Link 1: Morning Mushing 1st October 2018 to 31st March 2019
Link 2: Morning Mushing 1st April 2019 to 30 Sept 2019
Morning Musings...
રિસાઈ જવું એ એવી જગ્યા છે, જ્યાંથી કોઈ રસ્તો બહાર જતો નથી. ખુશી એક એવું મેદાન છે, જેની કોઈ સરહદ નથી.
ભૌતિક વિજ્ઞાનમાં ક્વોન્ટમ ઇન્ટૅંગલમન્ટ થિયરી કહે છે પ્રત્યેક અણુ પરસ્પર જોડાયેલા હોય છે, અને એકબીજાથી અંતરે હોય તો પણ, એકનો વ્યવહાર બીજાના વ્યવહાર પર એવી રીતે અસર કરે છે કે તમે એક અણુનું સ્વતંત્ર રીતે વર્ણન ન કરી શકો, કારણ કે એ જ વર્ણનમાં બીજા અણુની ઓળખાણ પણ આવી જ જાય છે. આપણે માણસો પણ અણુના બનેલા છીએ, એટલે આનો અર્થ એ થયો કે તમારી સાથે જે વ્યવહારની તમને અપેક્ષા હોય, એ જ વ્યવહાર તમારે બીજા સાથે કરવો પડે.
યાદદાસ્ત બરણીમાં સંઘરવામાં આવેલા અથાણા કે ફ્રીઝરમાં થીજાવાયેલા આઈસ્ક્રીમ જેવી ફિક્સ નથી હોતી. તમે જ્યારે જ્યારે તેનું સ્મરણ કરો છો, ત્યારે ત્યારે તેમાં પરિવર્તન આવે છે, તે છૂટી પડે છે, ભેગી થાય છે અને ફરીથી વર્ગીકૃત થાય છે. -ડો. ઓલિવર સાસ્ક, ન્યુરોલોજિસ્ટ
ધારો કે આપણે એવી અર્થવ્યવસ્થા ઉભી કરીએ, જેમાં પૃથ્વી પર એકપણ માણસ ભૂખ્યો ના સુવે, એક પણ માણસ શિક્ષણ વગર ના રહે, તમામ રોગોનો ઉપચાર (એક દેશ, એક કાર્ડની તર્જ પર) એક જ ઇન્જેક્શનથી થઈ જાય, એક પણ દેશમાં યુદ્ધ ના થાય, દરેક વ્યક્તિ પાસે સૌથી તેજ મોટરકાર હોય અને દરેક ઘરમાં હોમ થિયેટર હોય, તો આપણે કાયમ માટે સુખી થઈ જઈશું? આપણે પૃથ્વીના આ છેડેથી પેલા છેડા સુધી, હાથમાં હાથ નાખીને, એક મોટો ગરબો કરીશું? જવાબ જો ના હોય, તો પછી વિકાસનું આપણું મોડેલ તકલાદી નથી? સુખની વ્યાખ્યા ના થાય ત્યાં સુધી વિકાસ પણ અવ્યાખ્યાયિત જ રહે. સંપન્નતા એ સુખ ના હોઇ શકે પણ સંપૂર્ણતા અને સંતોષથી સુખ સાંપડે, જે માત્ર અને માત્ર મનઃસ્થિતિ બદલાવ્યે જ મળી શકે.
કાંસ્ય યુગના પ્રારંભે ઈસુ પૂર્વે 4500 થી 2500 વચ્ચે વિશ્વમાં પ્રચલિત રહેલી પ્રોટો-ઇન્ડો-યુરોપિયન ભાષાના 'dwoh' શબ્દનું સંતાન કેવી રીતે અંગ્રેજીમાં 'two,' સંસ્કૃતમાં 'દ્વા' અને હિન્દીમાં 'દો' બની ગયું! આપણી એક માન્યતા એ પણ છે કે સંસ્કૃતમાંથી જ બીજી ભાષાઓ જન્મી છે અને સંસ્કૃત દેવોની ભાષા પણ છે. 'ઇન્ડો' શબ્દ ઇન્ડિયન મહાદ્વિપનો ઘોતક છે. ખાસ કરીને એ ઇન્ડો-યુરોપિયન ભાષા સમૂહ માટે વપરાય છે, જેમાં 445 જેટલી એશિયન અને યુરોપિયન ભાષાઓ છે, જેનું મૂળ સહિયારું છે.
મારો કોઈ દ્રષ્ટિકોણ જ ના હોય, તો પછી તમે તમારા દ્રષ્ટિકોણથી મને કેવી રીતે જીતી શકો? દલીલો, ચર્ચાઓ અને અભિપ્રાયો એવાં હથિયારો છે, જેના આધારે તમે બીજાને તમારા વિચારોમાં વટલાવીને ખુદનું ચઢિયાતાપણું સાબિત કરો છો. પૌરાણિક માણસ પાસે શરીરની તાકાત હતી, આધુનિક માણસ પાસે વિચારોની તાકાત છે. બંનેનો ઉપયોગ વર્ચસ્વ સાબિત કરવા થાય છે. પ્રત્યેક વિચાર હિંસક છે. માત્ર માણસ જ શાંતિ માટે યુદ્ધ કરી શકે છે
એક સાધુએ તેના અનુયાયીઓને પૂછ્યું, "તમે લોકો ગુસ્સામાં હોવ, ત્યારે ઘાંટા પાડીને કેમ બોલો છો?"
એક અનુયાયીએ થોડીવાર વિચાર કરીને કહ્યું, "કારણ કે અમે અમારી શાંતિ ગુમાવી દઈએ એટલે ઘોંટો પાડીએ."
સાધુએ કહ્યું, "પણ બીજો માણસ નજીકમાં જ છે, છતાં જોરથી કેમ બોલવું પડે?"
અનુયાયીઓએ તર્ક લડાવ્યા પણ કોઇને ગળે ના ઉતર્યા. છેવટે સાધુએ સમજાવ્યું,
"જ્યારે બે લોકો એકબીજા પ્રત્યે ગુસ્સે હોય, ત્યારે તેમનું મન એકબીજાથી અંતર કેળવી લે. એ અંતરને ઓળંગવા માટે ઘોંટો પાડીને સંભળાવવું પડે. જેટલો ગુસ્સો વધુ, એટલું અંતર વધુ અને એટલો ઘોંટો ઊંચો.'
રિસાઈ જવું એ એવી જગ્યા છે, જ્યાંથી કોઈ રસ્તો બહાર જતો નથી. ખુશી એક એવું મેદાન છે, જેની કોઈ સરહદ નથી.
2nd October 2019
Morning Musingsભૌતિક વિજ્ઞાનમાં ક્વોન્ટમ ઇન્ટૅંગલમન્ટ થિયરી કહે છે પ્રત્યેક અણુ પરસ્પર જોડાયેલા હોય છે, અને એકબીજાથી અંતરે હોય તો પણ, એકનો વ્યવહાર બીજાના વ્યવહાર પર એવી રીતે અસર કરે છે કે તમે એક અણુનું સ્વતંત્ર રીતે વર્ણન ન કરી શકો, કારણ કે એ જ વર્ણનમાં બીજા અણુની ઓળખાણ પણ આવી જ જાય છે. આપણે માણસો પણ અણુના બનેલા છીએ, એટલે આનો અર્થ એ થયો કે તમારી સાથે જે વ્યવહારની તમને અપેક્ષા હોય, એ જ વ્યવહાર તમારે બીજા સાથે કરવો પડે.
3rd October 2019
Morning Musings...યાદદાસ્ત બરણીમાં સંઘરવામાં આવેલા અથાણા કે ફ્રીઝરમાં થીજાવાયેલા આઈસ્ક્રીમ જેવી ફિક્સ નથી હોતી. તમે જ્યારે જ્યારે તેનું સ્મરણ કરો છો, ત્યારે ત્યારે તેમાં પરિવર્તન આવે છે, તે છૂટી પડે છે, ભેગી થાય છે અને ફરીથી વર્ગીકૃત થાય છે. -ડો. ઓલિવર સાસ્ક, ન્યુરોલોજિસ્ટ
4th October 2019
Morning Musings...ધારો કે આપણે એવી અર્થવ્યવસ્થા ઉભી કરીએ, જેમાં પૃથ્વી પર એકપણ માણસ ભૂખ્યો ના સુવે, એક પણ માણસ શિક્ષણ વગર ના રહે, તમામ રોગોનો ઉપચાર (એક દેશ, એક કાર્ડની તર્જ પર) એક જ ઇન્જેક્શનથી થઈ જાય, એક પણ દેશમાં યુદ્ધ ના થાય, દરેક વ્યક્તિ પાસે સૌથી તેજ મોટરકાર હોય અને દરેક ઘરમાં હોમ થિયેટર હોય, તો આપણે કાયમ માટે સુખી થઈ જઈશું? આપણે પૃથ્વીના આ છેડેથી પેલા છેડા સુધી, હાથમાં હાથ નાખીને, એક મોટો ગરબો કરીશું? જવાબ જો ના હોય, તો પછી વિકાસનું આપણું મોડેલ તકલાદી નથી? સુખની વ્યાખ્યા ના થાય ત્યાં સુધી વિકાસ પણ અવ્યાખ્યાયિત જ રહે. સંપન્નતા એ સુખ ના હોઇ શકે પણ સંપૂર્ણતા અને સંતોષથી સુખ સાંપડે, જે માત્ર અને માત્ર મનઃસ્થિતિ બદલાવ્યે જ મળી શકે.
5th October 2019
Morning Mushing:કાંસ્ય યુગના પ્રારંભે ઈસુ પૂર્વે 4500 થી 2500 વચ્ચે વિશ્વમાં પ્રચલિત રહેલી પ્રોટો-ઇન્ડો-યુરોપિયન ભાષાના 'dwoh' શબ્દનું સંતાન કેવી રીતે અંગ્રેજીમાં 'two,' સંસ્કૃતમાં 'દ્વા' અને હિન્દીમાં 'દો' બની ગયું! આપણી એક માન્યતા એ પણ છે કે સંસ્કૃતમાંથી જ બીજી ભાષાઓ જન્મી છે અને સંસ્કૃત દેવોની ભાષા પણ છે. 'ઇન્ડો' શબ્દ ઇન્ડિયન મહાદ્વિપનો ઘોતક છે. ખાસ કરીને એ ઇન્ડો-યુરોપિયન ભાષા સમૂહ માટે વપરાય છે, જેમાં 445 જેટલી એશિયન અને યુરોપિયન ભાષાઓ છે, જેનું મૂળ સહિયારું છે.
6th October 2019
Morning Musings...મારો કોઈ દ્રષ્ટિકોણ જ ના હોય, તો પછી તમે તમારા દ્રષ્ટિકોણથી મને કેવી રીતે જીતી શકો? દલીલો, ચર્ચાઓ અને અભિપ્રાયો એવાં હથિયારો છે, જેના આધારે તમે બીજાને તમારા વિચારોમાં વટલાવીને ખુદનું ચઢિયાતાપણું સાબિત કરો છો. પૌરાણિક માણસ પાસે શરીરની તાકાત હતી, આધુનિક માણસ પાસે વિચારોની તાકાત છે. બંનેનો ઉપયોગ વર્ચસ્વ સાબિત કરવા થાય છે. પ્રત્યેક વિચાર હિંસક છે. માત્ર માણસ જ શાંતિ માટે યુદ્ધ કરી શકે છે
7th October 2019
Morning Musings...એક સાધુએ તેના અનુયાયીઓને પૂછ્યું, "તમે લોકો ગુસ્સામાં હોવ, ત્યારે ઘાંટા પાડીને કેમ બોલો છો?"
એક અનુયાયીએ થોડીવાર વિચાર કરીને કહ્યું, "કારણ કે અમે અમારી શાંતિ ગુમાવી દઈએ એટલે ઘોંટો પાડીએ."
સાધુએ કહ્યું, "પણ બીજો માણસ નજીકમાં જ છે, છતાં જોરથી કેમ બોલવું પડે?"
અનુયાયીઓએ તર્ક લડાવ્યા પણ કોઇને ગળે ના ઉતર્યા. છેવટે સાધુએ સમજાવ્યું,
"જ્યારે બે લોકો એકબીજા પ્રત્યે ગુસ્સે હોય, ત્યારે તેમનું મન એકબીજાથી અંતર કેળવી લે. એ અંતરને ઓળંગવા માટે ઘોંટો પાડીને સંભળાવવું પડે. જેટલો ગુસ્સો વધુ, એટલું અંતર વધુ અને એટલો ઘોંટો ઊંચો.'
8th October 2019
Morning Musings...
કટ્ટરતા એટલે શું? કટ્ટરતા એટલે જે પોતાની માન્યતા, વિચાર, લાગણી અને અભિપ્રાયમાં અટલ છે અને જે કોઈપણ પ્રકારની ટીકા કે સવાલથી પર છે તે. કટ્ટરતા અંધભક્તિમાંથી આવે. એક વ્યક્તિ, એક પરિવાર, એક સમુદાય કે એક આખો સમાજ તેની માન્યતા અને વિરોધમાં કટ્ટર હોઈ શકે. કટ્ટરતા શરબખોરી જેવી હોય છે. શરાબી માણસ જેમ એક્સેલેટર દબાવીને બેફામ વાહન ચલાવે અને રસ્તે જતા લોકોને પાડી દે, તેવી જ રીતે કટ્ટર વ્યક્તિ કે સમુદાય પણ તેની અંધભક્તિ, માન્યતા, શ્રદ્ધા, અભિપ્રાય કે લાગણીના નશા હેઠળ અડફેટે આવે તેને પાડી દે. આ શરાબ ભણેલા અને અભણ બંને પર એકસરખી રીતે જ કામ કરે. પ્રત્યેક માણસ કટ્ટર જ હોય છે. ખાલી વિષયો બદલાતા રહે છે.
કેમ્બી ગર્લ
હેનરી ફોર્ડે એકવાર કહ્યું હતું કે, “જેણે શીખવાનું, જાણવાનુ બંધ કર્યું છે તે વ્યક્તિ તેજ સમયથી વૃદ્ધ બની જાય છે, પછી ભલે તેની ઉમર વીસ ની હોય કે એંસી ની હોય.
જે વ્યક્તિ શીખવાનું, જાણવાનુ ચાલુ રાખે છે તે કાયમ જુવાન રહે છે. અંહી વાત વાયનાડ ની 85 વર્ષની કેમ્બી ની છે, જે કેરાલા થી છે. જેમણે તાજેતરમાં કેરળ રાજ્યમાં સાક્ષરતા મિશન (KSLM) સાક્ષરતા અભિયાન ની પરીક્ષામા સફળતા મેળવી. આ અભિયાન અત્યારે દેશ ના અંદર ના વિસ્તારોમાં ખૂબ સરસ રીતે ચાલે છે.
કેમ્બી ની વાત કરીએ તો આટલાથી તે રોકાતી નથી, હવે આવતા વર્ષે IV ની સમકક્ષ પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે, અને તે કમ્પ્યુટર પણ શીખવા માંગે છે..
આપણે બહુ અહંકારી છીએ. બધા કશુંક ને કશુંક બચાવવા નીકળી પડ્યા છે. વૃક્ષો બચાવો, પક્ષીઓ બચાવો, વ્હેલ બચાવો, ગોકળગાય બચાવો. અને સૌથી મોટો અહંકાર? પૃથ્વી બચાવો! આ કોઈ મજાક છે? પૃથ્વી બચાવો? ખુદની દરકાર રાખવાની તો ખબર નથી, બીજી વ્યક્તિની સંભાળ કેમ રાખવી એ તો આવડતું નથી અને પૃથ્વીને બચાવવા નીકળ્યા છો? અને બાય ધ વે, પૃથ્વીને કોઈ સમસ્યા નથી. પૃથ્વી મઝામાં છે. પ્રોબ્લેમ મનુષ્યોનો છે. માણસોની સરખામણીમાં તો પૃથ્વી મસ્ત કામ કરી રહી છે. ચાર અબજ વર્ષોથી એ અહીં છે. ભાઈ, એ ક્યાંય જવાની નથી. વારો તો આપણો નીકળવાનો છે! તમારી ગંદકી ઉઠાવો અને ચાલતી પકડો. અને આપણા ગયા પછી આપણું નામોનિશાન નહીં રહે. એના માટે ઈશ્વરનો આભાર. કદાચ પ્લાસ્ટિકનાં થોડાં ફીણ સિવાય પાછળ કશું ય નહીં રહે. પૃથ્વી અહીં જ હશે અને આપણે લુપ્ત થઈ જઈશું. એક વધુ નિષ્ફળ મ્યુટેશન; એક વધુ બાયોલોજીકલ ધબડકો. આપણું નિશાન રહે યાદ રહે એવું જ કરવું હોય તો સ્વસ્થ, સ્વચ્છ અને વિચારો માં સ્પષ્ટ રહો લોકો યાદ કરશે જ.
-જ્યોર્જ કાર્લિન, અમેરિકન સ્ટેન્ડ-અપ કોમેડિયન
Photo of The Month
સ્વિસ ખગોળશાસ્ત્રી માઈકલ મેયર એરપોર્ટના કાફેમાં હતા, ત્યારે લેપટોપ પર અભિનંદનના સંદેશા આવવા લાગ્યા કે તેમને આ વર્ષનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર (ભાગીદારીમાં) એનાયત કરવામાં આવ્યો છે. મેયર અને તેમના સહકાર્યકાર ડીડીયર કયુલોઝે બે દાયકા પહેલાં આપણને એક નવો પરસ્પેકટિવ આપ્યો હતો કે આપણી સૂર્યમાળાની બહાર પણ એક ગ્રહ છે. તે પછી ખગોળ વિજ્ઞાનમાં ક્રાંતિ આવી ગઈ અને વિજ્ઞાનીકોએ સૂર્યમાળાની પેલે પાર 4,000 જેટલા ગ્રહો શોધી કાઢ્યા હતા.
મોટાભાગનાં વિકસિત દેશોમાં ભણેલા ગણેલા અને મીડિયાના લોકો આધુનિક વિજ્ઞાન, ટેલિફોન ટેકનોલોજી, રોબોટિકસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિની ચર્ચા કરે છે, ત્યારે ભારતમાં હજુય ટીવી ચેનલો મા લોકોનો સમય 18 સદીમાં કોણે કોની સાથે શું કર્યું હતું, તેની ચર્ચા કરવામાં જાય છે. ઈતિહાસમાંથી એ શિખવાનું હોય કે ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય, કંઇક પ્રેરણાદાયી વાત જીવનમાં ઉતારાય, હાડપીંજરો બહાર ન કઢાય.
આપણી સામે આજ અને આવતીકાલનાં ઘણા પ્રશ્નો ઉભા છે તેનાં સ્થાને મિડીવલ - મધ્યયુગનાં પ્રશ્નો, જેમાં મોટા ભાગે ઇસ્લામીક ઘર્ષણ (સાચા અને ઘણાં કાલ્પનિક)ની U-Turn ચર્ચા આપણને લોકોને પછાત સાબિત કરે છે. અને આવું કામ બીજું કોઈ નહીં પણ ભણેલ-ગણેલ પત્રકાર વર્ગ કરે છે.
સામે છેડે વર્તમાન અને સુખદ ભવિષ્ય નિર્માણ માટે AI, ટેકનોલોજી અને સાયન્સની ચર્ચાની જગ્યાએ એજેન્ડા આધારિત પછાત ચર્ચા કરવામાં આવે છે.
રાતનાં આ ન્યૂઝ ચેનલ્સ જેવી રીતે આપણી સમક્ષ સામગ્રી પીરસે છે અને જે કન્ટેન્ટની ચર્ચા થાય છે એ આ પોસ્ટનું મુદ્દો છે.
સંતાનોને પ્રેમ કરવાથી પણ આગળ પેરેન્ટિંગનો મુખ્ય હેતુ સંતાનોમાં એ આશાવાદ પેદા કરવાનો છે કે અન્યાયી, અનુચિત અને અનિશ્ચિત દુનિયામાં પણ સુખેથી રહી શકાય છે. જીવનની અનિશ્ચિતતાઓ અને રંજાડ વચ્ચે સુખી રહી શકાય છે, તેવો વિશ્વાસ બીજી પેઢીને આપવો એ પેરેન્ટ્સ તરીકેની સૌથી મોટી ગિફ્ટ કહેવાય. અને આ ખુદના ઉદાહરણથી જ થાય. આપણે જો આપણા જીવનમાં જવાબદારી, દ્રઢતા અને આશાવાદની ગુણવત્તા જાળવી શકીએ, તો સંતાનને સતત ટોકવાની, દોષ બતાવવાની અને ભાષણ આપવાની જરૂર નહીં રહે. સંતાન તમારા ખુદના જીવનનું નિરીક્ષણ કરીને જેટલું શીખે છે, તેટલું તમારા પ્રેમમાંથી શીખતું નથી.
ખરેખર વાંચવાલાયક .....
👌👌👌...
એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને
'પ્રેમ કોને કહેવાય ?' એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું
ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા
તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :
[૧]
મારા દાદીને સાંધાનો વા થયેલો છે.
એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે,
એને પ્રેમ કહેવાય !
- (રિબેકા, ૮ વર્ષ)
[૨]
'જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે,
એ જ પ્રેમ !'
- (બિલિ, ૪ વર્ષ)
[૩]
'પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !'
- (ક્રિસ્ટી, ૬ વર્ષ)
[૪]
'તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !'
- (ટેરી, ૪ વર્ષ)
[૫]
'મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !'
બસ, એને જ પ્રેમ કહેવાય !
- (ડેની, ૭ વર્ષ.)
લોકો જો ખરેખર ગાંધીમાં આટલા માનતા હોત, તો આ દેશમાં એક પણ વ્યક્તિ રમખાણમાં મરતી ના હોત, એક પણ નેતા મંચ પરથી યુદ્ધના નારા આપતો ન હોત, એક પણ ખેડૂત આત્મહત્યા કરતો ના હોત, એક પણ દર્દીને હોસ્પિટલમાં ચીરવામાં આવતો ન હોત, સ્કૂલ-કોલેજમાં એક પણ શિક્ષકને માર પડતો ન હોત, એક પણ લેખક કે વિચારકને ગોળી મારવામાં આવી ન હોત, એક પણ સ્ત્રી પર બળાત્કાર થયો ન હોત, એક પણ માણસનું મોબ લિંચિંગ થયું ના હોત, એક પણ બાળકની જાહેરમાં શૌચ કરવા બદલ હત્યા થઈ ના હોત, સોશ્યલ મીડિયા પર એક પણ વ્યક્તિ ખોટી અફવાઓ ફેલાવી જૂઠ ને પ્રાધાન્ય આપતા ના હોત. આપણે આ બધું જ કરીએ છીએ અને એ અપરાધબોધના કારણે જ ઉછળી ઉછળીને ગાંધીને યાદ કરીએ છીએ.
કોઈ દેશના વડા જ્યારે સાયકલિંગ કરે, કચરો ઉઠાવે કે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લે... ત્યારે એ પ્રતીકાત્મક જ હોય, મેસેજ આપવા માટે જ હોય. વ્લાદિમીર પુતિન દરરોજ સાયકલ લઈ ને નીકળી ન શકે. પ્રેક્ટિકલી શક્ય નથી. મોદી દરરોજ બીચ પર સફાઈ ન કરી શકે, એમણે સંદેશ આપ્યો કે, જ્યાં-ત્યાં કચરો ન ફેંકો. તમને એ મેસેજ ઝીલાયો તો તમે સમજુ છો, એમાં દેખાડો દેખાયો તો અતિ બૌદ્ધિક. સત્ય એટલું જ છે કે ખેલદિલી જોઈએ કોઈકના વખાણ કરવા કે સારૂ બોલવા માટે અને ખરું જીગર જોઈએ પોતાની મર્યાદા સ્વીકારવા.. અહીં તો સારા કાર્ય માટે ય કટુવચનોનો કચરો ઠાલવીએ એટલે બુદ્ધશાળી!!!!!
સ્માર્ટ ફોન અને સોસિયલ મીડિયા ના ઉપયોગ નો જે ઉછાળો છે એ જોતાં ગયા પુરા મહિનામાં તમે સમાચારોનો અભ્યાસ કરવામાં 50 કલાક વિતાવ્યા, વિડિઓઝની વિભિન્ન 100 લિંક્સ ખોલી, 25 સ્ટેટ્સ મૂક્યાં અને 250 જેટલી ધારદાર કૉમેન્ટ્સ કરી, અને છતાં તે સમયે તમે જે ગતિવિધિ કરતા હતા અથવા જેના માટે ઉપર નુ બધું જ કામ કર્યું, તેમાં કોઈ જ ગુણાત્મક પરિવર્તન આવ્યું ન હતું કે આ મહિને તમારા વિશ્વ સંબંધી જ્ઞાનમાં પણ જો કોઈ નોંધપાત્ર વધારો થયો નથી અને આવતા મહિને પણ તમારામાં કોઈ બુનિયાદી ફરક નજર નથી આવવાનો, તેવું સ્વીકારવા માટે ખરેખર સાહસની જરૂર પડે.
તમે તમારી પર મુકાયેલા નિરાધાર આરોપોને જેટલી તીવ્રતાથી ફગાવી દો છો, તેટલી જ તીવ્રતાથી તમારી બેબુનિયાદ વાહ-વાહીને ફગાવી દો, તો ખરા. નકલી વખાણથી આપણે જેટલા ખુશ થઈ જઈએ છીએ, નકલી આરોપોમાં એટલા જ ઉશ્કેરાઈ જઈએ છીએ. એટલા માટે જ માણસની અસલી કસોટી પ્રશંસામાં થાય છે, ટીકામાં નહીં.
સામુહિક નૃત્યમાં હિસ્સો લો, સામુહિક રમખાણમાં જોડાવ કે સામુહિક યુદ્ધમાં ભાગીદાર બનો, ત્રણેમાં તમારું અલગ વ્યક્તિત્વ ઓગળી જાય છે અને તમે ટોળાનો ભાગ બની જાવ છો. તમે જો ટોળે વળીને નૃત્ય કરી શકતા હો, તો તમે ટોળે વળીને ગુન્હો પણ કરી શકો. આપણે નંબરમાં માનીએ છીએ, પ્રચંડ સંગઠનોમાં વિશ્વાસ રાખીએ છીએ, આબાદીની તાકાતને મહત્વ આપીએ છીએ. બદનસીબે, લાખો શુન્યનો પરસ્પર સરવાળો થાય, તો જવાબમાં એકની સંખ્યા ના આવે, એ શૂન્ય જ રહે. સરવાળે તો બધું વ્યક્તિગત ગુણવત્તા પર જ નિર્ભર છે. એટલા માટે જ, ચાહે નૃત્ય હોય કે યુદ્ધ, ટોળાનો હિસ્સો નહીં બનવું એ સિદ્ધિ છે અને એ જ અસલી ઇન્ડિવિડ્યુઆલિટી એટલે કે સ્વત્વ છે.
વાસનો ઇતિહાસ: હમણાં થોડા સમય પેહલા કેમિસ્ટ્રિ મેગેઝીન નો એક ભાગ વાંચ્યો હતો. જૂનું પુસ્તક વાંચતી વખતે જે ટિપિકલ ગંધ આવતી હોય છે, તેમાં આ 15 મિશ્રણ હોય છે. જુના માણસ અને જુની વસ્તુની વાસનો ઇતિહાસ હોય છે. લાંબા ગાળાના સંબંધ કે કનેક્શનનો એ પાયો છે. (કેમિસ્ટ્રિ મેગેઝીન) એવું જ રોજ આવતા નવા સમાચાર પત્રો ની ગંધ/ખૂશ્બુ નુ છે...
અશાંતિ અને ઉદ્વેગ ઓછો કરવાના 7 ઉપાય:
1. એકટાણું કરીને શરીરની બળતરા ઓછી કરો
2. મનને ભૂખ્યું રાખીને લાગણીઓનો એસિડ ઓછો કરો.
3. "હું" સિવાયનું મોટું લક્ષ્ય શોધીને તેના પર ફોક્સ કરો
4. કસરત કરીને શરીરનો આત્મવિશ્વાસ વધારો
5. વાંચી-લખીને મગજના સ્નાયુઓ મજબૂત કરો.
6. બાળકો અને નિખાલસ લોકો સાથે સમય વિતાવો અને પીઠ પાછળ નક્શીકામ કરતા લોકો થી દુર રહો.
7. સચેત રહો, વિચાર કે વ્યવહાર ઓટોમેટિક ના કરો.
આ બધું રોજ કરો.
અસલી ડાહ્યા માણસને કેમેસ્ટ્રીનું એ જ્ઞાન હોય કે 2 વત્તા 2નો સરવાળો 4 નહીં, પણ 8 કે બીજું કઇંક થાય. કેમેસ્ટ્રી પરમાણુ જગતનું ખગોળશાસ્ત્ર છે. પીડાથી પ્લેઝર થી સુપરકોન્સિયસનેસ અને રાજકારણથી રમત-ગમત સુધી, જીવનમાં બધું જ કેમેસ્ટ્રી આધારિત છે. તમે ગહેરાઈમાં જઈને જુવો, તો તમને ખબર પડશે કે તમે વાસ્તવમાં આઝાદ નથી, પણ કેમિકલ્સની બનેલી ઝંઝીરોમાં કેદ છો. તમે જો શોધી શકો, તો એ કેદમાં જ તમારી મુક્તિ છે.
જે બાળક "તું બહુ મહેનતી છે"ના બદલે, "તું બહુ સ્માર્ટ છે," એવું સાંભળીને મોટું થયું હોય, તે પરિશ્રમ કરવાને બદલે સ્માર્ટ હોવાની ઇમેજને જાળવી રાખવા વધારે મહેનત કરશે. જેને મહેનત માટે વાહવાહી મળે, તેનામાં ગ્રોથ માઈન્ડસેટ હોય- મારે લાંબાગાળા માટે, વધુ પ્રયાસ કરતા રહેવું પડશે. જેને સ્માર્ટ હોવાની પ્રશસ્તિ મળે, તેનામાં ફિક્સ્ડ માઈન્ડસેટ હોય- મારામાં તો જન્મજાત બુદ્ધિ છે, સફળ થવા કોઈ ઉધામા કરવાની જરૂર નથી. નાનપણમાં લાડકોડથી બગડી ગયેલાં બાળકો, વયસ્ક થઈને કારકિર્દીમાં અને અંગત સંબંધોમાં નિષ્ફળ જાય છે, તેની પાછળ આ ફિક્સ્ડ માઈન્ડસેટ કારણભૂત છે.
જે દિવસે બાળકને એ સમજમાં આવે કે તમામ વયસ્ક લોકો અપૂર્ણ છે, ત્યારે તે તરુણ વયનો થયો કહેવાય; જે દિવસે એ વયસ્કોને ક્ષમા કરતાં તરુણને આવડી જાય, ત્યારે તે વયસ્ક બન્યો તેમ કહેવાય; જે દિવસે એ ખુદને ક્ષમા કરતાં શીખી જાય, તે દિવસે તે બુદ્ધિમાન થયો કહેવાય. -અલ્ડેન નોવલન, કેનેડિયન કવિ અને નાટ્યકાર
તમે આ ક્ષણે, તમારી વાતમાં, વિચારમાં અને વ્યવહારમાં જેટલા દિલચસ્પ લાગો છો, એટલા જ દિલચસ્પ 24+7, 30 દિવસ, 12 મહિના અને 80 વર્ષ સુધી લાગી શકો?
તમારી ચાલમાંથી તમારો આત્મવિશ્વાસ ચમકે.
તમારા સંબંધોમાંથી તમારું આત્મસન્માન ચમકે.
તમારી ત્વચા પરથી પોષણ અને જીવનશૈલી ચમકે.
તમારા વિચારોની ગહેરાઈમાંથી જીવનની ગુણવત્તા ચમકે.
આપણે સ્થિર રહેવા સર્જાયા નથી. આપણે 15 કે 25 વર્ષે જે હતા, તે 35 કે 45માં વર્ષે નથી હોતા. વ્યક્તિ પહેલાંના જેવી ના જ રહેવી જોઈએ. તેના વિચારો, સ્વપ્નાઓ, પસંદગી-નાપસંદગી, સંબંધો અને મિત્રો બધું જ બદલાઈ જવું જોઈએ. બદલાવ જીવતા હોવાની સાબિતી છે, પણ આપણે જ્યારે વધુ બહેતર અને વધુ સફળ થવા માટે બદલાઈએ છીએ, ત્યારે આપણી સાથે જે હતા, તેમને એ માફક આવતું નથી. 'તું હવે પહેલાં જેવો/જેવી નથી' એ તેમની બહુ કોમન ફરિયાદ હોય છે. તેમની સૌથી મોટી નારાજગી એ હોય છે કે, 'તું મારા વગર બહેતર અને સફળ કેવી રીતે થઈ શકે?' તેમની સમસ્યા એ નથી કે આપણે બદલાઈ ગયા છીએ. તેમની સમસ્યા એ છે કે એ બદલાવમાં તેઓ ભાગીદાર કેમ નથી? એટલા માટે જ સૌથી નક્કર અને શાશ્વત સંબંધ એ છે, જેમાં બંને વ્યક્તિ નદીની જેમ નિરંતર પરિવર્તનશીલ હોય.
કટ્ટરતા એટલે શું? કટ્ટરતા એટલે જે પોતાની માન્યતા, વિચાર, લાગણી અને અભિપ્રાયમાં અટલ છે અને જે કોઈપણ પ્રકારની ટીકા કે સવાલથી પર છે તે. કટ્ટરતા અંધભક્તિમાંથી આવે. એક વ્યક્તિ, એક પરિવાર, એક સમુદાય કે એક આખો સમાજ તેની માન્યતા અને વિરોધમાં કટ્ટર હોઈ શકે. કટ્ટરતા શરબખોરી જેવી હોય છે. શરાબી માણસ જેમ એક્સેલેટર દબાવીને બેફામ વાહન ચલાવે અને રસ્તે જતા લોકોને પાડી દે, તેવી જ રીતે કટ્ટર વ્યક્તિ કે સમુદાય પણ તેની અંધભક્તિ, માન્યતા, શ્રદ્ધા, અભિપ્રાય કે લાગણીના નશા હેઠળ અડફેટે આવે તેને પાડી દે. આ શરાબ ભણેલા અને અભણ બંને પર એકસરખી રીતે જ કામ કરે. પ્રત્યેક માણસ કટ્ટર જ હોય છે. ખાલી વિષયો બદલાતા રહે છે.
9th October 2019
Morning Mushing:કેમ્બી ગર્લ
હેનરી ફોર્ડે એકવાર કહ્યું હતું કે, “જેણે શીખવાનું, જાણવાનુ બંધ કર્યું છે તે વ્યક્તિ તેજ સમયથી વૃદ્ધ બની જાય છે, પછી ભલે તેની ઉમર વીસ ની હોય કે એંસી ની હોય.
જે વ્યક્તિ શીખવાનું, જાણવાનુ ચાલુ રાખે છે તે કાયમ જુવાન રહે છે. અંહી વાત વાયનાડ ની 85 વર્ષની કેમ્બી ની છે, જે કેરાલા થી છે. જેમણે તાજેતરમાં કેરળ રાજ્યમાં સાક્ષરતા મિશન (KSLM) સાક્ષરતા અભિયાન ની પરીક્ષામા સફળતા મેળવી. આ અભિયાન અત્યારે દેશ ના અંદર ના વિસ્તારોમાં ખૂબ સરસ રીતે ચાલે છે.
કેમ્બી ની વાત કરીએ તો આટલાથી તે રોકાતી નથી, હવે આવતા વર્ષે IV ની સમકક્ષ પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે, અને તે કમ્પ્યુટર પણ શીખવા માંગે છે..
10th October 2019
Morning Musings...આપણે બહુ અહંકારી છીએ. બધા કશુંક ને કશુંક બચાવવા નીકળી પડ્યા છે. વૃક્ષો બચાવો, પક્ષીઓ બચાવો, વ્હેલ બચાવો, ગોકળગાય બચાવો. અને સૌથી મોટો અહંકાર? પૃથ્વી બચાવો! આ કોઈ મજાક છે? પૃથ્વી બચાવો? ખુદની દરકાર રાખવાની તો ખબર નથી, બીજી વ્યક્તિની સંભાળ કેમ રાખવી એ તો આવડતું નથી અને પૃથ્વીને બચાવવા નીકળ્યા છો? અને બાય ધ વે, પૃથ્વીને કોઈ સમસ્યા નથી. પૃથ્વી મઝામાં છે. પ્રોબ્લેમ મનુષ્યોનો છે. માણસોની સરખામણીમાં તો પૃથ્વી મસ્ત કામ કરી રહી છે. ચાર અબજ વર્ષોથી એ અહીં છે. ભાઈ, એ ક્યાંય જવાની નથી. વારો તો આપણો નીકળવાનો છે! તમારી ગંદકી ઉઠાવો અને ચાલતી પકડો. અને આપણા ગયા પછી આપણું નામોનિશાન નહીં રહે. એના માટે ઈશ્વરનો આભાર. કદાચ પ્લાસ્ટિકનાં થોડાં ફીણ સિવાય પાછળ કશું ય નહીં રહે. પૃથ્વી અહીં જ હશે અને આપણે લુપ્ત થઈ જઈશું. એક વધુ નિષ્ફળ મ્યુટેશન; એક વધુ બાયોલોજીકલ ધબડકો. આપણું નિશાન રહે યાદ રહે એવું જ કરવું હોય તો સ્વસ્થ, સ્વચ્છ અને વિચારો માં સ્પષ્ટ રહો લોકો યાદ કરશે જ.
-જ્યોર્જ કાર્લિન, અમેરિકન સ્ટેન્ડ-અપ કોમેડિયન
11th October 2019
Morning Mushing:Photo of The Month
સ્વિસ ખગોળશાસ્ત્રી માઈકલ મેયર એરપોર્ટના કાફેમાં હતા, ત્યારે લેપટોપ પર અભિનંદનના સંદેશા આવવા લાગ્યા કે તેમને આ વર્ષનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર (ભાગીદારીમાં) એનાયત કરવામાં આવ્યો છે. મેયર અને તેમના સહકાર્યકાર ડીડીયર કયુલોઝે બે દાયકા પહેલાં આપણને એક નવો પરસ્પેકટિવ આપ્યો હતો કે આપણી સૂર્યમાળાની બહાર પણ એક ગ્રહ છે. તે પછી ખગોળ વિજ્ઞાનમાં ક્રાંતિ આવી ગઈ અને વિજ્ઞાનીકોએ સૂર્યમાળાની પેલે પાર 4,000 જેટલા ગ્રહો શોધી કાઢ્યા હતા.
12th October 2019
Morning Mushing:મોટાભાગનાં વિકસિત દેશોમાં ભણેલા ગણેલા અને મીડિયાના લોકો આધુનિક વિજ્ઞાન, ટેલિફોન ટેકનોલોજી, રોબોટિકસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિની ચર્ચા કરે છે, ત્યારે ભારતમાં હજુય ટીવી ચેનલો મા લોકોનો સમય 18 સદીમાં કોણે કોની સાથે શું કર્યું હતું, તેની ચર્ચા કરવામાં જાય છે. ઈતિહાસમાંથી એ શિખવાનું હોય કે ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય, કંઇક પ્રેરણાદાયી વાત જીવનમાં ઉતારાય, હાડપીંજરો બહાર ન કઢાય.
