાઝ આવે. ઘણા લોકોની હાજરી તમને સુકુન આપે. ઘણા તમને બેચેન કરે. દરેક વ્યક્તિનો એક એનર્જી ફલૉ હોય છે, અને એની હાજરી તમારી એનર્જીને ટ્રિગર કરે. એ પોઝીટિવ ટ્રિગર છે કે નેગેટિવ, એ જોતાં આવડવું જોઈએ.
13th February 2019
Morning Musings...ચોપડીઓ એવી વાંચવી જોઈએ, જે વાંચીને લાગે કે તમે હજુ કેટલા કમઅક્કલ છો. એવા લોકોની કંપનીમાં રહેવું જોઈએ, જે તમારી માન્યતાઓને ચેલેન્જ કરે. તમે તમારો ઇગોને સલામત રાખીને તરક્કી ના કરી શકો. તમે પ્રગતિ ત્યારે જ કરી શકો જ્યારે તમે "મને આ નથી ખબર" અને "હું ખોટો હોઈ શકું" એ બે અભિગમ કેળવો.
14th February 2019
Morning Musings...મુસીબતો વગરનો, રોમેન્ટિક પ્રેમ, એ મીથ છે. કાલિદાસ જેવા એકલદોકલને બાદ કરતાં, ભારતમાં રોમેન્ટિક પ્રેમની મીથ પશ્ચિમના લેખકો, કવિઓ, કલાકારો અને સિનેમા સર્જકો તરફથી આવી છે, જેમણે પરફેક્ટ પ્રેમ અને પરફેક્ટ યુગલની કલ્પનાને પંપાળી હતી. એમને પ્રેમમાં બોરડમ કેમ આવે છે, તેની સમજ જ ન હતી.
સિનેમામાં વિખૂટું યુગલ છેલ્લે ભેગું થાય પછી 'ખાય, પીવે અને રાજ કરે' એવું અસલમાં હોતું નથી. અસલી કહાની તો લગ્નના બીજા દિવસથી શરૂ થાય છે. એકચુઅલી, ફિલ્મ કે નવલકથાની શરૂઆત જ "એ ખાઈ-પીને મોજ કરતા હતા, પણ એક દિવસ..." એવી રીતે થવી જોઈએ.
રોમેન્ટિક પ્રેમની મીથથી લાંબો સમય સંબંધને ટકાવી રાખવાની આપણી ક્ષમતાને ગંભીર હાની પહોંચી છે. પ્રેમનો રસ્તો ઉબડ-ખાબડ હોય છે. એમાં "મારો ફોલ્ટ" કે "તારો ફોલ્ટ" નથી હોતો. એ માણસ હોવાનો ફોલ્ટ છે. માણસ તરીકે આપણે અધૂરા છીએ, કમજોર છીએ એટલે તો પ્રેમ છે. સહસ્થિતિ (compatibility) એ પ્રેમની પૂર્વશર્ત નથી, એ પ્રેમની ઉપલબ્ધી છે. રોમેન્ટિક પ્રેમે પ્રેમને જ તકલાદી બનાવ્યો છે. પ્રેમમાં અવેશ નહીં, સમજણ, આવડત, સાથ, વિશ્વાસ જરૂરી છે. હેપ્પી વેલેન્ટાઈન ડે!
15th February 2019
Morning Musings...તમારા વિચારોનો અને વ્યવહારનો વિકાસ થાય, તો કેટલાક લોકોને એ ના ગમે. એ તમારી જૂની પણ ચિરપરિચિત ઇમેજને વળગી રહેશે. "તું પહેલાં જેવા નથી રહ્યો', એવું કહીને તમને ભાંડશે. આ સ્વાભાવિક છે. આપણે બધા અસલી વ્યક્તિને નહીં, એ વ્યક્તિની આપણે જે ઇમેજ બનાવી છે, તેને પ્રેમ કરીયે છીએ. વ્યક્તિનો વિકાસ થાય, ત્યારે ઇમેજનો ભંગ થાય. અને એટલે લોકો એ બદલાવ સહન કરી શકતા નથી.
16th February 2019
Morning Musings....ગુસ્સો એ નક્કર ઇમોશન છે. ગુસ્સો હંમેશા પીડાના સંદર્ભમાં જ હોય. અસહ્ય પીડાને નેચરલ કરવા માટે ગુસ્સો અનિવાર્ય છે. પીડામાં માતમ છે, ગુસ્સામાં સંકલ્પ છે. પીડામાં ફોક્સ પોતાની પર હોય છે, ગુસ્સામાં ફોક્સ બીજા પર શિફ્ટ થાય છે. પીડામાં લાચારીનો ભાવ છે, ગુસ્સામાં પાવરનો ભાવ છે. લોકો એમની પીડાને ગુસ્સામાં તબ્દીલ કરે છે કારણ કે પીડાની સરખામણીમાં ગુસ્સો સહ્ય, અનુકૂળ અને મદદરૂપ ઇમોશન છે. એટલે ગુસ્સે ન થવું એ હેતુ ન હોવો જોઈએ. હેતુ એ ગુસ્સાને સમજીને તંદુરસ્ત રીતે પ્રતિભાવ આપવાનો હોવો જોઈએ.
17th February 2019
Morning Musings...અભિપ્રાય એ જાણકારી નથી. એ જજમેન્ટ છે, પૂર્વગ્રહ છે. જાણકારીમાં હકીકત, તથ્યો, નિરીક્ષણ, કે પરીક્ષણ હોય. અભિપ્રાય અંગત લાગણીઓ, પક્ષપાત, તર્ક શક્તિ અને (હકીકતોના) અર્થઘટનમાંથી આવે. અભિપ્રાયને બાહ્ય સચ્ચાઈ સાથે નહીં, અંદરની માન્યતા સાથે નિસ્બત હોય છે. જ્ઞાન નવાં તથ્યો ઉજાગર ન થાય ત્યાં સુધી બદલાતું નથી. અભિપ્રાય સતત બદલાતા રહે છે કારણ કે વૈચારિક પ્રક્રિયા, લાગણીઓ અને પૂર્વગ્રહો બદલાતા રહે છે. જ્ઞાન સ્વયં-સ્થાપિત છે, અભિપ્રાય સાબિત કરવા તમારે 'લડવું' પડે. જ્ઞાન યુનિવર્સલ છે, અભિપ્રાય લોકલ. માણસ ઉત્ક્રાંતિમાંથી પેદા થયો છે, એ જાણકારી છે. ઉત્ક્રાંતિ જેવું કંઈ છે નહીં અને માણસનું સર્જન ઈશ્વરે કર્યું છે, તે અભિપ્રાય છે.
મહેશ: મેં 'ઉરી' જોયું. અત્યાર સુધીનું બેસ્ટ મુવી છે.
નરેશ: મતલબ, તને મઝા આવી એટલે બેસ્ટ ને?
મહેશ: ના, એ સારું છે એટલે. મને બકવાસ ફિલ્મની સમજ પડે.
મહેશ: પણ બેસ્ટ તો અંગત અભિપ્રાય છે. મને ના ગમે તો?
નરેશ: ના, ફિલ્મ તો બેસ્ટ જ છે, પણ તને એ જોતાં ના આવડે.
18th February 2019
Morning Musings...બીજા લોકો તમારા અંગે ગેરસમજ કરે એ બહુ જ નેચરલ અને નોર્મલ છે. આપણે બધા જ આપણી સમજણ પ્રમાણે એકબીજાને સમજીએ છીએ. એને illusion of sameness--સરખાપણાનો ભ્રમ કહે છે. આપણે એવું ધારી લઈએ છીએ કે આપણે જે વિચારીએ કે ફીલ કરીયે છીએ, તેવું જ બીજાને પણ થાય છે. "તને સમજ કેમ નથી પડતી?" અથવા "તું આવું કેવી રીતે વિચારી જ શકે?" એ બહુ જ કોમન વિધાનો છે. ગેરસમજણ ઓછી કરવાનો એક માત્ર રસ્તો સાચી સમજણ એટલે બીજાઓને ઓળખવાનો અને એ જે ભાષા, શબ્દો અને ધારણાઓથી પરિચિત છે, તેનો ઉપયોગ કરીને તેમની સાથે વાત કરવાનો છે.
19th February 2019
Morning Musings...જે લોકો ખુદ નર્કમાં પીડાય છે, તે જ તમને સ્વર્ગનાં સ્વપ્ન બતાવે. જેને તમારી ઈજ્જત કરતાં નથી આવડતું, તે જ તમારા સૌથી મોટા હિતેચ્છુ હોવાનો દેખાવ કરે. જે ખુદ જૂઠમાં જીવે છે, તે વારંવાર સચ્ચાઈની દુહાઈ આપે. જેને પ્રેમ કરતા આવડતું નથી, તે જ મહાન પ્રેમી હોવાની સાબિતીઓ આપતા રહે. ગહેરાઈમાં તમે જે છો અને સતહી તમે જે પ્રોજેકટ કરો છો, તે વચ્ચેનું અંતર કાપતાં બીજાને તો ઠીક, તમને પણ એક જીવન ઓછું પડે.