આપણી સામે આજ અને આવતીકાલનાં ઘણા પ્રશ્નો ઉભા છે તેનાં સ્થાને મિડીવલ - મધ્યયુગનાં પ્રશ્નો, જેમાં મોટા ભાગે ઇસ્લામીક ઘર્ષણ (સાચા અને ઘણાં કાલ્પનિક)ની U-Turn ચર્ચા આપણને લોકોને પછાત સાબિત કરે છે. અને આવું કામ બીજું કોઈ નહીં પણ ભણેલ-ગણેલ પત્રકાર વર્ગ કરે છે.
સામે છેડે વર્તમાન અને સુખદ ભવિષ્ય નિર્માણ માટે AI, ટેકનોલોજી અને સાયન્સની ચર્ચાની જગ્યાએ એજેન્ડા આધારિત પછાત ચર્ચા કરવામાં આવે છે.
રાતનાં આ ન્યૂઝ ચેનલ્સ જેવી રીતે આપણી સમક્ષ સામગ્રી પીરસે છે અને જે કન્ટેન્ટની ચર્ચા થાય છે એ આ પોસ્ટનું મુદ્દો છે.
13th October 2019
Morning Musings...સંતાનોને પ્રેમ કરવાથી પણ આગળ પેરેન્ટિંગનો મુખ્ય હેતુ સંતાનોમાં એ આશાવાદ પેદા કરવાનો છે કે અન્યાયી, અનુચિત અને અનિશ્ચિત દુનિયામાં પણ સુખેથી રહી શકાય છે. જીવનની અનિશ્ચિતતાઓ અને રંજાડ વચ્ચે સુખી રહી શકાય છે, તેવો વિશ્વાસ બીજી પેઢીને આપવો એ પેરેન્ટ્સ તરીકેની સૌથી મોટી ગિફ્ટ કહેવાય. અને આ ખુદના ઉદાહરણથી જ થાય. આપણે જો આપણા જીવનમાં જવાબદારી, દ્રઢતા અને આશાવાદની ગુણવત્તા જાળવી શકીએ, તો સંતાનને સતત ટોકવાની, દોષ બતાવવાની અને ભાષણ આપવાની જરૂર નહીં રહે. સંતાન તમારા ખુદના જીવનનું નિરીક્ષણ કરીને જેટલું શીખે છે, તેટલું તમારા પ્રેમમાંથી શીખતું નથી.
14th October 2019
Morning Mushing:ખરેખર વાંચવાલાયક .....
👌👌👌...
એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને
'પ્રેમ કોને કહેવાય ?' એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું
ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા
તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :
[૧]
મારા દાદીને સાંધાનો વા થયેલો છે.
એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે,
એને પ્રેમ કહેવાય !
- (રિબેકા, ૮ વર્ષ)
[૨]
'જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે,
એ જ પ્રેમ !'
- (બિલિ, ૪ વર્ષ)
[૩]
'પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !'
- (ક્રિસ્ટી, ૬ વર્ષ)
[૪]
'તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !'
- (ટેરી, ૪ વર્ષ)
[૫]
'મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !'
બસ, એને જ પ્રેમ કહેવાય !
- (ડેની, ૭ વર્ષ.)
15th October 2019
Morning Mushing:લોકો જો ખરેખર ગાંધીમાં આટલા માનતા હોત, તો આ દેશમાં એક પણ વ્યક્તિ રમખાણમાં મરતી ના હોત, એક પણ નેતા મંચ પરથી યુદ્ધના નારા આપતો ન હોત, એક પણ ખેડૂત આત્મહત્યા કરતો ના હોત, એક પણ દર્દીને હોસ્પિટલમાં ચીરવામાં આવતો ન હોત, સ્કૂલ-કોલેજમાં એક પણ શિક્ષકને માર પડતો ન હોત, એક પણ લેખક કે વિચારકને ગોળી મારવામાં આવી ન હોત, એક પણ સ્ત્રી પર બળાત્કાર થયો ન હોત, એક પણ માણસનું મોબ લિંચિંગ થયું ના હોત, એક પણ બાળકની જાહેરમાં શૌચ કરવા બદલ હત્યા થઈ ના હોત, સોશ્યલ મીડિયા પર એક પણ વ્યક્તિ ખોટી અફવાઓ ફેલાવી જૂઠ ને પ્રાધાન્ય આપતા ના હોત. આપણે આ બધું જ કરીએ છીએ અને એ અપરાધબોધના કારણે જ ઉછળી ઉછળીને ગાંધીને યાદ કરીએ છીએ.
16th October 2019
Morning Mushing:કોઈ દેશના વડા જ્યારે સાયકલિંગ કરે, કચરો ઉઠાવે કે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લે... ત્યારે એ પ્રતીકાત્મક જ હોય, મેસેજ આપવા માટે જ હોય. વ્લાદિમીર પુતિન દરરોજ સાયકલ લઈ ને નીકળી ન શકે. પ્રેક્ટિકલી શક્ય નથી. મોદી દરરોજ બીચ પર સફાઈ ન કરી શકે, એમણે સંદેશ આપ્યો કે, જ્યાં-ત્યાં કચરો ન ફેંકો. તમને એ મેસેજ ઝીલાયો તો તમે સમજુ છો, એમાં દેખાડો દેખાયો તો અતિ બૌદ્ધિક. સત્ય એટલું જ છે કે ખેલદિલી જોઈએ કોઈકના વખાણ કરવા કે સારૂ બોલવા માટે અને ખરું જીગર જોઈએ પોતાની મર્યાદા સ્વીકારવા.. અહીં તો સારા કાર્ય માટે ય કટુવચનોનો કચરો ઠાલવીએ એટલે બુદ્ધશાળી!!!!!
17th October 2019
Morning Musings...સ્માર્ટ ફોન અને સોસિયલ મીડિયા ના ઉપયોગ નો જે ઉછાળો છે એ જોતાં ગયા પુરા મહિનામાં તમે સમાચારોનો અભ્યાસ કરવામાં 50 કલાક વિતાવ્યા, વિડિઓઝની વિભિન્ન 100 લિંક્સ ખોલી, 25 સ્ટેટ્સ મૂક્યાં અને 250 જેટલી ધારદાર કૉમેન્ટ્સ કરી, અને છતાં તે સમયે તમે જે ગતિવિધિ કરતા હતા અથવા જેના માટે ઉપર નુ બધું જ કામ કર્યું, તેમાં કોઈ જ ગુણાત્મક પરિવર્તન આવ્યું ન હતું કે આ મહિને તમારા વિશ્વ સંબંધી જ્ઞાનમાં પણ જો કોઈ નોંધપાત્ર વધારો થયો નથી અને આવતા મહિને પણ તમારામાં કોઈ બુનિયાદી ફરક નજર નથી આવવાનો, તેવું સ્વીકારવા માટે ખરેખર સાહસની જરૂર પડે.
18th October 2019
Morning Musings...તમે તમારી પર મુકાયેલા નિરાધાર આરોપોને જેટલી તીવ્રતાથી ફગાવી દો છો, તેટલી જ તીવ્રતાથી તમારી બેબુનિયાદ વાહ-વાહીને ફગાવી દો, તો ખરા. નકલી વખાણથી આપણે જેટલા ખુશ થઈ જઈએ છીએ, નકલી આરોપોમાં એટલા જ ઉશ્કેરાઈ જઈએ છીએ. એટલા માટે જ માણસની અસલી કસોટી પ્રશંસામાં થાય છે, ટીકામાં નહીં.
19th October 2019
Morning Musings...સામુહિક નૃત્યમાં હિસ્સો લો, સામુહિક રમખાણમાં જોડાવ કે સામુહિક યુદ્ધમાં ભાગીદાર બનો, ત્રણેમાં તમારું અલગ વ્યક્તિત્વ ઓગળી જાય છે અને તમે ટોળાનો ભાગ બની જાવ છો. તમે જો ટોળે વળીને નૃત્ય કરી શકતા હો, તો તમે ટોળે વળીને ગુન્હો પણ કરી શકો. આપણે નંબરમાં માનીએ છીએ, પ્રચંડ સંગઠનોમાં વિશ્વાસ રાખીએ છીએ, આબાદીની તાકાતને મહત્વ આપીએ છીએ. બદનસીબે, લાખો શુન્યનો પરસ્પર સરવાળો થાય, તો જવાબમાં એકની સંખ્યા ના આવે, એ શૂન્ય જ રહે. સરવાળે તો બધું વ્યક્તિગત ગુણવત્તા પર જ નિર્ભર છે. એટલા માટે જ, ચાહે નૃત્ય હોય કે યુદ્ધ, ટોળાનો હિસ્સો નહીં બનવું એ સિદ્ધિ છે અને એ જ અસલી ઇન્ડિવિડ્યુઆલિટી એટલે કે સ્વત્વ છે.
20th October 2019
Morning Mushing:વાસનો ઇતિહાસ: હમણાં થોડા સમય પેહલા કેમિસ્ટ્રિ મેગેઝીન નો એક ભાગ વાંચ્યો હતો. જૂનું પુસ્તક વાંચતી વખતે જે ટિપિકલ ગંધ આવતી હોય છે, તેમાં આ 15 મિશ્રણ હોય છે. જુના માણસ અને જુની વસ્તુની વાસનો ઇતિહાસ હોય છે. લાંબા ગાળાના સંબંધ કે કનેક્શનનો એ પાયો છે. (કેમિસ્ટ્રિ મેગેઝીન) એવું જ રોજ આવતા નવા સમાચાર પત્રો ની ગંધ/ખૂશ્બુ નુ છે...
21st October 2019
Morning Musings...અશાંતિ અને ઉદ્વેગ ઓછો કરવાના 7 ઉપાય:
1. એકટાણું કરીને શરીરની બળતરા ઓછી કરો
2. મનને ભૂખ્યું રાખીને લાગણીઓનો એસિડ ઓછો કરો.
3. "હું" સિવાયનું મોટું લક્ષ્ય શોધીને તેના પર ફોક્સ કરો
4. કસરત કરીને શરીરનો આત્મવિશ્વાસ વધારો
5. વાંચી-લખીને મગજના સ્નાયુઓ મજબૂત કરો.
6. બાળકો અને નિખાલસ લોકો સાથે સમય વિતાવો અને પીઠ પાછળ નક્શીકામ કરતા લોકો થી દુર રહો.
7. સચેત રહો, વિચાર કે વ્યવહાર ઓટોમેટિક ના કરો.
આ બધું રોજ કરો.
22nd October 2019
Morning Mushing:અસલી ડાહ્યા માણસને કેમેસ્ટ્રીનું એ જ્ઞાન હોય કે 2 વત્તા 2નો સરવાળો 4 નહીં, પણ 8 કે બીજું કઇંક થાય. કેમેસ્ટ્રી પરમાણુ જગતનું ખગોળશાસ્ત્ર છે. પીડાથી પ્લેઝર થી સુપરકોન્સિયસનેસ અને રાજકારણથી રમત-ગમત સુધી, જીવનમાં બધું જ કેમેસ્ટ્રી આધારિત છે. તમે ગહેરાઈમાં જઈને જુવો, તો તમને ખબર પડશે કે તમે વાસ્તવમાં આઝાદ નથી, પણ કેમિકલ્સની બનેલી ઝંઝીરોમાં કેદ છો. તમે જો શોધી શકો, તો એ કેદમાં જ તમારી મુક્તિ છે.
23rd October 2019
Morning Musings...જે બાળક "તું બહુ મહેનતી છે"ના બદલે, "તું બહુ સ્માર્ટ છે," એવું સાંભળીને મોટું થયું હોય, તે પરિશ્રમ કરવાને બદલે સ્માર્ટ હોવાની ઇમેજને જાળવી રાખવા વધારે મહેનત કરશે. જેને મહેનત માટે વાહવાહી મળે, તેનામાં ગ્રોથ માઈન્ડસેટ હોય- મારે લાંબાગાળા માટે, વધુ પ્રયાસ કરતા રહેવું પડશે. જેને સ્માર્ટ હોવાની પ્રશસ્તિ મળે, તેનામાં ફિક્સ્ડ માઈન્ડસેટ હોય- મારામાં તો જન્મજાત બુદ્ધિ છે, સફળ થવા કોઈ ઉધામા કરવાની જરૂર નથી. નાનપણમાં લાડકોડથી બગડી ગયેલાં બાળકો, વયસ્ક થઈને કારકિર્દીમાં અને અંગત સંબંધોમાં નિષ્ફળ જાય છે, તેની પાછળ આ ફિક્સ્ડ માઈન્ડસેટ કારણભૂત છે.
24th October 2019
Morning Musings...જે દિવસે બાળકને એ સમજમાં આવે કે તમામ વયસ્ક લોકો અપૂર્ણ છે, ત્યારે તે તરુણ વયનો થયો કહેવાય; જે દિવસે એ વયસ્કોને ક્ષમા કરતાં તરુણને આવડી જાય, ત્યારે તે વયસ્ક બન્યો તેમ કહેવાય; જે દિવસે એ ખુદને ક્ષમા કરતાં શીખી જાય, તે દિવસે તે બુદ્ધિમાન થયો કહેવાય. -અલ્ડેન નોવલન, કેનેડિયન કવિ અને નાટ્યકાર
25th October 2019
Morning Musings...તમે આ ક્ષણે, તમારી વાતમાં, વિચારમાં અને વ્યવહારમાં જેટલા દિલચસ્પ લાગો છો, એટલા જ દિલચસ્પ 24+7, 30 દિવસ, 12 મહિના અને 80 વર્ષ સુધી લાગી શકો?
26th October 2019
Morning Musings...તમારી ચાલમાંથી તમારો આત્મવિશ્વાસ ચમકે.
તમારા સંબંધોમાંથી તમારું આત્મસન્માન ચમકે.
તમારી ત્વચા પરથી પોષણ અને જીવનશૈલી ચમકે.
તમારા વિચારોની ગહેરાઈમાંથી જીવનની ગુણવત્તા ચમકે.
27th October 2019
Morning Musings...આપણે સ્થિર રહેવા સર્જાયા નથી. આપણે 15 કે 25 વર્ષે જે હતા, તે 35 કે 45માં વર્ષે નથી હોતા. વ્યક્તિ પહેલાંના જેવી ના જ રહેવી જોઈએ. તેના વિચારો, સ્વપ્નાઓ, પસંદગી-નાપસંદગી, સંબંધો અને મિત્રો બધું જ બદલાઈ જવું જોઈએ. બદલાવ જીવતા હોવાની સાબિતી છે, પણ આપણે જ્યારે વધુ બહેતર અને વધુ સફળ થવા માટે બદલાઈએ છીએ, ત્યારે આપણી સાથે જે હતા, તેમને એ માફક આવતું નથી. 'તું હવે પહેલાં જેવો/જેવી નથી' એ તેમની બહુ કોમન ફરિયાદ હોય છે. તેમની સૌથી મોટી નારાજગી એ હોય છે કે, 'તું મારા વગર બહેતર અને સફળ કેવી રીતે થઈ શકે?' તેમની સમસ્યા એ નથી કે આપણે બદલાઈ ગયા છીએ. તેમની સમસ્યા એ છે કે એ બદલાવમાં તેઓ ભાગીદાર કેમ નથી? એટલા માટે જ સૌથી નક્કર અને શાશ્વત સંબંધ એ છે, જેમાં બંને વ્યક્તિ નદીની જેમ નિરંતર પરિવર્તનશીલ હોય.
28th October 2019
Morning Musings...
માણસની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે આપણે એક વેલ્યુ સિસ્ટમ બનાવી છે અને પછી લોકોને ધક્કા મારીને એમાં ફીટ કરીએ છીએ. આપણને ક્યારેય વિચાર નથી આવતો કે જે વેલ્યુ સિસ્ટમનું આપણે આંધળા બનીને અનુસરણ કરીએ છીએ, તે જ વેલ્યુ સિસ્ટમ આપણી દુર્દશા માટે કારણભૂત છે. પ્રકૃતિમાં પ્રત્યેક જીવ સ્વતંત્ર અને વિશિષ્ટ છે. માત્ર માનવ સમાજ જ એવો છે જે દરેકને એક ચોકઠાંમાં ફીટ કરે છે, અને જે એ ચોકઠાંમા ફીટ ના થાય, એને કાં'તો જેલમાં પુરી દે છે અથવા મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરી દે છે.
27th Oct નુ ગૂગલ ડૂડલ પ્રશંસિત અમેરિકન લેખિકા સિલ્વીયા પ્લાથને સમર્પિત હતું. 30 વર્ષ જ જીવેલી સિલ્વીયાએ (તેણે 11 ફેબ્રુઆરી 1963ના રોજ, બારી-બારણાં બંધ કરીને, ઓવનમાં માથું મૂકીને ગેસ ચાલુ કરી દીધો હતો) તેની પીડાદાયક નિષ્કપટ કવિતાઓ અને વાર્તાઓ મારફતે તેને સતાવતા મેનિક ડિપ્રેસન (ઉન્માદી અવસાદ)નો પરિચય દુનિયાને કરાવ્યો હતો, અને કરોડો વાચકોના દિલને સ્પર્શી શકી હતી. 27th Oct ના દિવસે, બોસ્ટનમાં જન્મેલી સિલ્વીયાએ લખ્યું હતું, "મારુ જીવન જાણે બે જાદુઈ ઇલેક્ટ્રિક કરંટથી ચાલે છે: સુખદ પોઝેટિવ અને દુઃખદ નેગેટીવ. જે સમયે જે કરંટ ચાલતો હોય, તેની ત્યારે મારા જીવન પર હાક વાગે છે, એ પુર લાવી દે છે." સિલ્વીયાનાં લખાણોમાં શિયાળા અને બર્ફીલા મોસમનાં બોઝીલ રૂપક અને ઇમેજ આવતાં હતાં, જે ગુગલના ડૂડલમાં હતા. નવલકથાકાર જોયસ કેરોલ ઓટ્સે સિલ્વીયા માટે કહ્યું હતું કે, "તેની કવિતાઓ જાણે ઉત્તર ધ્રુવના બર્ફમાંથી ધારદાર સર્જીકલ ઓજાર વડે તરાશવામાં આવી છે."
Morning Musings...
માણસ ગમે તેટલો સમૃદ્ધ, સફળ અને પ્રસિદ્ધ હોય,
જ્યારે મૃત્યુ નજીક આવ્યું હોવાનો અહેસાસ થાય, ત્યારે તેના માટે બે જ પ્રશ્નો મહત્વના બની જાય છે:
1. મને પૂરતા પ્રમાણમાં લોકોએ પ્રેમ કર્યો છે?
2. મેં પૂરતા પ્રમાણમાં બધાને પ્રેમ આપ્યો છે?
તમે જ્યારે કામના માણસ હો, ત્યારે પ્રેમ કરવાવાળા ઘણા નીકળી આવે. તમારી સફળતાની અસલી કસોટી તમે જ્યારે બિનઉપયોગી થઈ જાવ, ત્યારે હોય છે. પૈસાથી સુખ ખરીદી શકાતું હશે, પ્રેમ.નહીં.
કોલકત્તાના ધ ટેલિગ્રાફ સમાચારપત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો એક પત્ર છપાયો છે. સમાચારપત્રમાં એક સમાચાર પ્રગટ થયા હતા કે કોલકત્તાની પ્રેસિડેન્સી કોલેજ, જ્યાંથી સેન અને આ વર્ષના નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી ભણ્યા હતા, બંનેનું સન્માન કરવા વિશેષ કાર્યક્રમ કરી રહી છે. સેને આ કાર્યક્રમનો 'વિરોધ' કરવા પત્ર લખ્યો છે. તેઓ કહે છે કે નોબેલ પુરસ્કારની સામાજિક શ્રેષ્ઠતા છે, પરંતુ આવી રીતે એને મહત્વ આપવાથી પ્રેસિડેન્સી કોલેજનો તેજસ્વી બૌદ્ધિક ઇતિહાસ છે, તે ઢંકાઈ જશે, અને મને તેની ચિંતા છે ( I am alarmed). કોલેજની સિદ્ધિઓ એટલી છે કે નોબેલ પુરસ્કાર તેની સામે ઝાંખો પડી જાય. નીચે આ પત્ર છે. મુદ્ધો એ છે કે સન્માનમાં ચૂક થઈ રહી છે અને તેની ચિંતા હોય, તેવા કેટલા બૌદ્ધિકો આપણી પાસે છે? અને તે પણ જ્યારે ખુદનું જ સન્માન થતું હોય ત્યારે!
ફેસબુકની માલિકી વાળા વોટ્સએપે એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં કહ્યું છે કે 'પેગાસુસ' નામના એક ઇઝરાયેલી જાસૂસી પ્રોગ્રામ (સ્પાઇવેયર) મારફતે મે 2019માં બે સપ્તાહ માટે ભારતના બે ડઝન જેટલા શિક્ષણવીદ્યો, વકીલો, દલિત કાર્યકરો અને પત્રકારોના ફોનની જાસૂસી કરવામાં આવી હતી. વોટ્સએપે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં દાખલ કરેલા એક દાવામાં ખુલાસો કર્યો છે કે NSO નામના ઇઝરાયેલી એનજીઓએ પેગાસુસ મારફતે કુલ 1,400 લોકોને નિશાન બનાવ્યા હતા. પેગાસુસ ઓપરેટર નિશાના પરના લોકોને એક લિંક મોકલતા હતા, અને એ તેના પર ક્લિક કરે, તે પછી ઓપરેટર ફોનમાં થતી બધી જ ગતિવિધિ પર નિગરાની રાખી શકે. વોટ્સએપને આની જાણ થઈ, તે પછી તેણે સંબંધિત લોકોનો સંપર્ક કરીને તેમને સાવધ પણ કરી દીધા હતા. સવાલ એ છે કે ઈઝરાયેલી સ્પાઇવેયર તમારા ફોનની જાસૂસી કરી શકે, તો એ બીજું શું શું ના કરી શકે?
હાલના જ બીજા સમાચાર એ છે કે એક ઉત્તર કોરિયન માલવેયરે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કોમ્પ્યુટર હેક કર્યું છે. (વધુ માહિતી આના વિશે બીજા મેસેજ મા)
જે લોકો ખોટા/ફેઈક મેસેજ, લિંક, ફ્રી ગીફ્ટ, ટચ કરો અને મેસેજ વાંચો અથવા જોવો, ડાઉનલોડ કરો, ૫/૧૦ લોકોને મોકલો, વગેરે ટાઈપ ના મેસેજ મોકલે છે એમણે ખાસ ચેતવા જેવું છે.
https://indianexpress.com/article/india/whatsapp-confirms-israeli-spyware-used-snoop-on-indian-journalists-activists-pegasus-facebook-6095296/
લોકતાંત્રિક વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે થઈને વૈશ્વિક સોશ્યલ નેટવર્કિંગ સર્વિસ, ટ્વિટરે, 22 નવેમ્બરથી રાજકીય જાહેરખબરો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં આવી રીતે પૈસા લઈને ફેસબુકે અમુક રાજકીય અભિપ્રાયોને પ્રમોટ કર્યા હતા અને માર્ક ઝકરબર્ગ પર પણ રાજકીય પ્રચારનો અંત લાવવાનું દબાણ છે. ટ્વિટરના બોસ જેક ડોરસીએ આજે ટ્વિટ કરીને આ જાહેરાત કરી હતી કે, 'લોકો સુધી પહોંચવાની બાબતને પૈસા આપીને ખરીદી ના શકાય. ઈન્ટરનેટ એડવર્ડટાઇઝિંગ બહુ શક્તિશાળી છે અને વ્યવસાયિક રીતે ઘણું અસરકારક છે, પણ એ જ શક્તિ રાજકારણને નોંધપાત્ર રીતે જોખમી બનાવે છે.
ફેસબુકે એવી જાહેરાત કરી છે કે રાજકારણીઓ દ્વારા ફેસબુક પર જે પ્રચાર કરવામાં આવે છે (પેઈડ પોસ્ટ), તેની સત્યતા ફેસબુક ચેક નહીં કરે. મતલબ કે જૂઠ ચલાવવામાં આવતું હોય, તો ફેસબૂક તેને નહીં અટકાવે. આ મુદ્દા પર અમેરિકન કોંગ્રેસે માર્ક ઝકરબર્ગની ગયા અઠવાડિયે લાંબી ઉલટ તપાસ કરી હતી અને એક કોંગ્રેસમેને તો એવું કહ્યું હતું કે ફેસબૂકને વિખેરી નાખવું પડે તેમ છે.
બ્રિટનમાં ચુંટણી આવી રહી છે, તે પહેલાં જ ટ્વિટરે રાજકીય પેઈડ પોસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે, તે નોંધપાત્ર છે. રાજકીય પક્ષો તેમના હરીફોને બદનામ કરવા અને અમુક પ્રકારના ઓપિનિયનને પ્રચલિત બનાવવા અઢળક પૈસા વેરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાં ટ્રોલિંગ પણ પૈસા આપીને થાય છે અને ઘણા પત્રકારો પૈસા લઈને ટ્રોલિંગ કરવાથી લઈને અમુક પ્રકારના ઓપિનિયન લોકોને માથે મારવાનું કામ કરે છે.
આજે સોશિયલ મિડિયા સરકાર બનાવવા થી લઈને બદલવા સુધી માં સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જે લોકો આ વાત નથી સમજતા એમને ખાસ વાંચવા જેવું છે
નવા વર્ષની ગિફ્ટ, માડી શર્મા...
યુરોપિયન રાષ્ટ્રોના 28 સાંસદ સભ્યોને જે ભારતમાં બોલાવી શકે, દિલ્હીમાં વડાપ્રધાન સાથે તેમની મુલાકાત કરાવી શકે, જ્યાં ભારતના ચૂંટાયેલા સંસદ સભ્યોને જવાની મનાઈ છે અને અમુક ચૂંટાયેલા જેલમાં બંધ છે, તે કાશ્મીરમાં તેમને ફરવા લઈ જઈ શકે અને ત્યાં આર્મી હેડક્વાર્ટર પર ડિનર ગોઠવી શકે, તે માડી શર્મા છે કોણ? આ બધો જ ખર્ચ જાતે ઉઠાવ્યો છે. આટલો બધો પાવર, અત્યાર સુધી ગુમનામ હતી, તેવી આ સ્ત્રી પાસે કઈ હેસિયતથી આવ્યો?
તેના ટ્વિટર એકાઉન્ટ પર તેનો પરિચય આ રીતે છે: 'Social Capitalist : International Business Broker , Education Entrepreneur; Speaker. You must be the Change you want to see.' ઇન્ડિયા ટુડેનો રિપોર્ટ કહે છે કે મધુ શર્મા નામની આ મહિલાનું Westt નામનું એનજીઓ બ્રિટનના નોટિંગઘમમાં રજીસ્ટર છે. સ્ટાફમાં એક જ માણસ છે, ત્યાં કોઈ ઓફીસ નથી અને વાર્ષિક બજેટ 24 કરોડનું છે.
ઈર્ષ્યા હોવી જ જોઈએ. બીજા કોઈને કે ખુદને બાળવા માટે નહીં, પણ કઈંક એવું નક્કર કામ કરવા માટે કે જીવનના કોઇ એક તબક્કે સરખામણીની અનિવાર્યતામાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જવાય. ઈર્ષ્યામાં ડર, અસલામતી અને રોષના સ્થાને આશા અને મહત્વકાંક્ષા હોય, તો ઈર્ષ્યા પ્રગતિ અને સફળતાનું ઇંધણ બની જાય. ઈર્ષ્યા કારની ઇગ્નિશન કી જેવી છે. કાં'તો એન્જીનમાં સ્પાર્ક થાય અથવા ખાલી અવાજ જ આવે.
ઈર્ષ્યા જો પ્રોડક્ટિવ ના હોય, તો તે આજીવન તમને (અને બીજાને) દાહ આપતી રહે.
નેવુંના દાયકામાં બાળ ઠાકરે અને તેમની શિવસેનાનો દબદબો હતો અને 1991માં સેના-ભાજપની યુતિમાં કેવી રીતે ઠાકરેની દાદાગીરી ચાલતી હતી, તે બતાવવા આર. કે. લક્ષ્મણે વેધક કાર્ટૂન બનાવ્યું હતું, જેમાં ઠાકરે મહેમાન અને યજમાન બંનેની ખુરશી પચાવી રાખીને યજમાન(પ્રમોદ મહાજન) ને બેસવાનું કહેતા હતા. આજે મહારાષ્ટ્રમાં ઊંઘી સ્થિતિ છે અને ભાજપ યજમાનને વગર ખુરશીએ બેસવાનો આગ્રહ કરી રહ્યું છે!
જે પ્રેમમાં લાગણીશીલતા ઓછી અને સંવેદનશીલતા વધુ હોય, તે નક્કર અને સ્વસ્થ હોય. સંવેદના અને લાગણીમાં ફર્ક એ છે કે સંવેદનામાં સંપૂર્ણ ફોક્સ બીજી વ્યક્તિ પર હોય- તેને કેવું લાગશે? લાગણીમાં સંપૂર્ણ ફોક્સ ખુદના પર હોય- મને કેવું લાગશે?
સંગાથ માટે કે સંવાદ કરવા માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ એ છે, જેને બોલવા કરતાં સાંભળવામાં વધુ રસ હોય, જેનામાં જ્ઞાનનો ભાર ઓછો અને કુતુહલ વધારે હોય, જેનામાં ઓપિનિયન ઓછા અને આઈડિયા વધારે હોય, જેનામાં 'તું મને સમજતો/સમજતી નથી' તેવી ફરિયાદ ઓછી અને 'હું તને સમજવા માંગુ છું'ની ભાવના વધુ હોય અને જેનામાં (પોતાના અને બીજાના) બે વિરોધી વિચારો સમાવવાની તાકાત હોય.
"મારી અંદર કઈંક ખરાબી છે. મને એ મહેસુસ થાય છે. મને એ સમજ પડે છે, પણ એ શું છે, તે મને નથી ખબર. મારો એક ખુબસુરત પરિવાર છે. થોડા મિત્રો છે, જેમની સાથે હું ઘણો સમય પસાર કરું છું, છતાં અંદર શૂન્યતાનો એક અહેસાસ છે. મારામાં એક બેચેની, એક અજનબીપણું છે, જેને હું એક્ટિંગથી ભરતો રહું છું. ટોચ ઉપર બહુ એકલતા હોય છે. મારામાં બૉલીવુડ-ટાઈપની જે ચીજો અથવા ફ્લેમબોયન્સી છે, તે વાસ્તવમાં મારી લાગણીઓ ઢાંકવા માટે છે. મારામાં સાધારણતાનું સાહસ નથી. મારે મારા પિતાની જેમ (ગરીબીમાં) મરી જવું નથી. મારે ગુમનામ રહેવું નથી. મારે માત્ર સફળ જ થવું છે." -શાહરૂખ ખાન, ગોવા ફેસ્ટિવલમાં
ભવિષ્યમાં ભારત એક પ્રગતિશીલ, ઉદાર અને આધુનિક મહાન રાષ્ટ્ર હશે કે નહીં, તેની બુનિયાદ આજે મુકાશે. ઇતિહાસ આપણને કેવી રીતે યાદ રાખશે, તે નક્કી કરવાનો ભારતની સુપ્રીમ કોર્ટ, ભારતની જનતા અને ભારતના રાજનૈતિક વર્ગ પાસે આજે એક અવસર છે. આપણે રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છે, અથવા ઇકબાલે કહ્યું હતું તેમ, રામ ઇમામ-એ-હિન્દ (હિન્દુસ્તાનના ધર્મ નેતા) છે. અયોધ્યાનો ચુકાદો જો હાર-જીતના દાયરામાં રહી ગયો, તો આ રાષ્ટ્ર એક ક્રિકેટ ટીમથી ઉપર ઊઠી નહીં શકે. આપણે જો લડાઈની સીમાની પાર ગયા, તો તે રામ-બુદ્ધ-ગાંધીની કક્ષાએ જશે. Choice is yours.
કોઈને કશું કહેવું કે પૂછવું હોય-'એક કિલો બટાકા શું ભાવે આવ્યા?' અથવા 'કાલે મહા વાવાઝોડું ત્રાટકશે'- તે સિવાય શા માટે વિચારતા રહેવું જોઈએ? મારે મારી જાત સાથે નિરંતર શા માટે વાત કરતા રહેવું જોઈએ? 'હું સુખી છું,' 'હું દુઃખી છું,' 'હું હતાશ છું' 'પેલો માણસ છે,' 'એ સારો નથી' 'આ ટેબલ સરસ છે,' 'આ ઘડિયાળ છે,' 'મારો દિવસ ભંગાર ગયો,' આવું આપણે સતત, જરૂર ના હોય તો પણ, ખુદને કેમ કહેતા રહીએ છીએ? દરેક વ્યક્તિ એના માથામાં બોલતી રહે છે, જે એને જ સંભળાય છે. એ જોરથી, બીજા સાંભળે તેમ, બોલવાનું ચાલુ કરે, તો આપણે તેને પાગલખાનામાં મૂકી આવીએ છીએ.
એક જ ફ્રેમમાં કેટલી ટેલેન્ટ ઠસોઠસ ભરી છે! ૧૯૭૩માં યુનિવર્સિટી ઓફ દિલ્હીના સુવર્ણજયંતી મહોત્સવમાં (ડાબેથી) ફિલ્મ મેકર સત્યજીત રે, પંજાબી લેખક અમૃતા પ્રીતમ, કર્ણાટકી ક્લાસિકલ ગાયક એમ.એસ. સુબ્બુલક્ષ્મી અને પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી
"મારી અંદર કઈંક ખરાબી છે. મને એ મહેસુસ થાય છે. મને એ સમજ પડે છે, પણ એ શું છે, તે મને નથી ખબર. મારો એક ખુબસુરત પરિવાર છે. થોડા મિત્રો છે, જેમની સાથે હું ઘણો સમય પસાર કરું છું, છતાં અંદર શૂન્યતાનો એક અહેસાસ છે. મારામાં એક બેચેની, એક અજનબીપણું છે, જેને હું એક્ટિંગથી ભરતો રહું છું. ટોચ ઉપર બહુ એકલતા હોય છે. મારામાં બૉલીવુડ-ટાઈપની જે ચીજો અથવા ફ્લેમબોયન્સી છે, તે વાસ્તવમાં મારી લાગણીઓ ઢાંકવા માટે છે. મારામાં સાધારણતાનું સાહસ નથી. મારે મારા પિતાની જેમ (ગરીબીમાં) મરી જવું નથી. મારે ગુમનામ રહેવું નથી. મારે માત્ર સફળ જ થવું છે." -શાહરૂખ ખાન, ગોવા ફેસ્ટિવલમાં
વિશ્વ પ્રસિદ્ધ બ્રિટિશ અર્થશાસ્ત્રી અંગૂસ મેડિસન, દુનિયાના આર્થિક ઇતિહાસના નિષ્ણાત હતા. તેમણે આ ડેટા એકઠો કર્યો હતો. 1500ની સાલમાં આપણા સૌની માથા દીઠ આવક લગભગ સરખી જ હતી. 1820માં એમાં મામુલી ફરક આવ્યો અને 2003માં જુવો! આના પરથી પ્રશ્ન એ થાય કે આર્થિક વિકાસમાં સાંસ્કૃતિક માનસિકતાનો કેટલો પ્રભાવ પડતો હશે?
સાર્કૅઝમ વેષ-પલટો કરેલી નફરત છે. "હું તો મજાક કરતો હતો" કહીને તમે તમારી નફરતનો બચાવ પણ કરી શકો. સાર્કૅઝમ ગ્રીક શબ્દ 'સાર્કૅઝીન' પરથી આવે છે, જેનો મતલબ થાય છે 'માંસ ચીરવું." એટલા માટે જ કટાક્ષ અથવા વ્યંગની આગળ 'કાતિલ' શબ્દ લાગે છે. જે લોકો સતત વક્રોક્તિનો ઉપયોગ કરતા હોય, તે છુપા દ્વેષ, અસુરક્ષા અને આક્રમકતાથી પીડાતા હોય છે. કટાક્ષ કર્યા પછી તેમને મઝા આવે છે. દાદાગીરી કરતા લોંઠ લોકો માટે મેંણાં મારવાં, કટાક્ષ કરવો કે આડું બોલવું એ એક પ્રકારનું કેથારસિસ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ યુગલમાં હોય છે. કટાક્ષ કરીને તે પરોક્ષ રીતે વર્ષો સુધી હિંસા કરતાં રહે છે, એક બીજાને ચીરતાં રહે છે. સોશ્યલ મીડિયા પર પ્રેમભાવ અને વિવેકબુદ્ધિ ઓછી છે, તેનું કારણ જ એ છે કે પરિણામની કોઈ ફિકર વગર, દૂર બેઠા-બેઠા, ફેસ-ટુ-ફેસ થયા વગર, તમે નફરત, રોષ, સુપિરિયારિટી, વ્યક્ત કરી શકો છો.
મોટાભાગે પુરુષો તેમના ડિપ્રેસનની વાત કે તેનો એકરાર ક્યારેય કરતા નથી. 'મર્દ' હોવાની તેમની ભાવનાની આડે તે આવે છે. સ્ત્રીઓ (દીપિકા પાદુકોણ, મનીષા કોઈરાલા, સમા સિકંદર, અનુષ્કા શર્મા, શાહીન ભટ્ટ, ઈલિના ડિક્રુઝ) તેમના ડિપ્રેસનની એટલી ખુલીને વાત કરે છે કે પુરુષોના મનમાં ધારણા બંધાઈ ગઈ છે કે આ તો બહેનોનો પ્રોબ્લેમ છે. ભારતીય ટીમમાં કપ્તાન વિરાટ કોહલીએ આ ભ્રમ તોડ્યો છે, અને એક આવકાર્ય પગલામાં, તેના આંતરિક સંઘર્ષનો એકરાર કર્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ડિપ્રેસનનો એકરાર કરીને અનિશ્ચિત મુદત માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. ન્યૂઝીલેન્ડના રિચાર્ડ હેડલીએ તો આત્મહત્યાનો પણ વિચાર કર્યો હતો. કોહલીએ સખત દબાવમાં કામ કરતા પુરુષોના આ આંતરિક અંધારાને ઉજાગર કર્યું છે:
"મને લાગે છે કે મેક્સવેલે અનુકરણીય કામ કર્યું છે. તેણે દુનિયાભરના ક્રિકેટરો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું મારી કારકિર્દીમાં (પાંચ વર્ષ પહેલાં) એમાંથી પસાર થયો છું. મને લાગ્યું હતું કે જાણે દુનિયા ખતમ થઈ ગઈ છે. મને ખબર ન નો'હતી પડતી કે શું કરવું, શું કહેવું, કોને કહેવું, વાત કેવી રીતે કરવી. સાચું કહું તો મને મઝા નથી આવતી અને મારે ગેઇમથી દુર જતા રહેવું છે, એવું કહેવાનું સાહસ ન હતું, કારણ કે લોકો એને કઇ રીતે લેશે, એ તમે કહી ના શકો. તમારી માનસિક અવસ્થા સારી ના હોય, તો તમે કોશિશ કરતા રહો, કરતા રહો, પણ મનુષ્ય તરીકે એક યા બીજી રીતે તમારી મર્યાદા આવી જાય અને તમને સમયની જરૂર પડે. છોડીને જતા રહેવાની વાત નથી, પણ તમે પરફોર્મ કરી શકતા ના હો, તો માનસિક સફાઈ પ્રાપ્ત કરવા મારે થોડો અવકાશ લેવો, એ મારી દ્રષ્ટિએ સારી બાબત છે. આ બાબતનું સન્માન કરવું જોઈએ, અને તેને નકારાત્મક રીતે ના લેવી જોઇએ."
તમે શું માનો છો, સરકારો તમારા વિચારો પ્રમાણે ચાલે છે, કે તમે સરકારોના વિચારોને ઓઢીને ફરો છો? સાઉદી અરેબિયાની સ્ટેટ સિક્યુરિટી એજન્સીએ એક વિડિઓ જારી કરીને નારીવાદ, સમલૈંગિકતા અને નાસ્તિકતાનો અંતિમવાદી વિચારધારામાં સમાવેશ કર્યો છે. સ્ટેટ સિક્યુરિટી પ્રેસિડેન્સીના અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પર આ કલીપ પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે, "વતનના ભોગે કોઈપણ બાબતનું વધુ પડતું ચલણ, એ અંતિમવાદ કહેવાય." સાઉદી અરેબિયાના કાનૂન હેઠળ અંતિમવાદી સંગઠનોની તરફેણ કરવી સજાને પાત્ર છે. આ તો કોઈ અંતિમવાદી સંગઠન સરકારમાં આવીને ઉદારવાદને અંતિમવાદી જાહેર કરે, તેના જેવું છે. ધીમે ધીમે બધા દેશોમાં બધી જ વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. એક દિવસ એવો પણ આવશે કે શિક્ષણ અને વિજ્ઞાનને જ અંતિમવાદની કેટેગરીમાં મૂકી દેવાશે.
1)
https://www.indiatoday.in/world/story/saudi-arabia-labels-feminism-atheism-homosexuality-as-extremist-ideas-1618054-2019-11-12
2)
https://www.bbc.com/news/world-middle-east-50401311
દુનિયામાં એક માત્ર સેક્યુલર ચીજ જો કોઈ હોય, તો તે પૈસો છે. માણસે બીજા ધર્મના માણસના પ્રત્યેક બુનિયાદી કૃત્યને- ચાહે આહાર હોય, પહેરવેશ હોય કે ચાહે પ્રેમ હોય- ટીકા અને નફરતનું સાધન બનાવી દીધું છે, પણ પૈસાનો હજુ સુધી કોઈ ધર્મ નથી. તમે બીજા ધર્મના ભગવાનમાં શ્રદ્ધા ના રાખો કે બીજા ધર્મના શાસ્ત્રને નફરત કરો, પણ એ જ કોમ કે દેશના પૈસાને તમારા ખુદના પૈસા કરતાં વધુ પ્રેમ કરો છો. હજુ સુધી એવો 'સાચો ધર્મ-ભકત' પેદા નથી થયો, જે 'બીજા ધર્મના' પૈસાનો બહિષ્કાર કરે.
તમે તમારી ગણતરી એવી વ્યક્તિઓમાં કરી શકો, જે 'કોનું કોની સાથે શું/કેવું/કેટલું/ક્યાં ચાલે છે' તેનો એકપણ વખત, સીધો કે આડકતરો, ઉલ્લેખ કર્યા વગર, એની બીજી કોઈ પણ વાત, એટલા જ લંબાણ પૂર્વક અને રસપ્રદ રીતે કરી શકે? મતલબ કે, તમારી વાતના કેન્દ્રમાં તે વ્યક્તિ ના હોય, પણ ચર્ચાનો મુદ્દો એના એ વિચારો અને વાતો હોય, જેને તમે 'તું તો આમ છે' અને 'તું તો તેમ છે' એવો કોઈ સંદર્ભ આપ્યા વગર, એ જ વાતને એના કરતાં વધુ સારી રીતે સમજીને તેમાં સુધારા-વધારા કરીને તેને પાછી આપો.
તમે આવું કરી શકો?
હું જે લખું છું, તે મારા બેકગ્રાઉન્ડ, મારા ઉછેર, મારા સારા-નરસા અનુભવો અમે મારા કન્ડિશનિંગમાંથી આવે છે. તમે જે સમજો છો, તે તમારા બેકગ્રાઉન્ડ, તમારા ઉછેર, તમારા સારા-નરસા અનુભવો અને તમારા કન્ડિશનિંગમાંથી આવે છે. તમે વાંચીને 'ગેરસમજ' ના કરો, તે શક્ય જ નથી. આપણે દરેક વાંચનને આપણા વિચારો, માન્યતાઓ અને કલ્પનાઓની આગવી 'ભાષા'માં અનુવાદ કરીને જ વાંચીએ છીએ. એટલા માટે જ, જે લખાણ એક વ્યક્તિને મહાન લાગે, તે બીજી વ્યક્તિને નકામું કે બકવાસ લાગે.
ટોડ ફિલિપ્સ નિર્દેશિત અને જોકીન ફીનિક્સ અભિનીત ‘જોકર’ ફીલ્મ માનસિક અસ્વસ્થતાની સશકત અને પ્રમાણિક ફિલ્મ છે. ‘કબીર સિંઘ’ આ ‘જોકર’ની નબળી આવૃત્તિ હતી પણ હતી તો એની જ આવૃત્તિ. જેણે પણ માનસિક ડીસઓર્ડરનો અનુભવ કર્યો હોય (અને એવા ઘણાં છે, પણ ‘જોકર’ આર્થર ફ્લેકની જેમ, ‘મને કશું નથી’નો દેખાવ કરે છે) તેને આ ફિલ્મ બહુ સુસંગત લાગશે. આર્થર તીવ્ર ડિપ્રેસન અને પોસ્ટ ટ્રુમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડરનો શિકાર છે. એને વાહવાહી જોઈએ છે, સ્વીકૃતિ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. એ અપમાનનો શિકાર છે અને કસમયે પોક મૂકીને રડવાની કે છુટ્ટા મોઢે હસવાની બીમારીથી પીડાય છે.
આર્થર એની ડાયરી/જોક બુકમાં લખે છે, “માનસિક બીમારીની સૌથી ખરાબ બાબત એ છે કે લોકો તમારી પાસેથી 'કશું જ થયું નથી' તેવા વ્યવહાર કરવાની અપેક્ષા રાખે છે.” અમેરિકામાં સામુહિક ગોળીબારોની જે બીમારીથી લોકો પીડાય છે, આ ફિલ્મ એના પર એક અગત્યનો પ્રકાશ ફેંકે છે. એક સમાજ બહારથી એટલો બધો સમૃદ્ધ થઇ જાય કે એનું આંતરિક ખોખલું અને સતહી થતું જાય, ત્યારે એક બીમાર પેઢીનો જન્મ થાય છે, જે તેની હતાશા અને જટિલતાઓને આવી રીતે હિંસામાં પ્રગટ કરે છે. ભારત જેવા વિકાશીલ લોકો માટે આ એક સૂચક ચેતવણી છે
કચ્છમાં વૃજવાણી નામના ગામમાં 550 વર્ષ પહેલા બનેલી આ સાચી ઘટના છે. આહિરોનું ગામ. વૃજવાણીમાં એક ઢોલી અદ્ભૂત ઢોલ વગાડે. ગામની સ્ત્રીઓના પગ આ ઢોલીના તાલે રમણે ચડે. એક દિવસ વૃજવાણીમાં મેળો ભરાયો હતો. સવારના પહોરમાં ઢોલીએ ઢોલ વગાડવાનું શરૂ કર્યું. ગામની 140 આહિરાણીઓ રમણે ચડી. બપોર થઈ, સાંજ પડી, રાત થઈ, બીજા દિવસની સવાર સાંજ રાત થઈ. નથી ઢોલી થાકતો નથી થાકતી આહિરાણીઓ. ઢોલીના ગજબના તાલ પર રમતા રમતા આ સ્ત્રીઓ ઘર બાર, બાલ બચ્ચા બધું ભૂલી ગઈ હતી ત્યારે ગામના પુરૂષો દોડી આવે છે.
ઢોલીના તાલ પર ભાન ભૂલીને રમતી ગામની સ્ત્રીઓને જોઈ પુરૂષોને ઢોલી પર ગુસ્સો ચડે છે, અને ગુસ્સામાં પેલા ઢોલીનું માથું જ ઉડાવી દે છે. વાયકા એવી છે કે પેલા ઢોલીનું માથા વિનાનું ધડ પણ કલાકો સુધી ઢોલ વગાડી સ્ત્રીઓને રમાડે છે, અને અંતે તે ઢળી પડે છે. અને ઢોલી ઢળતાં સ્ત્રીઓના પગ થંભી જાય છે અને ગામના પુરૂષોના આ હિચકારા કૃત્ય પર ગુસ્સે થઈ પેલા ઢોલીના શબ સાથે આ 140 આહિરાણીઓ સતી થઈ જાય છે. આજે પણ ગામમાં 141 પાળિયાઓ આ ઘટનાની શાખ ભરતા ઉભા છે. એક ઢોલીનો અને 140 આહિરાણીઓના. કહે છે કે હજી આજેય ઢોલીના પાળીયા પર કાન માંડતા ઢોલના નાદ સંભળાય છે. આ વૃજવાણીમાં કચ્છના આહિરોએ સરસ એક સ્મારક આ ઘટનાનું બનાવ્યું છે જેમા આ 140 શહિદ આહિરાણીઓના તેમના અસલી પહેરવેશમાં આબેહૂબ પૂતળા બનાવીને મૂક્યા છે.
આપણે જો કાગળના ટુકડાના નાણાંકીય મૂલ્યમાં શ્રદ્ધા રાખતા હોઈએ, આપણે જો નવલકથાના પ્લોટ અને ચરિત્રોમાં શ્રદ્ધા રાખતા હોઈએ, આપણે જો સિનેમામાં લાગણીઓની એક્ટિંગમાં વિશ્વાસ રાખતા હોઈએ, આપણે જો કવિતામાં અભિવ્યક્ત પ્રેમમાં શ્રદ્ધા રાખતા હોઇએ, આપણે જો ક્રિકેટ મેચમાં મળેલી હાર કે જીતમાં વિશ્વાસ રાખતા હોઈએ, આપણે જે કપડાં પહેરીએ છીએ, તેના બ્રાન્ડ-નેઇમમાં જો શ્રદ્ધા રાખીએ છીએ, તો આપણે મંદિર-મસ્જિદમાં પણ શ્રદ્ધા રાખવાના. આપણે ફિક્શનમાં, કલ્પનામાં, પોસ્ટ-ટ્રુથમાં, ફેક-ન્યુઝમાં જીવવાવાળી પ્રજાતિ છે. કેમ? કારણ કે બધા જ લોકો, એક સાથે, એક સમાન કલ્પનામાં શ્રદ્ધા રાખે, તો આપસમાં સહકાર સાધવાનું આસાન થઈ જાય છે.
પ્રેમ અને પહેચાન (આઇડેન્ટિટી) પરસ્પર અંતિમ છોર છે. બંને સાથે ના રહી શકે. તમે જો તમારી પહેચાનમાં અલોપ હો, તેનું રક્ષણ કરવાની ફિરાકમાં હો, તેને મજબૂત કરવાની કોશિશમાં હો, તો તમારી પાસે પ્રેમ કરવાનો ચાન્સ નહિવત છે. પ્રેમ ત્યારે જ પ્રગટે, જ્યારે આઇડેન્ટિટીની આગ બુઝાયેલી હોય. એટલા માટે જ પ્રેમની પહેલી શરત સમર્પણ છે; જ્યાં 'હું' ઓગળી જાય છે અને માત્ર 'તે' જ બચે છે.
કોઈપણ બાબતમાં પ્રવીણ થવાની અમેરિકન ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફેઇનમેનની (1918-1988) તકનીક:
1. વિષય પસંદ કરો અને તેનો અભ્યાસ કરો
2. વિષયથી અપરિચિત હોય તેને, દાખલા તરીકે બાળકને, તે સમજાવો
3. તમારી સમજણમાં ક્યાં-ક્યાં ત્રુટીઓ રહી ગઈ છે, એને ઓળખો
4. ફરીથી વિષય તપાસો અને આસાન બનાવો!
(દેવેન્દ્ર) ફડણવીસ ફારસી શબ્દ છે: ફર્દ અને નવીસ, એટલે કે જે નોંધ કરે તે. કલમ અને નવીસ પરથી કલમનવીસ (લેખક) શબ્દ આવે છે, તેવું જ. મધ્ય યુગીન મહારાષ્ટ્રમાં મુસ્લિમ શાસનમાં જે લોકો વહીવટી વાતોની ફારસીમાં નોંધ રાખતા હતા, તે ફડણવીસ કહેવાયા. ફડણવીસ બહુ અગત્યનો હોદ્દો હતો અને નાણાંમંત્રી ગણાતા. સવાઈ માધવરાવ પેશ્વાના સમયમાં મરાઠા સામ્રાજ્યનું સુકાન જેના હાથમાં હતું, તે નાના ફડણવીસ નાણાંમંત્રી હતા. ભારત સહિત બીજા 12 દેશોમાં ફડણવીસ અટક પ્રચલિત છે.
દુનિયામાં ઉકેલ કરતાં પ્રૉબ્લેમ વધારે છે અને દરેક ઉકેલમાંથી નવા પ્રૉબ્લેમ આવે છે, તેનું કારણ એ છે કે આપણને પ્રોબ્લેમની એવી આદત પડી ગઈ છે કે, પ્રોબ્લેમ ના હોય, તો આપણે જીવતા છીએ કે નહીં, તેની શંકા પડે. આપણે પ્રોબ્લેમ અને તમાશાઓથી મુક્ત થવા ઇચ્છતા નથી, કારણ કે એ છે એટલે તો આપણે વ્યસ્ત રહી શકીએ છીએ. બધા પ્રોબ્લેમ ઉકલી જાય, તો પછી આપણે કરીશું શું? પ્રોબ્લેમ આપણી સામે આવતીકાલના સ્વર્ગનું ગાજર લટકાવે છે, જે આપણા દરેક પ્રયાસોની સાથેસાથે આગળ ખસતું રહે છે. એટલા માટે તો કોઈ પણ સરકાર આવીને તમને એવું નથી કહેતી કે, "મેં તમને સ્વર્ગમાં પહોંચાડી દીધા, મારુ કામ પૂરું થયું." (ઇન ફેક્ટ, સરકારો પ્રૉબ્લેમ ચાલુ રાખવામાં માને છે અને નાસમજ જનતા ને મળેલા કોઈ પણ ઉકેલ માં જનતા પણ પ્રોબ્લેમ શોધવાનું ચાલુ જ રાખે છે.).
હું મારી અનાસ્થામાં વધારે સહિષ્ણુ છું
મારી નાસ્તિકતામાં વધારે ધાર્મિક
મારી એકલતામાં વધારે મુક્ત
મારી ઉદાસીમાં વધારે ઉદાર
-હિન્દી કવિ કુંવર નારાયણના મહાકાવ્ય 'આત્મજયી'માં નચિકેતનો તેના પિતા સાથે સંવાદ
તમારી માનસિક તંદુરસ્તી પર ઉંઘનો બહુ પ્રભાવ પડે છે. માનવ ઇતિહાસમાં આપણે આજે સૌથી વધુ કામ કરીએ છીએ અને સૌથી ઓછું ઉંઘીએ છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણા રોજિંદા નિર્ણાયક વ્યવહારો પર ઊંઘની અથવા તેની ગેરહજારીની કેટલી અસર પડે છે. જેની ઉંઘ નિયમિતપણે 7થી 8 કલાકની હોય, તેના વિચારો, લાગણીઓ સ્વસ્થ અને સ્ટ્રેસ રહિત હોય છે. તેમની નિર્ણયશક્તિ સંતુલિત હોય. તે બીજા લોકોના વિચારો અને લાગણીઓને સારી રીતે પ્રોસેસ કરી શકે. મને કોઇપણ માણસની વાતો-વિચારોની ક્વોલિટી પરથી, તેની ઊંઘની ક્વોલિટીની ખબર પડી જાય. ઊંઘ કેવી રીતે અસર કરે છે, તે માટે ઉપરનુ ગ્રાફિક એનલાર્જ કરીને જો જો.
ચૉલા વંશ
અરુણાચલમ્ મંદિર નવમી સદીમાં ચૉલા વંશના રાજાએ બંધાવ્યું એ વાત જાણ્યા પછી આ વંશ વિષે વધારે જાણવાનું મન થયું. દુનિયાના ઈતિહાસમાં સૌથી લાંબુ રાજ્ય ચલાવવા વાળાં વંશ માં એક છે- ચૉલા વંશ, એમનું રાજય 1500 થી વધારે વર્ષ ચાલ્યું.
સંગમ સાહિત્ય અને અશોકના સમયના શિલાલેખોમાં ચૉલા રાજાઓ નો મૈત્રી પૂર્ણ ઉલ્લેખ છે. એ સમય એટલે ક્રાઇસ્ટ પહેલાના 200_250 વર્ષ ( 270 BC to 230 BC) ઈ.સ.0150 માં ભૂગોળશાસ્ત્રી ટૉલેમી (Ptolemy) એ ચૉલા રાજ્યનું વિસ્તારે વર્ણન કર્યું છે. એણે કાવેરી નદી પાસેના ધમધમતા બંદરો "કાવેરીપટ્ટીનમ" અને "નાગપટ્ટીનમ" વિષે લખ્યું છે.
મુખપરંપરાથી પ્રસરતા સંગમ સાહિત્યને આ વંશના સમયમાં ટેકો મળ્યો. ચૉલા રાજાઓ મંદિર બાંધવામાં અને સાહિત્યને સમૃદ્ધ કરવાનો ઉદ્દેશ રાખતા. એ વંશનો તપતો સૂરજ હતો, નવમી સદીમાં, રાજરાજા અને એના પુત્ર રાજેન્દ્ર ચૉલાના સમયમાં એમનું રાજ્ય આખા એશિયાનું આર્થિક, સાંસ્કૃતિક અને લશ્કરી કેન્દ્ર ગણાતું. તાંજાવૂર અને પછી ગંગાઈકૉન્ડા ચૉલાપુરમ્ રાજધાની હતી અને કાંચીપુરમ તથા મદુરાઈ પ્રાંતિક કેન્દ્રો હતાં જયાં કોર્ટ બેસતી. આજનું કર્ણાટક, તમિલનાડુ થી ઠેઠ બંગાળ ની ખાડી સુધી , ઉપરાંતમાં માલ્દીવ્ઝ અને શ્રીલંકા પર પણ એમનું રાજ હતું. અને ઈન્ડોનેશિયાના અમુક વ્યસ્ત બંદર પર કબજો હતો, ચીનના સૉન્ગ રાજ્ય સાથે પણ વ્યાપારી સંબંધ હતાં.
મોગલોનો ઈતિહાસ ઘણો વિગતે ભણ્યા પણ આ દક્ષિણ નું આવું મોટું અને પ્રાચીન સામ્રાજ્ય ન ભણ્યા, ન પછી ય એના વિષે વાંચ્યું.
સંદર્ભ:
1."Chola Dynasty - New World Encyclopedia"
https://www.newworldencyclopedia.org/entry/Chola_Dynasty
2. A History of the Chola Empire of India
https://www.thoughtco.com/the-chola-empire-195485
થેંક્યું કહેવું સરળ નથી. એ શિષ્ટાચાર નથી, પણ કૃતજ્ઞતા છે. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે ત્યારે જ કૃતજ્ઞ હોઈ શકો, જ્યારે તમારામાં તે વ્યક્તિની પાત્રતાનો એકરાર કરવાની અને તમને બનાવવામાં તેની ભૂમિકાને ઓળખવાની ક્ષમતા હોય. બીજા લોકોનું કેટલું દેવું તમારી પર છે, તેનો એકરાર કરવો અઘરો હોય છે. આપણને જો એમ લાગતું હોય કે આપણે જે છીએ, તેની પર આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તો આપણે ક્યારેય કૃતજ્ઞતા ના મહેસુસ કરી શકીએ.
રોમેન્ટિક અને કલ્પનાશીલ લોકો ભવિષ્ય માટે સકારાત્મક અનુમાન લગાવે, ભૂતકાળને ગ્લોરીફાય કરે અને વર્તમાનમાં છીંડા શોધે. ઇતિહાસમાં પહેલું ભવ્ય સામ્રાજ્ય ઉભું કરનાર રોમન લોકો આને memoria praeteritorum bonorum કહેતા હતા-અતીત હમેશાં બખૂબીથી યાદ રહે. ‘અમારા વખતમાં તો આમ હતું’ અથવા 'મારા ભૂતકાળમાં તેવું હતું' એ વર્તમાનને નીચો પાડીને ભૂતકાળને ઉંચો કરવાની વૃતિ છે. ખયાલી અને નૉસ્ટૈલ્જિક લોકો વર્તમાનથી દુ:ખી હોય છે, અને ભૂતકાળને ગુલાબી ચીતરતા હોય છે.
(ઉદ્ધવ) ઠાકરેનો અંગ્રેજી સ્પેલિંગ Thackeray છે, જે મૂળ જાણીતા ઇંગ્લિશ નવલકથાકાર William Makepeace Thackeray (1811-1863)ની અટક પરથી કોપી કરવામાં આવ્યો છે. બાળ ઠાકરેના દાદા (કેશવ ઠાકરે ઉર્ફે પ્રબોધન ઠાકરેના પિતા) સીતારામે પનવેલકર અટક અપનાવી હતી, કારણ કે તે પનવેલમાં સ્થાયી થયા હતા, પરંતુ તેમણે કેશવને સ્કૂલમાં દાખલ કરતી વખતે 'ઠાકરે' (Thakre) અટક લખાવી હતી, જે પરિવારની મૂળ અટક હતી. વયસ્ક વયે વાંચનના શોખીન કેશવ, નવલકથાકાર વિલિયમ મેકપીસ ઠાકરેના ચાહક બની ગયા હતા અને તેનાથી પ્રેરાઈને Thakreને બદલે Thackeray સ્પેલિંગ અપનાવ્યો હતો. વિલિયમ ઠાકરે કલકત્તામાં જન્મ્યા હતા, અને 12 વર્ષની ઉંમરે બે નિષ્ફળ સમાચાર પત્રો, ધ નેશનલ સ્ટાન્ડર્ડ અને ધ કોન્સ્ટિટ્યૂશનલ, મારફતે લખવાનું શરૂ કર્યું હતું. પત્રકાર તરીકેની કારકિર્દી પછી તેમણે વ્યંગ લખવાનું શરૂ કર્યું અને ઈંગ્લીશ સમાજની હાંસી ઉડાવતા હતા. બાળ ઠાકરેના પિતા કેશવ ઠાકરેએ ઐતિહાસિક પુસ્તકો, અનુવાદો, નાટકો, જીવન ચરિત્રો, આત્મકથા અને અનેક લેખો લખ્યા છે.
અભિપ્રાયો ઘરની ચાર દીવાલો અને છત જેવા હોય છે. એ તમને વરસાદથી, ટાઢ-તડકાથી, વાવાઝોડાથી, જંગલી પશુઓ અને ઝેરી જંતુઓથી બચાવે ત્યાં સુધી આશ્રય કહેવાય, પણ તમે એમાં કેદ થઈ જાવ, તો જેલ કહેવાય. જેલમાં તમે વધુ પડતા કમ્ફર્ટેબલ થઈ જાવ, તો પછી બહાર નીકળવાની બીક લાગે..
સંબંધોની ગહેરાઈ (ઇન્ટિમસી) ત્યારે જ સંભવ બને, જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે આઇડેન્ટિટીની ભાવના મજબૂત હોય. જેને પોતાની આઇડેન્ટિટીની ખાતરી ના હોય, તે વ્યક્તિ પારસ્પરિક ઇન્ટિમસીથી દુર ભાગે, અને એકલવાઈ બની જાય. આઇડેન્ટિટી જેટલી આકાર લે, તેટલી જ મિત્રતા, પ્રેમ, પ્રેરણા કે શેરિંગના સ્વરૂપમાં ઇન્ટિમસી કેળવવાય. તમે જેટલા પોતાને ઓળખો, બીજી વ્યક્તિને જોવા-સમજવાની એટલી જ ધીરજ વિકસતી જાય.
આપણે નાના હતા, ત્યારે રમકડાંથી રમતા હતા. પહેલાં સાદું રમકડું હોય. તેનાથી કંટાળીએ, એટલે મમ્મી ચાવીવાળું લાવી આપે. પછી બેટરીવાળું લાવી આપે. પછી સેન્સરથી ઉડે તેવું આવે. મોટા થઈને પણ આપણે આ જ કરીએ છે. સંબંધો હોય, વ્યસનો હોય, શોખ હોય, કે મનોરંજનો હોય, આપણે એકથી કંટાળીએ એટલે બીજાનો ટ્રાય કરીએ છીએ. સાદાથી મઝા ના આવે, તો કોમ્પ્લેક્સ રમકડાંથી રમીએ છીએ. ફર્ક એટલો છે કે મોટી ઉંમરનાં રમકડાંમાં આપણે 'મિનિંગ' શોધીએ છીએ, એટલે આપણે તેને રમકડાં નથી કહેતા. મોટા થઈને પણ આપણે જાતે રમકડાં ખરીદતા થઈ જઈએ છીએ. બસ, રમકડાંથી રમીને ખુશ થવાની બાળ સહજ ક્ષમતા જતી રહે છે. રાજેશ વ્યાસ ની ગઝલ નો શેર છે..... "પહેલા ઢીંગલી પછી ઘરઘર, પછી મુજરો, પછી મંદિર ગયા.
પ્રકાર ફકત બદલાય છે, ક્યાં રમત બદલાય છે ?
--રાજેશ વ્યાસ 'મીસ્કીન'
આ ગઝલનો અન્ય એક શેર માણો:
"કૈંક ખરીદવા નીકળ્યા હો ને ખુદ વેચાઇ જાવ તમે,
આ બજારુ ભાવની વધઘટ સતત બદલાય છે.
પ્રકાર ફકત બદલાય છે, ક્યાં રમત બદલાય છે ?
ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી, ત્યારે ભારત વિશ્વનું ત્રીજા ભાગનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પેદા કરતું હતું. ૧૮મી સદીની શરૂઆતમાં વૈશ્વિક જીડીપીમાં મુઘલ સામ્રાજ્યનું યોગદાન ૩૭ ટકા હતું, જ્યારે બ્રિટનનું યોગદાન ૩ ટકાથી ઓછું હતું. આજે ફેસબુક,ગૂગલ, વોલમાર્ટ અને એક્કોન મોબાઇલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખુદ એક સામ્રાજ્યની જેમ ચાલે છે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ભારત-ચીન જેવાં વિશાળ બજારોમાં હિત ધરાવે છે અને તેમનાં હિત જળવાઈ રહે તે માટે સરકારો સાથે સાઠગાંઠ રાખે છે. આજે કોઈ એમ કહે કે ફેસબુક અમેરિકાનો વહીવટ હાથમાં લઇ લેશે, તો અસંભવ જ નહીં, હાસ્યાસ્પદ જ લાગે. મુઘલ સામ્રાજ્ય સાથે વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઇ, ત્યારે પણ એવું જ લાગ્યું હતું.
ઇસ્ટ ઇન્ડિયા કંપની: કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ તાકાત આવી જાય તો શું થાય?
૧૬૦૦ની સાલમાં, સર થોમસ સ્મિથેની આગેવાની હેઠળ, લંડનના વેપારીઓના એક જુથે, રાણી એલિઝાબેથ પાસે અરજ કરી કે પૂર્વ ગોળાર્ધને દેશોમાં વેપાર કરવા માટે શાહી સનદ જારી કરવામાં આવે, જેથી સુદૂર પૂર્વના વેપાર પર સ્પેનીશ અને પોર્ટુગીઝ ઈજારાશાહીને ખતમ કરી શકાય. એલિઝાબેથે મંજુરી આપી, અને ઓનરેબલ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા ઇસ્ટ ઇન્ડિયા ટ્રેડીંગ કંપની અથવા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા જોહ્ન કંપની અથવા કંપની બહાદુર અથવા માત્ર ધ કંપનીનો જોઈન્ટ-સ્ટોક કંપની તરીકે જન્મ થયો. વેપારીઓએ કંપનીમાં ૩૦,૧૧૩ પાઉન્ડનું મૂડીરોકાણ કર્યું હતું, જે આજના ૪,૦૦૦,૦૦૦ પાઉન્ડ થાય. મૂળ એનું નામ ‘ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ઇનટુ ધ ઇસ્ટ- ઇન્ડીઝ’ હતું, જેનો મૂળ ઉદેશ્ય દક્ષિણપૂર્વ એશિયાના ઇલાકાઓમાંથી (જેને ઇસ્ટ-ઇન્ડીઝ નામ આપવામાં આવ્યું) કપાસ, સિલ્ક, ઈન્ડીગો ડાઈ, મીઠું, મરી-મસાલા, ચા અને અફીણનો વેપાર કરવાનો હતો.
શરૂઆતમાં આ કંપનીનાં જહાજો હિન્દ મહાસાગરના પાણીમાં ડચ અને પોર્ટુગીઝ વેપારી જહાજો સાથે લડાઈ કરવા સુધી સીમિત હતાં, પણ ૧૬૧૨માં હજીરા-સુરત પાસે સુવાલીના બીચ પર, પોર્ટુગીઝો પર નિર્ણાયક જીત મેળવીને પહેલીવાર ક્ષેત્રીય પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એમાં બ્રિટિશ તાજ અને મોઘલ સામ્રાજ્ય, બંનેના આશીર્વાદ હતા. એ જ વર્ષે, કંપનીની વિનંતીથી, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએ અને મુઘલ સમ્રાટ નુર-ઉદ-દીન સલીમ જહાંગીર વચ્ચે સુરત અને આસપાસના વિસ્તારોમાં કંપનીના માણસોને રહેવા અને વેપાર કરવા દેવાના કરાર થયા. બદલામાં, જહાંગીરને યુરોપનો માલસામાન મળવાનો હતો.
ત્યારે કોઈને, એલિઝાબેથને કે જહાંગીરને ખુદને, અંદાજ ન હતો કે ૨૫૮ વર્ષ પછી કંપની પુરા ભારતીય ઉપખંડને બ્રિટિશ તાજને હવાલે કરી દેશે. ૧૬૦૦માં એલિઝાબેથ જયારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આકાર આપી રહી હતી, ત્યારે ભારતમાં ઉત્તરીય અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણમાં ડેક્કનનાં મેદાનો સુધીના ૭૫૦,૦૦૦ ચોરસ માઈલના સામ્રાજ્ય પર મુઘલોનું રાજ ચાલતું હતું. ૧૬૦૦માં યુરોપને ઈર્ષ્યા આવે તેવી સમૃદ્ધિ મુઘલ સામ્રાજ્યની હતી, ત્યારે દુનિયામાં મુઘલોનો લશ્કરી અને સંસ્કૃતિક વિકાસ ચરમસીમાએ હતો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અગાઉ ૧૭મી સદીમાં ભારતનું પાણી પીધું હતું, પણ તેમને ફૂલહાર કરીને વધાવ્યા જહાંગીરે. સુવાલી બીચ પરની લડાઈ પછી થયેલા કરાર અંતર્ગત જહાંગીરે, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએના નામે એક પત્રમાં લખ્યું હતું, “તમારા શાહી પ્રેમના બદલામાં મેં મારા તાબા હેઠળનાં તમામ રજવાડાં અને બંદરોને આદેશ આપ્યો છે કે તેઓ ઈંગ્લીશ રાષ્ટ્રના વ્યાપારીઓને મારા મિત્ર-દેશના નાગરીકો તરીકે આવકારે. તેઓ જ્યાં ચાહે ત્યાં રહી શકે છે, તેમને કોઈ અવરોધ નહી નડે અને કોઈપણ બંદરે તે આવે, ત્યારે પોર્ટુગઝો કે બીજા કોઈ તેમની શાંતિનો ભંગ ના કરે. તેઓ મરજી પડે ત્યાં ખરીદ-વેચાણ કરીને તેમના દેશમાં લઇ જઈ શકે છે. અમારી દોસ્તી અને પ્રેમના બદલામાં તેઓ તેમના જહાજોમાં મારા મહેલને શોભે તેવી ઉત્તમ ચીજો લાવે.”
જહાંગીરની મંજુરી બાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર થાણા અને ફેકટરીઓ નાખી.૧૬૪૭ સુધીમાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં ૨૩ ફેકટરીઓ હતી, જેમાં દરેકમાં ૯૦ કર્મચારીઓ હતા અને તેમનો એક ‘ફેક્ટર’ એટલે કે મુખ્ય વેપારી સાહેબ હતો. એક સદી સુધી કંપનીનું ધ્યાન વેપાર કરવામાં જ હતું, પણ ૧૮મી સદીમાં મુઘલ સામ્રાજ્યની કેન્દ્રિય સત્તા નબળી પડી અને સ્થાનિક રાજ્યો તાકાતવર થયાં, એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજકારણ અને લશ્કરી બાબતોમાં દરમિયાનગીરી કરતી થઇ.
આનું એક મુખ્ય કારણ ફ્રેંચ ઇસ્ટ કંપની હતી, જેને ૧૬૬૪માં ફ્રાંસના નાણામંત્રી જીન-બેપ્ટીસ્ટ કોલ્બર્ટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હરીફાઈમાં બનાવી હતી અને જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સક્રિય હતી. એનો એક ડિરેક્ટર, ફ્રાન્કોઇસ કેરોન, ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ૩૦ વર્ષ કામ કરી ચુક્યો હતો. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ૧૭મી સદીમાં સ્થાપવામાં આવી હતી, અને તે નફો રળતી કોર્પોરેશન ઓછી અને કંપની-સ્ટેટ વધુ હતી. ડચ ઇસ્ટ કંપની દુનિયાની પહેલી લીસ્ટેડ કંપની હતી અને આજે દુનિયામાં મલ્ટીનેશનલ કોર્પોરેશનો જે રીતે આધુનિક વેપાર કરે છે, તેનું પહેલું મોડેલ આ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યું હતું. ડચ કંપની પોતે જ એક સામ્રાજ્ય હતું.
ટૂંકમાં, ત્રણ વૈશ્વિક કંપનીઓ ભારતના વિશાળ રોટલા માટે છીનાઝપટી કરી રહી હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આ બે ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની હરીફાઈમાં ઉતરીને સ્થાનિક રજવાડાં સાથે સત્તાની ખેલાડી બની ગઈ. ૧૮૦૩માં, જયારે તેનો વેપારી સિતારો મધ્યાહને હતો, ત્યારે તેની પાસે ૨૬૦,૦૦૦ના સૈનિકોનું ખાનગી લશ્કર હતું, જે બ્રિટિશ સૈન્ય કરતાં બે ઘણું મોટું હતું. જેને કંપની રુલ અથવા કંપની રાજ કહે છે, તેની શરૂઆત થઇ ૧૭૫૭માં, જયારે પ્લાસીના યુદ્ધમાં કંપનીએ બંગાળના નવાબ મીર જાફર અને તેના ફ્રેંચ સમર્થકોને હરાવી દીધા અને કઠપૂતળી બની ગયેલા નવાબે રાજ્યની આવક કંપનીના ચરણે ધરવાનું શરુ કરી દીધું. આજે પણ રાજનીતિમાં કોઈ દગો કરે, તો તેને ‘મીર જાફર’ કહેવામાં આવે છે. કંપનીએ તેનો પહેલો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સને કલકત્તામાં નીમ્યો, જે સીધો જ બંગાળનો વહીવટ કરતો હતો.
ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આ રાજ ત્યાંથી શરુ થયું અને ૧૮૫૮માં તે પૂરું થયું, જયારે ૧૮૫૭માં મેરઠમાં કંપનીના સૈન્ય સામે સિપાઈઓએ નાકામ વિદ્રોહ કર્યો. ત્યાં સુધીમાં મુઘલ સામ્રાજ્ય કમજોર પડી ગયું હતું અને દિલ્હીમાં તેના ૮૧ વર્ષના વૃદ્ધ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરને, મેરઠના વિદ્રોહીઓએ ‘હિન્દુસ્તાન’નો મહારાજા જાહેર કરી દીધો. બ્રિટિશરોએ ઝફરને રંગુનમાં દેશનિકાલ કર્યો, અને તે ત્યાં જ મરી ગયો. બીજી તરફ બ્રિટિશ હુકુમતે બ્રિટિશ સંસદમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૮૫૮ પાસ કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિખેરી નાખી અને પુરા ભારતનો સીધો વહીવટ હાથમાં લીધો. આ બ્રિટિશ વહીવટ અથવા રાજ ૮૯ વર્ષ રહ્યું અને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતના વિભાજન સાથે પૂરું થયું.
લંડનના ‘ધ ટાઈમ્સ’ સમાચારપત્રએ ૮ એપ્રિલ, ૧૮૭૩ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ‘મૃત્યુનોંધ’ના આ સમાચારમાં લખ્યું હતું, “માનવ જાતીના ઈતિહાસમાં આ વેપારી કંપનીએ જે કામયાબી મેળવી છે, તેવી બીજી કોઈએ નથી મેળવી અને વર્ષોનાં વર્ષ સુધી કોઈ મેળવી પણ નહીં શકે.” કંપની પછી નામ માત્ર પુરતી જ રહી. ૧૯૮૦ના દાયકામાં રોકાણકારોના એક જુથે તેના હક્ક ખરીદી લીધા અને કપડાંની કંપની સ્થાપી, જે ૧૯૯૦ના દાયકા સુધી ચાલી. તે પછી સંજીવ મહેતા નામના બ્રિટિશ-ગુજરાતી રોકાણકારે તેને પાછી ખરીદી અને ૨૦૧૦માં પહેલો લક્ઝરી સ્ટોર ખુલ્લો મુક્યો.
આ લેખનો મૂળ હેતુ એ સમજાવાનો છે કે કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ અને અનિયંત્રિત તાકાત આવી જાય તો શું થાય, તેનું આ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉદાહરણ છે. તાજેતરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ‘અનાર્કી’ નામનું પુસ્તક લખનાર મૂળ સ્કોટીશ ઈતિહાસ લેખક વિલિયમ ડર્લીમ્પલ કહે છે કે, “ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, ત્યારે ભારત વિશ્વનું ત્રીજા ભાગનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પેદા કરતું હતું. કંપનીએ ભારતની અર્થવ્યવસ્થાને લુંટવાનું જ કામ કર્યું હતું. ઇન ફેક્ટ, ભારતીય ભાષાઓમાંથી સૌ પહેલા શબ્દો અંગ્રેજીમાં ગયા, તેમાં ‘લુંટ’ શબ્દ છે.”