20th February 2019
Morning Musings...સુસાન સોન્ટેગ (અમેરિકન લેખક)ને એકવાર પૂછવામાં આવ્યું હતું કે, જર્મન નરસંહારમાંથી એ શું શીખી છે, તો એણે કહ્યું હતું કે, ગમે તે કરો તો પણ, 10 ટકા લોકો ક્રૂર અને 10 ટકા લોકો દયાળુ રહેવાના જ. બાકીના 80 ટકા લોકો કોઈપણ દિશામાં વળી શકે -કર્ટ વોન્નેગટ, અમેરિકન લેખક
21st February 2019
Morning Musings...ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સ એટલે એવી 'વસ્તુ' જે માણસે હાથેથી બનાવી ન હોય, ફેક્ટરીમાં પેદા કરી ન હોય કે ખેતરમાં ઉગાડી ન હોય. ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સ એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સની જેમ જ વેચી શકાય, ખરીદી શકાય અને જેની આપ-લેથી જીવનને બહેતર બનાવી શકાય તેવું બૌદ્ધિક કૌશલ્ય. એનો બુનિયાદી સિદ્ધાંત એ છે કે, જે ઇન્ફોર્મેશન તમારા નિર્ણયને ચેન્જ ન કરી શકે, તેની કોઈ ઇકોનોમિક વેલ્યુ નથી. એવી ઇન્ફોર્મેશનની ઝીરો વેલ્યુ છે.
સાર: તમે જેમાં માનો છો એ ધારણાઓ કે અભિપ્રાયોને સોલિડ બનાવે એ જ વાંચતા ન રહેવું. તમને ચેન્જ કરે, ચેલેન્જ કરે એ ઇન્ફોર્મેશન તમારા માટે ઇકોનોમિકલ છે. એમાં વેલ્યુ છે.
22nd February 2019
Morning Musings...અબ્દુલ રહીમ ખાન-એ-ખાના ઉર્ફે બાબા રહીમને (1556-1627) વિચિત્ર ટેવ હતી. ગરીબો-ભિખારીઓને ખેરાત કરતી વખતે કયારેય એમનું મ્હોં ના જુવે, અને દાન આપવા હાથ લાંબો કરે ત્યારે નજરને જમીન પર ઝુકાવી દે. તુલસીદાસને આ વિનમ્રતાની ખબર પડી તો તેમણે બાબાને લખ્યું;
ऐसी देनी देंन ज्यूँ, कित सीखे हो सैन
ज्यों ज्यों कर ऊंच्यो करो, त्यों त्यों निचे नैन
આવી રીતે ભિક્ષા કેમ? આવું ક્યાંથી શીખ્યા? તમારી નજર જેટલી નીચી છે, હાથ એટલો જ ઊંચો છે.
23rd February 2019
Morning Musings...જે વ્યક્તિ ખિન્ન છે, તે તમારા ઘાવને જીવતા રાખશે. જે વ્યક્તિ રૂઝાયેલી છે, તે તમને રૂઝવવામાં સહાય કરશે. જે વ્યક્તિ નકાબપોશ છે, તે તમને ઢોંગી બનાવશે. જે વ્યક્તિ ઑથેન્ટિક છે, તે તમારામાં ઑથિન્ટિસિટી પેદા કરશે. મનોભાવ સાંસર્ગિક છે. એ તમને second-hander બનાવે છે. તમે કેવી વ્યક્તિની કંપનીમાં છો, તેના પર તમારો મિજાજ અને તમારી વ્યક્તિગતતા નિર્ભર છે.
24th February 2019
Morning Musings...અત્યારે આપણે જે પ્રકારનું અને જેટલા પ્રમાણમાં ખાઈએ છીએ, તે નેચરલ નથી. આજનો ઘણો બધો આહાર માનવીય પ્રકૃતિથી વિરોધી છે. આપણે જરૂરિયાત માટે નહીં, મઝા આવે છે એટલે ખાઈએ છીએ. તમે કૂતરાને કોકાકોલા ધરશો તો એ સુંધીને મ્હોં ફેરવી લેશે, કારણ કે એને 'ખબર' છે કે શું પીવાય અને શું ના પીવાય. માત્ર માણસ જ એવું પ્રાણી છે, જેને જંક ફૂડ ધરીને છેતરી શકાય છે.
25th February 2019
Morning Musings...ઉપર જે તસ્વીર છે, તે આણંદના સોજીત્રા તાલુકામાં આવેલા ડભોઉ ગામમાં, કિશનદાસ નામના મહારાજની સમાધિ સ્થળની છે. ત્યાં દીવાલો પર માર્મિક વિધાનોમાંથી આ એક વિધાન પર નજર પડી--સૂતો હતો હું નીંદમાં, જાગીને જોયું મેં જ્યારથી. વાત ઘણી સાદી છે; જેને જાગૃત થવું શું કહેવાય તેની સમજ ન હોય, તેને કેવી રીતે ખબર પડે કે એ ઊંઘમાં છે? આ શબ્દશઃ ઊંઘવા-જાગવાની વાત નથી, એ તો તમને સમજાયું હશે. નરસિંહ મહેતાએ પણ એવું જ કહ્યું હતું, "જાગીને જોઉં તો જગત દીસે નહિ." ડભોઉથી હજારો કિલોમીટર દૂર, કોઈક જુદા જ સમયકાળમાં કાર્લ ગુસ્તાવ યુંગ નામના સાઇકોએનાલિસ્ટે (સ્વિટ્ઝર્લેન્ડ, 1875-1961) જાગવાની આવી જ વાત કરી હતી--who looks outside, dream; who looks inside, awakes. એકબીજાથી સાવ જુદા માણસો, એક સૌથી શિક્ષિત અને એક સૌથી અભણ, જુદી સંસ્કૃતિમાં, જુદી ભાષામાં અને જુદા સમયમાં સ્વયંની શોધની એક સરખી વાત કરે, એને જ યુનિવર્સલ સત્ય કે ડહાપણ કહે છે.
26th February 2019
Morning Musings...તમે કોઈ વ્યક્તિ માટે જજમેન્ટલ એટલા માટે હો છો કારણ કે તમને એના એક પાર્ટની ખબર છે, અને એ એક પાર્ટની ઓળખાણ તમારા માટે એની પુરી ઓળખાણ બની જાય છે. તમે કોઈને એનાં બધાં પાસાથી જાણો, પછી એના માટે સ્વિપિંગ જજમેન્ટ પાસ કરવાનું મુશ્કેલ થઈ જાય. વિવેકબુદ્ધિથી વિચાર કરવો એ અઘરું કામ છે એટલે લોકો જજમેન્ટ આપતા રહેતા હોય છે.
27th February 2019
Morning Musings...સુખની વક્રતા એ છે કે જે ક્ષણે એનો અહેસાસ થાય, બરાબર તે જ વખતે ક્યાંક ગહેરાઈમાં એક આશંકા પણ સળવળે કે આ ક્ષણ લાંબી નહીં ટકે. સુખના આરંભની દરેક સરકતી ક્ષણ આપણને સુખની સમાપ્તિની વધુ નજીક લાવે છે. એ અર્થમાં સુખ એટલે બીજું કંઈ નહીં પણ અસુખને એન્ટિસીપેટ કરવું તે. એટલા માટે જ, સુખ ઉચાટ પણ પેદા કરે છે.
Morning Musings...
આપણે બે જીવન જીવીએ છીએ; એક, વિચારોનું અને બીજું ફિઝિકલ. ફિઝિકલની સરખામણીમાં કોઈક આપણા વિચારોમાં હોય તો પ્રેમ કરવાનું સરળ પડે છે, કારણ કે વિચારોના જીવનમાં માત્ર તમે જ છો, અને જેને ચાહો છો તેને પૂરું આઝાદી સાથે કંટ્રોલ કરી શકો છો. બગીચામાં ફૂલોને કે પાળેલાં જનાવરને ચાહવાનું એટલે જ પ્રમાણમાં સરળ પડે છે. વેન-વે પ્રેમ અત્યંત સલામત પ્રેમ છે. હકીકતમાં આપણે વ્યક્તિની ઇમેજને પ્રેમ કરતા હોઈએ છીએ, અને એ ઇમેજ સંપૂર્ણપણે આપણા મનનું સર્જન હોય છે.
"તમે કઈ સ્કૂલમાં ભણ્યા હતા?" એવો બહુ જ સહજ રીતે અરસપરસ પુછાતા પ્રશ્ન પાછળ એ ધારણા છે કે, તમારી ક્વોલિટી એવી જ હશે જેવી ક્વોલિટી તમારી સ્કૂલની હશે. આપણે માણસની વેલ્યુ એનાં લેબલ અને વિશેષણ પરથી કરીયે છીએ. પ્રશ્ન એ પુછાવો જોઈએ કે, "તમે સ્કૂલમાં કેમ ગયા હતા?" અથવા "તમે ડોક્ટર કેમ બન્યા?" અથવા "તમે પુસ્તક કેમ લખ્યું?" અથવા "તમે પુસ્તક કેમ વાંચ્યું?" આનો જવાબ આપવા માટે વિચાર કરવો પડે. શક્ય છે તમારી પાસે જવાબ ન પણ હોય. અને એમાં જ તમારી અસલિયત બહાર આવશે.
ઓપિનિયન પણ વર્ગભેદ અને જાતિવાદી હોય છે. માણસના સામાજિક સ્ટેટસ પરથી ઓપિનિયનની ક્વોલિટી અને કિંમત નક્કી થાય છે. રસ્તા પર જોડા સિવતો મોચી બેશકિમતી ઓપિનિયન આપે અને કોઈ એને ના ગણકારે એવું બને. એક મંચસ્થ માણસ સ્ટુપીડ વાત કરે અને હજારો લોકો તાળીઓ પાડે એવું ય બને. તમે તમારા ઓપિનિયનને ઘરમાં કામવાળીના મતની બરાબર મુકો, ત્યારે એ લાયક બને.
1. એવા જાણકાર લોકો જેમણે એવી સમજ કેળવી છે, જે બહુમતી લોકોની ઘેટાં-ચાલથી અલગ છે. એના માટે એમની અંગત ટીકાઓ, અપમાન કે વિરોધ થાય છતાં એ લોકો એમની માન્યતામાંથી ટસના મસ ના થાય.
2. એવા જડબુદ્ધિ, જે એમને ગમતી માન્યતાને ખોટી પાડે તેવા ગમે તેટલા પુરાવા આપો, તો પણ એમાંથી ટસના મસ ના થાય.
પ્રસિદ્ધ સાયન્સ ફિક્શન લેખક આર્થર સી. ક્લાર્કે લખ્યું હતું કે, "બુદ્ધિની કોઈ સર્વાઇવલ વેલ્યુ છે કે નહીં તે હજુય પુરવાર થયું નથી." પહેલી નજરે વિચિત્ર લાગે પણ હકીકત એ છે પૃથ્વી પર પોતાનું પ્રભુત્વ સાબિત કરવામાં માણસે બુદ્ધિનો જે ઉપયોગ કર્યો છે તેમાંથી લાંબાગાળે એના ખુદના વિનાશની સંભાવના પણ વધી ગઈ છે. જે માણસે વીજળી પેદા કરવા માટે ન્યૂક્લિયર ઉર્જા શોધી, એમાંથી જ સેકંડોમાં મોટા પ્રમાણમાં જીવન તબાહ કરવાનો પાવર આવ્યો છે. જે બુદ્ધિમાંથી કલાકોમાં ટ્રાવેલ કરવા કે ધરતીકંપ જેવી આપદામાં તત્કાળ સહાય કરવા માટે ઝડપી ટ્રાન્સપોર્ટેશન આવ્યું છે, એમાંથી જ બૉમ્બ ફેંકનારાં ફાઇટર જેટ પણ આવ્યાં છે. ક્લાર્ક સાહેબની વાતને સાદા શબ્દોમાં કહીએ તો, સ્માર્ટ માણસની સ્ટુપીડિટી વધુ ઘાતક બની છે.
તમે કેટલું વાંચો છો એના કરતાં શું વાંચો છો એ વધુ અગત્યનું છે. પુસ્તકો વાંચવા એ હરીફાઈ નથી. લાંબી રેસની જેમ સૌથી વધુ પુસ્તક વાંચવા માટે કોઈ મેડલ નથી. વાસના અને પ્રેમમાં જે ફર્ક છે, તે ફર્ક પુસ્તક "હોવા" અને "વાંચવા"માં છે. અંગ્રેજીમાં avid reader (ભૂખ્યો વાચક) એટલે બહુ બધું, બહુ ઝડપથી વાંચે એમ નહીં. એનો મતલબ થાય છે તિવ્ર જિજ્ઞાસાવાળો વાચક. તમારી અલમારીઓ કેટલી ચોપડીઓથી ભરેલી છે, તેના કરતાં તમારું મગજ અને તમારી જિંદગી કેટલી ભરેલી છે, એને વાંચ્યું કહેવાય. "તમારી પાસે કેટલાં પુસ્તકો છે?" એવો નહીં પણ "પુસ્તકોમાંથી તમે શું જીવ્યા?" તે સવાલ પુછાવો જોઈએ.
જયારે કથનીને કરણી માનવામાં આવે,
જયારે કોશિશને ફલશ્રુતિ ગણવામાં આવે
જયારે તથ્યને અભિપ્રાયમાં પેશ કરવામાં આવે
જયારે અભિપ્રાયને તથ્ય સમજવામાં આવે
જયારે લાગણી બુદ્ધિ પર રાજ કરે
જયારે શરાફતની મજાક થાય
જયારે અનુભવને ખારીજ કરવામાં આવે
...ત્યારે ચેતવું
નેગેટિવ એનર્જી કોને કહેવાય? સોશ્યલ મીડિયા એનું એક્સલન્ટ ઉદાહરણ છે.
(1) કોઈક તમને બહુ જ હોંશિયાર સવાલ પૂછે, તમારી વાતમાં દોષ કાઢે અથવા આરોપ લગાવે
(2) તમને એવો ભ્રમ થાય કે એમને કુતૂહલ છે એટલે મારે એ સંતોષવુ જોઈએ અથવા મક્કમતાથી ગેરસમજ કે આરોપ દૂર કરવો જોઈએ.
(3) તમે પુરા જોશ અને લાગણીથી દલીલ પેશ કરો.
(4) સામેવાળી વ્યક્તિ તમે જે સ્પષ્ટતા કરી હોય, તેનો ઉપયોગ કરીને નવો સવાલ અને નવો આરોપ ખડો કરે. (5) તમે 2 નંબરનો પોઇન્ટ ફરીથી રિપીટ કરો.
(6) સામેવાળી વ્યક્તિ 4 નંબરનો પોઇન્ટ રિપીટ કરે. આને નેગેટિવ એનર્જી સાઇકલ કહેવાય. ખરો પાવર જવાબ આપવામાં નહીં, ઉપેક્ષા કરવામાં છે. મોટાભાગના લોકોને તમારા જવાબમાં નહીં, એમને કેટલું બોલવા મળે છે, એમાં રસ હોય છે.
બેમતલબ કચકચ અને લડાઈનો ફાયદો એ છે કે, તમને કશુંક કર્યાનો આત્મસંતોષ થાય અને સ્થિતિમાં કોઈ સાર્થક બદલાવ લાવવામાં ટાઈમ અને ઉર્જા ના બગડે. સ્ટેટસ-કો જાળવી રાખવો હોય તો પુરા જોશથી ડ્રામા કરવાનો અને ઢોલ-ત્રાંસા વગાડવાનાં. એક હાથે ચિંગારી ચોંપીને બીજા હાથે એના પર પાણી છાંટવાનું લોકોને વધુ માફક આવે છે. વ્યક્તિગત સંબંધોથી લઇને વૈશ્વિક સંઘર્ષોમા સદીઓથી આ જ તો થઈ રહ્યું છે. અઘરાં નક્કર પરિણામો કરતાં નકલી જૂઠનો આનંદ આપણને વધુ માફક આવે છે.
રોજ થોડા થોડા ઓથેન્ટિક થાવ. જાત સાથે સંપૂર્ણપણે ઈમાનદાર બનો. ખુદનાં જૂઠ, ખુદની બદમાસી અને ખુદની કમજોરીને ખુદની સામે ખુલ્લા કરો. ખુદના પ્રપંચને જોશો તો બીજાનાં છળ ઓળખવાનું સરળ થઈ જશે. જાત સાથેની કટ્ટટ પ્રામાણિકતા એક એવી સીડી છે, જે તમને તમારી મૌલિકતા સુધી લઈ જશે.
ખુદી કો કર Like ઇતના કી હર Like સે પહેલે
ખુદ બંદા ખુદ સે પૂછે બતા તેરી Selfie કિતની હૈ.....
સેલ્ફી એટલે આયનો, જે હંમેશા સાફ-સુથરો, સુંદર જ જોવો ગમે. વાસ્તવિક જીવન થી જે પર પણ હોય શકે. જે હોય એના કરતાં કાંઈક વધુ સારું જોવાની ઈચ્છા એટલે સેલ્ફી.
લોકપ્રિયતાના બે પ્રકાર છે. બચપણમાં આજુબાજુના લોકોને તમે કેટલા ગમો છો તે (likability) અને કૌમાર્યવસ્થામાં તમારું નામ (status) કેવું છે તે. બચપણમાં લોકપ્રિય બાળકો મોટાભાગે શાંત, સહયોગી અને મદદગાર હોય છે. કૌમાર્યવસ્થામાં ગમતીલા હોવા કરતાં સ્ટેટસવાળા હોવાનું મહત્વનું વધવા લાગે છે, જેમાં દેખાડો, રોબ, પ્રભાવ અને વર્ચસ્વ અગત્યનાં બને. પુરા વયસ્ક જીવન દરમ્યાન તમે ગમતીલા હોવાનું પસંદ કરશો કે સ્ટેટસવાળા, તે અહીંથી નક્કી થાય છે. દુનિયામાં હાલના સમયે વિઝીબિલિટી એટલી મહત્વની થઇ છે કે દરેકને વધુને વધુ ઊંચું સ્ટેટસ મેળવવું છે. નવી પેઢીમાં આક્રમકતા, આસક્તિ, તુચ્છકાર અને નિરાશાનું પ્રમાણ વધતું જાય છે તેનું કારણ ગમતીલા હોવા કરતાં રોબવાળા હોવાની લોકપ્રિયતા છે.
દેડકાઓનું એક ટોળું જંગલમાંથી પસાર થતું હતું. વચ્ચે ઊંડો ખાડો આવ્યો અને એમાં બે દેડકા પડી ગયા. બચેલા દેડકા ટોળે વળી ખાડાની ઊંડાઈ જોવા લાગ્યા. નીચે બે દેડકાએ કુદકા શરુ કર્યા. ઉપરથી ટોળાએ કહ્યું, "ખાલી શ્વાસ ના ફુલાવો, બહાર નહીં અવાય, પડીને મરી જવાશે." એક દેડકાએ વાત માનીને કુદકા બંધ કર્યા. એ દીવાલ પરથી પડ્યો અને મરી ગયો. બીજા દેડકાએ બહાર આવવા જોરશોરથી કુદકા ચાલુ રાખ્યા. એ સફળ થયો અને ચડેલા શ્વાસે બહાર આવી ગયો. દેડકાના ટોળાએ એને ખખડાવ્યો, "ના પાડી હતી તો'ય જાનનું જોખમ કેમ લીધું?" પેલાએ કહ્યું, "હું તો બહેરો છું. મને લાંબેથી સંભળાતું નથી. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો."