આજે અમેરિકામાં ફેસબુકની તાકાતને લઈને ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે અને તેના સીઈઓને યુએસ કોંગ્રેસમાં ઉલટતપાસ થઇ ચુકી છે. ફેસબુક પર આરોપ છે કે તેણે અમેરિકાની ચુંટણીમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ થવા દીધો છે. ફેસબુક ‘લિબ્રા’ નામનું ખુદનું ડીજીટલ ચલણ લાવી રહ્યું છે, જેનાથી ડોલર, પાઉન્ડ, યુરો અને અન્ય કરન્સીઓનું ભાવી ડામાડોળ છે.
ગૂગલ, વોલમાર્ટ અને એક્કોન મોબાઇલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખુદ એક સામ્રાજ્યની જેમ ચાલે છે અને નાની-મોટી સરકારોને નચાવે છે.
ઘણી સરકારોના આવી કોર્પોરેટ કંપનીઓમાં સ્વાર્થ હોય છે, અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ૧૭૭૦ના દાયકામાં થયું હતું તેમ, સરકારો ‘બેઇલ-આઉટ’ પેકેજ જાહેર કરીને, તેમને પાછી પગભર કરે છે. આજે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ભારત-ચીન જેવાં વિશાળ બજારોમાં હિત ધરાવે છે અને તેમનાં હિત જળવાઈ રહે તે માટે સરકારો સાથે સાઠગાંઠ રાખે છે.
૧૮મી સદીની શરૂઆતમાં વૈશ્વિક જીડીપીમાં મુઘલ સામ્રાજ્યનું યોગદાન ૩૭ ટકા હતું અને ચીનને જરાક પાછળ છોડ્યું હતું, જ્યારે બ્રિટનનું યોગદાન ૩ ટકાથી ઓછું હતું.
આજે કોઈ એમ કહે કે ફેસબુક અમેરિકાનો વહીવટ હાથમાં લઇ લેશે, તો અસંભવ જ નહીં, હાસ્યાસ્પદ જ લાગે. મુઘલ સામ્રાજ્ય સાથે વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઇ, ત્યારે પણ એવું જ લાગ્યું હતું.
ઉપર લખ્યું છે એ દેશના વિવિધ શહેરોમાં એક દિવસ માં બનેલા રેપ ના બનાવો છે...
પુરુષો શા માટે રેપ કરે છે?
રેપને નૈતિકતાની ગેરહાજરી સાથે કોઈ સંબંધ નથી. પ્રત્યેક પુરુષ, ચાહે 'સારા' ઘરનો હોય કે 'શુદ્ધ' હોય, રેપ કરવા માટે સક્ષમ છે. તમે જો દિમાગને વાંચવાનું યંત્ર વિકાસવો, તો ખબર પડે કે બહારથી સજ્જન લાગતા પુરુષના મનમાંથી પણ કોઈ સ્ત્રીને જોઈને 'ફોર્સ' કરવાનો ખયાલ પસાર થાય છે. રેપ એ પુરુષની બાયોલોજી છે, અને સમાજે તે સ્વીકારેલી છે. ઇન ફેક્ટ, સમાજમાં રેપનું નોર્મલાઇઝેશન થયેલું છે. સ્ત્રી વાપરવાની વસ્તુ છે, ઘરમાં પૂરી રાખવાની જણસ છે, પરિવાર-કુળની ઈજ્જતની રખેવાળ છે, તે ગંદી છે અને સાફ રાખવાની વસ્તુ છે, તે માનસિકતા જ સ્ત્રી સામેના અપરાધને વૈદ્યતા બક્ષે છે. પુરુષો રેપ કરે છે, કારણ કે તેમને ખબર છે કે રેપ નોર્મલ બીહેવીયર છે. જીન્સના પેન્ટ કે ટૂંકા કપડાં નહીં પહેરવાની સલાહ સ્ત્રીને જ અપાય છે ને! સ્ત્રી જ રેપને આમંત્રણ આપે છે ને! છોકરો તો તાંબાનો લોટો છે, માંજી નાખો એટલે ઉજળો થઈ જાય ને!
આ આપણા સમાજની માનસિકતા છે.
પડોશમાં તકરાર થાય, તો તે ઘરની સ્ત્રીઓના નામે ગાળો બોલવી કે યુદ્ધમાં દુશ્મનની સ્ત્રીઓને ઉઠાવી જઈને રેપ કરવી, બંને એક જ માનસિકતાની એક જ સાઈડ છે. સેક્સુઅલ જબરદસ્તી આપણી માઇથોલોજી, સાહિત્ય, સિનેમા અને સમાજમાં એક સ્વીકૃત હથિયાર છે. આમાં સ્ત્રીઓ ય સાદ પુરાવે છે.
કેટલા પરિવારમાં છોકરાઓને છોકરીઓની ઈજ્જત કરવાનું શીખવાડવામાં આવે છે?
એક છોકરો તેની બહેન કે તેની માતાની મજાક ઉડાવે કે નીચી પાડે, ત્યારે કેટલા પપ્પાઓ અને દાદાઓ તેને ટકોરે છે? ઑનલાઈન પર સ્ત્રીનું ટ્રોલિંગ થાય, ત્યારે તેમાં સેક્સુઅલ કોમેન્ટ કેમ આવે છે?
પુરુષોની તમામ ગાળો સ્ત્રીલક્ષી કેમ છે?
સ્ત્રીઓ માટે જ અહીં જવાય અને ત્યાં ના જવાય, આમ કરાય અને તેમ ના કરાય, આ બોલાય અને તે ના બોલાય, તેવા કાયદા કેમ છે?
દરેક પરિવાર, દરેક સમાજ, અને દરેક પુરુષ પરોક્ષ રૂપે રેપને પ્રોત્સાહન આપે છે. રેપ એ કોઈ અભણ, ગંદા પુરુષના સેક્સુઅલ આવેશનો અપરાધ નથી. રેપ એ સ્ત્રી વિરોધી માનસિકતા અને વ્યવસ્થાનું પરિણામ છે, અને એટલે જ દેશમાં ક્યારેય કોઈ કાનૂનથી રેપ નહીં અટકે.
બીજાઓએ તો ઠીક, પણ સ્ત્રીઓએ, અને સ્ત્રીઓની ચિંતા કરવાવાળાઓએ, આ ખાસ વિચારવું પડશે કે હિંસક મર્દાનગી (બળાત્કાર)નો પ્રોબ્લેમ, હિંસક મર્દાનગી (હત્યા)થી નહીં ઉકેલાય, તે વધુ સંગીન થશે. મર્દની હિંસા બેધારી તલવાર છે, એવી સાદી સમજ પણ આપણને નથી, તે આશ્ચર્યની વાત છે. આ કારણથી જ, સ્ત્રી અધિકારો માટે લડનારા લોકો મૃત્યુદંડની સજાની ખિલાફ છે, જ્યારે બળાત્કાર બદલ 'જાહેરમાં લટકાવો'ની માગણી કરતા પુરુષો જ, બહુ આસાનીથી અને રૂટિનમાં સ્ત્રીઓનો રેપ કરવાની ધમકીઓ ઉચ્ચારે છે, સ્ત્રીઓ માટે પ્રતિબંધો ફરમાવે છે અને ખાનદાનની ઈજ્જત બચાવવા તેનું ઓનર-કિલિંગ કરે છે. જાહિલ સમાજોમાં બળાત્કાર કરવાનો અને હત્યા કરવાનો એકાધિકાર પુરુષો પાસે રહ્યો છે, તેનાથી ઇતિહાસ ભરેલો છે.
બળવો પોકારવો જ હોય તો સરકાર કાયદો બનાવે અને કાયદાનો અમલ કરાવે, સ્ત્રી સ્વતંત્ર સ્વરક્ષણ સાથે જીવી શકે એના માટે હોવો જોઈએ. સાથે એ ઇચ્છનીય છે કે કાયદાકીય રીતે કાનુની સજા આટલી જ કડક અને ઝડપી બને કે કાનુન ઉપર લોકોને વિશ્વાસ બેસે અને આવા એન્કાઉન્ટરની ઉજાણી કરવાની જરૂર જ ના રહે.
અત્યારે જે થયુ તે જો કે સારુ જ થયું છે અને થવું જ જોઈએ એ હું પણ માનું જ છુ છતા લાંબા ટુંકા વિચાર ને બાજુએ રાખીને વાત કરીએ તે કદાચ આદર્શ સ્થિતીની હોય, પણ ભારતમાં આવા જધન્ય અપરાધ ના કાયદા આદર્શ સ્થિતી ના નથી એ ના ભૂલવું જોઇએ.
નિર્ભયાના અપરાધી હજી સાત વર્ષ પછી પણ જીવે છે એ વિચાર જ હચમચાવી મૂકે છે.
હૈવાન પુરુષની ખરાબ માનસિકતા ભલે ના બદલે પણ લોકોને એટલી #આશ તો રહેવી જ જોઈએ કે ગુન્હાના પ્રમાણસર ગુનેગારને સજા મળશે.
અહીંયા ભારતમાં હાલ તો ફાંસી આપવી એ બહુ જ જટીલ અને અતિ મુશ્કેલ વાત છે. લગભગ અશક્ય જેવી. આવા જઘન્ય અપરાધ માં મોતથી નીચેની કોઈ સજા જ ન હોય, જે કાનુની રીતે ખૂબ પેચીદુ છે. એમાં સુધારો થાય એના માટે લોકો એ ભેગા થવું જોઈએ. ભારતમાં આવા અમાનવીય અપરાધીઓને છાવરવામાં પણ કેટલીક સક્રિય ટોળકી ને વાંધો નથી આવતો. જો કે તેમનો સરકારના વિરોધ કરવા સિવાય નો બીજો કોઈ એજન્ડા કે હેતુ હોતો જ નથી. માનવાધિકાર નું તો ખાલી બહાનુ હોય છે.
અપરાધીઓ - ભ્રષ્ટાચારીઓ ડરે તે ખૂબ જરૂરી છે.
બળાત્કાર સ્ત્રીનો થતો હોય છે પણ સંસ્કાર, ભણતર, ઘડતર આખા સમાજના ઉઘાડા પડે છે..
Added more on 1st November 2019 Mushing
ભારતના અમુક નાગરિકોના ફોનમાં જાસૂસી કરનાર ઇઝરાયેલ NSO ગ્રૂપ અંગે યુનિવર્સિટી ઓફ ટોરંટોની સિટિઝન લેબે 2018માં કહ્યું હતું કે ઓપરેટિંગ સિસ્ટમનાં છીંડાની લાભ લઈને તેણે પૅગાસુસ પ્રોગ્રામ બનાવ્યો છે, જે ફોનને હાઇજેક કરી શકે છે. તે તમારા તમામ ફોન કોલ્સ, કોન્ટેક્ટ્સ, મેઈલ, મેસેજીસ, વિડિઓ અને ફોટાઓ પર નિગરાની રાખી શકે છે અને એમાં ઘાલમેલ પણ કરી શકે છે.
NSO ગ્રૂપના ગ્રાહકોમાં પશ્ચિમ એશિયાની આપખુદ અને નિર્દયી સરકારોનો સમાવેશ થાય છે અને તેના નિશાન પર માનવધિકારની રક્ષા કરનારાઓ છે. મેક્સિકોમાં પત્રકારો અને રાજકીય કાર્યકરો સામે પેગાસુસનો ઉપયોગ કરવા બદલ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. અમુક દેશોમાં તો નિશાને ચઢેલા અમુક લોકો જેલમાં ગયા છે અથવા મરી ગયા છે.
આ ગ્રૂપના કર્તાહર્તા ઓમરી લાવીએ અને શાલેવ હુલીઓ છે, જે બંને ઇઝરાયેલના આર્મી યુનિટ 8200 સિગ્નલ ઇન્ટેલિજન્સના નિવૃત સૈનકો છે. NSO ગ્રૂપ જેવી જ ટેકનોલોજી અનેક ખાનગી કોન્ટ્રાક્ટરો આપે છે. ઇટલીની હેકિંગ ટીમ, યુએસની ફીનફીશર અને ભારતની વોલ્ફ ઇન્ટેલિજન્સ સંસ્થાઓ આઈફોન હેક કરી શકે છે.
NSO ગ્રૂપ 500,000 ડોલરની ઈન્સ્ટોલેશન ફી ઉપરાંત 650,000 ડોલરના ખર્ચે તેના ગ્રહકોને 10 ફોન હેક કરવાની સુવિધા આપે છે. સાદી ભાષામાં કહીએ તો, દુનિયાભરમાં અનેક કંપનીઓ પેગાસુસ જેવા પ્રોગ્રામ બનાવે છે અને વિવિધ દેશોની સરકારને અને પ્રાઈવેટ કંપનીઓ ને વેચે છે.
"Pegasus" નામ ઘણું સરસ છે. Astronomy યાદ કરાવી દે છે કારણકે space માં એક "square of Pegasus" નામ નું constellation છે. ગુજરાતી માં તેના માટે "ખાગસ્વ" શબ્દ છે.
જીવન બદલવું હોય, તો આટલું કરો (ઉંધા ક્રમે):
10. ભૂતકાળમાં ના જીવો, વર્તમાનને બહેતર બનાવો
9. બિનજરૂરી વ્યક્તિઓ અને વસ્તુઓની ઉપેક્ષા કરો
8. સવાલો પૂછો, કુતુહલ કેળવો, રોજ નવું શીખો
7. થોડું મૌન રાખો, મનમાં ઘૂંટ-ઘૂંટ ના કરો
6. રોજ વાંચવાની આદત પાડો, થોડું લખો
5. સુખ નહીં, સાર્થકતા શોધો
4. ચાલવાનું રાખો, શરીરને સ્ટ્રેચ કરો.
3. લાંબા ગાળાના સંબંધો કેળવો, જજમેન્ટલ ઓછા થાવ
2. ખુદની માન્યતાઓને ચેલેન્જ કરો, નવું સ્વીકારો
1. પ્રત્યેક ક્ષણે આવતા વિચારો, ભાવનાઓ અને શારીરિક અનુભૂતિઓ પ્રત્યે સંપૂર્ણપણે સજાગ રહીને જીવો
29th October 2019
Morning Mushing:27th Oct નુ ગૂગલ ડૂડલ પ્રશંસિત અમેરિકન લેખિકા સિલ્વીયા પ્લાથને સમર્પિત હતું. 30 વર્ષ જ જીવેલી સિલ્વીયાએ (તેણે 11 ફેબ્રુઆરી 1963ના રોજ, બારી-બારણાં બંધ કરીને, ઓવનમાં માથું મૂકીને ગેસ ચાલુ કરી દીધો હતો) તેની પીડાદાયક નિષ્કપટ કવિતાઓ અને વાર્તાઓ મારફતે તેને સતાવતા મેનિક ડિપ્રેસન (ઉન્માદી અવસાદ)નો પરિચય દુનિયાને કરાવ્યો હતો, અને કરોડો વાચકોના દિલને સ્પર્શી શકી હતી. 27th Oct ના દિવસે, બોસ્ટનમાં જન્મેલી સિલ્વીયાએ લખ્યું હતું, "મારુ જીવન જાણે બે જાદુઈ ઇલેક્ટ્રિક કરંટથી ચાલે છે: સુખદ પોઝેટિવ અને દુઃખદ નેગેટીવ. જે સમયે જે કરંટ ચાલતો હોય, તેની ત્યારે મારા જીવન પર હાક વાગે છે, એ પુર લાવી દે છે." સિલ્વીયાનાં લખાણોમાં શિયાળા અને બર્ફીલા મોસમનાં બોઝીલ રૂપક અને ઇમેજ આવતાં હતાં, જે ગુગલના ડૂડલમાં હતા. નવલકથાકાર જોયસ કેરોલ ઓટ્સે સિલ્વીયા માટે કહ્યું હતું કે, "તેની કવિતાઓ જાણે ઉત્તર ધ્રુવના બર્ફમાંથી ધારદાર સર્જીકલ ઓજાર વડે તરાશવામાં આવી છે."
30th October 2019
Morning Musings...
માણસ ગમે તેટલો સમૃદ્ધ, સફળ અને પ્રસિદ્ધ હોય,
જ્યારે મૃત્યુ નજીક આવ્યું હોવાનો અહેસાસ થાય, ત્યારે તેના માટે બે જ પ્રશ્નો મહત્વના બની જાય છે:
1. મને પૂરતા પ્રમાણમાં લોકોએ પ્રેમ કર્યો છે?
2. મેં પૂરતા પ્રમાણમાં બધાને પ્રેમ આપ્યો છે?
તમે જ્યારે કામના માણસ હો, ત્યારે પ્રેમ કરવાવાળા ઘણા નીકળી આવે. તમારી સફળતાની અસલી કસોટી તમે જ્યારે બિનઉપયોગી થઈ જાવ, ત્યારે હોય છે. પૈસાથી સુખ ખરીદી શકાતું હશે, પ્રેમ.નહીં.
31st October 2019
Morning Mushing:કોલકત્તાના ધ ટેલિગ્રાફ સમાચારપત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો એક પત્ર છપાયો છે. સમાચારપત્રમાં એક સમાચાર પ્રગટ થયા હતા કે કોલકત્તાની પ્રેસિડેન્સી કોલેજ, જ્યાંથી સેન અને આ વર્ષના નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી ભણ્યા હતા, બંનેનું સન્માન કરવા વિશેષ કાર્યક્રમ કરી રહી છે. સેને આ કાર્યક્રમનો 'વિરોધ' કરવા પત્ર લખ્યો છે. તેઓ કહે છે કે નોબેલ પુરસ્કારની સામાજિક શ્રેષ્ઠતા છે, પરંતુ આવી રીતે એને મહત્વ આપવાથી પ્રેસિડેન્સી કોલેજનો તેજસ્વી બૌદ્ધિક ઇતિહાસ છે, તે ઢંકાઈ જશે, અને મને તેની ચિંતા છે ( I am alarmed). કોલેજની સિદ્ધિઓ એટલી છે કે નોબેલ પુરસ્કાર તેની સામે ઝાંખો પડી જાય. નીચે આ પત્ર છે. મુદ્ધો એ છે કે સન્માનમાં ચૂક થઈ રહી છે અને તેની ચિંતા હોય, તેવા કેટલા બૌદ્ધિકો આપણી પાસે છે? અને તે પણ જ્યારે ખુદનું જ સન્માન થતું હોય ત્યારે!
1st November 2019
Morning Mushing:ફેસબુકની માલિકી વાળા વોટ્સએપે એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં કહ્યું છે કે 'પેગાસુસ' નામના એક ઇઝરાયેલી જાસૂસી પ્રોગ્રામ (સ્પાઇવેયર) મારફતે મે 2019માં બે સપ્તાહ માટે ભારતના બે ડઝન જેટલા શિક્ષણવીદ્યો, વકીલો, દલિત કાર્યકરો અને પત્રકારોના ફોનની જાસૂસી કરવામાં આવી હતી. વોટ્સએપે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં દાખલ કરેલા એક દાવામાં ખુલાસો કર્યો છે કે NSO નામના ઇઝરાયેલી એનજીઓએ પેગાસુસ મારફતે કુલ 1,400 લોકોને નિશાન બનાવ્યા હતા. પેગાસુસ ઓપરેટર નિશાના પરના લોકોને એક લિંક મોકલતા હતા, અને એ તેના પર ક્લિક કરે, તે પછી ઓપરેટર ફોનમાં થતી બધી જ ગતિવિધિ પર નિગરાની રાખી શકે. વોટ્સએપને આની જાણ થઈ, તે પછી તેણે સંબંધિત લોકોનો સંપર્ક કરીને તેમને સાવધ પણ કરી દીધા હતા. સવાલ એ છે કે ઈઝરાયેલી સ્પાઇવેયર તમારા ફોનની જાસૂસી કરી શકે, તો એ બીજું શું શું ના કરી શકે?
હાલના જ બીજા સમાચાર એ છે કે એક ઉત્તર કોરિયન માલવેયરે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કોમ્પ્યુટર હેક કર્યું છે. (વધુ માહિતી આના વિશે બીજા મેસેજ મા)
જે લોકો ખોટા/ફેઈક મેસેજ, લિંક, ફ્રી ગીફ્ટ, ટચ કરો અને મેસેજ વાંચો અથવા જોવો, ડાઉનલોડ કરો, ૫/૧૦ લોકોને મોકલો, વગેરે ટાઈપ ના મેસેજ મોકલે છે એમણે ખાસ ચેતવા જેવું છે.
https://indianexpress.com/article/india/whatsapp-confirms-israeli-spyware-used-snoop-on-indian-journalists-activists-pegasus-facebook-6095296/
2nd November 2019
Morning Mushing:લોકતાંત્રિક વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે થઈને વૈશ્વિક સોશ્યલ નેટવર્કિંગ સર્વિસ, ટ્વિટરે, 22 નવેમ્બરથી રાજકીય જાહેરખબરો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં આવી રીતે પૈસા લઈને ફેસબુકે અમુક રાજકીય અભિપ્રાયોને પ્રમોટ કર્યા હતા અને માર્ક ઝકરબર્ગ પર પણ રાજકીય પ્રચારનો અંત લાવવાનું દબાણ છે. ટ્વિટરના બોસ જેક ડોરસીએ આજે ટ્વિટ કરીને આ જાહેરાત કરી હતી કે, 'લોકો સુધી પહોંચવાની બાબતને પૈસા આપીને ખરીદી ના શકાય. ઈન્ટરનેટ એડવર્ડટાઇઝિંગ બહુ શક્તિશાળી છે અને વ્યવસાયિક રીતે ઘણું અસરકારક છે, પણ એ જ શક્તિ રાજકારણને નોંધપાત્ર રીતે જોખમી બનાવે છે.
ફેસબુકે એવી જાહેરાત કરી છે કે રાજકારણીઓ દ્વારા ફેસબુક પર જે પ્રચાર કરવામાં આવે છે (પેઈડ પોસ્ટ), તેની સત્યતા ફેસબુક ચેક નહીં કરે. મતલબ કે જૂઠ ચલાવવામાં આવતું હોય, તો ફેસબૂક તેને નહીં અટકાવે. આ મુદ્દા પર અમેરિકન કોંગ્રેસે માર્ક ઝકરબર્ગની ગયા અઠવાડિયે લાંબી ઉલટ તપાસ કરી હતી અને એક કોંગ્રેસમેને તો એવું કહ્યું હતું કે ફેસબૂકને વિખેરી નાખવું પડે તેમ છે.
બ્રિટનમાં ચુંટણી આવી રહી છે, તે પહેલાં જ ટ્વિટરે રાજકીય પેઈડ પોસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે, તે નોંધપાત્ર છે. રાજકીય પક્ષો તેમના હરીફોને બદનામ કરવા અને અમુક પ્રકારના ઓપિનિયનને પ્રચલિત બનાવવા અઢળક પૈસા વેરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાં ટ્રોલિંગ પણ પૈસા આપીને થાય છે અને ઘણા પત્રકારો પૈસા લઈને ટ્રોલિંગ કરવાથી લઈને અમુક પ્રકારના ઓપિનિયન લોકોને માથે મારવાનું કામ કરે છે.
આજે સોશિયલ મિડિયા સરકાર બનાવવા થી લઈને બદલવા સુધી માં સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જે લોકો આ વાત નથી સમજતા એમને ખાસ વાંચવા જેવું છે
3rd November 2019
Morning Mushing:નવા વર્ષની ગિફ્ટ, માડી શર્મા...
યુરોપિયન રાષ્ટ્રોના 28 સાંસદ સભ્યોને જે ભારતમાં બોલાવી શકે, દિલ્હીમાં વડાપ્રધાન સાથે તેમની મુલાકાત કરાવી શકે, જ્યાં ભારતના ચૂંટાયેલા સંસદ સભ્યોને જવાની મનાઈ છે અને અમુક ચૂંટાયેલા જેલમાં બંધ છે, તે કાશ્મીરમાં તેમને ફરવા લઈ જઈ શકે અને ત્યાં આર્મી હેડક્વાર્ટર પર ડિનર ગોઠવી શકે, તે માડી શર્મા છે કોણ? આ બધો જ ખર્ચ જાતે ઉઠાવ્યો છે. આટલો બધો પાવર, અત્યાર સુધી ગુમનામ હતી, તેવી આ સ્ત્રી પાસે કઈ હેસિયતથી આવ્યો?
તેના ટ્વિટર એકાઉન્ટ પર તેનો પરિચય આ રીતે છે: 'Social Capitalist : International Business Broker , Education Entrepreneur; Speaker. You must be the Change you want to see.' ઇન્ડિયા ટુડેનો રિપોર્ટ કહે છે કે મધુ શર્મા નામની આ મહિલાનું Westt નામનું એનજીઓ બ્રિટનના નોટિંગઘમમાં રજીસ્ટર છે. સ્ટાફમાં એક જ માણસ છે, ત્યાં કોઈ ઓફીસ નથી અને વાર્ષિક બજેટ 24 કરોડનું છે.
4th November 2019
Morning Musings...ઈર્ષ્યા હોવી જ જોઈએ. બીજા કોઈને કે ખુદને બાળવા માટે નહીં, પણ કઈંક એવું નક્કર કામ કરવા માટે કે જીવનના કોઇ એક તબક્કે સરખામણીની અનિવાર્યતામાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જવાય. ઈર્ષ્યામાં ડર, અસલામતી અને રોષના સ્થાને આશા અને મહત્વકાંક્ષા હોય, તો ઈર્ષ્યા પ્રગતિ અને સફળતાનું ઇંધણ બની જાય. ઈર્ષ્યા કારની ઇગ્નિશન કી જેવી છે. કાં'તો એન્જીનમાં સ્પાર્ક થાય અથવા ખાલી અવાજ જ આવે.
ઈર્ષ્યા જો પ્રોડક્ટિવ ના હોય, તો તે આજીવન તમને (અને બીજાને) દાહ આપતી રહે.
5th November 2019
Morning Mushing:નેવુંના દાયકામાં બાળ ઠાકરે અને તેમની શિવસેનાનો દબદબો હતો અને 1991માં સેના-ભાજપની યુતિમાં કેવી રીતે ઠાકરેની દાદાગીરી ચાલતી હતી, તે બતાવવા આર. કે. લક્ષ્મણે વેધક કાર્ટૂન બનાવ્યું હતું, જેમાં ઠાકરે મહેમાન અને યજમાન બંનેની ખુરશી પચાવી રાખીને યજમાન(પ્રમોદ મહાજન) ને બેસવાનું કહેતા હતા. આજે મહારાષ્ટ્રમાં ઊંઘી સ્થિતિ છે અને ભાજપ યજમાનને વગર ખુરશીએ બેસવાનો આગ્રહ કરી રહ્યું છે!
6th November 2019
Morning Musings...જે પ્રેમમાં લાગણીશીલતા ઓછી અને સંવેદનશીલતા વધુ હોય, તે નક્કર અને સ્વસ્થ હોય. સંવેદના અને લાગણીમાં ફર્ક એ છે કે સંવેદનામાં સંપૂર્ણ ફોક્સ બીજી વ્યક્તિ પર હોય- તેને કેવું લાગશે? લાગણીમાં સંપૂર્ણ ફોક્સ ખુદના પર હોય- મને કેવું લાગશે?
7th November 2019
Morning Musings...સંગાથ માટે કે સંવાદ કરવા માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ એ છે, જેને બોલવા કરતાં સાંભળવામાં વધુ રસ હોય, જેનામાં જ્ઞાનનો ભાર ઓછો અને કુતુહલ વધારે હોય, જેનામાં ઓપિનિયન ઓછા અને આઈડિયા વધારે હોય, જેનામાં 'તું મને સમજતો/સમજતી નથી' તેવી ફરિયાદ ઓછી અને 'હું તને સમજવા માંગુ છું'ની ભાવના વધુ હોય અને જેનામાં (પોતાના અને બીજાના) બે વિરોધી વિચારો સમાવવાની તાકાત હોય.
8th November 2019
Morning Musings..."મારી અંદર કઈંક ખરાબી છે. મને એ મહેસુસ થાય છે. મને એ સમજ પડે છે, પણ એ શું છે, તે મને નથી ખબર. મારો એક ખુબસુરત પરિવાર છે. થોડા મિત્રો છે, જેમની સાથે હું ઘણો સમય પસાર કરું છું, છતાં અંદર શૂન્યતાનો એક અહેસાસ છે. મારામાં એક બેચેની, એક અજનબીપણું છે, જેને હું એક્ટિંગથી ભરતો રહું છું. ટોચ ઉપર બહુ એકલતા હોય છે. મારામાં બૉલીવુડ-ટાઈપની જે ચીજો અથવા ફ્લેમબોયન્સી છે, તે વાસ્તવમાં મારી લાગણીઓ ઢાંકવા માટે છે. મારામાં સાધારણતાનું સાહસ નથી. મારે મારા પિતાની જેમ (ગરીબીમાં) મરી જવું નથી. મારે ગુમનામ રહેવું નથી. મારે માત્ર સફળ જ થવું છે." -શાહરૂખ ખાન, ગોવા ફેસ્ટિવલમાં
9th November 2019
Morning Musings...ભવિષ્યમાં ભારત એક પ્રગતિશીલ, ઉદાર અને આધુનિક મહાન રાષ્ટ્ર હશે કે નહીં, તેની બુનિયાદ આજે મુકાશે. ઇતિહાસ આપણને કેવી રીતે યાદ રાખશે, તે નક્કી કરવાનો ભારતની સુપ્રીમ કોર્ટ, ભારતની જનતા અને ભારતના રાજનૈતિક વર્ગ પાસે આજે એક અવસર છે. આપણે રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છે, અથવા ઇકબાલે કહ્યું હતું તેમ, રામ ઇમામ-એ-હિન્દ (હિન્દુસ્તાનના ધર્મ નેતા) છે. અયોધ્યાનો ચુકાદો જો હાર-જીતના દાયરામાં રહી ગયો, તો આ રાષ્ટ્ર એક ક્રિકેટ ટીમથી ઉપર ઊઠી નહીં શકે. આપણે જો લડાઈની સીમાની પાર ગયા, તો તે રામ-બુદ્ધ-ગાંધીની કક્ષાએ જશે. Choice is yours.
10th November 2019
Morning Musings...કોઈને કશું કહેવું કે પૂછવું હોય-'એક કિલો બટાકા શું ભાવે આવ્યા?' અથવા 'કાલે મહા વાવાઝોડું ત્રાટકશે'- તે સિવાય શા માટે વિચારતા રહેવું જોઈએ? મારે મારી જાત સાથે નિરંતર શા માટે વાત કરતા રહેવું જોઈએ? 'હું સુખી છું,' 'હું દુઃખી છું,' 'હું હતાશ છું' 'પેલો માણસ છે,' 'એ સારો નથી' 'આ ટેબલ સરસ છે,' 'આ ઘડિયાળ છે,' 'મારો દિવસ ભંગાર ગયો,' આવું આપણે સતત, જરૂર ના હોય તો પણ, ખુદને કેમ કહેતા રહીએ છીએ? દરેક વ્યક્તિ એના માથામાં બોલતી રહે છે, જે એને જ સંભળાય છે. એ જોરથી, બીજા સાંભળે તેમ, બોલવાનું ચાલુ કરે, તો આપણે તેને પાગલખાનામાં મૂકી આવીએ છીએ.
11th November 2019
Morning Mushing:એક જ ફ્રેમમાં કેટલી ટેલેન્ટ ઠસોઠસ ભરી છે! ૧૯૭૩માં યુનિવર્સિટી ઓફ દિલ્હીના સુવર્ણજયંતી મહોત્સવમાં (ડાબેથી) ફિલ્મ મેકર સત્યજીત રે, પંજાબી લેખક અમૃતા પ્રીતમ, કર્ણાટકી ક્લાસિકલ ગાયક એમ.એસ. સુબ્બુલક્ષ્મી અને પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી
12th November 2019
Morning Musings..."મારી અંદર કઈંક ખરાબી છે. મને એ મહેસુસ થાય છે. મને એ સમજ પડે છે, પણ એ શું છે, તે મને નથી ખબર. મારો એક ખુબસુરત પરિવાર છે. થોડા મિત્રો છે, જેમની સાથે હું ઘણો સમય પસાર કરું છું, છતાં અંદર શૂન્યતાનો એક અહેસાસ છે. મારામાં એક બેચેની, એક અજનબીપણું છે, જેને હું એક્ટિંગથી ભરતો રહું છું. ટોચ ઉપર બહુ એકલતા હોય છે. મારામાં બૉલીવુડ-ટાઈપની જે ચીજો અથવા ફ્લેમબોયન્સી છે, તે વાસ્તવમાં મારી લાગણીઓ ઢાંકવા માટે છે. મારામાં સાધારણતાનું સાહસ નથી. મારે મારા પિતાની જેમ (ગરીબીમાં) મરી જવું નથી. મારે ગુમનામ રહેવું નથી. મારે માત્ર સફળ જ થવું છે." -શાહરૂખ ખાન, ગોવા ફેસ્ટિવલમાં
13th November 2019
Morning Mushing:વિશ્વ પ્રસિદ્ધ બ્રિટિશ અર્થશાસ્ત્રી અંગૂસ મેડિસન, દુનિયાના આર્થિક ઇતિહાસના નિષ્ણાત હતા. તેમણે આ ડેટા એકઠો કર્યો હતો. 1500ની સાલમાં આપણા સૌની માથા દીઠ આવક લગભગ સરખી જ હતી. 1820માં એમાં મામુલી ફરક આવ્યો અને 2003માં જુવો! આના પરથી પ્રશ્ન એ થાય કે આર્થિક વિકાસમાં સાંસ્કૃતિક માનસિકતાનો કેટલો પ્રભાવ પડતો હશે?
14th November 2019
Morning Musings...સાર્કૅઝમ વેષ-પલટો કરેલી નફરત છે. "હું તો મજાક કરતો હતો" કહીને તમે તમારી નફરતનો બચાવ પણ કરી શકો. સાર્કૅઝમ ગ્રીક શબ્દ 'સાર્કૅઝીન' પરથી આવે છે, જેનો મતલબ થાય છે 'માંસ ચીરવું." એટલા માટે જ કટાક્ષ અથવા વ્યંગની આગળ 'કાતિલ' શબ્દ લાગે છે. જે લોકો સતત વક્રોક્તિનો ઉપયોગ કરતા હોય, તે છુપા દ્વેષ, અસુરક્ષા અને આક્રમકતાથી પીડાતા હોય છે. કટાક્ષ કર્યા પછી તેમને મઝા આવે છે. દાદાગીરી કરતા લોંઠ લોકો માટે મેંણાં મારવાં, કટાક્ષ કરવો કે આડું બોલવું એ એક પ્રકારનું કેથારસિસ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ યુગલમાં હોય છે. કટાક્ષ કરીને તે પરોક્ષ રીતે વર્ષો સુધી હિંસા કરતાં રહે છે, એક બીજાને ચીરતાં રહે છે. સોશ્યલ મીડિયા પર પ્રેમભાવ અને વિવેકબુદ્ધિ ઓછી છે, તેનું કારણ જ એ છે કે પરિણામની કોઈ ફિકર વગર, દૂર બેઠા-બેઠા, ફેસ-ટુ-ફેસ થયા વગર, તમે નફરત, રોષ, સુપિરિયારિટી, વ્યક્ત કરી શકો છો.
15th November 2019
Morning Mushing:મોટાભાગે પુરુષો તેમના ડિપ્રેસનની વાત કે તેનો એકરાર ક્યારેય કરતા નથી. 'મર્દ' હોવાની તેમની ભાવનાની આડે તે આવે છે. સ્ત્રીઓ (દીપિકા પાદુકોણ, મનીષા કોઈરાલા, સમા સિકંદર, અનુષ્કા શર્મા, શાહીન ભટ્ટ, ઈલિના ડિક્રુઝ) તેમના ડિપ્રેસનની એટલી ખુલીને વાત કરે છે કે પુરુષોના મનમાં ધારણા બંધાઈ ગઈ છે કે આ તો બહેનોનો પ્રોબ્લેમ છે. ભારતીય ટીમમાં કપ્તાન વિરાટ કોહલીએ આ ભ્રમ તોડ્યો છે, અને એક આવકાર્ય પગલામાં, તેના આંતરિક સંઘર્ષનો એકરાર કર્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ડિપ્રેસનનો એકરાર કરીને અનિશ્ચિત મુદત માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. ન્યૂઝીલેન્ડના રિચાર્ડ હેડલીએ તો આત્મહત્યાનો પણ વિચાર કર્યો હતો. કોહલીએ સખત દબાવમાં કામ કરતા પુરુષોના આ આંતરિક અંધારાને ઉજાગર કર્યું છે:
"મને લાગે છે કે મેક્સવેલે અનુકરણીય કામ કર્યું છે. તેણે દુનિયાભરના ક્રિકેટરો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું મારી કારકિર્દીમાં (પાંચ વર્ષ પહેલાં) એમાંથી પસાર થયો છું. મને લાગ્યું હતું કે જાણે દુનિયા ખતમ થઈ ગઈ છે. મને ખબર ન નો'હતી પડતી કે શું કરવું, શું કહેવું, કોને કહેવું, વાત કેવી રીતે કરવી. સાચું કહું તો મને મઝા નથી આવતી અને મારે ગેઇમથી દુર જતા રહેવું છે, એવું કહેવાનું સાહસ ન હતું, કારણ કે લોકો એને કઇ રીતે લેશે, એ તમે કહી ના શકો. તમારી માનસિક અવસ્થા સારી ના હોય, તો તમે કોશિશ કરતા રહો, કરતા રહો, પણ મનુષ્ય તરીકે એક યા બીજી રીતે તમારી મર્યાદા આવી જાય અને તમને સમયની જરૂર પડે. છોડીને જતા રહેવાની વાત નથી, પણ તમે પરફોર્મ કરી શકતા ના હો, તો માનસિક સફાઈ પ્રાપ્ત કરવા મારે થોડો અવકાશ લેવો, એ મારી દ્રષ્ટિએ સારી બાબત છે. આ બાબતનું સન્માન કરવું જોઈએ, અને તેને નકારાત્મક રીતે ના લેવી જોઇએ."
16th November 2019
Morning Mushing:તમે શું માનો છો, સરકારો તમારા વિચારો પ્રમાણે ચાલે છે, કે તમે સરકારોના વિચારોને ઓઢીને ફરો છો? સાઉદી અરેબિયાની સ્ટેટ સિક્યુરિટી એજન્સીએ એક વિડિઓ જારી કરીને નારીવાદ, સમલૈંગિકતા અને નાસ્તિકતાનો અંતિમવાદી વિચારધારામાં સમાવેશ કર્યો છે. સ્ટેટ સિક્યુરિટી પ્રેસિડેન્સીના અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પર આ કલીપ પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે, "વતનના ભોગે કોઈપણ બાબતનું વધુ પડતું ચલણ, એ અંતિમવાદ કહેવાય." સાઉદી અરેબિયાના કાનૂન હેઠળ અંતિમવાદી સંગઠનોની તરફેણ કરવી સજાને પાત્ર છે. આ તો કોઈ અંતિમવાદી સંગઠન સરકારમાં આવીને ઉદારવાદને અંતિમવાદી જાહેર કરે, તેના જેવું છે. ધીમે ધીમે બધા દેશોમાં બધી જ વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. એક દિવસ એવો પણ આવશે કે શિક્ષણ અને વિજ્ઞાનને જ અંતિમવાદની કેટેગરીમાં મૂકી દેવાશે.