તમારો અસલી બાયોડેટા તમારી સ્ટ્રગલનુ લિસ્ટિંગ છે. અને તમારું અસલી LinkedIn એ બારમાં છે જ્યાં અસલિયત ખુલ્લી કરવામાં આવે છે અને સહિયારી નાકામિયો અને કમજોરીઓની બુનિયાદ પર નેટવર્કિંગ કરવામાં આવે છે. સ્માર્ટ એમ્પ્લોયરને તમે કેવી મુસીબતો અને નિષ્ફળતામાંથી પસાર થયા છો એનો ઇન્ટરવ્યૂ કરવામાં રસ પડે.
વિજયના દાવેદારોએ દોડીને એને ઊંચકી લીધો
ટ્રેજેડી રસ્તાની ધારે અનાથ બેઠી બેઠી રડતી રહી
કૌભાંડીઓ, ક્રોનીઓ, ડીફોલ્ટર અને ફિક્સર ધનપતિઓની કહાનીઓ વચ્ચે મલ્ટીનેશનલ કોર્પોરેશન વિપ્રોના બોસ અઝીમ પ્રેમજી તાજી હવાના ઝોકા જેવા છે. ભારતના કોઈ કોર્પોરેટ લીડરને તમારે કે તમારા સંતાનોએ જો રોલ મોડેલ બનાવવો હોય, તો એ અઝીમ પ્રેમજી છે. એમણે એમના (ભૂતાનના અર્થતંત્રથી ૧૦ ઘણા) ૫૨,૦૦૦ કરોડના શેર પરોપકારી કામો માટે અલગ ફાળવ્યા છે. આ સાથે, એમનું સમાજસેવા માટેનું આર્થિક કમિટમેન્ટ કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. એમનું નહીં-નફો-નહીં-નુકસાનનું અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દેશના સૌથી દુર્ગમ ઇલાકાઓમાં બુનિયાદી શિક્ષણ માટે કામ કરે છે. પૈસા સાથે તમારો કેવો વ્યવહાર છે, એ તમારા ચરિત્રની અસલી ઓળખાણ છે.
વોર ઓન ટેરર નિષ્ફળ ગયું છે: અંદરનો આતંક દૂર નહીં થાય ત્યાં સુધી બહારનો આતંક જીવતો રહેશે
દ્વિતીય મહાયુદ્ધમાં આશા હતી કે હિટલરને ખતમ કરી દેવામાં આવે તો સંસારમાં શાંતિનો સૂરજ પ્રસરી જશે.
2001માં અમેરિકાએ ઘોષણા કરી હતી કે ઓસામા બિન લાદેનનો સફાયો કરી દેવામાં આવે, તો આતંકવાદ પર અંકુશ મુકાઈ જશે.
2006માં અમેરિકાએ ઇરાકી પ્રમુખ સદ્દામ હુસેનને ખતમ કરીને અપેક્ષા રાખી હતી કે ઇરાક શાંત અને સુરક્ષિત પ્રદેશ બની જશે.
મુદ્દો એ છે કે શાંતિ સ્થાપવાના માણસના હર એક પ્રયાસ અશાંતિની નવી આબોહવા પેદા કરી ગયો છે.
હર એક કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી, લિંકન અને માર્ટિન કિંગની સામે હિટલર, લાદેન, સદ્દામ હુસેન, ગદ્દાફી અને પીનાેશેટ પેદા થતા રહ્યા છે.
50 વર્ષ પહેલાં સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ એક ભાષણમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘આ સદીની સૌથી મહાન ઘટનાઓમાં એક ગાંધી હતા અને બીજો એટમ બોમ્બ હતો. જોઈએ બંનેમાંથી કોની જીત થાય છે.’
નેતાઓને વોટ આપતાં પહેલાં પૂછવા જેવા પાંચ પ્રશ્નો...
1. તમે જો ચુંટાશો તો ન્યુક્લિયર યુદ્ધની સંભાવના ઓછી કરવા શું કરશો?
2. પર્યાવરણના ખતરાને ટાળવા શું પગલાં ભરશો?
3. આર્ટીફિશલ ઈન્ટેલીજન્સ અને બાયોએન્જીનીયરિંગ જેવી વિધ્વંસકારી ટેકનોલોજીને નિયંત્રિત કરવા શું કરશો?
4. છેલ્લે, ૨૦૪૦માં કેવી દુનિયા જુવો છો? ત્યારે સૌથી ખરાબમાં ખરાબ શું થશે, અને એના માટે બેસ્ટ શું થઇ શકે?
5. જ્ઞાતિવાદ આધારિત રાજકારણ માંથી કયારે મુક્ત કરશો.. પક્ષને અને રાજનીતિ ને..!!??
રાષ્ટ્રપતિને આશીર્વાદ આપતી મધર ઇન્ડિયા: આ ૧૦૭ વર્ષની કર્ણાટકની સાલુમારદા થિમ્મક્કા છે. એ 'વૃક્ષ માતા' તરીકે ઓળખાય છે. એણે હુલકલ અને કુદુર વચ્ચેના ૪ કિલોમીટરના હાઈવે પર ૩૮૫ વડ વાવ્યા છે, જેની એ ખુદ સંભાળ પણ રાખે છે. બ્લુ સાડી મા ફોટો ૨૦૧૫ નો છે. એણે કુલ ૮૦૦૦ વૃક્ષો વાવ્યાં છે. એની કહાની સાહસ અને ધૈર્યની છે. બાળક ના થઇ શકવાને કારણે સાલુમારદા ૪૦ વર્ષની વયે આત્મહત્યા કરવા ઈચ્છતી હતી. પતિએ સહકાર આપ્યો એટલે વૃક્ષોમાં પ્રેમ આરોપી દીધો. શનિવારે સાલુમારદાને રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર આપ્યો ત્યારે ૩૩ વર્ષ નાના કોવિંદને સાલુમારદા માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા. તસવીર ની ભવ્યતા એવોર્ડ આપવા કરતા વધુ આશિર્વાદ મેળવ્યા ની છે. ખુબજ સુંદર તસ્વીર છે.
જે શીખ સમુદાય ને આપણે સરદાર ના જોક્સ થી એક આપણી જ હલકી માનસિકતા દેખાડી છે, એજ શીખ સમુદાય એ લંગર સેવા સાથે સમયે સમયે જરૂરિયાતમંદ ને યોગ્ય સાથ આપી પોતાનું એક અલગ જ સ્થાન દુનિયા માં બનાવી દીધું છે.
હાલમા ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં મુસ્લિમોની કત્લેઆમ પછી ન્યૂઝીલેન્ડના શીખ સમુદાયનો આ મેસેજ કેટલો હૃદયદ્રાવક અને માનવતાથી છલોછલ છે. પહેલો સગો પાડોશી. પહેલો ધર્મ પડોશીધર્મ.
જંગલમાં જે તાકતવર છે તે કમજોરને મારીને જીવે છે. એ મત્સ્ય ન્યાય છે, જે પ્રાણીઓનો ધર્મ છે, મનુષ્યનો નહીં. મનુષ્ય એવી રીતે જીવે તો એ અધર્મ કહેવાય. માનવ સંસ્કૃતિમાં તાકતવર કમજોરની રક્ષા કરે છે. મનુસ્મૃતિ પ્રમાણે, ઇશ્વરોએ રાજાઓને એવા ધર્મની સ્થાપના કરવા પેદા કર્યા હતા, જેમાં અશક્ત હોય તે જીવી શકે. રાજ-ધર્મમાં સામ્રાજ્ય અગત્યનું છે, ગાદી નહીં. રાજ-નીતિમાં ગાદીની રમત (ગેઈમ ઓફ થ્રોન) હોય છે; પ્રજાનું મહત્વ વોટ અને ટેક્સ પુરુતું જ છે. આજે રાજ-ધર્મ કલ્પના ગણાય છે અને રાજ-નીતિ વ્યવહારુ.
-દેવદત્ત પટ્ટનાઈક 18th March મુંબઇ મીરરમાં
ત્રણ મિત્રો હિમાલયમાં ધ્યાન ધરવા ગયા. એક વર્ષ પછી પહેલા મિત્રએ આંખો ખોલી અને બોલ્યો,"લાગે છે વરસાદ પડશે" અને પાછું ધ્યાન ધરવા લાગ્યો. બીજું વર્ષ પસાર થયું અને બીજો મિત્ર બોલ્યો, "તારી વાત સાચી છે, વરસાદ આવશે." પાછું એક વર્ષ પસાર થયું અને ત્રીજા મિત્રએ આંખો ખોલી, "તમે બે જણા ચુપ રહેશો?"
માનવ સ્વભાવ બુનિયાદી રીતે દુઃખી રહેવાનો છે. આ સમજવા માટેનું સૌથી સરળ અને હાથવગું સાધન સોશ્યલ મીડિયા છે. મોટાભાગના લોકો અહીં સ્ટેટસ મુકવાનો આનંદ લેવાને બદલે એની કોમેન્ટમાં તું તું મૈં મૈં કરીને દુઃખી થવાનું વધુ પસંદ કરે છે. એક માણસ હથોડોથી એના અંગુઠાને છૂંદતો હતો. કોઈકે પૂછ્યું, "કેમ આમ?" તો માણસ કહે, "કારણ કે હું જયારે અટકી જાઉં છું ત્યારે મને બહુ રાહત મહેસુસ થાય છે એટલે." આપણે સૌ દુઃખનું સુખ લઈએ છીએ. સુખનું સુખ નહીં.
ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં સૌથી જુના અને સૌથી વધુ વંચાતા અંગ્રેજી સમચારપત્ર ધ પ્રેસનું ૨૨ માર્ચનું ફ્રન્ટ પેઈજ, દેશના સૌથી ઘાતકી હત્યાકાંડમાં માર્યા ગયેલા 50 લોકોના નામ સાથે. દર્દ, તકલીફ, લોહી બતાવી સમાચાર નો ધંધો કરતા મિડિયા ના વેપરીએ થોડુંક પણ શિખવું હોય તો આ સમાચાર પત્ર નું ફ્રન્ટ પેજ જોઈને શીખી શકે.
જે લોકો એમની અપેક્ષાઓ પૂરી થતી ન હોવાનું દુઃખ સતત રડતા રહે છે, તે પોતે ભાગ્યે જ બીજા લોકોની જરૂરિયાત સંતોષતા હોય છે, જેની એમને અપેક્ષા છે. તમે એ જ મેળવવા હકદાર છો, જે આપવાની તમારી તૈયારી હોય. તમે તોછડાઈ બતાવતા રહો, અને ફરિયાદ કરો કે કોઈ મને પ્રેમ નથી કરતુ, તો એ શક્ય નથી. તમે પ્રેમ વાવશો, તો સ્નેહ લણશો. તમને હમદર્દી જોઈતી હોય, તો તમારે કરુણા જીવવી પડે.
ધાર્મિક અને વંશીય આઈડેન્ટિટીમાં જીવતા માણસની નજરમાં લોહીના બે જ રંગ હોય છે; અમારો અને તમારો. અને આધુનિક સમયમાં આ નજર ઉત્તરોત્તર નોર્મલ બની રહી છે. મૃત્યુ નુ કારણ એક ધર્મ જ બનશે એને જ કદાચ કળયુગ કહ્યું હશે.
લોકપ્રિયતા વિકૃતિ છે, પ્રકૃતિ નહીં. ડ્રગ્સની જેમ એના નશાની ટેવ પડી જાય. એ માણસને બેઇમાન અને નકલી બનાવી દે છે. માણસ જન્મે છે ત્યારથી એની મથામણ જીવનને અર્થપૂર્ણ બનાવવાની હોય છે, somebody બનવાની નહીં. ઘણા લોકો શોહરતને જીવનનો અર્થ (meaning) ગણી લે છે. એ એકલતા અને અલગાવ લાવે છે. એ તમને જીવનની વાસ્તવિકતાથી દુર લઈ જાય છે. લોકપ્રિયતા ફેક આત્મગૌરવ આપે છે, જે નશાની જેમ ઉતરી પણ જાય છે. આત્મગૌરવ ઓથેન્ટિક જીવનમાંથી આવે છે.
તમને ખબર પડે કે તમારી પાસે જીવવા માટે એક જ અઠવાડિયું છે, તો તમે શું કરો? તમે એક જ ઝાટકે તમારા જીવનમાં જેટલો બકવાસ ભરેલો છે, તેને સમાપ્ત કરી દેશો અને અસલમાં જે જરૂરી બાબતો છે, તેના પર ફોકસ કરી દેશો. તમે પ્રત્યેક ક્ષણને ભરપુર પ્યારથી જીવશો. હવે આ વાંચીને જાતને સવાલ પૂછો: આ મિનિટે જ જીવનમાં આવી ઉત્કટતા લાવવી હોય તો? લાવી શકશો? કે બકવાસમાં પાછા લીન થઇ જશો?
આજે સોસિયલ મિડિયા ના સમય માં ટ્રોલ કરવું એટલે બધાને ખબર જ હશે. પહેલા ના સમય માં ટ્રોલ કરવાની રીત જુદી હતી.
ચેન્નઈ લોન્ચ વખતે ટાઈમ્સ અને ધ હિંદુ અને વચ્ચે થયેલી તડાફડી ઘણી રસપ્રદ હતી. મુંબઈમાં સમાંતર અને ગુજરાતી મીડ ડેના અવતરણ વખતે પણ સર્જનાત્મક રીતે સામસામે બાંયો ખેંચાયેલી.
આમ તો આ એડ જૂની છે, પણ મેટ્રિમોનીયલ દિલચસ્પ છે. ચેન્નાઈના ધ હિંદુ સમચારપત્રના એક ચાહકે, મુંબઈના ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને ટ્રોલ કરવા માટે, ટાઈમ્સના જ ટેબ્લોઈડ મુંબઈ મિરરમાં આ ક્લાસીફાઈડ છપાવી હતી. 👆🏻એડ વાંચશો એટલે સમજાય જશે.
સફળતામાં જયારે બીજા લોકોનું કલ્યાણ ભળે ત્યારે એને વિકાસ કહેવાય. ત્યાં સુધી સફળતા સ્વાર્થપૂર્તિના સાધનથી વિશેષ કૈં નથી. કોઈપણ સમાજની લાંબી અને ટકાઉ સફળતા માટે નૈતિકતા અગત્યની છે. સદાચાર, કરુણા, સભ્યતા, રહેમદિલી, વિશ્વાસ, સહકાર અને નમ્રતા એ સમાજની વ્યવસ્થાના નટ-બોલ્ટ છે. એના વગર સમાજ ટૂંકા ગાળામાં સફળતા તો મેળવી શકે પણ લાંબા ગાળે એનો વિકાસ ના થાય. એક વ્યક્તિને પણ આ જ વાત લાગુ પડે છે.
તમારો વ્યવહાર કેવો છે અને તમે કેવા દેખાવ છો, એ સભ્યતા પુરતું ઠીક છે. બાકી તમે કોણ છો, કેવા છો અને શું છો એની કોઈને પડી નથી. હોલીવુડ એક્ટ્રેસ શીર્લી મેક્લીનના નામે ચઢેલું એક વિધાન છે કે, "વીસી અને ત્રીસીમાં તમને સતત ચિંતા થાય કે બીજા લોકો તમારા વિષે શું વિચારતા હશે. તમે ૪૦ અને ૫૦ની ઉંમરના થાવ ત્યારે એવું વિચારવાનું શરુ કરો કે, બીજા તેલ પીવા ગયા, જે વિચારવું હોય તે વિચારે! પણ તમે ૬૦ અને ૭૦માં પહોંચો ત્યારે જ્ઞાન થાય કે હકીકતમાં મારા વિષે પહેલા દિવસથી જ કોઈ કશું વિચારતું જ ન હતું !"
"આપણે ના પાપ કરીએ છીએ અને ના પુણ્ય કરીએ છીએ, આપણે કેવળ એ જ કરીએ છીએ જે આપણે કરવું પડતું હોય છે. દરેક માણસ સુખ ઈચ્છે છે. ફક્ત માણસોનાં સુખનાં કેન્દ્ર અલગ હોય છે. કેટલાક ધનમાં સુખ જુવે છે, કેટલાક મદિરામાં. કેટલાક સુખને વ્યભિચારમાં જુવે છે, કેટલાક ત્યાગમાં. કોઇપણ વ્યક્તિ, સંસારમાં પોતાની ઇચ્છાનુસાર એ કામ નહીં કરે, જેમાં એને દુઃખ મળે-આ માણસની મનઃવૃતિ છે અને એના દ્રષ્ટિકોણની વિષમતા છે. પ્રત્યેક વ્યક્તિ એક વિશેષ મનઃવૃતિ લઈને પેદા થાય છે. સંસારના રંગમંચ પર એની મનઃવૃતિથી પ્રેરાઈને એ એનો પાઠ ભણે છે--આ જ એનું જીવન છે. માણસ જે પણ કરે છે તે એના સ્વભાવને અનુકુળ હોય છે અને સ્વભાવ પ્રાકૃતિક હોય છે. માણસ પોતાનો સ્વામી નથી, એ પરિસ્થિતિઓનો ગુલામ છે-વિવશ છે. એ કર્તા નહીં, કેવળ સાધન છે. પછી પાપ શું અને પુણ્ય શું!" બહુ જ સુંદર નવલકથા. એના ઉપરની ફિલ્મ પણ બહુ સુંદર છે.
1st March 2019
Morning Musings..."તમે કઈ સ્કૂલમાં ભણ્યા હતા?" એવો બહુ જ સહજ રીતે અરસપરસ પુછાતા પ્રશ્ન પાછળ એ ધારણા છે કે, તમારી ક્વોલિટી એવી જ હશે જેવી ક્વોલિટી તમારી સ્કૂલની હશે. આપણે માણસની વેલ્યુ એનાં લેબલ અને વિશેષણ પરથી કરીયે છીએ. પ્રશ્ન એ પુછાવો જોઈએ કે, "તમે સ્કૂલમાં કેમ ગયા હતા?" અથવા "તમે ડોક્ટર કેમ બન્યા?" અથવા "તમે પુસ્તક કેમ લખ્યું?" અથવા "તમે પુસ્તક કેમ વાંચ્યું?" આનો જવાબ આપવા માટે વિચાર કરવો પડે. શક્ય છે તમારી પાસે જવાબ ન પણ હોય. અને એમાં જ તમારી અસલિયત બહાર આવશે.
2nd March 2019
Morning Musings...ઓપિનિયન પણ વર્ગભેદ અને જાતિવાદી હોય છે. માણસના સામાજિક સ્ટેટસ પરથી ઓપિનિયનની ક્વોલિટી અને કિંમત નક્કી થાય છે. રસ્તા પર જોડા સિવતો મોચી બેશકિમતી ઓપિનિયન આપે અને કોઈ એને ના ગણકારે એવું બને. એક મંચસ્થ માણસ સ્ટુપીડ વાત કરે અને હજારો લોકો તાળીઓ પાડે એવું ય બને. તમે તમારા ઓપિનિયનને ઘરમાં કામવાળીના મતની બરાબર મુકો, ત્યારે એ લાયક બને.