1)
https://www.indiatoday.in/world/story/saudi-arabia-labels-feminism-atheism-homosexuality-as-extremist-ideas-1618054-2019-11-12
2)
https://www.bbc.com/news/world-middle-east-50401311
17th November 2019
Morning Musings...દુનિયામાં એક માત્ર સેક્યુલર ચીજ જો કોઈ હોય, તો તે પૈસો છે. માણસે બીજા ધર્મના માણસના પ્રત્યેક બુનિયાદી કૃત્યને- ચાહે આહાર હોય, પહેરવેશ હોય કે ચાહે પ્રેમ હોય- ટીકા અને નફરતનું સાધન બનાવી દીધું છે, પણ પૈસાનો હજુ સુધી કોઈ ધર્મ નથી. તમે બીજા ધર્મના ભગવાનમાં શ્રદ્ધા ના રાખો કે બીજા ધર્મના શાસ્ત્રને નફરત કરો, પણ એ જ કોમ કે દેશના પૈસાને તમારા ખુદના પૈસા કરતાં વધુ પ્રેમ કરો છો. હજુ સુધી એવો 'સાચો ધર્મ-ભકત' પેદા નથી થયો, જે 'બીજા ધર્મના' પૈસાનો બહિષ્કાર કરે.
18th November 2019
Morning Musings...તમે તમારી ગણતરી એવી વ્યક્તિઓમાં કરી શકો, જે 'કોનું કોની સાથે શું/કેવું/કેટલું/ક્યાં ચાલે છે' તેનો એકપણ વખત, સીધો કે આડકતરો, ઉલ્લેખ કર્યા વગર, એની બીજી કોઈ પણ વાત, એટલા જ લંબાણ પૂર્વક અને રસપ્રદ રીતે કરી શકે? મતલબ કે, તમારી વાતના કેન્દ્રમાં તે વ્યક્તિ ના હોય, પણ ચર્ચાનો મુદ્દો એના એ વિચારો અને વાતો હોય, જેને તમે 'તું તો આમ છે' અને 'તું તો તેમ છે' એવો કોઈ સંદર્ભ આપ્યા વગર, એ જ વાતને એના કરતાં વધુ સારી રીતે સમજીને તેમાં સુધારા-વધારા કરીને તેને પાછી આપો.
તમે આવું કરી શકો?
19th November 2019
Morning Musings...હું જે લખું છું, તે મારા બેકગ્રાઉન્ડ, મારા ઉછેર, મારા સારા-નરસા અનુભવો અમે મારા કન્ડિશનિંગમાંથી આવે છે. તમે જે સમજો છો, તે તમારા બેકગ્રાઉન્ડ, તમારા ઉછેર, તમારા સારા-નરસા અનુભવો અને તમારા કન્ડિશનિંગમાંથી આવે છે. તમે વાંચીને 'ગેરસમજ' ના કરો, તે શક્ય જ નથી. આપણે દરેક વાંચનને આપણા વિચારો, માન્યતાઓ અને કલ્પનાઓની આગવી 'ભાષા'માં અનુવાદ કરીને જ વાંચીએ છીએ. એટલા માટે જ, જે લખાણ એક વ્યક્તિને મહાન લાગે, તે બીજી વ્યક્તિને નકામું કે બકવાસ લાગે.
20th November 2019
Morning Mushing:ટોડ ફિલિપ્સ નિર્દેશિત અને જોકીન ફીનિક્સ અભિનીત ‘જોકર’ ફીલ્મ માનસિક અસ્વસ્થતાની સશકત અને પ્રમાણિક ફિલ્મ છે. ‘કબીર સિંઘ’ આ ‘જોકર’ની નબળી આવૃત્તિ હતી પણ હતી તો એની જ આવૃત્તિ. જેણે પણ માનસિક ડીસઓર્ડરનો અનુભવ કર્યો હોય (અને એવા ઘણાં છે, પણ ‘જોકર’ આર્થર ફ્લેકની જેમ, ‘મને કશું નથી’નો દેખાવ કરે છે) તેને આ ફિલ્મ બહુ સુસંગત લાગશે. આર્થર તીવ્ર ડિપ્રેસન અને પોસ્ટ ટ્રુમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડરનો શિકાર છે. એને વાહવાહી જોઈએ છે, સ્વીકૃતિ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. એ અપમાનનો શિકાર છે અને કસમયે પોક મૂકીને રડવાની કે છુટ્ટા મોઢે હસવાની બીમારીથી પીડાય છે.
આર્થર એની ડાયરી/જોક બુકમાં લખે છે, “માનસિક બીમારીની સૌથી ખરાબ બાબત એ છે કે લોકો તમારી પાસેથી 'કશું જ થયું નથી' તેવા વ્યવહાર કરવાની અપેક્ષા રાખે છે.” અમેરિકામાં સામુહિક ગોળીબારોની જે બીમારીથી લોકો પીડાય છે, આ ફિલ્મ એના પર એક અગત્યનો પ્રકાશ ફેંકે છે. એક સમાજ બહારથી એટલો બધો સમૃદ્ધ થઇ જાય કે એનું આંતરિક ખોખલું અને સતહી થતું જાય, ત્યારે એક બીમાર પેઢીનો જન્મ થાય છે, જે તેની હતાશા અને જટિલતાઓને આવી રીતે હિંસામાં પ્રગટ કરે છે. ભારત જેવા વિકાશીલ લોકો માટે આ એક સૂચક ચેતવણી છે
21st November 2019
Morning Mushing:કચ્છમાં વૃજવાણી નામના ગામમાં 550 વર્ષ પહેલા બનેલી આ સાચી ઘટના છે. આહિરોનું ગામ. વૃજવાણીમાં એક ઢોલી અદ્ભૂત ઢોલ વગાડે. ગામની સ્ત્રીઓના પગ આ ઢોલીના તાલે રમણે ચડે. એક દિવસ વૃજવાણીમાં મેળો ભરાયો હતો. સવારના પહોરમાં ઢોલીએ ઢોલ વગાડવાનું શરૂ કર્યું. ગામની 140 આહિરાણીઓ રમણે ચડી. બપોર થઈ, સાંજ પડી, રાત થઈ, બીજા દિવસની સવાર સાંજ રાત થઈ. નથી ઢોલી થાકતો નથી થાકતી આહિરાણીઓ. ઢોલીના ગજબના તાલ પર રમતા રમતા આ સ્ત્રીઓ ઘર બાર, બાલ બચ્ચા બધું ભૂલી ગઈ હતી ત્યારે ગામના પુરૂષો દોડી આવે છે.
ઢોલીના તાલ પર ભાન ભૂલીને રમતી ગામની સ્ત્રીઓને જોઈ પુરૂષોને ઢોલી પર ગુસ્સો ચડે છે, અને ગુસ્સામાં પેલા ઢોલીનું માથું જ ઉડાવી દે છે. વાયકા એવી છે કે પેલા ઢોલીનું માથા વિનાનું ધડ પણ કલાકો સુધી ઢોલ વગાડી સ્ત્રીઓને રમાડે છે, અને અંતે તે ઢળી પડે છે. અને ઢોલી ઢળતાં સ્ત્રીઓના પગ થંભી જાય છે અને ગામના પુરૂષોના આ હિચકારા કૃત્ય પર ગુસ્સે થઈ પેલા ઢોલીના શબ સાથે આ 140 આહિરાણીઓ સતી થઈ જાય છે. આજે પણ ગામમાં 141 પાળિયાઓ આ ઘટનાની શાખ ભરતા ઉભા છે. એક ઢોલીનો અને 140 આહિરાણીઓના. કહે છે કે હજી આજેય ઢોલીના પાળીયા પર કાન માંડતા ઢોલના નાદ સંભળાય છે. આ વૃજવાણીમાં કચ્છના આહિરોએ સરસ એક સ્મારક આ ઘટનાનું બનાવ્યું છે જેમા આ 140 શહિદ આહિરાણીઓના તેમના અસલી પહેરવેશમાં આબેહૂબ પૂતળા બનાવીને મૂક્યા છે.
22nd November 2019
Morning Musings...આપણે જો કાગળના ટુકડાના નાણાંકીય મૂલ્યમાં શ્રદ્ધા રાખતા હોઈએ, આપણે જો નવલકથાના પ્લોટ અને ચરિત્રોમાં શ્રદ્ધા રાખતા હોઈએ, આપણે જો સિનેમામાં લાગણીઓની એક્ટિંગમાં વિશ્વાસ રાખતા હોઈએ, આપણે જો કવિતામાં અભિવ્યક્ત પ્રેમમાં શ્રદ્ધા રાખતા હોઇએ, આપણે જો ક્રિકેટ મેચમાં મળેલી હાર કે જીતમાં વિશ્વાસ રાખતા હોઈએ, આપણે જે કપડાં પહેરીએ છીએ, તેના બ્રાન્ડ-નેઇમમાં જો શ્રદ્ધા રાખીએ છીએ, તો આપણે મંદિર-મસ્જિદમાં પણ શ્રદ્ધા રાખવાના. આપણે ફિક્શનમાં, કલ્પનામાં, પોસ્ટ-ટ્રુથમાં, ફેક-ન્યુઝમાં જીવવાવાળી પ્રજાતિ છે. કેમ? કારણ કે બધા જ લોકો, એક સાથે, એક સમાન કલ્પનામાં શ્રદ્ધા રાખે, તો આપસમાં સહકાર સાધવાનું આસાન થઈ જાય છે.
23rd November 2019
Morning Musings...પ્રેમ અને પહેચાન (આઇડેન્ટિટી) પરસ્પર અંતિમ છોર છે. બંને સાથે ના રહી શકે. તમે જો તમારી પહેચાનમાં અલોપ હો, તેનું રક્ષણ કરવાની ફિરાકમાં હો, તેને મજબૂત કરવાની કોશિશમાં હો, તો તમારી પાસે પ્રેમ કરવાનો ચાન્સ નહિવત છે. પ્રેમ ત્યારે જ પ્રગટે, જ્યારે આઇડેન્ટિટીની આગ બુઝાયેલી હોય. એટલા માટે જ પ્રેમની પહેલી શરત સમર્પણ છે; જ્યાં 'હું' ઓગળી જાય છે અને માત્ર 'તે' જ બચે છે.
24th November 2019
Morning Musings...કોઈપણ બાબતમાં પ્રવીણ થવાની અમેરિકન ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફેઇનમેનની (1918-1988) તકનીક:
1. વિષય પસંદ કરો અને તેનો અભ્યાસ કરો
2. વિષયથી અપરિચિત હોય તેને, દાખલા તરીકે બાળકને, તે સમજાવો
3. તમારી સમજણમાં ક્યાં-ક્યાં ત્રુટીઓ રહી ગઈ છે, એને ઓળખો
4. ફરીથી વિષય તપાસો અને આસાન બનાવો!
25th November 2019
Morning Mushing:(દેવેન્દ્ર) ફડણવીસ ફારસી શબ્દ છે: ફર્દ અને નવીસ, એટલે કે જે નોંધ કરે તે. કલમ અને નવીસ પરથી કલમનવીસ (લેખક) શબ્દ આવે છે, તેવું જ. મધ્ય યુગીન મહારાષ્ટ્રમાં મુસ્લિમ શાસનમાં જે લોકો વહીવટી વાતોની ફારસીમાં નોંધ રાખતા હતા, તે ફડણવીસ કહેવાયા. ફડણવીસ બહુ અગત્યનો હોદ્દો હતો અને નાણાંમંત્રી ગણાતા. સવાઈ માધવરાવ પેશ્વાના સમયમાં મરાઠા સામ્રાજ્યનું સુકાન જેના હાથમાં હતું, તે નાના ફડણવીસ નાણાંમંત્રી હતા. ભારત સહિત બીજા 12 દેશોમાં ફડણવીસ અટક પ્રચલિત છે.
26th November 2019
Morning Musings...દુનિયામાં ઉકેલ કરતાં પ્રૉબ્લેમ વધારે છે અને દરેક ઉકેલમાંથી નવા પ્રૉબ્લેમ આવે છે, તેનું કારણ એ છે કે આપણને પ્રોબ્લેમની એવી આદત પડી ગઈ છે કે, પ્રોબ્લેમ ના હોય, તો આપણે જીવતા છીએ કે નહીં, તેની શંકા પડે. આપણે પ્રોબ્લેમ અને તમાશાઓથી મુક્ત થવા ઇચ્છતા નથી, કારણ કે એ છે એટલે તો આપણે વ્યસ્ત રહી શકીએ છીએ. બધા પ્રોબ્લેમ ઉકલી જાય, તો પછી આપણે કરીશું શું? પ્રોબ્લેમ આપણી સામે આવતીકાલના સ્વર્ગનું ગાજર લટકાવે છે, જે આપણા દરેક પ્રયાસોની સાથેસાથે આગળ ખસતું રહે છે. એટલા માટે તો કોઈ પણ સરકાર આવીને તમને એવું નથી કહેતી કે, "મેં તમને સ્વર્ગમાં પહોંચાડી દીધા, મારુ કામ પૂરું થયું." (ઇન ફેક્ટ, સરકારો પ્રૉબ્લેમ ચાલુ રાખવામાં માને છે અને નાસમજ જનતા ને મળેલા કોઈ પણ ઉકેલ માં જનતા પણ પ્રોબ્લેમ શોધવાનું ચાલુ જ રાખે છે.).
27th November 2019
Morning Musings...હું મારી અનાસ્થામાં વધારે સહિષ્ણુ છું
મારી નાસ્તિકતામાં વધારે ધાર્મિક
મારી એકલતામાં વધારે મુક્ત
મારી ઉદાસીમાં વધારે ઉદાર
-હિન્દી કવિ કુંવર નારાયણના મહાકાવ્ય 'આત્મજયી'માં નચિકેતનો તેના પિતા સાથે સંવાદ
28th November 2019
Morning Mushing:તમારી માનસિક તંદુરસ્તી પર ઉંઘનો બહુ પ્રભાવ પડે છે. માનવ ઇતિહાસમાં આપણે આજે સૌથી વધુ કામ કરીએ છીએ અને સૌથી ઓછું ઉંઘીએ છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણા રોજિંદા નિર્ણાયક વ્યવહારો પર ઊંઘની અથવા તેની ગેરહજારીની કેટલી અસર પડે છે. જેની ઉંઘ નિયમિતપણે 7થી 8 કલાકની હોય, તેના વિચારો, લાગણીઓ સ્વસ્થ અને સ્ટ્રેસ રહિત હોય છે. તેમની નિર્ણયશક્તિ સંતુલિત હોય. તે બીજા લોકોના વિચારો અને લાગણીઓને સારી રીતે પ્રોસેસ કરી શકે. મને કોઇપણ માણસની વાતો-વિચારોની ક્વોલિટી પરથી, તેની ઊંઘની ક્વોલિટીની ખબર પડી જાય. ઊંઘ કેવી રીતે અસર કરે છે, તે માટે ઉપરનુ ગ્રાફિક એનલાર્જ કરીને જો જો.
29th November 2019
Morning Mushing:ચૉલા વંશ
અરુણાચલમ્ મંદિર નવમી સદીમાં ચૉલા વંશના રાજાએ બંધાવ્યું એ વાત જાણ્યા પછી આ વંશ વિષે વધારે જાણવાનું મન થયું. દુનિયાના ઈતિહાસમાં સૌથી લાંબુ રાજ્ય ચલાવવા વાળાં વંશ માં એક છે- ચૉલા વંશ, એમનું રાજય 1500 થી વધારે વર્ષ ચાલ્યું.
સંગમ સાહિત્ય અને અશોકના સમયના શિલાલેખોમાં ચૉલા રાજાઓ નો મૈત્રી પૂર્ણ ઉલ્લેખ છે. એ સમય એટલે ક્રાઇસ્ટ પહેલાના 200_250 વર્ષ ( 270 BC to 230 BC) ઈ.સ.0150 માં ભૂગોળશાસ્ત્રી ટૉલેમી (Ptolemy) એ ચૉલા રાજ્યનું વિસ્તારે વર્ણન કર્યું છે. એણે કાવેરી નદી પાસેના ધમધમતા બંદરો "કાવેરીપટ્ટીનમ" અને "નાગપટ્ટીનમ" વિષે લખ્યું છે.
મુખપરંપરાથી પ્રસરતા સંગમ સાહિત્યને આ વંશના સમયમાં ટેકો મળ્યો. ચૉલા રાજાઓ મંદિર બાંધવામાં અને સાહિત્યને સમૃદ્ધ કરવાનો ઉદ્દેશ રાખતા. એ વંશનો તપતો સૂરજ હતો, નવમી સદીમાં, રાજરાજા અને એના પુત્ર રાજેન્દ્ર ચૉલાના સમયમાં એમનું રાજ્ય આખા એશિયાનું આર્થિક, સાંસ્કૃતિક અને લશ્કરી કેન્દ્ર ગણાતું. તાંજાવૂર અને પછી ગંગાઈકૉન્ડા ચૉલાપુરમ્ રાજધાની હતી અને કાંચીપુરમ તથા મદુરાઈ પ્રાંતિક કેન્દ્રો હતાં જયાં કોર્ટ બેસતી. આજનું કર્ણાટક, તમિલનાડુ થી ઠેઠ બંગાળ ની ખાડી સુધી , ઉપરાંતમાં માલ્દીવ્ઝ અને શ્રીલંકા પર પણ એમનું રાજ હતું. અને ઈન્ડોનેશિયાના અમુક વ્યસ્ત બંદર પર કબજો હતો, ચીનના સૉન્ગ રાજ્ય સાથે પણ વ્યાપારી સંબંધ હતાં.
મોગલોનો ઈતિહાસ ઘણો વિગતે ભણ્યા પણ આ દક્ષિણ નું આવું મોટું અને પ્રાચીન સામ્રાજ્ય ન ભણ્યા, ન પછી ય એના વિષે વાંચ્યું.
સંદર્ભ:
1."Chola Dynasty - New World Encyclopedia"
https://www.newworldencyclopedia.org/entry/Chola_Dynasty
2. A History of the Chola Empire of India
https://www.thoughtco.com/the-chola-empire-195485
30th November 2019
Morning Musings...થેંક્યું કહેવું સરળ નથી. એ શિષ્ટાચાર નથી, પણ કૃતજ્ઞતા છે. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે ત્યારે જ કૃતજ્ઞ હોઈ શકો, જ્યારે તમારામાં તે વ્યક્તિની પાત્રતાનો એકરાર કરવાની અને તમને બનાવવામાં તેની ભૂમિકાને ઓળખવાની ક્ષમતા હોય. બીજા લોકોનું કેટલું દેવું તમારી પર છે, તેનો એકરાર કરવો અઘરો હોય છે. આપણને જો એમ લાગતું હોય કે આપણે જે છીએ, તેની પર આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તો આપણે ક્યારેય કૃતજ્ઞતા ના મહેસુસ કરી શકીએ.
1st December 2019
Morning Musings...રોમેન્ટિક અને કલ્પનાશીલ લોકો ભવિષ્ય માટે સકારાત્મક અનુમાન લગાવે, ભૂતકાળને ગ્લોરીફાય કરે અને વર્તમાનમાં છીંડા શોધે. ઇતિહાસમાં પહેલું ભવ્ય સામ્રાજ્ય ઉભું કરનાર રોમન લોકો આને memoria praeteritorum bonorum કહેતા હતા-અતીત હમેશાં બખૂબીથી યાદ રહે. ‘અમારા વખતમાં તો આમ હતું’ અથવા 'મારા ભૂતકાળમાં તેવું હતું' એ વર્તમાનને નીચો પાડીને ભૂતકાળને ઉંચો કરવાની વૃતિ છે. ખયાલી અને નૉસ્ટૈલ્જિક લોકો વર્તમાનથી દુ:ખી હોય છે, અને ભૂતકાળને ગુલાબી ચીતરતા હોય છે.
2nd December 2019
Morning Mushing:(ઉદ્ધવ) ઠાકરેનો અંગ્રેજી સ્પેલિંગ Thackeray છે, જે મૂળ જાણીતા ઇંગ્લિશ નવલકથાકાર William Makepeace Thackeray (1811-1863)ની અટક પરથી કોપી કરવામાં આવ્યો છે. બાળ ઠાકરેના દાદા (કેશવ ઠાકરે ઉર્ફે પ્રબોધન ઠાકરેના પિતા) સીતારામે પનવેલકર અટક અપનાવી હતી, કારણ કે તે પનવેલમાં સ્થાયી થયા હતા, પરંતુ તેમણે કેશવને સ્કૂલમાં દાખલ કરતી વખતે 'ઠાકરે' (Thakre) અટક લખાવી હતી, જે પરિવારની મૂળ અટક હતી. વયસ્ક વયે વાંચનના શોખીન કેશવ, નવલકથાકાર વિલિયમ મેકપીસ ઠાકરેના ચાહક બની ગયા હતા અને તેનાથી પ્રેરાઈને Thakreને બદલે Thackeray સ્પેલિંગ અપનાવ્યો હતો. વિલિયમ ઠાકરે કલકત્તામાં જન્મ્યા હતા, અને 12 વર્ષની ઉંમરે બે નિષ્ફળ સમાચાર પત્રો, ધ નેશનલ સ્ટાન્ડર્ડ અને ધ કોન્સ્ટિટ્યૂશનલ, મારફતે લખવાનું શરૂ કર્યું હતું. પત્રકાર તરીકેની કારકિર્દી પછી તેમણે વ્યંગ લખવાનું શરૂ કર્યું અને ઈંગ્લીશ સમાજની હાંસી ઉડાવતા હતા. બાળ ઠાકરેના પિતા કેશવ ઠાકરેએ ઐતિહાસિક પુસ્તકો, અનુવાદો, નાટકો, જીવન ચરિત્રો, આત્મકથા અને અનેક લેખો લખ્યા છે.
3rd December 2019
Morning Musings...અભિપ્રાયો ઘરની ચાર દીવાલો અને છત જેવા હોય છે. એ તમને વરસાદથી, ટાઢ-તડકાથી, વાવાઝોડાથી, જંગલી પશુઓ અને ઝેરી જંતુઓથી બચાવે ત્યાં સુધી આશ્રય કહેવાય, પણ તમે એમાં કેદ થઈ જાવ, તો જેલ કહેવાય. જેલમાં તમે વધુ પડતા કમ્ફર્ટેબલ થઈ જાવ, તો પછી બહાર નીકળવાની બીક લાગે..
4th December 2019
Morning Musings...સંબંધોની ગહેરાઈ (ઇન્ટિમસી) ત્યારે જ સંભવ બને, જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે આઇડેન્ટિટીની ભાવના મજબૂત હોય. જેને પોતાની આઇડેન્ટિટીની ખાતરી ના હોય, તે વ્યક્તિ પારસ્પરિક ઇન્ટિમસીથી દુર ભાગે, અને એકલવાઈ બની જાય. આઇડેન્ટિટી જેટલી આકાર લે, તેટલી જ મિત્રતા, પ્રેમ, પ્રેરણા કે શેરિંગના સ્વરૂપમાં ઇન્ટિમસી કેળવવાય. તમે જેટલા પોતાને ઓળખો, બીજી વ્યક્તિને જોવા-સમજવાની એટલી જ ધીરજ વિકસતી જાય.
5th December 2019
Morning Musings...આપણે નાના હતા, ત્યારે રમકડાંથી રમતા હતા. પહેલાં સાદું રમકડું હોય. તેનાથી કંટાળીએ, એટલે મમ્મી ચાવીવાળું લાવી આપે. પછી બેટરીવાળું લાવી આપે. પછી સેન્સરથી ઉડે તેવું આવે. મોટા થઈને પણ આપણે આ જ કરીએ છે. સંબંધો હોય, વ્યસનો હોય, શોખ હોય, કે મનોરંજનો હોય, આપણે એકથી કંટાળીએ એટલે બીજાનો ટ્રાય કરીએ છીએ. સાદાથી મઝા ના આવે, તો કોમ્પ્લેક્સ રમકડાંથી રમીએ છીએ. ફર્ક એટલો છે કે મોટી ઉંમરનાં રમકડાંમાં આપણે 'મિનિંગ' શોધીએ છીએ, એટલે આપણે તેને રમકડાં નથી કહેતા. મોટા થઈને પણ આપણે જાતે રમકડાં ખરીદતા થઈ જઈએ છીએ. બસ, રમકડાંથી રમીને ખુશ થવાની બાળ સહજ ક્ષમતા જતી રહે છે. રાજેશ વ્યાસ ની ગઝલ નો શેર છે..... "પહેલા ઢીંગલી પછી ઘરઘર, પછી મુજરો, પછી મંદિર ગયા.
પ્રકાર ફકત બદલાય છે, ક્યાં રમત બદલાય છે ?
--રાજેશ વ્યાસ 'મીસ્કીન'
આ ગઝલનો અન્ય એક શેર માણો:
"કૈંક ખરીદવા નીકળ્યા હો ને ખુદ વેચાઇ જાવ તમે,
આ બજારુ ભાવની વધઘટ સતત બદલાય છે.
પ્રકાર ફકત બદલાય છે, ક્યાં રમત બદલાય છે ?
6th December 2019
Morning Mushing: ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી, ત્યારે ભારત વિશ્વનું ત્રીજા ભાગનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પેદા કરતું હતું. ૧૮મી સદીની શરૂઆતમાં વૈશ્વિક જીડીપીમાં મુઘલ સામ્રાજ્યનું યોગદાન ૩૭ ટકા હતું, જ્યારે બ્રિટનનું યોગદાન ૩ ટકાથી ઓછું હતું. આજે ફેસબુક,ગૂગલ, વોલમાર્ટ અને એક્કોન મોબાઇલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખુદ એક સામ્રાજ્યની જેમ ચાલે છે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ભારત-ચીન જેવાં વિશાળ બજારોમાં હિત ધરાવે છે અને તેમનાં હિત જળવાઈ રહે તે માટે સરકારો સાથે સાઠગાંઠ રાખે છે. આજે કોઈ એમ કહે કે ફેસબુક અમેરિકાનો વહીવટ હાથમાં લઇ લેશે, તો અસંભવ જ નહીં, હાસ્યાસ્પદ જ લાગે. મુઘલ સામ્રાજ્ય સાથે વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઇ, ત્યારે પણ એવું જ લાગ્યું હતું.
ઇસ્ટ ઇન્ડિયા કંપની: કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ તાકાત આવી જાય તો શું થાય?
૧૬૦૦ની સાલમાં, સર થોમસ સ્મિથેની આગેવાની હેઠળ, લંડનના વેપારીઓના એક જુથે, રાણી એલિઝાબેથ પાસે અરજ કરી કે પૂર્વ ગોળાર્ધને દેશોમાં વેપાર કરવા માટે શાહી સનદ જારી કરવામાં આવે, જેથી સુદૂર પૂર્વના વેપાર પર સ્પેનીશ અને પોર્ટુગીઝ ઈજારાશાહીને ખતમ કરી શકાય. એલિઝાબેથે મંજુરી આપી, અને ઓનરેબલ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા ઇસ્ટ ઇન્ડિયા ટ્રેડીંગ કંપની અથવા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા જોહ્ન કંપની અથવા કંપની બહાદુર અથવા માત્ર ધ કંપનીનો જોઈન્ટ-સ્ટોક કંપની તરીકે જન્મ થયો. વેપારીઓએ કંપનીમાં ૩૦,૧૧૩ પાઉન્ડનું મૂડીરોકાણ કર્યું હતું, જે આજના ૪,૦૦૦,૦૦૦ પાઉન્ડ થાય. મૂળ એનું નામ ‘ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ઇનટુ ધ ઇસ્ટ- ઇન્ડીઝ’ હતું, જેનો મૂળ ઉદેશ્ય દક્ષિણપૂર્વ એશિયાના ઇલાકાઓમાંથી (જેને ઇસ્ટ-ઇન્ડીઝ નામ આપવામાં આવ્યું) કપાસ, સિલ્ક, ઈન્ડીગો ડાઈ, મીઠું, મરી-મસાલા, ચા અને અફીણનો વેપાર કરવાનો હતો.
શરૂઆતમાં આ કંપનીનાં જહાજો હિન્દ મહાસાગરના પાણીમાં ડચ અને પોર્ટુગીઝ વેપારી જહાજો સાથે લડાઈ કરવા સુધી સીમિત હતાં, પણ ૧૬૧૨માં હજીરા-સુરત પાસે સુવાલીના બીચ પર, પોર્ટુગીઝો પર નિર્ણાયક જીત મેળવીને પહેલીવાર ક્ષેત્રીય પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એમાં બ્રિટિશ તાજ અને મોઘલ સામ્રાજ્ય, બંનેના આશીર્વાદ હતા. એ જ વર્ષે, કંપનીની વિનંતીથી, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએ અને મુઘલ સમ્રાટ નુર-ઉદ-દીન સલીમ જહાંગીર વચ્ચે સુરત અને આસપાસના વિસ્તારોમાં કંપનીના માણસોને રહેવા અને વેપાર કરવા દેવાના કરાર થયા. બદલામાં, જહાંગીરને યુરોપનો માલસામાન મળવાનો હતો.
ત્યારે કોઈને, એલિઝાબેથને કે જહાંગીરને ખુદને, અંદાજ ન હતો કે ૨૫૮ વર્ષ પછી કંપની પુરા ભારતીય ઉપખંડને બ્રિટિશ તાજને હવાલે કરી દેશે. ૧૬૦૦માં એલિઝાબેથ જયારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આકાર આપી રહી હતી, ત્યારે ભારતમાં ઉત્તરીય અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણમાં ડેક્કનનાં મેદાનો સુધીના ૭૫૦,૦૦૦ ચોરસ માઈલના સામ્રાજ્ય પર મુઘલોનું રાજ ચાલતું હતું. ૧૬૦૦માં યુરોપને ઈર્ષ્યા આવે તેવી સમૃદ્ધિ મુઘલ સામ્રાજ્યની હતી, ત્યારે દુનિયામાં મુઘલોનો લશ્કરી અને સંસ્કૃતિક વિકાસ ચરમસીમાએ હતો.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અગાઉ ૧૭મી સદીમાં ભારતનું પાણી પીધું હતું, પણ તેમને ફૂલહાર કરીને વધાવ્યા જહાંગીરે. સુવાલી બીચ પરની લડાઈ પછી થયેલા કરાર અંતર્ગત જહાંગીરે, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએના નામે એક પત્રમાં લખ્યું હતું, “તમારા શાહી પ્રેમના બદલામાં મેં મારા તાબા હેઠળનાં તમામ રજવાડાં અને બંદરોને આદેશ આપ્યો છે કે તેઓ ઈંગ્લીશ રાષ્ટ્રના વ્યાપારીઓને મારા મિત્ર-દેશના નાગરીકો તરીકે આવકારે. તેઓ જ્યાં ચાહે ત્યાં રહી શકે છે, તેમને કોઈ અવરોધ નહી નડે અને કોઈપણ બંદરે તે આવે, ત્યારે પોર્ટુગઝો કે બીજા કોઈ તેમની શાંતિનો ભંગ ના કરે. તેઓ મરજી પડે ત્યાં ખરીદ-વેચાણ કરીને તેમના દેશમાં લઇ જઈ શકે છે. અમારી દોસ્તી અને પ્રેમના બદલામાં તેઓ તેમના જહાજોમાં મારા મહેલને શોભે તેવી ઉત્તમ ચીજો લાવે.”
જહાંગીરની મંજુરી બાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર થાણા અને ફેકટરીઓ નાખી.૧૬૪૭ સુધીમાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં ૨૩ ફેકટરીઓ હતી, જેમાં દરેકમાં ૯૦ કર્મચારીઓ હતા અને તેમનો એક ‘ફેક્ટર’ એટલે કે મુખ્ય વેપારી સાહેબ હતો. એક સદી સુધી કંપનીનું ધ્યાન વેપાર કરવામાં જ હતું, પણ ૧૮મી સદીમાં મુઘલ સામ્રાજ્યની કેન્દ્રિય સત્તા નબળી પડી અને સ્થાનિક રાજ્યો તાકાતવર થયાં, એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજકારણ અને લશ્કરી બાબતોમાં દરમિયાનગીરી કરતી થઇ.
આનું એક મુખ્ય કારણ ફ્રેંચ ઇસ્ટ કંપની હતી, જેને ૧૬૬૪માં ફ્રાંસના નાણામંત્રી જીન-બેપ્ટીસ્ટ કોલ્બર્ટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હરીફાઈમાં બનાવી હતી અને જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સક્રિય હતી. એનો એક ડિરેક્ટર, ફ્રાન્કોઇસ કેરોન, ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ૩૦ વર્ષ કામ કરી ચુક્યો હતો. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ૧૭મી સદીમાં સ્થાપવામાં આવી હતી, અને તે નફો રળતી કોર્પોરેશન ઓછી અને કંપની-સ્ટેટ વધુ હતી. ડચ ઇસ્ટ કંપની દુનિયાની પહેલી લીસ્ટેડ કંપની હતી અને આજે દુનિયામાં મલ્ટીનેશનલ કોર્પોરેશનો જે રીતે આધુનિક વેપાર કરે છે, તેનું પહેલું મોડેલ આ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યું હતું. ડચ કંપની પોતે જ એક સામ્રાજ્ય હતું.
ટૂંકમાં, ત્રણ વૈશ્વિક કંપનીઓ ભારતના વિશાળ રોટલા માટે છીનાઝપટી કરી રહી હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આ બે ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની હરીફાઈમાં ઉતરીને સ્થાનિક રજવાડાં સાથે સત્તાની ખેલાડી બની ગઈ. ૧૮૦૩માં, જયારે તેનો વેપારી સિતારો મધ્યાહને હતો, ત્યારે તેની પાસે ૨૬૦,૦૦૦ના સૈનિકોનું ખાનગી લશ્કર હતું, જે બ્રિટિશ સૈન્ય કરતાં બે ઘણું મોટું હતું. જેને કંપની રુલ અથવા કંપની રાજ કહે છે, તેની શરૂઆત થઇ ૧૭૫૭માં, જયારે પ્લાસીના યુદ્ધમાં કંપનીએ બંગાળના નવાબ મીર જાફર અને તેના ફ્રેંચ સમર્થકોને હરાવી દીધા અને કઠપૂતળી બની ગયેલા નવાબે રાજ્યની આવક કંપનીના ચરણે ધરવાનું શરુ કરી દીધું. આજે પણ રાજનીતિમાં કોઈ દગો કરે, તો તેને ‘મીર જાફર’ કહેવામાં આવે છે. કંપનીએ તેનો પહેલો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સને કલકત્તામાં નીમ્યો, જે સીધો જ બંગાળનો વહીવટ કરતો હતો.
ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આ રાજ ત્યાંથી શરુ થયું અને ૧૮૫૮માં તે પૂરું થયું, જયારે ૧૮૫૭માં મેરઠમાં કંપનીના સૈન્ય સામે સિપાઈઓએ નાકામ વિદ્રોહ કર્યો. ત્યાં સુધીમાં મુઘલ સામ્રાજ્ય કમજોર પડી ગયું હતું અને દિલ્હીમાં તેના ૮૧ વર્ષના વૃદ્ધ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરને, મેરઠના વિદ્રોહીઓએ ‘હિન્દુસ્તાન’નો મહારાજા જાહેર કરી દીધો. બ્રિટિશરોએ ઝફરને રંગુનમાં દેશનિકાલ કર્યો, અને તે ત્યાં જ મરી ગયો. બીજી તરફ બ્રિટિશ હુકુમતે બ્રિટિશ સંસદમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૮૫૮ પાસ કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિખેરી નાખી અને પુરા ભારતનો સીધો વહીવટ હાથમાં લીધો. આ બ્રિટિશ વહીવટ અથવા રાજ ૮૯ વર્ષ રહ્યું અને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતના વિભાજન સાથે પૂરું થયું.
લંડનના ‘ધ ટાઈમ્સ’ સમાચારપત્રએ ૮ એપ્રિલ, ૧૮૭૩ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ‘મૃત્યુનોંધ’ના આ સમાચારમાં લખ્યું હતું, “માનવ જાતીના ઈતિહાસમાં આ વેપારી કંપનીએ જે કામયાબી મેળવી છે, તેવી બીજી કોઈએ નથી મેળવી અને વર્ષોનાં વર્ષ સુધી કોઈ મેળવી પણ નહીં શકે.” કંપની પછી નામ માત્ર પુરતી જ રહી. ૧૯૮૦ના દાયકામાં રોકાણકારોના એક જુથે તેના હક્ક ખરીદી લીધા અને કપડાંની કંપની સ્થાપી, જે ૧૯૯૦ના દાયકા સુધી ચાલી. તે પછી સંજીવ મહેતા નામના બ્રિટિશ-ગુજરાતી રોકાણકારે તેને પાછી ખરીદી અને ૨૦૧૦માં પહેલો લક્ઝરી સ્ટોર ખુલ્લો મુક્યો.
આ લેખનો મૂળ હેતુ એ સમજાવાનો છે કે કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ અને અનિયંત્રિત તાકાત આવી જાય તો શું થાય, તેનું આ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉદાહરણ છે. તાજેતરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ‘અનાર્કી’ નામનું પુસ્તક લખનાર મૂળ સ્કોટીશ ઈતિહાસ લેખક વિલિયમ ડર્લીમ્પલ કહે છે કે, “ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, ત્યારે ભારત વિશ્વનું ત્રીજા ભાગનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પેદા કરતું હતું. કંપનીએ ભારતની અર્થવ્યવસ્થાને લુંટવાનું જ કામ કર્યું હતું. ઇન ફેક્ટ, ભારતીય ભાષાઓમાંથી સૌ પહેલા શબ્દો અંગ્રેજીમાં ગયા, તેમાં ‘લુંટ’ શબ્દ છે.”
આજે અમેરિકામાં ફેસબુકની તાકાતને લઈને ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે અને તેના સીઈઓને યુએસ કોંગ્રેસમાં ઉલટતપાસ થઇ ચુકી છે. ફેસબુક પર આરોપ છે કે તેણે અમેરિકાની ચુંટણીમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ થવા દીધો છે. ફેસબુક ‘લિબ્રા’ નામનું ખુદનું ડીજીટલ ચલણ લાવી રહ્યું છે, જેનાથી ડોલર, પાઉન્ડ, યુરો અને અન્ય કરન્સીઓનું ભાવી ડામાડોળ છે.
ગૂગલ, વોલમાર્ટ અને એક્કોન મોબાઇલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખુદ એક સામ્રાજ્યની જેમ ચાલે છે અને નાની-મોટી સરકારોને નચાવે છે.
ઘણી સરકારોના આવી કોર્પોરેટ કંપનીઓમાં સ્વાર્થ હોય છે, અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ૧૭૭૦ના દાયકામાં થયું હતું તેમ, સરકારો ‘બેઇલ-આઉટ’ પેકેજ જાહેર કરીને, તેમને પાછી પગભર કરે છે. આજે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ભારત-ચીન જેવાં વિશાળ બજારોમાં હિત ધરાવે છે અને તેમનાં હિત જળવાઈ રહે તે માટે સરકારો સાથે સાઠગાંઠ રાખે છે.
૧૮મી સદીની શરૂઆતમાં વૈશ્વિક જીડીપીમાં મુઘલ સામ્રાજ્યનું યોગદાન ૩૭ ટકા હતું અને ચીનને જરાક પાછળ છોડ્યું હતું, જ્યારે બ્રિટનનું યોગદાન ૩ ટકાથી ઓછું હતું.
આજે કોઈ એમ કહે કે ફેસબુક અમેરિકાનો વહીવટ હાથમાં લઇ લેશે, તો અસંભવ જ નહીં, હાસ્યાસ્પદ જ લાગે. મુઘલ સામ્રાજ્ય સાથે વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઇ, ત્યારે પણ એવું જ લાગ્યું હતું.
7th December 2019
Morning Mushing:ઉપર લખ્યું છે એ દેશના વિવિધ શહેરોમાં એક દિવસ માં બનેલા રેપ ના બનાવો છે...
પુરુષો શા માટે રેપ કરે છે?
રેપને નૈતિકતાની ગેરહાજરી સાથે કોઈ સંબંધ નથી. પ્રત્યેક પુરુષ, ચાહે 'સારા' ઘરનો હોય કે 'શુદ્ધ' હોય, રેપ કરવા માટે સક્ષમ છે. તમે જો દિમાગને વાંચવાનું યંત્ર વિકાસવો, તો ખબર પડે કે બહારથી સજ્જન લાગતા પુરુષના મનમાંથી પણ કોઈ સ્ત્રીને જોઈને 'ફોર્સ' કરવાનો ખયાલ પસાર થાય છે. રેપ એ પુરુષની બાયોલોજી છે, અને સમાજે તે સ્વીકારેલી છે. ઇન ફેક્ટ, સમાજમાં રેપનું નોર્મલાઇઝેશન થયેલું છે. સ્ત્રી વાપરવાની વસ્તુ છે, ઘરમાં પૂરી રાખવાની જણસ છે, પરિવાર-કુળની ઈજ્જતની રખેવાળ છે, તે ગંદી છે અને સાફ રાખવાની વસ્તુ છે, તે માનસિકતા જ સ્ત્રી સામેના અપરાધને વૈદ્યતા બક્ષે છે. પુરુષો રેપ કરે છે, કારણ કે તેમને ખબર છે કે રેપ નોર્મલ બીહેવીયર છે. જીન્સના પેન્ટ કે ટૂંકા કપડાં નહીં પહેરવાની સલાહ સ્ત્રીને જ અપાય છે ને! સ્ત્રી જ રેપને આમંત્રણ આપે છે ને! છોકરો તો તાંબાનો લોટો છે, માંજી નાખો એટલે ઉજળો થઈ જાય ને!
આ આપણા સમાજની માનસિકતા છે.
પડોશમાં તકરાર થાય, તો તે ઘરની સ્ત્રીઓના નામે ગાળો બોલવી કે યુદ્ધમાં દુશ્મનની સ્ત્રીઓને ઉઠાવી જઈને રેપ કરવી, બંને એક જ માનસિકતાની એક જ સાઈડ છે. સેક્સુઅલ જબરદસ્તી આપણી માઇથોલોજી, સાહિત્ય, સિનેમા અને સમાજમાં એક સ્વીકૃત હથિયાર છે. આમાં સ્ત્રીઓ ય સાદ પુરાવે છે.
કેટલા પરિવારમાં છોકરાઓને છોકરીઓની ઈજ્જત કરવાનું શીખવાડવામાં આવે છે?
એક છોકરો તેની બહેન કે તેની માતાની મજાક ઉડાવે કે નીચી પાડે, ત્યારે કેટલા પપ્પાઓ અને દાદાઓ તેને ટકોરે છે? ઑનલાઈન પર સ્ત્રીનું ટ્રોલિંગ થાય, ત્યારે તેમાં સેક્સુઅલ કોમેન્ટ કેમ આવે છે?
પુરુષોની તમામ ગાળો સ્ત્રીલક્ષી કેમ છે?
સ્ત્રીઓ માટે જ અહીં જવાય અને ત્યાં ના જવાય, આમ કરાય અને તેમ ના કરાય, આ બોલાય અને તે ના બોલાય, તેવા કાયદા કેમ છે?
દરેક પરિવાર, દરેક સમાજ, અને દરેક પુરુષ પરોક્ષ રૂપે રેપને પ્રોત્સાહન આપે છે. રેપ એ કોઈ અભણ, ગંદા પુરુષના સેક્સુઅલ આવેશનો અપરાધ નથી. રેપ એ સ્ત્રી વિરોધી માનસિકતા અને વ્યવસ્થાનું પરિણામ છે, અને એટલે જ દેશમાં ક્યારેય કોઈ કાનૂનથી રેપ નહીં અટકે.
બીજાઓએ તો ઠીક, પણ સ્ત્રીઓએ, અને સ્ત્રીઓની ચિંતા કરવાવાળાઓએ, આ ખાસ વિચારવું પડશે કે હિંસક મર્દાનગી (બળાત્કાર)નો પ્રોબ્લેમ, હિંસક મર્દાનગી (હત્યા)થી નહીં ઉકેલાય, તે વધુ સંગીન થશે. મર્દની હિંસા બેધારી તલવાર છે, એવી સાદી સમજ પણ આપણને નથી, તે આશ્ચર્યની વાત છે. આ કારણથી જ, સ્ત્રી અધિકારો માટે લડનારા લોકો મૃત્યુદંડની સજાની ખિલાફ છે, જ્યારે બળાત્કાર બદલ 'જાહેરમાં લટકાવો'ની માગણી કરતા પુરુષો જ, બહુ આસાનીથી અને રૂટિનમાં સ્ત્રીઓનો રેપ કરવાની ધમકીઓ ઉચ્ચારે છે, સ્ત્રીઓ માટે પ્રતિબંધો ફરમાવે છે અને ખાનદાનની ઈજ્જત બચાવવા તેનું ઓનર-કિલિંગ કરે છે. જાહિલ સમાજોમાં બળાત્કાર કરવાનો અને હત્યા કરવાનો એકાધિકાર પુરુષો પાસે રહ્યો છે, તેનાથી ઇતિહાસ ભરેલો છે.
બળવો પોકારવો જ હોય તો સરકાર કાયદો બનાવે અને કાયદાનો અમલ કરાવે, સ્ત્રી સ્વતંત્ર સ્વરક્ષણ સાથે જીવી શકે એના માટે હોવો જોઈએ. સાથે એ ઇચ્છનીય છે કે કાયદાકીય રીતે કાનુની સજા આટલી જ કડક અને ઝડપી બને કે કાનુન ઉપર લોકોને વિશ્વાસ બેસે અને આવા એન્કાઉન્ટરની ઉજાણી કરવાની જરૂર જ ના રહે.
અત્યારે જે થયુ તે જો કે સારુ જ થયું છે અને થવું જ જોઈએ એ હું પણ માનું જ છુ છતા લાંબા ટુંકા વિચાર ને બાજુએ રાખીને વાત કરીએ તે કદાચ આદર્શ સ્થિતીની હોય, પણ ભારતમાં આવા જધન્ય અપરાધ ના કાયદા આદર્શ સ્થિતી ના નથી એ ના ભૂલવું જોઇએ.
નિર્ભયાના અપરાધી હજી સાત વર્ષ પછી પણ જીવે છે એ વિચાર જ હચમચાવી મૂકે છે.
હૈવાન પુરુષની ખરાબ માનસિકતા ભલે ના બદલે પણ લોકોને એટલી #આશ તો રહેવી જ જોઈએ કે ગુન્હાના પ્રમાણસર ગુનેગારને સજા મળશે.
અહીંયા ભારતમાં હાલ તો ફાંસી આપવી એ બહુ જ જટીલ અને અતિ મુશ્કેલ વાત છે. લગભગ અશક્ય જેવી. આવા જઘન્ય અપરાધ માં મોતથી નીચેની કોઈ સજા જ ન હોય, જે કાનુની રીતે ખૂબ પેચીદુ છે. એમાં સુધારો થાય એના માટે લોકો એ ભેગા થવું જોઈએ. ભારતમાં આવા અમાનવીય અપરાધીઓને છાવરવામાં પણ કેટલીક સક્રિય ટોળકી ને વાંધો નથી આવતો. જો કે તેમનો સરકારના વિરોધ કરવા સિવાય નો બીજો કોઈ એજન્ડા કે હેતુ હોતો જ નથી. માનવાધિકાર નું તો ખાલી બહાનુ હોય છે.
અપરાધીઓ - ભ્રષ્ટાચારીઓ ડરે તે ખૂબ જરૂરી છે.
બળાત્કાર સ્ત્રીનો થતો હોય છે પણ સંસ્કાર, ભણતર, ઘડતર આખા સમાજના ઉઘાડા પડે છે..
8th December 2019
Morning Mushing:Added more on 1st November 2019 Mushing
ભારતના અમુક નાગરિકોના ફોનમાં જાસૂસી કરનાર ઇઝરાયેલ NSO ગ્રૂપ અંગે યુનિવર્સિટી ઓફ ટોરંટોની સિટિઝન લેબે 2018માં કહ્યું હતું કે ઓપરેટિંગ સિસ્ટમનાં છીંડાની લાભ લઈને તેણે પૅગાસુસ પ્રોગ્રામ બનાવ્યો છે, જે ફોનને હાઇજેક કરી શકે છે. તે તમારા તમામ ફોન કોલ્સ, કોન્ટેક્ટ્સ, મેઈલ, મેસેજીસ, વિડિઓ અને ફોટાઓ પર નિગરાની રાખી શકે છે અને એમાં ઘાલમેલ પણ કરી શકે છે.
NSO ગ્રૂપના ગ્રાહકોમાં પશ્ચિમ એશિયાની આપખુદ અને નિર્દયી સરકારોનો સમાવેશ થાય છે અને તેના નિશાન પર માનવધિકારની રક્ષા કરનારાઓ છે. મેક્સિકોમાં પત્રકારો અને રાજકીય કાર્યકરો સામે પેગાસુસનો ઉપયોગ કરવા બદલ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. અમુક દેશોમાં તો નિશાને ચઢેલા અમુક લોકો જેલમાં ગયા છે અથવા મરી ગયા છે.
આ ગ્રૂપના કર્તાહર્તા ઓમરી લાવીએ અને શાલેવ હુલીઓ છે, જે બંને ઇઝરાયેલના આર્મી યુનિટ 8200 સિગ્નલ ઇન્ટેલિજન્સના નિવૃત સૈનકો છે. NSO ગ્રૂપ જેવી જ ટેકનોલોજી અનેક ખાનગી કોન્ટ્રાક્ટરો આપે છે. ઇટલીની હેકિંગ ટીમ, યુએસની ફીનફીશર અને ભારતની વોલ્ફ ઇન્ટેલિજન્સ સંસ્થાઓ આઈફોન હેક કરી શકે છે.
NSO ગ્રૂપ 500,000 ડોલરની ઈન્સ્ટોલેશન ફી ઉપરાંત 650,000 ડોલરના ખર્ચે તેના ગ્રહકોને 10 ફોન હેક કરવાની સુવિધા આપે છે. સાદી ભાષામાં કહીએ તો, દુનિયાભરમાં અનેક કંપનીઓ પેગાસુસ જેવા પ્રોગ્રામ બનાવે છે અને વિવિધ દેશોની સરકારને અને પ્રાઈવેટ કંપનીઓ ને વેચે છે.
"Pegasus" નામ ઘણું સરસ છે. Astronomy યાદ કરાવી દે છે કારણકે space માં એક "square of Pegasus" નામ નું constellation છે. ગુજરાતી માં તેના માટે "ખાગસ્વ" શબ્દ છે.
9th December 2019
Morning Mushing:જીવન બદલવું હોય, તો આટલું કરો (ઉંધા ક્રમે):
10. ભૂતકાળમાં ના જીવો, વર્તમાનને બહેતર બનાવો
9. બિનજરૂરી વ્યક્તિઓ અને વસ્તુઓની ઉપેક્ષા કરો
8. સવાલો પૂછો, કુતુહલ કેળવો, રોજ નવું શીખો
7. થોડું મૌન રાખો, મનમાં ઘૂંટ-ઘૂંટ ના કરો
6. રોજ વાંચવાની આદત પાડો, થોડું લખો
5. સુખ નહીં, સાર્થકતા શોધો
4. ચાલવાનું રાખો, શરીરને સ્ટ્રેચ કરો.
3. લાંબા ગાળાના સંબંધો કેળવો, જજમેન્ટલ ઓછા થાવ
2. ખુદની માન્યતાઓને ચેલેન્જ કરો, નવું સ્વીકારો
1. પ્રત્યેક ક્ષણે આવતા વિચારો, ભાવનાઓ અને શારીરિક અનુભૂતિઓ પ્રત્યે સંપૂર્ણપણે સજાગ રહીને જીવો
10th December 2019
Morning Musings...
બેવકૂફ લોકોનો પાવર તેમના આત્મવિશ્વાસમાંથી આવે છે. બેવકૂફ લોકો પાસે અઘરામાં અઘરી દરેક બાબતોના જવાબો હોય. હોંશિયાર લોકો સંદેહ માટે થોડીક જગ્યા રાખે, અને તેમની પાસે દરેક બાબત માટે સવાલો હોય. એટલા માટે જ, બેવકૂફ લોકો હોંશિયાર માણસને તેમના જવાબોના લેવલ પર લાવીને તેમને બેવકૂફ સાબિત કરી દે. જીવનમાં સ્ટુપીડ સવાલ જેવું કશું હોતું નથી. સવાલ પૂછવા એ ખુદ બુદ્ધિમાની છે. હા, જવાબ સ્ટુપીડ જરૂર હોઈ શકે.
મોસ્કોમાં એક ખેડૂતે તેની ગાયોને VR (વર્ચુઅલ રિયાલિટી) ગ્લાસ પહેરાવાની શરૂઆત કરી છે, જેથી ગાયો આનંદિત રહીને વધુ દૂધ આપે. ભવિષ્યમાં આપણે એટલા વિકસી જઈશું કે આપણી વચ્ચે બે પ્રકારના વર્ગો હશે: VR પહેરલા મનુષ્યો અને VR વગરના મનુષ્યો. આજે જેમ ગરીબ અને તવંગર વચ્ચે વર્ગ સંઘર્ષ છે, તેવી રીતે ભવિષ્યમાં VR અને બિન-VR વર્ગ વચ્ચે સંઘર્ષ હશે! :-) આમેય, 'સોસિયલ મીડિયા ઉપર હોય' અને 'સોસિયલ મીડિયા ઉપર ના હોય,' તેવા બે વર્ગ તો અસ્તિત્વમાં આવી જ ગયા છે !
પ્રાચીન માણસ પોતાને મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને જીવનને બહેતર બનાવવા માંગતો હતો, એટલે તેણે ધર્મનો આવિષ્કાર કર્યો હતો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું શરૂ કર્યું હતું. ધર્મ મનુષ્યની સેવા અને કલ્યાણ માટે હતો. ઉત્તરોત્તર ઈશ્વરની એ કલ્પના એટલી શક્તિશાળી બની ગઈ કે માણસની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં તબ્દીલ થઇ ગઇ અને માણસ ધર્મની સેવા અને કલ્યાણ માટે બલિદાન આપતો થઈ ગયો. એટલા માટે ગરીબમાં ગરીબ અને અભણમાં અભણ માણસ પણ પોતાની મુસીબતોનો ભૂલીને ધર્મ અને ઈશ્વરની 'મુસીબતો' દૂર કરવા ફના થઈ જાય છે. ધર્મનું કલ્યાણ એ માણસનું કલ્યાણ નહીં, માણસનું કલ્યાણ એ ધર્મનું કલ્યાણ, એમ હોવું જોઇતું હતું, માનવ ઇતિહાસમાં આ એક મોટી ગરબડ થઈ છે.
Right to Information (RTI) અયોધ્યા મંદિર ના ચુકાદા કરતાં પણ આનાં દુરગામી પરિણામો આવવાનાં છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના હોદ્દાને RTI હેઠળ લાવવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો લોકશાહીને મજબૂત કરનારો અને વહીવટમાં પારદર્શિતા લાવનારો છે. મજાની વાત એ છે કે સુપ્રીમ કોર્ટના જ અધિકારિઓ વ્હાલા થવા માટે હાઇકોર્ટેના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, અને ચીફ જસ્ટિસે પોતે જ હવે કહ્યું કે આ ઓફીસ RTI હેઠળ આવવી જ જોઈએ. હવે રાજકીય પક્ષોને પણ આ એક્ટ નીચે લાવવા જોઈએ.
પચીસ-પચાસ વર્ષ પહેલાં ડિપ્રેશન આજના જેટલું વ્યાપક ન હતું. કેમ? કારણ કે આપણને ત્યારે આજના જેટલું સુખનું વ્યસન પણ ન હતું. ભૌતિક પ્રગતિએ માણસને વ્યક્તિગત સુખનો નશેડી બનાવી દીધો છે. આજે દરેકને વ્યક્તિને પોતાના સુખની ચિંતા છે. સુખની એ અવિરત અને અવાસ્તવિક શોધ તમને ડિપ્રેસ કરે છે. તમને જો એ ખબર જ ના હોય કે સુખ શું છે, તો તમે ક્યારેય દુઃખી ના થાવ. દુઃખનો ઉપાય સુખમાં નહીં, પણ શું દુઃખી કરે છે તેની સમજમાં છે.
સમાચાર પત્રોની આવરદા પુરી થઈ રહી છે અને ડિજિટલ પત્રકારત્વ યુવાન થઈ રહ્યું છે, એવા વાવડ વચ્ચે કોલંબો, શ્રીલંકાનું 18th August નુ ધ સન્ડે ટાઈમ્સ અધધધ 354 પાનાનું છે, 11 વિભાગો છે અને એમાં 228 પાનાંની વિજ્ઞાપન છે. કિંમત છે, (ભારતીય) 32 રૂપિયા. અને વિચારવા જેવું છે કે ત્યાં દરેક વીક એન્ડ ના આવું બને છે અને એ પેપર માટે કેટલા વૃક્ષો નુ નિકંદન નીકળતું હશે. પણ નથી સરકાર ને ત્યાં કોઈ સમજ કે નથી પ્રેસ ચલાવવા વાળા ને ચિંતા.
ખરો ચમત્કાર જીન્સનો નહીં, કહાનીઓનો છે. આપણે કોઇપણ અજાણ્યા માણસ સાથે સંબંધ બાંધી શકીએ છીએ કારણ તે પણ આપણી જેમ ઈશ્વર, રાષ્ટ્ર, પૈસા કે માનવાધિકારમાં વિશ્વાસ રાખે છે. આમાંની એકપણ ચીજનું નક્કર અસ્તિત્વ નથી, એ લોકોએ ઉભી કરેલી કહાનીઓમાં છે. બ્રહ્માંડમાં ના તો ઈશ્વર છે, ના રાષ્ટ્ર, ના પૈસો કે ના માનવાધિકાર-એ માત્ર મનુષ્યની સહિયારી કલ્પનામાં જ છે. તમે કોઈ ચિમ્પાન્ઝીને એની પાસેનું કેળું તમને આપવા માટે એવું કહીને મનાવી ના શકો કે તું ચિમ્પાન્ઝીઓના સ્વર્ગમાં જઈશ, પછી ત્યાં તને અખૂટ કેળાં મળશે. માત્ર માણસો જ આવી વાર્તાઓમાં વિશ્વાસ રાખે છે. -યુવલ નોઆ હરારી
એક ડાહ્યો માણસ મૂર્ખ માણસને તરત ઓળખી જાય, કારણ એ તે ખુદ એકવાર મૂર્ખ હતો. એક મૂર્ખ માણસ ડાહ્યા માણસને ના ઓળખી શકે, કારણ કે તે ક્યારેય ડાહ્યો ન હતો. -અલી ઈબ્ન અબી તલીબ
20મી સદીના ધુંઆધાર ઇંગ્લિશ લેખક ટેડ હ્યુજીસે કહ્યું હતું, "તાળીઓના ગડગડાટ એ એબ્યુસ કરવાની કે તમારી ઉપર માછલાં ધોવાની શરૂઆત છે." જે લોકો આજે તમને શિખર પર જોઈને ખુશ થાય છે, તે કાલે તમારા પતન માટે ઇંતેજાર કરશે. લોકોને બોલવા માટે તમાશો જોઈએ છે. ગુજરાતીમાં પોતાના ગમતા લેખકોને એબ્યુસ કરતા 'ચાહકો'ને પણ જોયા છે. ઇન્દિરા માટે જે લોકો તાળીઓ પાડતા હતા, તે આજે મોદી ઈન્દિરાની નિંદા કરે, ત્યારે ફૂલ વરસાવે છે. આસારામને ભગવાન બનાવનારાઓ આજે એમને શેતાન તરીકે જોઈને "અમે ન્હોતા કે'તા"નો ભાવ બતાવે છે. તમારી સાસિયલ મિડિયા ઉપર આવતા ચાહકોની આપસી ચેટમાં તમારા માટે ચુન ચુન કે અપશબ્દો રિઝર્વ છે. વખાણ તમને નકલી અને બેઇમાન બનાવે છે, વ્યક્તિ ને વખાણની ટેવ પડે છે, અને એ જ એના પતનનું પણ કારણ બને છે.
તમને તમારા વિચારો માટે સજા કરવી શક્ય નથી, એટલે તમને તમારા બોલવા માટે દંડવામાં આવે છે. અભિવ્યક્તિની આઝાદીનો અર્થ જ વિચારવાની આઝાદી થાય છે. તમારે જે બોલવું છે, તે બોલતા પહેલાં, તમારે જો વિચાર કરવો પડે, તો તમે એનો વિચાર કરવો કે નહીં, તેનો પણ બે વાર વિચાર કરશો. બોલવા માટે નીતિ-નિયમો-કાયદાઓ એટલા માટે છે, જેથી તમારા વિચારવા પર નિયંત્રણ રાખી શકાય. "આવો વિચાર કરવો કે તેવો વિચાર કરવો પાપ કહેવાય" એવું પહેલાં ધર્મોએ ઠરાવ્યું હતું. હવે એ જ કામ કાનૂનની સંહિતા કરે છે. એટલા માટે કોઈનું માથું વાઢવું એ સૌથી બહાદુરીનું કામ ગણાય છે, કારણ કે એ વિચારોનું સેન્ટર છે. આપણા જેવા સાધારણ માણસોની આપસી સમસ્યા જ એકબીજાના વિચારોની સમસ્યા છે. તમારું ચાલે, તો તમે સૌથી પહેલાં મારા વિચારો પર જ પાબંધી લગાવો.
ભગવદ ગીતા એક એવો ગ્રંથ છે કે જેની ઉપયોગીતા શેમાં ન હોય તેવો પ્રશ્ન થવો જોઈએ અને એટલે જ હીંદુ ધર્મ માં બધાનો “ફેવરીટ” ગ્રંથ રહ્યો છે. આ એક એવો ગ્રંથ છે કે તમે એને જે દ્રષ્ટિકોણથી એને જોવા માંગો એ દ્રષ્ટિકોણથી તમે જોઈ શકો.
વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર – આ તમામના ઘડતરમાં ભગવદ ગીતા વણાયેલી હોવી જ જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. તદઉપરાંત વ્યક્તિનો વ્યવસાય કે નોકરી, વ્યક્તિની પ્રોફેશનલ જિંદગી કે કોર્પોરેટ કંપનીનું મેનેજમેન્ટ – આ તમામમાં પણ ભગવદ ગીતા વણાયેલી હોવી જોઈએ. આજે તો કોર્પોરેટ વર્લ્ડમાં ઉત્કૃષ્ટ મનેજમેન્ટ માટે ભગવદ ગીતાને સાંકળીને તાલીમ પણ અપાય છે.
તેવી જ રીતે ભગવદ ગીતાના સિદ્ધાંતો અને આદર્શોનો સમાવેશ (૦૧) રાજકારણ, (૦૨) સમાજકારણ અને (૦૩) ધર્મકારણમાં પણ થવો જ જોઈએ.
આજે ભાગવત ગીતા ની વાત એટલે યાદ આવી કે બોબ બ્લેકમેન UK સાંસદ, હેરો ઇસ્ટ (UK) ના પાર્લિયામેન્ટ-સભ્ય તરીકે ભાગવત ગીતા ના શપથ લીધા હતા. બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતાનું સન્માન કરવું એ આપણા માટે ખૂબ જ ગર્વ લેવાની બાબત છે. બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા ની સપથ લેનારા બોબ પ્રથમ સાંસદ છે.
ભગવદ ગીતામાં કૃષ્ણે દર્શાવેલા પથ-પ્રદર્શક સિદ્ધાંતો ઉપર જો વ્યકિત આગળ વધે તો તે હંમેશા તમામ પ્રકારના દુષણો અને સમસ્યાઓ સામે અવશ્ય જીત મેળવે જ છે. (બોબ એ આપેલા એક ઇન્ટરવ્યૂ નુ ભાષાંતર)
ભગવદ ગીતા વિચારોનો ગ્રંથ છે. વિચારોનું શાસ્ત્ર છે. વિચારો જયારે સિદ્ધાંતમાંથી આચારમાં બદલાતા હોય છે ત્યારે નાગરિકને તેના પરિણામ મળતા હોય છે. જે વિચારો સિદ્ધાંતમાં ન બદલાય તે દુર્બળ વિચારો છે અને જે સિદ્ધાંતો આચારમાં ન બદલાય તે વાંઝિયા સિદ્ધાંતો છે.
રાષ્ટ્રીય સંદર્ભમાં આપણે ભગવદ ગીતાને જોઈએ તો ભગવદ્ ગીતા એ એક રાષ્ટ્રીય ગ્રંથ પણ છે. રાષ્ટ્ર ઉપર આવેલી આપત્તિ અને તે આપત્તિ સામે ઝઝૂમવાની જે પ્રેરણા આપે અને આપત્તિને દુર કરાવે એનું નામ તો રાષ્ટ્ર ધર્મ છે. એટલે ભગવદ ગીતા એ રાષ્ટ્રીય ગ્રંથ પણ છે.
અનેક રાષ્ટ્રપુરુષોએ એમાંથી પર્યાપ્ત પ્રેરણા લીધી છે. લોકમાન્ય તિલકે એમાંથી પ્રેરણા લઈને કર્મયોગ પર ગ્રંથ લખ્યો છે. ગાંધીજીએ પણ એમાંથી પ્રેરણા લીધી છે. શ્રીમદ ભગવદ ગીતા ઉપર આજ દિન સુધીમાં એનો અર્થ અને ભાવ સમજાવતાં ઘણાં ભાષ્યો,નિબંધો અને પુસ્તકો લખાયા છે અને પ્રવચનો થયાં છે અને થતાં રહેશે.
સામાન્ય માણસ માટે આ બધું વિવેચન વાંચવું અને સમજવું સહેલું નથી. એટલા માટે ગીતાના મુખ્ય સંદેશનો સાર આપવાના પ્રયત્ન અવારનવાર થતા જોવા મળે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસે તો આવા પ્રયત્નની હદ કરતાં કહ્યું છે કે “ગીતા શબ્દના અક્ષરો ઉલટાવો એટલે તાગી-એટલે કે ત્યાગી થઇ જાય. ત્યાગ કરતાં શીખો એટલે તમારી ઉન્નતિ થઇ જશે. ગીતામાં જે લખ્યું એ આમાં આવી ગયું.”
પ્રોપેગેંડા એટલે કે પ્રચાર કેવી રીતે કામ કરે? 5 પોઇન્ટ્સ:
1. એ સંવાદને ટાળે. પ્રોપેગેંડાએ સફળ થવું હોય, તો એ તો ડિટેલમાં ના જાય, ચર્ચા ના થવા દે, જવાબો ના આપે.
2. પ્રોપેગેંડામાં ટોળું જ મહત્વનું હોય, વ્યક્તિમુ નહીં. પ્રોપેગેંડા ત્યારે જ અસરકારક બને, જ્યારે તે વ્યક્તિ ટોળામાં હોય. એટલા માટે તેની પાસે વ્યક્તિગત સવાલના જવાબ ના હોય.
3. પ્રોપેગેંડા સૌથી પહેલાં શિક્ષણ અને ઇતિહાસ પર કબજો જમાવે. આ બે જ બાબતો એવી છે, જે માણસોને વિવેકબુદ્ધિથી વિચારવા સક્ષમ બનાવે છે, અને વિવેકબુદ્ધિ એ પ્રોપેગેંડાની દુશ્મન છે.
4. પ્રોપેગેંડા સમાચારો અને માહિતી પર કંટ્રોલ મૂકે. પ્રોપેગેંડાએ સફળ થવું હોય, તો સમાચાર માધ્યમો તેના કહ્યામાં હોવાં જોઈએ.
5. પ્રોપેગેંડાનો ઉદેશ્ય લોકોના અભિપ્રાય બદલવાનો નહીં, લોકોને એક્શન લેતા કરવાનો હોય છે. પ્રોપેગેંડાને માણસની તાર્કિક વિચારશક્તિમાં નહીં, તેની અતાર્કિક એક્શન લેવાની ક્ષમતામાં રસ હોય છે.
કોઈ ગુરુ, કોઈ શાસ્ત્ર, કોઈ ચોપડી તમને આત્મજ્ઞાન ના આપી શકે. તમે સાંભળીને, વાંચીને જે રટણ કરો છો, એ તો ઉછીનું જ્ઞાન છે. તમે પારકા અનુભવને પોતાનો કરીને, બદલાઈ જાવ કે ખુદને જાણી જાવ તેવી અપેક્ષા સેવો છો, પણ તે વાંઝીયો પ્રયાસ છે. એટલે જ કહે છે કે પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ. બીજાના જ્ઞાને જ્ઞાની થવાતું હોત, તો ગુરુઓ અને ચોપડીઓનો ધંધો ક્યારનો બંધ થઈ ગયો હોત.
જો સમજણ હોય, તો અનુશાસનની જરૂર ના પડે. સમજણ નક્કર પરિવર્તનનો પાયો છે. અનુશાસન મગજ વગરના એવા પ્રાણીઓ માટે હોય છે, જેમને શું સારું અને શું ખરાબ, તેની સમજણ ના હોય. અનુશાસનમાંથી જે પરિવર્તન આવે, તે તકલાદી હોય. પરિવર્તનના નામે તે દમન છે. તે સતહી હોય છે, અને ગહેરાઈમાં મૂળ સમસ્યા જીવતી રહે છે. મોટાભાગના લોકો માટે સમજણ અઘરી પ્રક્રિયા છે, અને એટલે જ તેઓ ધાર્મિક કે સામાજિક અનુશાસનના ચાહક હોય છે. અનુશાસન દંભ પર નભે છે. પાયામાંથી કશું બદલ્યા વગર, જો પરિવર્તનનો દેખાવ થઈ શકતો હોય, તો સમજવાની મગજમારીમાં ક્યાં પડવું?
ટ્રોલર-કોસ્ટર રાઈડ: 15 લક્ષણો
1 ટ્રોલ કરતી વ્યક્તિ મોટાભાગે ઊંડી અસલામતીથી પીડાતી હોય છે, એટલે એ ઓનલાઈન પ્લેટફોર્મ પર સતત નકારાત્મક વ્યવહાર અને ફરિયાદો કરીને સેડીસ્ટિક એટલે કે પરપીડાનો આનંદ લે.
2. સતત નકારાત્મકતા શોધે. બધાની વૉલ ચેક કરે. કોણ શું લખે છે, એમાં કોણ જવાબ આપે છે, તે બહુ ધ્યાનથી જુવે અને જગ્યા મળે, એટલે લાગ જઈને એમાં જંપલાવે.
3. મોટભાગે અંગત જીવનમાં બહુ દુઃખી હોય, અનિંદ્રાની અને ડિપ્રેસનની બીમારી હોય. વિચારો અને આવેગો પર સંયમ ના હોય.
4. ભડકાઉ કોમેન્ટ લખે-ગંભીર ચર્ચા માટે નહીં, પણ ચિઢ કાઢવા અથવા લોકોને અપસેટ કરવા માટે.
5. લોકો તેમની સાથે એંગેજ થાય અને જવાબ આપે, તો ઉત્તેજના અને સંતોષ અનુભવે.
6. સામેવાળી વ્યક્તિ ઉચિત દલીલ પેશ કરે, તો પણ એ ન તો સ્વીકારે કે ન તે વ્યક્તિને માર્ક આપે.
7. વિચારની સામે પ્રતિ-વિચાર ના આપે. વિચારની સામે વ્યક્તિગત થઈને 'તું આમ છે અને તું તેમ છે' એવો તર્ક કરે.
8. 'વાતો કરવા માટે થેંક્યું' અથવા 'તમારી કહેલી વાતો પર વિચાર કરીશ' એવું કહીને ક્યારેય ચર્ચાનો અંત ના લાવે, કારણ કે ટ્રોલને બધું વેરણઝેરણ કરવામાં જ મઝા આવે.
9. વિરીધી અભિપ્રાયને સહન ન કરી શકે, એટલે સામાન્ય કરતાં લાંબો સમય સુધી દલીલો કરે રાખે, જેમાં દલીલો ઓછી અને ફરિયાદો વધુ હોય.
10. કોઈ ટ્રોલ કહીને બોલાવે તો નિર્દોષ બની જાય. "મને અભિવ્યક્તિની આઝાદી છે, તમે એ સહન કરી શકતા નથી' એ એનું સ્ટાન્ડર્ડ વાક્ય હોય. વાસ્તવમાં તે નિર્દોષ નથી હોતા. તેઓને પેટ્રોલ છાંટવામાં જ રસ હોય, ગુણવત્તાભરી ચર્ચામાં નહીં.
11. ગંદા અને આક્ષેપોથી ભરેલા શબ્દો વાપરે. સુર હિંસક અને પીડાવાળો હોય. તાર્કિક વાતો ના કરી શકે, એટલે વ્યક્તિગત હુમલા કરે.
12 તમને મૂળ મુદ્દા પરથી તૃત્યમ મુદ્દા પર લઈ જાય. જનરલ સ્ટેટમેન્ટ બહુ ફેંકે. દાખલા તરીકે, 'તમે બધા આવા જ હો છો,' અને એ રીતે નવી ચર્ચા છેડે.
13. એક જગ્યાએ તેમની ઉપેક્ષા થાય અને કોઈ જવાબ ના આપે, એટલે બીજી કોઈ જગ્યાએ જઈને કજીયો શરૂ કરે. શરૂઆતમાં બહુ સરસ રીતે ધ્યાન આકર્ષિત કરે, અને પછી 'મહેફિલ' જામે, એટલે બાટલીઓ ફોડે.
14 ડાહ્યા માણસો એમને જવાબ આપવાનું બંધ કરે, તો તેઓ મનોમન એવો સંતોષ લે કે 'જોયું, હું જ જીત્યો.'
15.ઈન્ટરનેટ ટ્રોલ અને મનોરોગી (સાઇકોપાથ)માં સામ્ય છે. બીજી વ્યક્તિ પ્રત્યે હમદર્દીની ગેરહાજરી હોય અને પોતાના વ્યવહાર માટે અપરાધબોધની ભાવના ના હોય. તેમને પોતાના જ કૃત્યની મઝા આવે.
પોલેન્ડના સૌથી જુના ચર્ચમાં ડો. હરિવંશરાય બચ્ચનની પ્રતિમા. તેમના હાથમાં અંગેજી કવિઓના અનુવાદ અને તેમનું એક પુસ્તક છે. ગયા સોમવારે અહીં ડો. બચ્ચનની યાદમાં પ્રાર્થના યોજાઈ હતી, જેમાં યુરોપમાં શુટિંગ કરી રહેલા, અમિતાભ બચ્ચને પણ હાજરી આપી હતી.
मुसलमान औ' हिन्दू है दो, एक, मगर, उनका प्याला,
एक, मगर, उनका मदिरालय, एक, मगर, उनकी हाला,
दोनों रहते एक न जब तक मस्जिद मन्दिर में जाते,
बैर बढ़ाते मस्जिद मन्दिर मेल कराती मधुशाला!
૫૦ વર્ષ પહેલાં, ૨૪ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ, નાસાના એપોલો ૮ સ્પેસક્રાફ્ટે પહેલીવાર અવકાશમાંથી પૃથ્વી પર એક તસ્વીર મોકલી હતી, જેમાં ચંદ્ર પર પૃથ્વીનો ઉદય થઇ રહ્યો હતો. એ તસ્વીરને અર્થરાઈઝ કહે છે. અવકાશયાત્રી વિલિયમ એન્ડેરસે ચંદ્ર ફરતે ચક્કર લગાવતી વખતે આ તસ્વીર લીધી હતી. ચંદ્રની સપાટી પર પૃથ્વીનો 'સૂર્યોદય' થઇ રહ્યો હોય અને તેનો થોડોક ભાગ હજુ અંધકારમાં ડૂબેલો હોય, એવી આ પહેલી તસ્વીર હતી. પહેલીવાર જ કલર તસ્વીર પણ લેવામાં આવી હતી. એન્ડેરસે તસ્વીર લીધી, ત્યારે સાથી અવકાશયાત્રી બોર્મન સાથેનો સંવાદ પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો:
Anders: Oh my God! Look at that picture over there! There's the Earth coming up. Wow, that's pretty.
Borman: Hey, don't take that, it's not scheduled. (joking)
Anders: (laughs) You got a color film, Jim? Hand me that roll of color quick, would you...
Lovell: Oh man, that's great!
છેવટે તો પ્રત્યેક વ્યક્તિ માત્ર પોતાને જ સમજે છે. તમે એકમાત્ર એવા છો, જેની પાસે 'મારો મતલબ આ હતો' એવી સ્પષ્ટતા કરવી પડતી નથી. બાકી બધું તો ગેરસમજ જ હોય છે. -રેનાતે ડોર્રેસ્ટેઇન, ડચ લેખક
આઈના દેખ કર તસલ્લી હુઈ
હમ કો ઇસ ઘર મેં જાનતા હૈ કોઈ -ગુલઝાર
"આમ આસાન પણ જબરદસ્ત રીતે તીવ્ર એવાં ત્રણ જુનૂને મારી જિંદગીને નિયંત્રિત કરી છે: મહોબ્બતની આરજુ, જ્ઞાનની ખોજ અને માનવજાતની પીડા માટે અસહનીય હમદર્દી. આ જુનૂને, એક સખ્ત પવનની માફક, સંતાપના મહાસાગરની નિરંકુશ દિશાઓમાં મને આમ-તેમ ઉડાડયો છે અને હતાશાના છોર પર પહોંચાડ્યો છે. " -બટ્રાંન્ડ રસેલની આત્મકથાનું ઉઘડતું વાક્ય.