3rd March 2019
Morning Mushing: બે પ્રકારના અડિયલ લોકો હોય.1. એવા જાણકાર લોકો જેમણે એવી સમજ કેળવી છે, જે બહુમતી લોકોની ઘેટાં-ચાલથી અલગ છે. એના માટે એમની અંગત ટીકાઓ, અપમાન કે વિરોધ થાય છતાં એ લોકો એમની માન્યતામાંથી ટસના મસ ના થાય.
2. એવા જડબુદ્ધિ, જે એમને ગમતી માન્યતાને ખોટી પાડે તેવા ગમે તેટલા પુરાવા આપો, તો પણ એમાંથી ટસના મસ ના થાય.
4th March 2019
Morning Musings...પ્રસિદ્ધ સાયન્સ ફિક્શન લેખક આર્થર સી. ક્લાર્કે લખ્યું હતું કે, "બુદ્ધિની કોઈ સર્વાઇવલ વેલ્યુ છે કે નહીં તે હજુય પુરવાર થયું નથી." પહેલી નજરે વિચિત્ર લાગે પણ હકીકત એ છે પૃથ્વી પર પોતાનું પ્રભુત્વ સાબિત કરવામાં માણસે બુદ્ધિનો જે ઉપયોગ કર્યો છે તેમાંથી લાંબાગાળે એના ખુદના વિનાશની સંભાવના પણ વધી ગઈ છે. જે માણસે વીજળી પેદા કરવા માટે ન્યૂક્લિયર ઉર્જા શોધી, એમાંથી જ સેકંડોમાં મોટા પ્રમાણમાં જીવન તબાહ કરવાનો પાવર આવ્યો છે. જે બુદ્ધિમાંથી કલાકોમાં ટ્રાવેલ કરવા કે ધરતીકંપ જેવી આપદામાં તત્કાળ સહાય કરવા માટે ઝડપી ટ્રાન્સપોર્ટેશન આવ્યું છે, એમાંથી જ બૉમ્બ ફેંકનારાં ફાઇટર જેટ પણ આવ્યાં છે. ક્લાર્ક સાહેબની વાતને સાદા શબ્દોમાં કહીએ તો, સ્માર્ટ માણસની સ્ટુપીડિટી વધુ ઘાતક બની છે.
5th March 2019
Morning Musings...તમે કેટલું વાંચો છો એના કરતાં શું વાંચો છો એ વધુ અગત્યનું છે. પુસ્તકો વાંચવા એ હરીફાઈ નથી. લાંબી રેસની જેમ સૌથી વધુ પુસ્તક વાંચવા માટે કોઈ મેડલ નથી. વાસના અને પ્રેમમાં જે ફર્ક છે, તે ફર્ક પુસ્તક "હોવા" અને "વાંચવા"માં છે. અંગ્રેજીમાં avid reader (ભૂખ્યો વાચક) એટલે બહુ બધું, બહુ ઝડપથી વાંચે એમ નહીં. એનો મતલબ થાય છે તિવ્ર જિજ્ઞાસાવાળો વાચક. તમારી અલમારીઓ કેટલી ચોપડીઓથી ભરેલી છે, તેના કરતાં તમારું મગજ અને તમારી જિંદગી કેટલી ભરેલી છે, એને વાંચ્યું કહેવાય. "તમારી પાસે કેટલાં પુસ્તકો છે?" એવો નહીં પણ "પુસ્તકોમાંથી તમે શું જીવ્યા?" તે સવાલ પુછાવો જોઈએ.
6th March 2019
Morning Musings...જયારે કથનીને કરણી માનવામાં આવે,
જયારે કોશિશને ફલશ્રુતિ ગણવામાં આવે
જયારે તથ્યને અભિપ્રાયમાં પેશ કરવામાં આવે
જયારે અભિપ્રાયને તથ્ય સમજવામાં આવે
જયારે લાગણી બુદ્ધિ પર રાજ કરે
જયારે શરાફતની મજાક થાય
જયારે અનુભવને ખારીજ કરવામાં આવે
...ત્યારે ચેતવું
7th March 2019
Morning Musings...નેગેટિવ એનર્જી કોને કહેવાય? સોશ્યલ મીડિયા એનું એક્સલન્ટ ઉદાહરણ છે.
(1) કોઈક તમને બહુ જ હોંશિયાર સવાલ પૂછે, તમારી વાતમાં દોષ કાઢે અથવા આરોપ લગાવે
(2) તમને એવો ભ્રમ થાય કે એમને કુતૂહલ છે એટલે મારે એ સંતોષવુ જોઈએ અથવા મક્કમતાથી ગેરસમજ કે આરોપ દૂર કરવો જોઈએ.
(3) તમે પુરા જોશ અને લાગણીથી દલીલ પેશ કરો.
(4) સામેવાળી વ્યક્તિ તમે જે સ્પષ્ટતા કરી હોય, તેનો ઉપયોગ કરીને નવો સવાલ અને નવો આરોપ ખડો કરે. (5) તમે 2 નંબરનો પોઇન્ટ ફરીથી રિપીટ કરો.
(6) સામેવાળી વ્યક્તિ 4 નંબરનો પોઇન્ટ રિપીટ કરે. આને નેગેટિવ એનર્જી સાઇકલ કહેવાય. ખરો પાવર જવાબ આપવામાં નહીં, ઉપેક્ષા કરવામાં છે. મોટાભાગના લોકોને તમારા જવાબમાં નહીં, એમને કેટલું બોલવા મળે છે, એમાં રસ હોય છે.
8th March 2019
Morning Musings...બેમતલબ કચકચ અને લડાઈનો ફાયદો એ છે કે, તમને કશુંક કર્યાનો આત્મસંતોષ થાય અને સ્થિતિમાં કોઈ સાર્થક બદલાવ લાવવામાં ટાઈમ અને ઉર્જા ના બગડે. સ્ટેટસ-કો જાળવી રાખવો હોય તો પુરા જોશથી ડ્રામા કરવાનો અને ઢોલ-ત્રાંસા વગાડવાનાં. એક હાથે ચિંગારી ચોંપીને બીજા હાથે એના પર પાણી છાંટવાનું લોકોને વધુ માફક આવે છે. વ્યક્તિગત સંબંધોથી લઇને વૈશ્વિક સંઘર્ષોમા સદીઓથી આ જ તો થઈ રહ્યું છે. અઘરાં નક્કર પરિણામો કરતાં નકલી જૂઠનો આનંદ આપણને વધુ માફક આવે છે.
9th March 2019
Morning Musings...રોજ થોડા થોડા ઓથેન્ટિક થાવ. જાત સાથે સંપૂર્ણપણે ઈમાનદાર બનો. ખુદનાં જૂઠ, ખુદની બદમાસી અને ખુદની કમજોરીને ખુદની સામે ખુલ્લા કરો. ખુદના પ્રપંચને જોશો તો બીજાનાં છળ ઓળખવાનું સરળ થઈ જશે. જાત સાથેની કટ્ટટ પ્રામાણિકતા એક એવી સીડી છે, જે તમને તમારી મૌલિકતા સુધી લઈ જશે.
10th March 2019
Morning Mushing:ખુદી કો કર Like ઇતના કી હર Like સે પહેલે
ખુદ બંદા ખુદ સે પૂછે બતા તેરી Selfie કિતની હૈ.....
સેલ્ફી એટલે આયનો, જે હંમેશા સાફ-સુથરો, સુંદર જ જોવો ગમે. વાસ્તવિક જીવન થી જે પર પણ હોય શકે. જે હોય એના કરતાં કાંઈક વધુ સારું જોવાની ઈચ્છા એટલે સેલ્ફી.
11th March 2019
Morning Musings...લોકપ્રિયતાના બે પ્રકાર છે. બચપણમાં આજુબાજુના લોકોને તમે કેટલા ગમો છો તે (likability) અને કૌમાર્યવસ્થામાં તમારું નામ (status) કેવું છે તે. બચપણમાં લોકપ્રિય બાળકો મોટાભાગે શાંત, સહયોગી અને મદદગાર હોય છે. કૌમાર્યવસ્થામાં ગમતીલા હોવા કરતાં સ્ટેટસવાળા હોવાનું મહત્વનું વધવા લાગે છે, જેમાં દેખાડો, રોબ, પ્રભાવ અને વર્ચસ્વ અગત્યનાં બને. પુરા વયસ્ક જીવન દરમ્યાન તમે ગમતીલા હોવાનું પસંદ કરશો કે સ્ટેટસવાળા, તે અહીંથી નક્કી થાય છે. દુનિયામાં હાલના સમયે વિઝીબિલિટી એટલી મહત્વની થઇ છે કે દરેકને વધુને વધુ ઊંચું સ્ટેટસ મેળવવું છે. નવી પેઢીમાં આક્રમકતા, આસક્તિ, તુચ્છકાર અને નિરાશાનું પ્રમાણ વધતું જાય છે તેનું કારણ ગમતીલા હોવા કરતાં રોબવાળા હોવાની લોકપ્રિયતા છે.