હું ફિલ્મોમાં ક્યારેય મેક-અપ નથી કરતો, અને હવે તો મારી ઉંમર દેખાવા પણ લાગી છે. પડદા ઉપર ઉંમરવાન દેખાવું, એ કાચા-પોચા લોકોનું કામ નથી. હું બ્રાડ પિટથી બે જ વર્ષ મોટો છું, પણ મારી ઉંમર વધુ દેખાય છે, જેની મને બહુ હતાશા રહેતી હતી. હવે એવું નથી. મારામાં હવે એ કેટેગરીમાં ફિટ થઈને ટોમ ક્રુઝ અને બ્રાડ સામે પરાસ્ત થવાની જરૂરિયાત નથી રહી. મને મારા સફેદ વાળ અને કરચલીઓ ગમે છે. હું વીસી અને ત્રીસીમાં હતો, તેના કરતાં આજે મારા ચહેરા પર જે ધાર અને ચરિત્ર છે, તે મને ગમે છે. મને કોઈ બોટોકસની જરૂર નથી. મરેલા દેખાવું, તેના કરતાં વૃદ્ધ થતા રહેવું, એ સચ્ચાઈમાં હું અનુકુળ છું. -જ્યોર્જ કલૂની, 58, હોલીવુડ સ્ટાર.
માણસ ગમે તેટલો મહાન હોય, એને જ્યાં સુધી બીજા લોકોની તાળીઓ અને તરીફની જરૂરિયાત છે, ત્યાં સુધી તે ઇમાનદાર નહીં બની શકે. લોકો વાહવાહી કરે તેમાંથી એને જો કીક વાગતી હોય, તો એ બીજા લોકોના ટેસ્ટ પ્રમાણે જ ખુદને પેશ કરશે. સંપૂર્ણ ઈમાનદારી માટે એકલા પડી જવાનું સાહસ જોઇએ.
તમારે જો ખુદનો વિકાસ કરવો હોય, તો તમારા કરતાં વધુ બુદ્ધિશાળી, સફળ અને પ્રતિભાશાળી લોકોની વચ્ચે રહેવુ (એ તમારી કુત્રિમ વાહવાહી નહીં કરે અને તમને અસલામતી આપીને મોટિવેટ કરતા રહેશે). તમારે જો સુખનો અહેસાસ કરવો હોય, તો અર્ધદગ્ધ, અસફળ અને અણઆવડત લોકોની દોસ્તી કરવી (એ તમને સતત મહાનતાનો અહેસાસ કરાવતા રહેશે).
ઇચ્છાશક્તિ અને અવસર મળે, તો તમારી અંદર એવી કઈ 5 બાબતો છે, જે તમે 2020માં કરવા ઇચ્છશો? મારી 5 બાબતો આ પ્રમાણે છે:
1. નકારાત્મકતા દૂર કરવી અને બેહતર બનવા નો પ્રયત્ન વધુ કરવો
2. બૌદ્ધિક અહંકારમાંથી બહાર આવવું
3. વધુ મળતાવડા અને હમદર્દ થવું
4. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, જીવનમાં અસર કરી ગયેલા લોકો પ્રત્યે 'થેન્ક યુ'નો ભાવ કેળવવો
5. મન (વિચારો)માં ઓછું, શરીર (પ્રકૃતિ)માં વધુ જીવવું.
તમે શું કરશો?
જીવનમાં સાર્થક કામ હોય, નક્કર સંબંધ હોય અને આનંદ મળવાનો વિશ્વાસ ટકેલો હોય, તો પછી દુઃખી થવું કે અસંતોષી હોવું અશક્ય છે. આ ત્રણમાંથી એકની પણ ગેરહાજરી હોય, તો બાકીના બે તેનો અર્થ ગુમાવી દે.
બહુ બધા લોકો એકની એક વાતને ફરી ફરી દોહરાવીને જીવતા હોય છે. તેમની પાસે એક જ વિચાર હોય, એક જ તર્ક હોય, એક જ અભિવ્યક્તિ હોય, ગણીને ચાર વાક્યો અને મર્યાદિત શબ્દભંડોળ હોય. આનું કારણ એ છે કે તેઓ ફિક્સ અનુભવમાં જીવે છે. તેમની સવાર અને સાંજ પ્રિડિક્ટિવ હોય છે. તેઓ તેમના દિવસો અને વિચારોના રેપિટિશનમાં જીવે છે. જે લોકો હરહંમેશ દિલચસ્પ જીવે છે, તે જ દિલચસ્પ સંવાદ કરી શકે.
ઇતિહાસનું પુનરાવર્તન: મહાભિયોગનો સામનો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચુંટણી-પ્રચારના શ્રીગણેશ ઈરાનના સૌથી વરિષ્ઠ અને તાકાતવર મિલિટરી જનરલ કાસેમ સુલેમાનને મોતને ઘાટ ઉતારીને કર્યા છે. રાષ્ટ્રપતિની સીધી સૂચનાથી, યુએસ હવાઈ સેનાએ શુક્રવારે બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરેલા હુમલામાં, સુલેમાન અને અન્ય એક ટોચના કમાન્ડન્ટનું મોત થયું હતું. આ હુમલા પછી ટ્રમ્પે તેમના ટ્વિટર પર અમેરિકાનો ધ્વજ પોસ્ટ કર્યો હતો. ઈરાનના સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડમાં કુડ્સ ફોર્સના નેતા સુલેમાનના મોતના પગલે બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, જે બીજા દેશોને પણ અંદર ખેંચી લેશે. ઇરાને કહ્યું છે કે અમેરિકા આકરી જવાબી કારવાઈ માટે તૈયાર રહે. ટ્વિટર પર ત્રીજા વિશ્વયુદ્ધનું હેશટેગ પણ ચાલી રહ્યું છે.
આપણી લાગણીઓનો આધાર આપણી સાથે અને આપણી આજુબાજુમાં જે કંઈ થઈ રહ્યું છે, તેનું આપણે કેવું અર્થઘટન કરીએ છીએ, તેના પર છે. ઘટનાઓ કરતાં ય વધુ તો આપણે એમાંથી શું અર્થ કાઢીએ છીએ અને કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ, તેનાથી આપણી લાગણીનું સ્વરૂપ નક્કી થાય છે. જે લોકોએ સુખ અને શાંતિ આપે તેવાં વ્યવહાર-વર્તન કરવાની ક્ષમતા ગુમાવી દે છે, તે લાગણીઓમાં તરફડિયાં મારતા રહે છે.
ઇઝરાયેલી બેસ્ટ સેલર ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના ગુજરાતી ચાહકોને આ સમાચારમાં રસ પડશે. તહેરાનના પુસ્તક પ્રકાશકોએ હરારીનાં પુસ્તકોના ખરીદ-વેચાણને અપરાધ જાહેર કર્યો છે. ઈરાનના સાંસ્કૃતિક મંત્રાલયે ગયા મે મહિનામાં હરારીનાં પુસ્તકોને પ્રતિબંધિત જાહેર કર્યા હતાં. મંત્રાલયે દાવો કર્યો હતો કે આ પુસ્તકો ઉત્ક્રાંતિવાદને પ્રોત્સાહન આપે છે અને જૂઠો ઈતિહાસ પેશ કરે છે. પ્રકાશકોએ ચેતવણી જારી કરી છે કે હરારીનાં પુસ્તકો વેચનાર સામે કાનૂની પગલાં ભરવામાં આવશે. ઈરાનના કટ્ટરવાદીઓ લાંબા સમયથી હરારીનાં પુસ્તકોના ચલણની ટીકા કરી રહ્યા છે અને હરારીને ઝિઓનિસ્ટ (યુહૂદી રાષ્ટ્ર ઈઝરાયેલનો સમર્થક) ગણે છે. હરારીનાં પુસ્તકોને તેઓ પશ્ચિમના કાવતરા તરીકે જુવે છે, જેનો ઉદેશ્ય દેશની ઇસ્લામિક વ્યવસ્થાને કમજોર કરવાનો છે. હરારીનાં પુસ્તકોમાં હોમો સેપિયન્સ, હોમો ડેયસ, 21 લેશન્સ ફોર 21 ફર્સ્ટ સેન્ચુરી અને મનીનો સમાવેશ થાય છે. -ધ ન્યુ યોર્ક ટાઈમ્સ
તમે જ્યારે તમારી વર્તમાન શાંતિને અવગણીને ભવિષ્યની શાંતિ માટે જંગ કરો, તો તમને ક્યારેય શાંતિ ના મળે. માણસ ક્યારેય શાંતિથી રહી શક્યો નથી, કારણ કે તેની સામે શાંતિનું એક એવું ગાજર લટકાવવામાં આવ્યું છે કે તે શાંતિ માટે યુદ્ધ કરે છે! માણસ એટલો તકલાદી છે કે તે શાંતિ માટે કાં'તો મરી જાય છે, અથવા મારી નાખે છે. સદીઓ પછી પણ માણસ શાંતિમાં રહેવાની બહાદુરી વિકસાવી શક્યો નથી, તે માનવજાત તરીકેની આપણી એકમાત્ર સૌથી મોટી નિષ્ફળતા છે. જાનવરો ભૂખ લાગે ત્યારે જ બીજાને મારે છે. ભર્યા પેટનો માણસ માત્ર વિચારના વિરોધમાં કોઈને મારે છે.
પોતાની આંતરિક દુનિયા અને આજુબાજુની બાહ્ય દુનિયાને એક સરખી નજરથી જોવાની ક્ષમતા ના હોય, તેવી બે વ્યક્તિ વચ્ચે સફળ અને સંતુષ્ઠ સંબંધ શક્ય જ નથી. પ્રેમમાં ચાર આંખોનો સરવાળો બે થવો જોઈએ. ઘણા કિસ્સામાં આઠ થઈ જાય છે. બે વ્યક્તિ સંબંધ જ એટલા માટે બાંધે છે, જેથી દુનિયાને બોધગમ્ય અને જીવવા લાયક બનાવી શકાય. બે વ્યક્તિ એવા નાવિક છે, જે અજાણ્યા અને તોફાની સમુદ્રને સમજણના કંપાસના આધારે પાર કરી શકે. એટલે જ પ્રેમનો પર્યાયી શબ્દ સમજણ છે. તમે બીજાની આંખે જોતા થાવ અને બીજાની બુદ્ધિએ સમજતા થાવ, તો કંપાસ વધુ નક્કર અને ચોક્કસ બને.
ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોએ કહ્યું હતું કે, "જે આઈડિયા પરિપકવ થયો હોય, જેના આવવાનો સમય થઈ ગયો હોય, તેને સૈન્ય પણ રોકી ના શકે." આઈડિયા જીનની જેમ કામ કરે છે. જીન જેમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય, તેમ આઈડિયા એક મગજમાંથી બીજા મગજમાં જાય. ઉત્ક્રાંતિમાં લાંબા ગાળે જેમ તંદુરસ્ત જીન જ ટકી રહે છે, તેવી રીતે જે આઈડિયા માનવજીવનને વધુ બહેતર બનાવે, તે જ સ્વિકાર્ય બને છે. જ્યારે હોટમેઇલની શરૂઆત થઈ હતી, ત્યારે દરેક ઇમેઇલની નીચે લખેલું આવતું હતું; Sent via Hotmail. Get your free account. અને એ રીતે જ હોટમેઈલ દુનિયાભરમાં પહેલી ઈમેઇલ કંપની તરીકે પ્રચલિત થઈ ગઈ હતી. ભારતમાં આઝાદી એક આઈડિયા હતો, જેને બ્રિટિશ સૈન્ય પણ અટકાવી શક્યું ન હતું. આઈડિયાનો અસલી ચમત્કાર, માણસની વિચારવાની અને એકબીજા સાથે વાત કરવાની ક્ષમતામાં છે, જે પશુઓમાં નથી. માણસ એકબીજા સાથે વાત કરે છે, એટલે આઈડિયાનો વિકાસ થાય છે.
વાસ્તવિકતા એટલે શું? તેના જવાબમાં, એક ચીની વાર્તા છે;
એક સમ્રાટનો એકનો એક દીકરો બીમાર પડ્યો. તબીબોએ સારવાર કરી પણ ઠીક ના થયો. તેમણે કહ્યું કે, આ બે-ચાર દિવસનો મહેમાન છે. ઈશ્વરને યાદ કરો. સમ્રાટ રડવા લાગ્યો. એને ચમત્કારની આશા હતી. ખાધા-પીધા વગર, આંખનું મટકું માર્યા વગર દીકરાની પથારીએ બેઠો રહયો. એમાંને એમાં સવાર પડી, અને સામ્રાટની આંખો થાકીને બંધ થઈ ગઈ. ઊંઘમાં એને સ્વપ્ન આવ્યું. એને 12 દીકરાઓ છે, અને તેનું સામ્રાજ્ય પુરી પૃથ્વી પર છે. દીકરાઓ ખુબસુરત અને જાંબાજ છે. અપાર સમૃધ્ધિમાં જીવતા હતા.
અચાનક સામ્રાટની પત્નીએ ચીસ પાડીને સમ્રાટને ઉઠાડ્યો. બીમાર દીકરાએ પ્રાણ ત્યજી દીધા હતા. સમ્રાટ હક્કોબક્કો થઈને દીકરાના શરીરને જોતો રહયો. તેનાં આંસુ થીજી ગયાં. હમણાં થોડીવાર પહેલાં તો તેના 12 દીકરાઓ અને વિશ્વ સામ્રાજ્ય હતું, એ બધું ગાયબ થઈ ગયું, અને હવે આ એક દીકરો હતો, તેય ગાયબ થઈ ગયો. સમ્રાટ હક્કોબક્કો બેસી રહ્યો. રાણીને થયું કે તે રડતો કેમ નથી? ગાંડો તો નથી થઈ ગયોને? આ દીકરો કેટલો પ્રિય હતો!
રાણીએ સમ્રાટને હલાવીને પૂછ્યું કે, શું થયું? સુધબુધ ક્યાં ગઇ? સમ્રાટ બોલ્યો કે, કોના માટે રડું? જે 12 જતા રહ્યા, તેના માટે રડું, કે આ એક દીકરી ગયો તેના માટે રડું? 12 દીકરા હતા, તે સ્વપ્ન હતું કે આ એક દીકરો હતો, તે સ્વપ્ન હતું? પહેલાં 12 દીકરા ગયા હતા, હવે 13 દીકરા ગયા. કોનો શોક મનાવું? એ જો સ્વપ્ન હતું, તો આ પણ સ્વપ્ન ન હતું? રાત્રે હું ઊંઘી જઈશ, તો હું બીજું સ્વપ્ન જોઇશ, અને હું તને ય ભુલી જઈશ. પાછો જાગીશ, તો તને યાદ કરીશ. હું તો એક સ્વપ્નમાંથી નીકળીને બીજા સ્વપ્નમાં જાઉં છું. એ ચક્ર ચાલતું જ રહે છે, પણ હવે હું જાગી ગયો છું. હવે હું સ્વપ્નની સાઇકલમાંથી બહાર આવી ગયો છું. સ્વપ્ન માટે શું રડવાનું!
આપણે સતત જાતને કહેતા રહીએ છીએ; મારે લોકપ્રિય થવું છે, મારે આકર્ષક થવું છે, મારે સફળ થવું છે, મારે તાકાતવર થવું છે, મારે યાદગાર થવું છે. કોઈ એવું નથી કહેતું કે, મારે દિલચસ્પ થવું છે. આ અઘરું છે, કારણ કે બીજા બધામાં 'હું' કેન્દ્રમાં હોય છે. માત્ર દિલચસ્પીમાં જ 'બીજા' કેન્દ્રમાં હોય છે. સામેવાળી વ્યક્તિને સાંભળીને તેનામાં શું દિલચસ્પ છે, તે શોધવું પડે. તેને દિલચસ્પ સવાલ પૂછવા પડે. તેની જગ્યાએ ખુદને મૂકીને, તેની કહાની સમજવી પડે. બીજાને 'સારા કે ખરાબ' કે 'કામના કે નકામા' એવા જજમેન્ટથી જોવાના બંધ કરવા પડે. 'કેમ છો-મઝામાં?'ની સતહી કુતૂહલતાને બદલે ગહેરાઈમાં કનેકટ થવું પડે. જે લોકો 'હું'થી છલોછલ ભરેલા ના હોય, તેમનામાં દિલચસ્પ બનવાની જગ્યા બાકી રહી ગઈ હોય છે. જે દિલચસ્પી બતાવે છે, તે જ સૌથી દિલચસ્પ હોય છે.
દિલચસ્પ લોકોની 5 ખાસિયત હોય:
1. એ બોરિંગ ના હોય. તેમની પાસે હંમેશાં કશુંક નવું હોય
2. એ બોલ-બોલ ઓછું કરે, અને સાંભળે ખૂબ
3. એ બીજા લોકોના રસમાં રસ બતાવે
4. એમની પાસે દિલચસ્પ વિચારો-વાર્તાઓ હોય
5. એ લોકો દિલચસ્પ જિંદગી જીવતા હોય.
આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય, અને એ કોઈ જઘન્ય કામ કરે, તો આપણે એનો બચાવ કરીયે અથવા આંખ આડા કાન કરીએ છીએ, પણ આપણને કોઈ વ્યક્તિ ના ગમતી હોય, અને એ ગમે એટલું સારું કામ કરે, તોય આપણે એમાં ખોતરણાં કાઢીએ છીએ. આપણો અંહકાર આપણને સારું જોવા કે કેહવા નહીં દે. આપણે દરેક વ્યક્તિના વ્યવહારને તે વ્યક્તિના આપણા સબ્જેક્ટિવ અનુભવથી મુલવીએ છીએ, નહીં કે તેના વ્યવહારની ઓબ્જેક્ટિવ ક્વોલિટીથી. આપણા માટે જે વ્યક્તિ 'સારી' હોય, તેનું કામ સારું જ હોય. આપણા માટે જે વ્યક્તિ 'ખરાબ' હોય, તેનું કામ ખરાબ જ હોય.
दुर्योधन
जानामि धर्मं न च मे प्रवृत्तिर्जनाम्यधर्मं न च मे निवृत्तिः |
केनापि देवेन हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि ||
(गर्गसंहिता, अश्वमेध०५० | ३६)
‘मैं धर्म को जानता हूँ, पर उसमें मेरी प्रवृत्ति नहीं होती और अधर्म को भी जानता हूँ, पर उसमें मेरी निवृत्ति नहीं होती | मेरे हृदय में स्थित कोई देव है, जो मुझसे जैसा करवाता है, वैसा ही मैं करता हूँ |’
એક ચેહરે પર કઈ ચેહરે લગા લેતે હૈ લોગ.. ૧૨ એપ્રિલ, ૧૯૩૧ના 'ડેઈલી મિલાપ' સમાચારપત્રના કવર પેઈજ પર અવિભાજિત ભારતના બે ગાંધી; મહાત્મા ગાંધી અને સરહદના ગાંધી. ગાંધીજીએ મુસ્લિમ ટોપી પહેરી છે, અને ગફાર ખાને ગાંધી ટોપી પહેરી છે! આર્યસમાજી લાલ કૌશલ ચંદે લાહોરમાં ૧૯૨૩માં આ રાષ્ટ્રવાદી સમાચારપત્ર શરુ કર્યું હતું (લોગોમાં 'ડેઈલી' અને 'મિલાપ' વચ્ચે ૐ છે), અને તે સૌથી વધુ વંચાતું ઉર્દુ સમાચારપત્ર હતું. વિભાજનના તોફાનોમાં પ્રેસ પર હુમલો થયો હતો, અને છ અઠવાડિયા બંધ રહ્યું હતું. વિભાજન પછી 'ડેઈલી મિલાપ' દિલ્હી આવી ગયું હતું, અને આજે પણ ત્યાંથી પ્રગટ થાય છે. જો કે હાલત સારી નથી, પરંતુ પરિવારે વારસો સાચવી રાખ્યો છે. આ ટોપી ની વ્યાખ્યા સેક્યુલર ના નામે સંવિધાન માં સ્થાન લઈ દેશને આજે પણ નુકશાન કરી રહી છે.
સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા, ત્યારે રસ્તામાં તેઓ દેશભરમાં ફર્યા હતા, અને એમાં ઘણો-ખરો સમય ગુજરાતમાં હતા. નવેમ્બર 1891માં તે અમદાવાદ આવ્યા હતા અને એપ્રિલ 1892માં મુંબઈ જવા રવાના થયા હતા. તે દરમિયાન, તેઓ કચ્છ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, પાલીતાણા, નડિયાદ અને વડોદરા ઘૂમ્યા હતા. તેઓ પોરબંદર હતા, ત્યારે તેમને ખબર પડી હતી કે તેમને એક મિશન પૂરું કરવાનું છે. તેમણે પોરબંદરના મહારાજને કહ્યું હતું, "મારુ એક ધ્યેય છે, પણ મને ખબર નથી કે કે હું કેવી રીતે અને ક્યાં શરૂ કરું."
તે: તું આટલાં પાપ કેમ કરે છે?
હું: નર્કમાં જવા મળે એટલે.
તે: નર્કમાં? સ્વર્ગમાં કેમ નહીં?
હું: મઝા પડે એવા લોકો નર્કમાં છે, એટલે.
દ્વંદ્વની પરિસ્થિતિમાં, જે લોકો આપણી સાથે છે, તે સાચા છે અને જે આપણી સામે છે, તે ખોટા છે, તેવો નિષ્કર્ષ કાઢવાની વૃત્તિ એ હકીકતની સાબિતી છે કે આપણી વિવેકબુદ્ધિ અને વિચારશક્તિ કેટલી કમજોર છે. આપણે એવા જ લોકોને સાચા હમદર્દ ગણીએ છીએ, જે આપણી બેવકૂફીને સમર્થન આપે, અને જે આયાનો બતાવે તેનાથી દૂર ભાગીએ છીએ. એટલા માટે આજુબાજુમાં એવા લોકો હોવા જોઈએ,જે તમારાં વખાણ કરીને ચણાના ઝાડ પર ના ચઢાવે, પણ ભૂલો બતાવીને જમીન પર રાખે. લાંબા ગાળે તો એ જ વ્યક્તિ, સમાજ કે સમુદાય ટકી રહે છે, જેને ખુદની ત્રુટીઓનો અહેસાસ થતો રહે.
બે પ્રેમીઓ વચ્ચે અસલમાં અંતરંગતા કેળવાય, તો તે લોકો પોતાની આગવી ભાષા કેળવી લે છે, જેનું વ્યાકરણ સાધારણ લોકોની ભાષા કરતાં અલગ હોય. અંતરંગતા હંમેશાં પોતાની નવી ભાષા વિકસાવી લે છે, જેના શબ્દો, સંદર્ભો, કિસ્સા-કહાનીઓ માત્ર તે બે વ્યક્તિને જ ખબર હોય. તેના આગવા રિવાજો, નિયમો, નૈતિકતા અને માન્યતાઓ ઘડાય. જેટલી અંતરંગતા વધુ, તેટલી આ ભાષા અલગ પડે, અને ત્રાહિત વ્યક્તિ સાંભળે, તો એને વિચિત્ર લાગે છે. બે પ્રેમી કે મિત્રોથી લઈને પુરા સમાજના લોકો વચ્ચે આવી રીતે જ આગવું કલ્ચર પેદા થાય છે, જે બીજા સમાજના લોકોને વિચિત્ર લાગે.
આપણે એવા સમયમાં જીવીએ છીએ, જેમાં દલીલો કરવી, તે એટલી મોટી બૌદ્ધિક કવાયત થઈ ચૂકી છે કે દરેકને એમ લાગે છે કે દલીલો કરીશું તો જ હોંશિયાર સાબિત થઈશું, અને કુતુહલવશ સવાલો પૂછવા એ એટલી નાનમ ગણાય છે કે દરેકને એમ લાગે છે કે અજ્ઞાનતા બતાવીશું તો મૂરખ સાબિત થઈશું.
મોટિવેશન ઓછું કરવાનો કોઈ રસ્તો ખરો? મોટિવેશનનો અભાવ એ ભ્રમ છે. આપણે એવું ધારી લઈએ છીએ કે કોઈને મોટિવેશનની જરૂર છે, પણ હકીકત એ છે કે લોકો મોટીવેટેડ જ હોય છે. આપણો પ્રૉબ્લેમ એ છે કે લોકો આપણે કહીએ તે રીતે મોટીવેટેડ નથી. દાખલા તરીકે મને કામ કરવાનું મન નથી, અને હું ઘરમાં આખો દિવસ ટીવી કે નેટફ્લિક્સ જોઉં છું. તમે કહેશો કે મારામાં મોટિવેશનનો અભાવ છે, પણ ટીવી જોવા માટે તો હું કેટલો મોટીવેટેડ છું! આપણે બહુ બધી રીતે મોટીવેટેડ જ હોઈએ છીએ. અસલમાં એ મોટિવેશનને, ખેતરમાં પાણી વાળીએ તેમ, બીજે વાળવાની જ જરૂર હોય છે, અને તે ત્યારે જ આવે, જ્યારે જે તે કામમાં અર્થ અને હેતુ (મિનિંગ અને પરપઝ) હોય.
કામનો અર્થ અને હેતુ, મોટિવેશનલ ભાષણોથી ના આવે, કામ જો સાર્થક હોય, અને તેની પાછળ હેતુ હોય, તો તે તમને મોટીવેટે કરશે. ઘરમાં ટીવી કે નેટફ્લિક્સ જોવાને બદલે હું ગાર્ડનમાં કસરત કરવા જાઉં, તો મને એ બહુ સારું અને ઉપયોગી લાગે, અને પછી હું નિયમિત કરું. મોટિવેશન કોઈ પુસ્તક વાંચીને કે ભાષણ સાંભળીને ના આવે. શેઠની શિખામણ ઝાંપા સુધી, એ કહેવત પ્રમાણે તમે મોટિવેશનની ટીકડી ખાધી હોય, ત્યાં સુધી જ તેની અસર રહે. મોટિવેશન કામની પહેલાં ના હોય, પણ તમે જે કામ કરો, તેમાંથી આવે. ઘોડો ગાડીને ખેંચે છે કે ગાડી ઘોડાને ધક્કો મારે છે, તેના જેવું છે આ. (અહીં ઘોડો મોટિવેશન છે, અને ગાડી કામ છે).
સમાજની રચના સ્થિતિસ્થાપક નથી, જડ છે. સમાજ 'જૈસે થે'માં માને છે. સમાજ તેની બુનિયાદ હલાવી દે, તેવા લોકોને સહન નથી કરતો. એટલા માટે જ ઈશુને માંચડે ચઢાવાયા, સોક્રેટિસને ઝેર અપાયું, ગાંધીને ગોળી મારવામાં આવી. હિટલરે આત્મહત્યા ના કરી હોત, તો તેનેય ગોળી મારવામાં આવી હોત. ગાંધી અને હિટલર એક્સ્ટ્રીમ હતા. બન્ને સમાજને ધરમૂળથી બદલવા માંગતા હતા, અને સમાજ એક્સ્ટ્રીમ સહન નથી કરી શકતો. એટલે એમણે જવું પડ્યું. સમાજ સંત અને શેતાન, બંનેનો અસ્વીકાર કરે છે. તેને એવો મનુષ્ય ચાલે, જે તેની અનુકૂળતા પ્રમાણે સંત હોય, અને શેતાન પણ હોય. સમાજને એવરેજ અને અનુકૂળ મનુષ્ય ખપે છે. એટલા માટે જ મોટાભાગના લોકો ટોળાને અનુકૂળ રહેવાનું પસંદ કરે છે. ઈંડિવિઝજ્યુઅલની વ્યાખ્યા જ એ છે કે જે ટોળામાં નથી.
18 એપ્રિલ, 1955ની દિવસે, પ્રિંસટન યુનિવર્સિટીમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું અવસાન થયું, તેના કલાકો પછી તેમની ઓફિસની લેવાયેલી આ તસવીર છે. આઈન્સ્ટાઈન અહીં બેસીને તેમના સિદ્ધાંતો પર કામ કરતા હતા, અને ઓફિસનું તે દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું. લાગે નહીં કે આઈન્સ્ટાઈનનું કલાકો પહેલાં જ અવસાન થયું છે! એકદમ જીવંત! બધા જ કાગળો એમ ને એમ હતા, જે રીતે આઈન્સ્ટાઈને આગલી રાત્રે છોડ્યા હતા.
તે 76 વર્ષના હતા, અને તેમના અવસાનને એકદમ પ્રાઇવેટ ઘટના રાખવામાં આવી હતી. એક માત્ર લાઈફ મેગેઝીનના ફોટોગ્રાફર, રાલ્ફ મોર્સેએ, એ ઐતિહાસિક ક્ષણો કેદ કરી હતી. તે તસવીરો પાંચ દાયકા સુધી લાઈફ મેગેઝીનના સંગ્રહમાં પડી રહી અને ભુલાઈ ગઈ હતી, કારણ કે જે તે વખતે આઈન્સ્ટાઈનના પુત્રે વિનંતી કરી હતી કે પરિવારના શોકની તસવીરો જારી ના કરવામાં આવે.
આઈન્સ્ટાઈનના અવસાનની ખબર પડી કે તરત 90 માઈલ દૂર ઉત્તરીય ન્યુ જર્સીના ઘરેથી કેમેરા ઊંચકીને મારતી કારે મોર્સે પ્રિંસટન પહોંચ્યો હતો.
"હું પહેલાં પ્રિંસટન હોસ્પિટલમાં ગયો," 96 વર્ષના મોર્સેએ વર્ષો પછી 'લાઈફ'ને કહ્યું હતું, "પણ ત્યાં તો બહુ ધમાચકડી હતી-પત્રકારો, ફોટોગ્રાફર્સ, મુલાકાતીઓનું ટોળું હતું. એટલે હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટેડિઝમાં આઈન્સ્ટાઈનની ઓફીસ તરફ ગયો. રસ્તામાંથી મેં સ્કોચની બોટલ ઉઠાવી. મને હતું જ કે લોકો બોલવામાં સંકોચ અનુભવશે, પણ સ્કોચ તો ખુશી ખુશી લેશે. એટલે હું એ બિલ્ડીંગમાં ગયો, અને સુપ્રીટેન્ડડેન્ટને સ્કોચ પાઇ અને એણે મને ઓફીસ ખોલી આપી."
ટુંક માં એવું કહેવાય કે સ્કોચ હોય તો સંકોચ ના રહે 😀
તમારી પરના બેબુબિયાદ આરોપોને નકારી કાઢવાની તમારામાં જેટલી ઉતાવળ હોય છે, તેટલી જ ઉતાવળ તમારી પરના બેબુબિયાદ વખાણને નકારી કાઢવાની પણ હોવી જોઈએ. માત્ર આરોપો જ નહીં, માણસનાં ખોટાં વખાણ કરીને પણ તેને ગેરમાર્ગે દોરી શકાય છે. ઇન ફેક્ટ, વખાણ એ શાબ્દિક લાંચ છે. તમે કોઈને ફુસલાવવા ઇચ્છતા હો, તો મિથ્યા-પ્રશંસાથી ઉત્તમ કોઈ સાધન નથી. એટલા માટે જ માણસે પોતાના નિર્દયી ટીકાકાર બનવું જોઈએ. સ્વ-વિશ્લેષણમાંથી આવેલી પ્રગતિ એટલી નક્કર હોય છે કે તેને બીજાઓનાં સમર્થનની જરૂર પડતી નથી, અને તમને નિષ્ફળતાનો ડર પણ રહેતો નથી. ટીકા અને વખાણથી મુક્ત માણસ અસલી ઈંડિવિજ્યુઅલ છે.
આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ, પણ એવું થતું નથી કારણ કે આપણે ક્ષણને ઉત્તમ બનાવવાની કોશિશ કરીએ છીએ, અને એ કોશિશમાં તે ક્ષણ નષ્ટ થાય છે. આપણે 'ઉત્તમ ક્ષણ'ના આઈડિયામાં જીવીએ છીએ, જે કાં'તો ભૂતકાળની સ્મૃતિમાં હોય છે, અથવા ભવિષ્યની અપેક્ષામાં. એટલે મૂળભૂત રીતે, આપણે વર્તમાનમાં પણ ભૂતકાળમાં કે ભવિષ્યમાં જ હોઈએ છીએ, ક્ષણમાં નહીં.
ભવિષ્યમાં મગજને પણ હેક કરવાની ટેકનોલોજી શોધશે. આમ તો સદીઓથી દ્રગ્સ, તમાકુ, આલ્કોહોલ અને ચા-કોફી મારફતે મગજને હેક કરવાના પ્રયાસો થતા જ રહ્યા છે, પણ હવે કુત્રિમ બ્રેઇન-ડિવાઇસ મારફતે સીઘી જ મગજમાં ઘૂસ મારીને, ત્યાં શું થઈ રહ્યું છે, તે જાણવાની અને તેનો ડેટા ચોરવાની ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે. (સાઉદીનો) રાજા હોય કે રંક, બધાને કાણાંમાંથી ઝાંખવું છે!
What a story! દેશમાં હજુ ય એવા ટિકીટ ચેકર્સ છે, જે પૈસા ખિસ્સામાં નથી મુકતા. સેન્ટ્રલ રેલવેના 4 ટિકીટ ચેકર્સે 2019માં ખુદાબક્ષો પાસેથી 5 કરોડ રૂપિયા વસુલ કરીને સરકારી તિજોરીમાં મુક્યા છે. એસબી ગલાંડેએ 22,680 ખુદાબક્ષો પાસેથી 1.52 કરોડ, રવિ કુમારે 20,657 ખુદાબક્ષો પાસેથી 1.45 કરોડ, એમ.એમ. શિંદેએ 16,035 ખુદાબક્ષો પાસેથી 1 કરોડ અને ડી. કુમારે 15, 263 ખુદાબક્ષો પાસેથી 1.02 કરોડ વસુલ કરીને વિક્રમ કર્યો છે. ( ખુદાબક્ષ એટલે એવા મુસાફરો પણ ખરા જે ખોટા ડબ્બામાં મુસાફરી કરતા હોય)
આજકાલ એક સર્વસામાન્ય ફરિયાદ એવી થાય છે લોકો તેમના ફોનમાં જેટલા વ્યસ્ત હોય છે, તેટલા માણસો સાથે નથી હોતા. આપણે તેના માટે સ્માર્ટફોનના કલ્ચરનો દોષ કાઢીએ છીએ. ફરિયાદ એવી છે કે અગાઉ માણસ-માણસ વચ્ચે સંવાદનો સંબંધ હતો, અને હવે સ્માર્ટફોને તેની જગ્યા લઇ લીધી છે. આપણે સ્વીકારતા નથી, પણ હકીકત એ છે કે સ્માર્ટફોન આવ્યા, પછી જ આપણને ખબર પડી કે માણસ તરીકે આપણે વાસ્તવમાં કેટલા ડલ અને બોરિંગ છીએ. વિકલ્પ ન હતો એટલે ચલાવે રાખતા હતા, પણ હવે મારે બોરિંગ માણસો સામે હસતું મોઢું રાખીને 'સબ સલામત'નું બેનર ફરકાવવાની મજબૂરી નથી. હવે હું મોઢું ફેરવીને સ્માર્ટફોનમાં વ્યસ્ત થઈ શકું છું. સ્માર્ટફોન આવ્યા એટલે જ જાણ થઇ કે સ્માર્ટફોન કરતાં પણ વધુ દિલચસ્પ રહેવું, એ મોડર્ન રિલેશનશિપમાં કેટલી મોટી ચેલેન્જ છે.
જ્ઞાન જ્યારે બીજાને જ્ઞાની બનાવે તે અસલી જ્ઞાન. જ્ઞાન જ્યારે પોતાને જ્ઞાની સાબિત કરે, તે નકલી જ્ઞાન
ગાંધીજી: "હું પાક્કો હિન્દૂ હોવા છતાં, મને મારી શ્રદ્ધામાં ઈસાઈ, ઇસ્લામિક અને પારસી ઉપદેશ માટે જગ્યા દેખાય છે, અને એટલે અમુક લોકો મને સારગ્રહી ગણે છે. કોઈને સારગ્રહી કહેવાનો અર્થ એવો થાય કે એ શ્રદ્ધાળુ નથી, પણ મારી શ્રદ્ધા બહુ વ્યાપક છે, અને એમાં સૌથી કટ્ટર વ્યક્તિ માટે પણ વિરોધ નથી. આ શ્રદ્ધા શક્ય હોય તેટલી વ્યાપક સહિષ્ણુતા આધારિત છે. હું કોઈ વ્યક્તિ સાથે તેના કટ્ટર કૃત્યના કારણે દુર્વ્યવહાર નથી કરતો, કારણ કે હું તે કૃત્યોને તેના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરું છું. આ વ્યાપક શ્રદ્ધા જ મને તાકાત આપે છે." ( ધ યંગ ઈન્ડિયા-1927, ગાંધી-ધ કલેકટેડ વર્ક્સ)
કોઈ આવ્યું
પથ્થરોની પાસે
તેમને જોયા, હાથ ફેરવ્યા
અને કહ્યું- મનુષ્ય બનો!
પથ્થરોએ પણ તેમને જોયા
અને જવાબ આપ્યો-
અમે હજુ એટલા કઠોર
થઈ ગયા નથી!
-એરિડ ફ્રોઇડ
સેલ્ફ-લવ (મૈં અપની/અપના ફેવરિટ હું)નો સમાનાર્થી સેલ્ફ ડિસ્ટ્રક્શન (આઈ હેટ માય સેલ્ફ) છે. સેલ્ફ-લવ અને સેલ્ફ-હેટ એક જ સિક્કાની એક જ બાજુ છે. સેલ્ફ-લવમાં વ્યક્તિ આળી થઈ જાય, અને જરા સરખી લાગણીની પીડા સહન ના કરી શકે. તેને સતત એટેનશન અને લાડ જોઈએ. એ ના મળે, તો સેલ્ફ-હેટ આવે. સેલ્ફ-લવમાં તમે ખુદને સરખી રીતે પ્રેમ ન કરી શકો, તો તમે ખુદનો નાશ કરવા મજબૂર બની જાવ છો. આપઘાત, એડિકશન્સ અને ડિપ્રેશનના મોટાભાગના કિસ્સાઓમાં લોકો નાર્સિસિસ્ટિ હોય છે, તેનું કારણ આ સેલ્ફ-લવ છે.
વસંપંચમી - મા સરસ્વતી ની આરાધના નો દિવસ.
અને વીર હકીકત રાય પુરી નો બલિદાન દિવસ.
વસંપંચમી ઇસવીસન ૧૭૩૪
મુગલ ગવર્નર ઝકરિયા ખાને ૧૨ વરસના હકીકત પુરી પર ખોટો ધર્મનિંદા નો આરોપ લગાવ્યો. હકીકતને જીવનદાન ના બદલે ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડી. જવાબ માં હકીકત રાયે ધર્મ પરિવર્તન નો અસ્વીકાર કર્યો અને કહ્યું "આવા સેંકડો જીવન પ્રભુ રામ ના માટે ખુશી ખુશી જતા કરીશ".
શરિયા કાનૂન હેઠળ હકીકત રાય ને પત્થર મારી ને મૃત્યુદંડની સજા આપવામાં આવી. છેલ્લા શ્વાસ સુધી હકીકત રાય "રામ રામ" નું નામ જપતાં રહ્યા પણ ઝૂક્યા નહિ. "ધર્મ થી મોટું કંઈ નથી" એ માતા નું શિક્ષણ એમને શબ્દશ: પાળી બતાવ્યું.