12th March 2019
Morning Musings...દેડકાઓનું એક ટોળું જંગલમાંથી પસાર થતું હતું. વચ્ચે ઊંડો ખાડો આવ્યો અને એમાં બે દેડકા પડી ગયા. બચેલા દેડકા ટોળે વળી ખાડાની ઊંડાઈ જોવા લાગ્યા. નીચે બે દેડકાએ કુદકા શરુ કર્યા. ઉપરથી ટોળાએ કહ્યું, "ખાલી શ્વાસ ના ફુલાવો, બહાર નહીં અવાય, પડીને મરી જવાશે." એક દેડકાએ વાત માનીને કુદકા બંધ કર્યા. એ દીવાલ પરથી પડ્યો અને મરી ગયો. બીજા દેડકાએ બહાર આવવા જોરશોરથી કુદકા ચાલુ રાખ્યા. એ સફળ થયો અને ચડેલા શ્વાસે બહાર આવી ગયો. દેડકાના ટોળાએ એને ખખડાવ્યો, "ના પાડી હતી તો'ય જાનનું જોખમ કેમ લીધું?" પેલાએ કહ્યું, "હું તો બહેરો છું. મને લાંબેથી સંભળાતું નથી. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો."
13th March 2019
Morning Musings...તમારો અસલી બાયોડેટા તમારી સ્ટ્રગલનુ લિસ્ટિંગ છે. અને તમારું અસલી LinkedIn એ બારમાં છે જ્યાં અસલિયત ખુલ્લી કરવામાં આવે છે અને સહિયારી નાકામિયો અને કમજોરીઓની બુનિયાદ પર નેટવર્કિંગ કરવામાં આવે છે. સ્માર્ટ એમ્પ્લોયરને તમે કેવી મુસીબતો અને નિષ્ફળતામાંથી પસાર થયા છો એનો ઇન્ટરવ્યૂ કરવામાં રસ પડે.
14th March 2019
Morning Musings...વિજયના દાવેદારોએ દોડીને એને ઊંચકી લીધો
ટ્રેજેડી રસ્તાની ધારે અનાથ બેઠી બેઠી રડતી રહી
15th March 2019
Morning Mushing:કૌભાંડીઓ, ક્રોનીઓ, ડીફોલ્ટર અને ફિક્સર ધનપતિઓની કહાનીઓ વચ્ચે મલ્ટીનેશનલ કોર્પોરેશન વિપ્રોના બોસ અઝીમ પ્રેમજી તાજી હવાના ઝોકા જેવા છે. ભારતના કોઈ કોર્પોરેટ લીડરને તમારે કે તમારા સંતાનોએ જો રોલ મોડેલ બનાવવો હોય, તો એ અઝીમ પ્રેમજી છે. એમણે એમના (ભૂતાનના અર્થતંત્રથી ૧૦ ઘણા) ૫૨,૦૦૦ કરોડના શેર પરોપકારી કામો માટે અલગ ફાળવ્યા છે. આ સાથે, એમનું સમાજસેવા માટેનું આર્થિક કમિટમેન્ટ કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. એમનું નહીં-નફો-નહીં-નુકસાનનું અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દેશના સૌથી દુર્ગમ ઇલાકાઓમાં બુનિયાદી શિક્ષણ માટે કામ કરે છે. પૈસા સાથે તમારો કેવો વ્યવહાર છે, એ તમારા ચરિત્રની અસલી ઓળખાણ છે.
16th March 2019
Morning Mushing:વોર ઓન ટેરર નિષ્ફળ ગયું છે: અંદરનો આતંક દૂર નહીં થાય ત્યાં સુધી બહારનો આતંક જીવતો રહેશે
દ્વિતીય મહાયુદ્ધમાં આશા હતી કે હિટલરને ખતમ કરી દેવામાં આવે તો સંસારમાં શાંતિનો સૂરજ પ્રસરી જશે.
2001માં અમેરિકાએ ઘોષણા કરી હતી કે ઓસામા બિન લાદેનનો સફાયો કરી દેવામાં આવે, તો આતંકવાદ પર અંકુશ મુકાઈ જશે.
2006માં અમેરિકાએ ઇરાકી પ્રમુખ સદ્દામ હુસેનને ખતમ કરીને અપેક્ષા રાખી હતી કે ઇરાક શાંત અને સુરક્ષિત પ્રદેશ બની જશે.
મુદ્દો એ છે કે શાંતિ સ્થાપવાના માણસના હર એક પ્રયાસ અશાંતિની નવી આબોહવા પેદા કરી ગયો છે.
હર એક કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી, લિંકન અને માર્ટિન કિંગની સામે હિટલર, લાદેન, સદ્દામ હુસેન, ગદ્દાફી અને પીનાેશેટ પેદા થતા રહ્યા છે.
50 વર્ષ પહેલાં સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ એક ભાષણમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘આ સદીની સૌથી મહાન ઘટનાઓમાં એક ગાંધી હતા અને બીજો એટમ બોમ્બ હતો. જોઈએ બંનેમાંથી કોની જીત થાય છે.’
17th March 2019
Morning Musings...નેતાઓને વોટ આપતાં પહેલાં પૂછવા જેવા પાંચ પ્રશ્નો...
1. તમે જો ચુંટાશો તો ન્યુક્લિયર યુદ્ધની સંભાવના ઓછી કરવા શું કરશો?
2. પર્યાવરણના ખતરાને ટાળવા શું પગલાં ભરશો?
3. આર્ટીફિશલ ઈન્ટેલીજન્સ અને બાયોએન્જીનીયરિંગ જેવી વિધ્વંસકારી ટેકનોલોજીને નિયંત્રિત કરવા શું કરશો?
4. છેલ્લે, ૨૦૪૦માં કેવી દુનિયા જુવો છો? ત્યારે સૌથી ખરાબમાં ખરાબ શું થશે, અને એના માટે બેસ્ટ શું થઇ શકે?
5. જ્ઞાતિવાદ આધારિત રાજકારણ માંથી કયારે મુક્ત કરશો.. પક્ષને અને રાજનીતિ ને..!!??
18th March 2019
Morning Mushing:રાષ્ટ્રપતિને આશીર્વાદ આપતી મધર ઇન્ડિયા: આ ૧૦૭ વર્ષની કર્ણાટકની સાલુમારદા થિમ્મક્કા છે. એ 'વૃક્ષ માતા' તરીકે ઓળખાય છે. એણે હુલકલ અને કુદુર વચ્ચેના ૪ કિલોમીટરના હાઈવે પર ૩૮૫ વડ વાવ્યા છે, જેની એ ખુદ સંભાળ પણ રાખે છે. બ્લુ સાડી મા ફોટો ૨૦૧૫ નો છે. એણે કુલ ૮૦૦૦ વૃક્ષો વાવ્યાં છે. એની કહાની સાહસ અને ધૈર્યની છે. બાળક ના થઇ શકવાને કારણે સાલુમારદા ૪૦ વર્ષની વયે આત્મહત્યા કરવા ઈચ્છતી હતી. પતિએ સહકાર આપ્યો એટલે વૃક્ષોમાં પ્રેમ આરોપી દીધો. શનિવારે સાલુમારદાને રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર આપ્યો ત્યારે ૩૩ વર્ષ નાના કોવિંદને સાલુમારદા માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા. તસવીર ની ભવ્યતા એવોર્ડ આપવા કરતા વધુ આશિર્વાદ મેળવ્યા ની છે. ખુબજ સુંદર તસ્વીર છે.
19th March 2019
Morning Mushing:જે શીખ સમુદાય ને આપણે સરદાર ના જોક્સ થી એક આપણી જ હલકી માનસિકતા દેખાડી છે, એજ શીખ સમુદાય એ લંગર સેવા સાથે સમયે સમયે જરૂરિયાતમંદ ને યોગ્ય સાથ આપી પોતાનું એક અલગ જ સ્થાન દુનિયા માં બનાવી દીધું છે.
હાલમા ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં મુસ્લિમોની કત્લેઆમ પછી ન્યૂઝીલેન્ડના શીખ સમુદાયનો આ મેસેજ કેટલો હૃદયદ્રાવક અને માનવતાથી છલોછલ છે. પહેલો સગો પાડોશી. પહેલો ધર્મ પડોશીધર્મ.
20th March 2019
Morning Mushing:જંગલમાં જે તાકતવર છે તે કમજોરને મારીને જીવે છે. એ મત્સ્ય ન્યાય છે, જે પ્રાણીઓનો ધર્મ છે, મનુષ્યનો નહીં. મનુષ્ય એવી રીતે જીવે તો એ અધર્મ કહેવાય. માનવ સંસ્કૃતિમાં તાકતવર કમજોરની રક્ષા કરે છે. મનુસ્મૃતિ પ્રમાણે, ઇશ્વરોએ રાજાઓને એવા ધર્મની સ્થાપના કરવા પેદા કર્યા હતા, જેમાં અશક્ત હોય તે જીવી શકે. રાજ-ધર્મમાં સામ્રાજ્ય અગત્યનું છે, ગાદી નહીં. રાજ-નીતિમાં ગાદીની રમત (ગેઈમ ઓફ થ્રોન) હોય છે; પ્રજાનું મહત્વ વોટ અને ટેક્સ પુરુતું જ છે. આજે રાજ-ધર્મ કલ્પના ગણાય છે અને રાજ-નીતિ વ્યવહારુ.
-દેવદત્ત પટ્ટનાઈક 18th March મુંબઇ મીરરમાં
21st March 2019
Morning Musings...ત્રણ મિત્રો હિમાલયમાં ધ્યાન ધરવા ગયા. એક વર્ષ પછી પહેલા મિત્રએ આંખો ખોલી અને બોલ્યો,"લાગે છે વરસાદ પડશે" અને પાછું ધ્યાન ધરવા લાગ્યો. બીજું વર્ષ પસાર થયું અને બીજો મિત્ર બોલ્યો, "તારી વાત સાચી છે, વરસાદ આવશે." પાછું એક વર્ષ પસાર થયું અને ત્રીજા મિત્રએ આંખો ખોલી, "તમે બે જણા ચુપ રહેશો?"
22nd March 2019
Morning Musings...માનવ સ્વભાવ બુનિયાદી રીતે દુઃખી રહેવાનો છે. આ સમજવા માટેનું સૌથી સરળ અને હાથવગું સાધન સોશ્યલ મીડિયા છે. મોટાભાગના લોકો અહીં સ્ટેટસ મુકવાનો આનંદ લેવાને બદલે એની કોમેન્ટમાં તું તું મૈં મૈં કરીને દુઃખી થવાનું વધુ પસંદ કરે છે. એક માણસ હથોડોથી એના અંગુઠાને છૂંદતો હતો. કોઈકે પૂછ્યું, "કેમ આમ?" તો માણસ કહે, "કારણ કે હું જયારે અટકી જાઉં છું ત્યારે મને બહુ રાહત મહેસુસ થાય છે એટલે." આપણે સૌ દુઃખનું સુખ લઈએ છીએ. સુખનું સુખ નહીં.
23rd March 2019
Morning Mushing:ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં સૌથી જુના અને સૌથી વધુ વંચાતા અંગ્રેજી સમચારપત્ર ધ પ્રેસનું ૨૨ માર્ચનું ફ્રન્ટ પેઈજ, દેશના સૌથી ઘાતકી હત્યાકાંડમાં માર્યા ગયેલા 50 લોકોના નામ સાથે. દર્દ, તકલીફ, લોહી બતાવી સમાચાર નો ધંધો કરતા મિડિયા ના વેપરીએ થોડુંક પણ શિખવું હોય તો આ સમાચાર પત્ર નું ફ્રન્ટ પેજ જોઈને શીખી શકે.
24th March 2019
Morning Musings...જે લોકો એમની અપેક્ષાઓ પૂરી થતી ન હોવાનું દુઃખ સતત રડતા રહે છે, તે પોતે ભાગ્યે જ બીજા લોકોની જરૂરિયાત સંતોષતા હોય છે, જેની એમને અપેક્ષા છે. તમે એ જ મેળવવા હકદાર છો, જે આપવાની તમારી તૈયારી હોય. તમે તોછડાઈ બતાવતા રહો, અને ફરિયાદ કરો કે કોઈ મને પ્રેમ નથી કરતુ, તો એ શક્ય નથી. તમે પ્રેમ વાવશો, તો સ્નેહ લણશો. તમને હમદર્દી જોઈતી હોય, તો તમારે કરુણા જીવવી પડે.
25th March 2019
Morning Mushing:ધાર્મિક અને વંશીય આઈડેન્ટિટીમાં જીવતા માણસની નજરમાં લોહીના બે જ રંગ હોય છે; અમારો અને તમારો. અને આધુનિક સમયમાં આ નજર ઉત્તરોત્તર નોર્મલ બની રહી છે. મૃત્યુ નુ કારણ એક ધર્મ જ બનશે એને જ કદાચ કળયુગ કહ્યું હશે.
26th March 2019
Morning Musings...લોકપ્રિયતા વિકૃતિ છે, પ્રકૃતિ નહીં. ડ્રગ્સની જેમ એના નશાની ટેવ પડી જાય. એ માણસને બેઇમાન અને નકલી બનાવી દે છે. માણસ જન્મે છે ત્યારથી એની મથામણ જીવનને અર્થપૂર્ણ બનાવવાની હોય છે, somebody બનવાની નહીં. ઘણા લોકો શોહરતને જીવનનો અર્થ (meaning) ગણી લે છે. એ એકલતા અને અલગાવ લાવે છે. એ તમને જીવનની વાસ્તવિકતાથી દુર લઈ જાય છે. લોકપ્રિયતા ફેક આત્મગૌરવ આપે છે, જે નશાની જેમ ઉતરી પણ જાય છે. આત્મગૌરવ ઓથેન્ટિક જીવનમાંથી આવે છે.
27th March 2019
Morning Musings...તમને ખબર પડે કે તમારી પાસે જીવવા માટે એક જ અઠવાડિયું છે, તો તમે શું કરો? તમે એક જ ઝાટકે તમારા જીવનમાં જેટલો બકવાસ ભરેલો છે, તેને સમાપ્ત કરી દેશો અને અસલમાં જે જરૂરી બાબતો છે, તેના પર ફોકસ કરી દેશો. તમે પ્રત્યેક ક્ષણને ભરપુર પ્યારથી જીવશો. હવે આ વાંચીને જાતને સવાલ પૂછો: આ મિનિટે જ જીવનમાં આવી ઉત્કટતા લાવવી હોય તો? લાવી શકશો? કે બકવાસમાં પાછા લીન થઇ જશો?
28th March 2019
Morning Mushing:આજે સોસિયલ મિડિયા ના સમય માં ટ્રોલ કરવું એટલે બધાને ખબર જ હશે. પહેલા ના સમય માં ટ્રોલ કરવાની રીત જુદી હતી.
ચેન્નઈ લોન્ચ વખતે ટાઈમ્સ અને ધ હિંદુ અને વચ્ચે થયેલી તડાફડી ઘણી રસપ્રદ હતી. મુંબઈમાં સમાંતર અને ગુજરાતી મીડ ડેના અવતરણ વખતે પણ સર્જનાત્મક રીતે સામસામે બાંયો ખેંચાયેલી.
આમ તો આ એડ જૂની છે, પણ મેટ્રિમોનીયલ દિલચસ્પ છે. ચેન્નાઈના ધ હિંદુ સમચારપત્રના એક ચાહકે, મુંબઈના ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને ટ્રોલ કરવા માટે, ટાઈમ્સના જ ટેબ્લોઈડ મુંબઈ મિરરમાં આ ક્લાસીફાઈડ છપાવી હતી. 👆🏻એડ વાંચશો એટલે સમજાય જશે.
29th March 2019
Morning Musings...સફળતામાં જયારે બીજા લોકોનું કલ્યાણ ભળે ત્યારે એને વિકાસ કહેવાય. ત્યાં સુધી સફળતા સ્વાર્થપૂર્તિના સાધનથી વિશેષ કૈં નથી. કોઈપણ સમાજની લાંબી અને ટકાઉ સફળતા માટે નૈતિકતા અગત્યની છે. સદાચાર, કરુણા, સભ્યતા, રહેમદિલી, વિશ્વાસ, સહકાર અને નમ્રતા એ સમાજની વ્યવસ્થાના નટ-બોલ્ટ છે. એના વગર સમાજ ટૂંકા ગાળામાં સફળતા તો મેળવી શકે પણ લાંબા ગાળે એનો વિકાસ ના થાય. એક વ્યક્તિને પણ આ જ વાત લાગુ પડે છે.
30th March 2019
Morning Musings...તમારો વ્યવહાર કેવો છે અને તમે કેવા દેખાવ છો, એ સભ્યતા પુરતું ઠીક છે. બાકી તમે કોણ છો, કેવા છો અને શું છો એની કોઈને પડી નથી. હોલીવુડ એક્ટ્રેસ શીર્લી મેક્લીનના નામે ચઢેલું એક વિધાન છે કે, "વીસી અને ત્રીસીમાં તમને સતત ચિંતા થાય કે બીજા લોકો તમારા વિષે શું વિચારતા હશે. તમે ૪૦ અને ૫૦ની ઉંમરના થાવ ત્યારે એવું વિચારવાનું શરુ કરો કે, બીજા તેલ પીવા ગયા, જે વિચારવું હોય તે વિચારે! પણ તમે ૬૦ અને ૭૦માં પહોંચો ત્યારે જ્ઞાન થાય કે હકીકતમાં મારા વિષે પહેલા દિવસથી જ કોઈ કશું વિચારતું જ ન હતું !"
31st March 2019
Morning Mushing:"આપણે ના પાપ કરીએ છીએ અને ના પુણ્ય કરીએ છીએ, આપણે કેવળ એ જ કરીએ છીએ જે આપણે કરવું પડતું હોય છે. દરેક માણસ સુખ ઈચ્છે છે. ફક્ત માણસોનાં સુખનાં કેન્દ્ર અલગ હોય છે. કેટલાક ધનમાં સુખ જુવે છે, કેટલાક મદિરામાં. કેટલાક સુખને વ્યભિચારમાં જુવે છે, કેટલાક ત્યાગમાં. કોઇપણ વ્યક્તિ, સંસારમાં પોતાની ઇચ્છાનુસાર એ કામ નહીં કરે, જેમાં એને દુઃખ મળે-આ માણસની મનઃવૃતિ છે અને એના દ્રષ્ટિકોણની વિષમતા છે. પ્રત્યેક વ્યક્તિ એક વિશેષ મનઃવૃતિ લઈને પેદા થાય છે. સંસારના રંગમંચ પર એની મનઃવૃતિથી પ્રેરાઈને એ એનો પાઠ ભણે છે--આ જ એનું જીવન છે. માણસ જે પણ કરે છે તે એના સ્વભાવને અનુકુળ હોય છે અને સ્વભાવ પ્રાકૃતિક હોય છે. માણસ પોતાનો સ્વામી નથી, એ પરિસ્થિતિઓનો ગુલામ છે-વિવશ છે. એ કર્તા નહીં, કેવળ સાધન છે. પછી પાપ શું અને પુણ્ય શું!" બહુ જ સુંદર નવલકથા. એના ઉપરની ફિલ્મ પણ બહુ સુંદર છે.
















































































































































No comments:
Post a Comment