હકીકત રાય ના પિતા શિયાલકોટ ના ખત્રી હતા. એ સમયે ત્યાં હિન્દુ શાળા ના હોવાથી હકીકત નું શિક્ષણ મૌલવી હેઠળ થયું. અરેબિક, પર્સિયન, ગણિત વગેરે વિષયો માં પ્રખર હોવાથી હકીકત ઘણા મુસ્લિમ સહપાઠીઓ ની ઈર્ષ્યા અને રોષ નો ભોગ બન્યા.
એક દિવસ મા ભવાની ની એક સહપાઠી એ નિંદા કરી, જેના જવાબ માં હકીકત એ કહ્યું "પયગંબર ની પુત્રી ફાતિમા પણ માં ભવાની ના આશીર્વાદ થી જન્મી છે". એ સમયે આવા શબ્દો ધર્મ ની નિંદા કહેવાતા. મૌલવી એ હકીકત ને સજાપાત્ર ઘોષિત કરી દીધો અને જીવનદાન માટે ઇસ્લામ કબૂલ કરવાની શરત મૂકી જેનો હકીકતે ખુમારી થી અસ્વીકાર કર્યો.
પાકિસ્તાન ના પંજાબ પ્રાંત માં ૨૦૦૪ સુધી વસંત પંચમી ઉજવાતી હતી. એ વીર હકીકત રાય ના બલિદાન દિવસ હોવાથી હવે એને રોકી દેવા માં આવ્યો.
હકીકત રાય અને એમના ધર્મપત્ની લક્ષ્મીદેવી ની સમાધિ આજે પણ લાહોર પાકિસ્તાન માં છે.
More details in below article
http://vishalgthakkar.blogspot.com/2020/01/hakikat-of-basant-panchmi.html
આપણે બાળકોને એવું શિખવાડીએ છીએ કે માફી માગવી એ સારી બાબત છે. કોના માટે સારી? બાળક માટે કે તેના કૃત્યનું ભોગ બનેલા બાળક માટે? આપણે મોટાભાગે ખુદને સારું લાગે એટલે માફી માગીએ છીએ- સોરી તો કહી દીધુ! હવે શું છે? પ્રામાણિક માફી માગવી અઘરી છે, કારણ કે 'હું ખોટો હતો/હતી' એવું પ્રામાણિકપણે સ્વીકારવું મુશ્કેલ છે. આપણે માફી માગીએ પછી પણ સામેની વ્યક્તિ રાહત એટલા માટે મહેસૂસ નથી કરતી કારણ કે આપણે એને નહીં, પરંતુ ખુદને (માફી માગવાની મજબૂરીમાંથી) રાહત આપીએ છીએ. માફી ત્યારે જ કારગત નીવડે, જ્યારે તેના ફોકસમાં આપણી ભાવના નહીં, પરંતુ સામેની વ્યક્તિની લાગણી અને જરૂરિયાત હોય. મોટાભાગની માફીઓમાં મોટેભાગે ભાવ એવો છે કે 'મને આમાં કંઇ ખોટું લાગતું નથી, પણ તમને દુઃખ થયું, હોય તો સોરી.'
વિજય: જાઓ પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જીસને મેરે બાપ સે સાઈન લિયા થા. પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જીસને મેરી મા કો ગાલી દેકર નોકરી સે નિકાલ દિયા થા. જાઓ પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જેને મેરે હાથ પર યે લિખ દિયા થા.
રવિ: દુસરો કે પાપ ગીનાને સે તુમ્હારે અપને પાપ કમ નહીં હો જાયેંગે, દુસરો કે જુર્મ સાબિત કરને સે યે સચ્ચાઈ નહીં બદલ સકતી કી તુમ ભી એક મુજરીમ હો.
ધર્મ અને રાજકારણ...આ બે વિષયની વાત આવે, ત્યારે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેઓ શું વાત કરી રહ્યા છે. ધર્મ, રાજકારણ અને ખાવાનું, આ ત્રણ બાબત એવી છે, જયાં માણસ વિવેકબુદ્ધિથી વાત કરી જ ના શકે. ત્રણે બાબતો માણસની અંધશ્રદ્ધા પર કામ કરે છે, અને એટલે લોકો લાગણીઓથી ઉશ્કેરાઈને જ તેના વિશે વાત કરે. કારણ એ છે કે દરેકને એવો જ ભ્રમ હોય છે કે મારા ધાર્મિક અને રાજકીય વિચારોમાં જ મનુષ્યજાતિના તમામ પ્રશ્નોનો ઉપાય છે અને મારો આહાર જ દુનિયાનો સૌથી પૌષ્ટિક આહાર છે. જાતિ,ધર્મ, મીડિયા અને વિવાદ એક ટેબલના ચાર પાયા : ફેવિકોલ કા મજબૂત જોડ કેહવાય પણ હકીકત એવી છે કે સત્તા ટેબલ વાળા પાસે નથી હોતી, સત્તા ખુરશી વાળા પાસે હોય છે...!!!!
જે બાબત તમને ગમતી ના હોય, જેની તમે નફરત કરતા હો, તેની અસલી પરીક્ષા એ છે કે તમે ખુદ એ બાબત કરવા ના લાગી જાવ. દિલ્લીવાસીઓએ 2દિવસ પહેલા આત્યંતિક ઉશ્કેરણી વચ્ચે શાંતિ જાળવી રાખી, તે ગાંધીજીને સૌથી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હતી. ખુલ્લેઆમ ઉશ્કેરણી સામે સંયમી રહેવું, એ સિદ્ધિ છે. રાક્ષસનો વિરોધ કરતી વખતે તમે રાક્ષસ ના બની જાવ, એ સિદ્ધિ છે. જેની સાથે આપણે સતત પનારો પાડતા હોઈએ, તેને આપણે અપનાવી ના લઈએ, તે સિદ્ધિ છે. ગાંધીજી આખી જિંદગી આ જ તો જીવ્યા હતા. હિંસાનો વિરોધ કરતી વખતે ગાંધીજી હિંસક ના બન્યા, એ સિદ્ધિ હતી. બાકી, હિંસાનો પ્રયોગ જ તેમને હિંસક બનાવવા થયો હતો, અને એમાં ગાંધીજીનો જ પરાજય થયો હોત.
અવિરત ટેકસ્ટ મેસેજીસ, પુશ નોટિફિકેશન, વોટ્સએપ ફોરવર્ડ્સ, ફેસબુક પોસ્ટ, ટ્વીટ્સ, પૉપ અપ વિજ્ઞાપન અને ઇમેઇલની દુનિયામાં આપણું મગજ એટલું ઓવર-એલર્ટ થઈ રહ્યું છે કે કોઈ વાતમાં ચિત્ત પરોવાની અવધિ (attention span) 8 સેકન્ડ થઈ ગઈ છે. એક તાજા અભ્યાસ પ્રમાણે 2000માં (સ્માર્ટફોન આવ્યો તેની આસપાસ), આ અવધિ 12 સેકન્ડની હતી, પણ 2019માં તેમાં 4 સેકન્ડનો ઘટાડો નોંધાયો છે. વૈજ્ઞાનિકો કહે છે કે ગોલ્ડફિશમાં 9 સેકન્ડની અવધિ હોય છે.
તમારી ગરીબી એ નથી કે તમારી પાસે પૈસા ઓછા છે.
તમારી ગરીબી એ છે કે તમારી પાસે ફાલતું બાબતોની ચિંતા બહુ છે.
તમારી ગરીબી એ છે કે તમારા દિવસો અકળામણમાં પસાર થાય છે.
તમારી ગરીબી એ છે જે તમે નકલી હસવું પડતું હોય છે.
તમારી ગરીબી એ છે કે 'કેમ છો?...મઝામાં છું'થી વિશેષ તમારી પાસે વિષયો નથી.
તમારી ગરીબી એ છે કે તમને સુખ ખબર છે, પણ સાર્થકતા ખબર નથી.
તમારી ગરીબી એ છે કે તમે સુખમાં દુઃખી છો.
શિક્ષણ વગરનું રાજકારણ કેવું હોય, તેનું આધુનિક ભારત શ્રેષ્ઠ ઉદાહરણ છે. લોકતાન્ત્રિક પ્રક્રિયાની સમજણ પડે તે માટે દેશની યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ-પોલિટીકસ દાખલ કરવામાં આવ્યું હતું. લોકતાન્ત્રિક દેશ તરીકે આપણે એટલા 'મેચ્યોર' થઇ ગયા કે, હવે સ્ટુડન્ટ-પોલિટીકસને કેમ્પસનું અપરાધીકરણ ગણતા થઇ ગયા!
આપણે ત્યાં ભલે ઉત્સાહી કવિઓની કવિતા સાંભળીને લોકોનું માથું દુ:ખતું હોય, પરંતુ બ્રિટનમાં એક બહેન માથું ઉતારવા માટે વાસ્તવમાં કવિતાના ડોઝ આપે છે! બિશપ કાસલ નામના નગરમાં, એક કવિની દીકરી દેબોરાહ અલ્માએ, પોએટ્રી ફાર્મસી નામનું 'ક્લિનિક' ખોલ્યું છે, જ્યાં તે સ્ટ્રેસથી લઈને દિલ તુટવા સહિતના અનેકવિધ મૂડને ઠીક કરવા માટે કવિતાની ચોપડીઓ પ્રિસ્કાઇબ કરે છે. અલ્મા પોતે કવિં છે, અને કહે છે કે 'હું પોતે સંબંધની દુર્ઘટનામાંથી કવિતાના સહારે જ બહાર આવી હતી." આપણા ગાલિબે તો દર્દને દવા બનાવી દઈને કવિતા કરી હતી. આ બહેન કવિતાની દવા કરીને દર્દ મટાડે છે!
કઠોર શાસન હોય અને અભિવ્યક્તિની આઝાદી પર લગામ હોય તો શું થાય, તેનું ડો. લી વેંલિંગ ઉદાહરણ છે. કોરોના વાઇરસના જન્મ સ્થાન, ચીનના વુહાન શહેરના આ ડોક્ટરે, 30 ડિસેમ્બરના રોજ, વુહાન હોસ્પિટલના તેના 159 મેડિકલ વિધાર્થીઓ માટે સોશ્યલ મીડિયા પર મેસેજ કર્યો હતો કે, "દક્ષિણ ચીનના ફળફળાદી અને દરિયાઈ આહારના બજારમાં, સાર્સના સાત દર્દી નોંધાયા છે, અને તેમને આપણી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં મુકવામાં આવ્યા છે."
ડોક્ટરનો ઉદેશ્ય, સારવાર દરમિયાન વિધાર્થીઓને સાવચેત કરવાનો હતો. ડોક્ટરે ત્યારે કહ્યું હતું કે કેસની સંખ્યા ઓછી છે, પરંતુ આ સાર્સ જેવો જ રોગાણું છે, અને ફેલાઈ શકે તેમ છે. ચીની સત્તાવાળાઓને ત્યારે કોરોના વાઇરસની ખબર હતી, અને ડોક્ટરની ચેતવણીને દબાવવા માટે, પોલીસ મારફતે તેને ધમકાવવામાં આવ્યો હતો કે તે જો 'અફવા' ફેલાવશે, તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
ગુરુવારે, માત્ર 34 વર્ષના લી વેંલિંગનું, એ જ કોરોના વાઇરસથી મોત થયું છે, જેની વાત કરવા માટે તેની ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી. એકદમ તંદુરસ્ત ડો. લીને બચાવવા માટે તેના સિનિયરો ખૂબ મહેનત કરી હતી, કારણ કે તેમને ખબર હતી કે લીએ કોરોનાની ચેતવણી ઉચ્ચારી હતી, અને તેનું મોત વિવાદ ઉભો કરશે. ડોક્ટર લી અભિવ્યક્તિની પાબંધીનો પહેલો શહીદ છે, અને ચીનમાં અત્યારે તેને હિરો તરીકે યાદ કરવામાં આવી રહ્યો છે, અને તેની શાહીદીને લઈને અત્યંત રોષ અને માતમ છવાયો છે.
ચીનમાં સરકારી આંકડા મુજબ 600થી વધુ લોકોનો ભોગ લેનાર અને બિનસરકારી આંકડા 25000 થી પણ વધુ, અને હવે દુનિયાના અનેક દેશોમાં પહોંચી રહેલો કોરોના વાઇરસ શું દશા કરશે, તે તો કોઈને ખબર નથી, પરંતુ લી વેંલિંગના મોતના પગલે, ચીનની સેન્સરશીપની નીતિ સામે, ચીનમાં અને ચીન બહાર, ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે.
બીજા દેશ સાથે યુદ્ધ કરવાની આપણી જેટલી તૈયારી (અને ઈચ્છા) છે, તેની સરખામણીમાં કોરોનાવાઇરસ જેવા રોગચાળા સામે લડવાની એક પણ દેશ પાસે સરખી વ્યવસ્થા નથી. બિલ ગેટ્સે 2018માં ચેતવણી ઉચ્ચારી હતી કે દુનિયા યુદ્ધના ધોરણે જો સંભવિત રોગચાળાઓ સામે લડવાની વ્યવસ્થા નહીં કરે, તો ચીન જેવા દેશમાંથી બીજા દેશોમાં ફેલાયેલો રોગચાળો એક જ વર્ષમાં 3.3 કરોડ લોકોને ભરખી જાય, તેવી શક્યતા છે. જેટ ગતિએ ટ્રાવેલની સુવિધાઓ અને સામાનની ડિલિવરી સિસ્ટમ, વસ્તીથી ફાટ-ફાટ થઈ રહેલાં શહેરો અને પ્રાકૃતિક જગત પર આપણા દબાણોની આધુનિક જીવન શૈલી બદલ પ્રકૃતિ આપણને વારંવાર ચેતવણીઓ આપે છે, છતાં પણ આપણે કોરોના જેવો વાઇરસ આવે ત્યારે થોડો વખત આશ્ચર્ય વ્યકત કરીને પાછા સુઈ જઇએ છીએ. આપણે યુદ્ધોમાં એકબીજાની સાથે છીએ, પણ રોગોમાં એકલા છીએ, અને તેનો પરાજય ગંભીર હશે.
જંગલની સંસ્કૃતિમાં શિકારી અને શિકાર, એમ બે વર્ગ હતા. એમાં એક વર્ગ પાસે અક્કલ આવી એટલે તેણે ખાવા-પીવા માટેની ઝૂંટાઝૂંટમાં નિયમો અને પરંપરાની સંસ્કૃતિ પેદા કરી. એમાંથી આક્રમક અને આક્રાંત, રાજા અને રૈયત, દમનકર્તા અને દલિત, સાહેબ અને સેવક, અમીર અને ગરીબીનો વર્ગ પેદા થયો. જંગલની ઇલાકાઇ અને કબીલાઇ માનસિકતા, સભ્ય સમાજની રચના સાથે વધુ રંગ લાવી છે, કારણ કે અગાઉ માણસ પાસે માત્ર શરીરની જ તાકાત હતી, પરંતુ હવે એની પાસે બુદ્ધિશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનશક્તિ પણ છે. બુદ્ધિના આધારે દમન કરવામાંથી જ વારસો, સામાજિક વ્યવસ્થા, અથવા ઊંચ-નીચની વ્યવસ્થા આવી. આ વ્યવસ્થામાં ધર્મની અનુમતિ જોડાઇ એટલે અન્યાય અને અસમાનતાના આખા ખેલને સામાજિક અધિકૃતતા પણ મળી ગઇ. બીજી વ્યક્તિ અથવા બીજા સમુદાય પર હાવી થવું, એને જુદો ગણવો, એ માણસની (જંગલી) વૃત્તિમાં એટલું વણાયેલું છે કે સમાનતાના ઉચ્ચ આદર્શ છતાં માણસો અસમાનતા અને અન્યાયી વ્યવસ્થાની રચના જ કરતા રહ્યા છે.
સોશ્યલ મીડિયાએ મને બહેતર બનવામાં સહયોગ કર્યો છે. હું સોશ્યલ મીડિયામાં એટલી બધી સકારાત્મક રહું છું કે ટ્રોલિંગ કરવાવાળાને ચણાય નાખતી નથી. લોકો ઘણું બધુ કહે. તું ઘરડી છે. તું કદરૂપી છે. ઉંમર પ્રમાણે કપડા પેહર. અગાઉ હું અપ-સેટ થઈ જતી, ગુસ્સે થઈ જતી હતી. હવે મને મોજ પડે છે. એનાથી હું જે છું, તે જ રહેવા મને ચાનક ચઢે છે. હું નિરંતર ફિટનેસ ચેલેન્જ ફેંકતી રહું છું. થોડાં વર્ષો પહેલાં મેં સંકલ્પ કર્યો હતો કે હું ક્રોધને છુટાછેડા આપીશ, અથવા એ મને આપશે. મેં મારી અંદર ટ્રિગર પોઇન્ટ શોધી કાઢ્યા. સુગર સાથે મારે નાનપણથી લવ-હેટનો સંબંધ હતો. બહુ લડાઈ કરી. આપણે બધા પેટર્નમાં જીવીએ છીએ. હું તેને સતત બ્રેક કરી રહી છું. મને મારામાં વિશ્વાસ ન હતો, એ સૌથી મોટી પેટર્ન મેં બ્રેક કરી હતી. હું સતત અસલામતીમાં જીવતી હતી. આજે મને ખબર છે કે કામ જોઈતું હોય કે મિત્રની જરૂર હોય, તો ફોન જ કરવાની જરૂટ છે. સંબંધોમાંય હું લોકો મને પંપાળે, તેની રાહ જોતી હતી. હવે એવું નથી. હવે મને ખબર છે કે મૂળે સારી હું માણસ છું, અને પ્રેમને કાબીલ છું.
-મંદિરા બેદી, તેની આત્મકથા 'હેપ્પી ફોર નો રિજન' (અકારણ સુખી) માથી
જેનામાં દરેક બાબત પર અભિપ્રાય આપવાની વૃત્તિ હોય, તેનો વિશ્વાસ ના કરવો. એ વિવેકબુદ્ધિના સંયમથી નહીં, લાગણીના જોશથી વાત કરશે. એ તમારી દરેક વાતમાં છિદ્ર શોધીને તમને બેવકૂફ સાબિત કરવાની કોશિશ કરશે. એનામાં કુતુહલ કે શીખવાની વૃત્તિ ના હોય (એ એટલું જ 'શીખે,' જેની ઓલરેડી ખબર છે). એ દરેક બાબતને પોતાના ચશ્મામાંથી જ જુવે, અને બીજાનો દ્રષ્ટિકોણ ના તો સમજી શકે કે ના તો સ્વીકારી શકે. એમને ઓબ્જેક્ટિવ રિયાલિટી શું કહેવાય, તે ખબર જ ના હોય. એ સબ્જેક્ટિવ વિચારોમાં જ હોય. એમના માટે દરેક બાબત બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય, અને ગ્રે જેવું કશું ના હોય.
કોઈકને અનહદ પ્રેમ કરવો એ પણ બંદગી જ છે ને,
જરા પૂછો.... સ્પર્શ કરી કોણે
ઈશ્વર ને જોયો છે... ??🌷
લેખકો, કવિઓ, કલાકારો અને સિનેમા સર્જકોએ તેમનો ‘સામાન’ વેચવા માટે પરફેક્ટ પ્રેમ અને પરફેક્ટ યુગલની કલ્પનાને પંપાળી હતી, અને પ્રેમમાં બોરડમ કેમ આવે છે, તે સવાલથી નજર ચોરી હતી.
રોમેન્ટિક પ્રેમ બુનિયાદી રીતે સ્વાર્થી, ખુદગર્જ અને ઉદંડ છે. નિઃસ્વાર્થ પ્રેમ નથી હોતો. મને જે જોઈએ છીએ છે, તે તમે ના આપી શકો, તો મારો મહાન પ્રેમ હવા થઈ જાય.
બિનશરતી પ્રેમ ખાલી કલ્પના છે. You love me, I love you, that is condition. એમાં ત્રણ અનિવાર્ય શરતો છે; વાસના (સેક્સ), આકર્ષણ (રોમેન્ટિક પ્રેમ) અને લગાવ (લાંબા ગાળાનું બંધન).
કોઈપણ પ્રેમ આ ત્રણ પાયા પર જ રચાય છે, અને તેના કારણે જ તૂટે છે. પ્રેમ ઓથોરિટેરીયન, બિનલોકતાંત્રિક અને બેરહેમ છે. એ ગરજે ઉદાર થાય છે, અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે.
રોમેન્ટિક અથવા તો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. આવેશાત્મક પ્રેમ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
આરંભે ઉછાળા મારતી કેમેસ્ટ્રીમાં આપણને એ વ્યક્તિમાં બધું જ શ્રેષ્ઠ અને યોગ્ય લાગે, પરંતુ જેમ જેમ ભરતી ઓસરવા માંડે તેમ તેમ નીચે છુપાયેલા કાંકરા, છીપલાં અને હાડકાં નજરમાં આવવા લાગે.
સંબંધો લગાવના તાંતણે બંધાય ખરા, પણ એના ટકવા માટે બે વ્યક્તિઓ વચ્ચે અનુકંપા, સાહસ, ધૈર્ય, નમ્રતા, દિલ્લગી અને બુદ્ધિમાની જેવા ગુણ સમાનપણે હોવા અનિવાર્ય હોય છે. ન હોય, તો વિકસિત કરવા પડે.
સહસ્થિતિ (compatibility) એ પ્રેમની પૂર્વશર્ત નથી, એ પ્રેમની ઉપલબ્ધી છે.
હું જ્યારે કોઈને મળું છું, ત્યારે અમે બે નથી મળતા. અમે કુલ છ લોકો મળીએ છીએ. એક તો હું મને અને તમે તમને જે રીતે ઓળખો છો, તે બે જણા. બીજું, હું તમને અને તમે મને જે રીતે ઓળખો છો, તે બે જણા. અને ત્રીજું, આપણે બંને અસલમાં જે છીએ, તે બે જણા.
આપણે યુદ્ધ કરીએ, તો તે ઉચિત અને બીજા યુદ્ધ કરે, તો તે અન્યાયી. આવું કેમ? કારણ કે આપણે એવું માનીએ છીએ કે આપણે સારા માણસો છીએ, અને બીજા ખરાબ. મઝાની વાત એ છે કે બંને પક્ષ એકબીજા વિશે આવું જ માનતા હોય છે. હકીકત એ છે કે માણસ હંમેશાંથી તેની ખરાબીને ઉચિત ઠેરવતો આવ્યો છે. યુદ્ધ એ પોતાની 'અચ્છાઈ' સાબિત કરવા સિવાય બીજું કશું નથી.
અજાણી વ્યક્તિ સાથે હમદર્દી કેળવવી બહુ આસાન છે. અસલી કસોટી, જેને આપણે અંગત રીતે જાણીએ છીએ, તેના માટે સહાનુભૂતિ કેળવવામાં છે. સામાન્ય રીતે, જેને આપણે નજીકથી જાણી લઈએ છીએ, તેની અનેક ત્રુટીઓ આપણી ફૂટપટ્ટી બની જાય છે, અને જેને આપણે 'કેમ છો? મઝામાં છું'ના સ્તરે ઓળખીએ છીએ, તેમાં આપણને દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ નજર આવે છે. વાસ્તવમાં, આપણે આપણી અધુરપો અને અવગુણોનું સમાધાન બીજી વ્યક્તિમાં શોધીએ છીએ, અને એટલે આપણે ક્યારેય બીજી વ્યક્તિ સાથે અસલી સંપર્ક કે સંવાદ સ્થાપી શકતા નથી. આપણે માત્ર આપણા જ સંપર્કમાં, આપણા જ સંબંધમાં, આપણા જ પ્રેમમાં હોઈએ છીએ, અને એટલે જ આપણે એકલવાયા રહી જઈએ છીએ.
આપણે ઇમોશનલ એડિક્શનના શિકાર છીએ. આપણી આખી સંસ્કૃતિ આપણી અંદરનાં વિભિન્ન ઇમોશન્સને નિરંતર પંપાળી રહી છે. આપણને સતત ઇમોશનની કિક જોઈએ છે- ઘડીકમાં આપણે ઉત્તેજનાનું શિખર સર કરી લઈએ, ઘડીકમાં આપણે હતાશાના પાતાળમાં જતા રહીએ, ઘડીકમાં એડ્રેનાલીન (adrenaline)ના ફુવારો છૂટે, તો ઘડીકમાં સેરોટોનિન (serotonin)નો વરસાદ થાય. ટેલિવિઝન, ફિલ્મ, પુસ્તકો, ગપસપ, સંબંધો, એડવેન્ચર ગેઇમ્સ, દારૂ-સિગારેટ, છપ્પન ભોગ, સેક્સ- આપણે જીવનના અર્થ માટે, મોટિવેશન માટે, દિશા માટે, રાહત માટે આ બધાં ઇમોશન પર આધાર રાખીએ છીએ. લાગણીઓ હોવી એ અલગ બાબત છે, અને આપણું મગજ એ લાગણીઓથી ઉત્પન્ન થતાં કેમિકલ્સનું વ્યસની બની જાય તે બીજી.
તમને એક વાર ખાવામાં, કામમાં, શીખવામાં, વ્યાયામમાં અને સંબંધોમાં ચક્રવૃદ્ધિ વ્યાજની સમજણ પડી જાય, પછી તમે એના માટે જે કરો, તે જુદું, સાર્થક અને નક્કર હશે. તમને ખબર છે, હિમસ્ખલન એટલું શક્તિશાળી કેમ હોય છે? વૃક્ષો ઉખેડી નાખે એવો આ આવેગ એક નાનકડી જગ્યાએથી બરફના ગોળા તરીકે શરૂ થાય છે, અને એ એની અંદર બરફને ઉમેરતો જાય છે. એ ગોળો જ્યારે હિમપ્રપાત બની જાય, ત્યારે તે રોકી ના શકાય તેવી તાકાત બની જાય છે. જીવનમાં પણ તમે જે કંઈ કરો, તે આવી રીતે એક સાધારણ કૃત્યથી શરૂ થઈને એક મોટા ફોર્સમાં તબ્દીલ થાય છે, કારણ કે દરેક પ્રયાસ વ્યાજ બનીને મુદ્દલને મજબૂત કરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે જેમ મુદ્દલ અને વ્યાજ ભેગા થઈને સમૃદ્ધિ લાવે, તેમ ખાવામાં, કામમાં, શીખવામાં, વ્યાયામમાં અને સંબંધોમાં પ્રયાસ પાછળનો પ્રયાસ સફળતા અને સાર્થકતા લાવે.
શાંતિ એટલે અશાંતિની ગેરહાજરી નહીં. લોકો એમ માને છે કે બધું સકારાત્મક હોય, તો શાંતિ કહેવાય. દાખલા તરીકે મારી આસપાસ, વસ્તુઓ કે વ્યક્તિઓનો કોલાહલ ના હોય, તો મને શાંતિનો અનુભવ થાય, અથવા હું અહીંથી સ્વિત્ઝર્લેન્ડ જતો રહું, તો શાંતિ લાગે, પરંતુ શાંતિ એ કશાની ગેરહાજરીથી વ્યાખ્યાયિત ના થાય, કારણ કે શાંતિનો કોઈ વિરોધાર્થ નથી. શાંતિ કોલાહલની વિરોધી અવસ્થા નથી. શાંતિ એ કોઈપણ પ્રકારની અવસ્થાની અંદર રહેવાનો ભાવ છે. શાંતિ સમુદ્રની ગર્જના છે, અને બજારનો ઘોંઘાટ છે. શાંતિ એટલે સ્મશાનની ખામોશી નહીં. શાંતિ એટલે સકારાત્મકતા અને નકારાત્મકતા બંનેમાં એક સમાન ભાવથી રહેવાની અવસ્થા છે.
શિવ-ત્વ એટલે શું? અમૃતની શોધ માટે સમુદ્રમંથન ચાલતું હતું. એક પછી ચૌદ રસ નીકળ્યા અને બધાએ તેને લઈ લીધા. છેલ્લે 'હલાહલ' નામનું ઝેર નીકળ્યું, તેને કોઈએ ના સ્વીકાર્યું. ઉલટાનું ત્રાહિમામ પોકારી ઉઠ્યા. શિવજી તે ઝેરને પી લીધું. આ પ્રતીકાત્મક છે. અહીં ઝેરનો અર્થ મન-શરીરમાં જે નકારાત્મક ભાવો છે (કામ, ક્રોધ, ઈર્ષ્યા, મોહ, લોભ). શિવજી ઉત્ક્રાંતિનું પ્રતીક છે. તેમની સાત ગ્રંથિઓ અથવા ચક્રોમાં ઉત્ક્રાંતિ થઈ હતી. સમુદ્રમંથન એટલે ધ્યાન, અને ઝેર એટલે મનની શાંતિની આડે આવતા ભાવો. શિવાજીએ તે ભાવોને ગળામાં રોકી દીધાં. ના શરીરમાં જાય, ના બહાર ફેલાય. એટલા માટે શિવજીને નિલકંઠ કહે છે-જેનું ગળું ઝેરના કારણે નિલવર્ણ થઈ ગયું છે. શિવ-ત્વ એ જીવ-ત્વ છે, અને શિવજી આસ્થા નહીં, સમજણ છે.
એક દાયકા સુધી દુ:શ્મની રાખ્યા પછી અમર સિંઘે અમિતાબ બચ્ચનને 'સોરી' કહ્યું છે. અમર સિંઘ મૃત્યુ શૈયા પર છે અને અમિતાભે તેમના પિતાની મૃત્યુ તિથિએ દિલાસાનો સંદેશો મોકલ્યો છે. અમિતાબ દર વર્ષે સિંઘના પિતાને યાદ કરે છે. સિંઘનું હૃદય પરિવર્તન થયું છે, અને આટલા વર્ષોમાં બચ્ચન પરિવાર માટે જે અપશબ્દો વાપર્યા હતા, તેના માટે ક્ષમા માગી છે. આ બહુ મોટી વાત છે. જે દેશની રાજનીતિ પ્રતિશોધ અને પીડા આપવાની 'બહાદુરી' પર ટકેલી હોય, તેમાં એકવારનો સૌથી તાકાતવર માણસ બીજા માણસ પાસે ક્ષમા માંગે, તે આ દેશની સૌથી મોટી 'સ્ટોરી' ગણાવવી જોઈએ અને નવી પેઢી માટે ઉદાહરણ બનવી જોઈએ.
માફી માગવી આપણા સમાજમાં કમજોરી અને નપુંસકતાના ગુણ ગણાય છે. એમાં શર્મનો અહેસાસ છે. આપણી આખી સંસ્કૃતિ "હું સાચો છું"ની બુનિયાદ પર બની છે. એટલે જ માફી માગવી એ અઘરી બાબત છે.
આપણે કોઈને અન્યાય કરીએ અને અને આપણને એનું ભાન થાય તો, આપણી કાં'તો એ વ્યક્તિની પીડાથી કટ-ઓફ થઇ જઈએ છીએ (મારે શું?), કાં'તો ખુદની ઈમેજની ચિંતા કરીએ છીએ (તમને દુઃખ થયું હોય તો સોરી) અથવા આપણે સીધે સીધી માફી માંગીએ છીએ (મારાથી ભૂલ થઇ, મને માફ કરી દો.) આ ત્રીજું અઘરું હોય છે, અને અમર સિંઘે એ સાહસ બતાવીને આપણને સૌને એક રસ્તો બતાવ્યો છે.
બીજી વાત એ છે કે, જૂની પીડાનો રંજ રાખ્યા વગર અમિતાભ દર વર્ષે અમર સિંઘને સંદેશો પાઠવે અને અમર સિંઘ હવે તેમનાં ઉચ્ચારણો પર પ્રાયશ્ચિત કરે, તો તેનો મતલબ એમ થયો કે બંને ભૂતકાળની કેદમાંથી આઝાદ છે, અને વર્તમાનમાં છે (તેમાં ભવિષ્ય નથી, કારણ કે રસ્તા હવે ભેગા થવાના નથી.) આ અગત્યની શીખ છે. જૂની પીડા, પ્રતિશોધની ભાવના તમને વર્તમાનમાં જીવતાં રોકે છે. તમે ગમે તેટલા મહાન હો, સફળ હો, લોકપ્રિય હો, તમને 'આજ'માં જીવતાં ના આવડતું હોય, તો સૌથી મોટી નાકામિયાબી છે.
એવા લોકો સાથે જ ઇન્ટિમસી કેળવવી જોઈએ, જેના જેવા તમે બનવા માંગતા હો. તમે જો નકારાત્મક, દુઃખી, ટીકાખોર, વાંક દેખ્યા, અસલામત લોકો સાથે હશો, તો તમે પણ એવા જ થઈ જશો. સંગ એવો દોષ, એ રોકેટ સાયન્સ નથી. અચેતન સ્તરે આપણે એકબીજાના વિચારો, વર્તન અને લાગણીઓની પેટર્નથી પ્રભાવિત થઈએ છીએ. વિજ્ઞાનમાં એ પુરવાર થયેલું છે કે દાયકાઓ સુધી સહિયારી લાગણીઓ અને વિચારોમાં જીવેલાં યુગલ એકબીજા જેવાં દેખાવા લાગે છે. એટલા માટે દોસ્તો પણ અપડેટ થતા રહેવા જોઈએ. સમય સમય પર એની તપાસ થતી રહેવી જોઈએ કે તમારા સંબંધો તમારી અંદરથી બેસ્ટ બહાર લાવે છે કે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષનો ઓસ્કાર જીતનારી ફિલ્મ 'પેરેસાઈટ' સામે વાંધો પડ્યો છે. કોલોરાડોમાં એક ભાષણ દરમિયાન તેમણે દક્ષિણ કોરિયાની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર આપવા બદલ ઓસ્કાર સંચાલકોની ટીકા કરું હતી. "આ વખતનો એકેડમી એવોર્ડ કેટલો ખરાબ હતો, એ તમને ખબર છે?" પ્રેસિડેન્ટે રેલીમાં ચાળા પાડતાં કહ્યું હતું, "એન્ડ એવોર્ડ્સ ગૉઝ ટુ... સાઉથ કોરિયાની ફિલ્મને! આ શું નાટક છે! આપણે આમેય દક્ષિણ કોરિયા સાથે ધંધાના લોચા છે, અને તમે એમની ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપો છો?"
'પેરેસાઈટ'ના અમેરિકન ડિસ્ટ્રીબ્યુટર, નિઓને, જવાબમાં ટ્વિટ કરી છે કે સબ-ટાઈટલ્સ વાળી આ ફિલ્મ સામે પ્રેસિડેન્ટને વાંધો પડે તે "સમજી શકાય તેવો છે, એમને વાંચતાં આવડતું નથી ને." In English, we have a word - trumpery which means trash or nonsense. So, it's a trumpery of Trump. 😄
1. તે નિયમિત સાચું બોલે છે કે પછી બોલતી વખતે શબ્દો અને વિચારો ચોરે છે?
2. તમારે જરૂર હોય, ત્યારે તે ઉપલબ્ધ હોય છે?
3. બોલેલું પાળી બતાવવાનો તેનો રેકોર્ડ કેટલો મજબૂત છે?
4. તમને એવી ખાતરી છે કે જાણીબૂઝીને તે તમને હાની નહીં પહોંચાડે?
5. તમને એવો અહેસાસ થાય છે કે તમે તેની દુનિયાનું કેન્દ્ર છો?
6. તમે તેનો સંપૂર્ણપણે, આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો?
7 અને તમને ઓથેન્ટીક બનવા માટે તે તમારી અંદર દ્રઢતા જન્માવે છે?
મોટાભાગના લોકો બૌદ્ધિકતાને 'વેદિયાપણુ' ગણીને નફરત કરે છે, અને ચતુરાઈને જ્ઞાાન કે ડહાપણ ગણીને માથે ચઢાવે છે. આનું કારણ એ છે કે 99 ટકા લોકો ખુદને ઘેટાંથી વિશેષ સમજતા નથી, અને તેઓ તેમની બુદ્ધિને ચેલેન્જ ના કરે તેવા લોકોને જ અનુસરે છે.
કોઈની સાથે હોવું એટલે તે વ્યક્તિ જે વાત કરે છે અને જે વિચાર કરે છે, તેની સાથે હોવું તે. આપણે મોટાભાગે આપણા વિચારોમાં હોઈએ છીએ. આપણે તે વ્યક્તિની વાત સાંભળીને પોતાની વાત કરવા લાગી જઈએ છીએ, અને આપણે તે જ વખતે તે વ્યક્તિથી દુર થઇ થઈ જઈએ છીએ. કોઈનામાં દિલચસ્પી લેવાનો મતલબ જ એ છે કે તમારે તેની દરેક વાત, દરેક વિચાર, દરેક પ્રવૃત્તિ, દરેક ઘટના, દરેક અહેસાસ અને દરેક અનુભૂતિની સાથે ગહેરાઇથી રહેવાનું હોય. સંબંધોમાં અને સંવાદોમાં, પોતાની વાત કરવા માટે ઓબ્સેસિવ ના હોય, તેવી વ્યક્તિ મળવી, તે નસીબ કહેવાય. એટલા માટે, સાંભળવું એ પ્રેમનું ઉચ્ચતમ સ્વરૂપ કહેવાય છે. જે પોતાનામાંથી છૂટી શકે, તે જ બીજામાં રહી શકે. અસલી પ્રેમ એ છે, જેમાં 'તમે' ખોવાઈ જાવ.
કોઈ વ્યક્તિ વિશે જજમેન્ટ આપવાની વૃત્તિ પોતાના વિશેની અસલામતીમાંથી આવે. કોઈની ટીકા કરીને, તેના વિશે ગોસિપ કરીને તમે ખુદને તેના કરતાં ઉપર મુકવાનો પ્રયાસ કરો છો. તમે ઇચ્છો છે કે લોકો તમારું સન્માન કરે, અને તમારા નિશાના પર હોય, તેની ટીકા કરે. તમને જ્યારે બીજી વ્યક્તિનાં કોઈ લક્ષણો કે ખાસિયતોથી તમારી અધૂરપનો અહેસાસ થાય, તો તમે તે વ્યક્તિને નીચી પાડવા પ્રયાસ કરશો. કોઈ વ્યક્તિ વિશે વિવેકબુદ્ધિથી વિચાર કરવો એ અઘરું કામ છે, એટલે લોકો જજમેન્ટ આપતા રહેતા હોય છે. વિવેકબુદ્ધિમાં 'બીજી વ્યક્તિ બરાબર છે', તેવો એકરાર છે. જજમેન્ટમાં 'હું બરાબર છું'નો ભાવ છે.
વિશ્વ વિજેતા યોદ્ધા એલેકઝાન્ડર માટે જોક છે કે, એલેકઝાન્ડરે પોતાના સિવાય આખી દુનિયા જીતી હતી. આપણે પણ એલેકઝાન્ડર જેવા જ છીએ. આપણે લોકો સામે બહાદુરી બતાવીએ છીએ, પણ ખુદની સામે ઘૂંટણીયા ટેકવવીએ છીએ. આપણે ખુદની આદતો, કમજોરીઓ અને માન્યતાઓના ગુલામ છીએ. આપણે જાતને બદલવી છે, આપણે જીવનમાં કશું હાંસલ કરવું છે, આપણે જીવનને સાર્થક અને હેતુપૂર્ણ બનાવવું છે, આપણે અવરોધો પાર કરવા છે, આપણે શરમ અને અપરાધબોધ દુર કરવો છે, આપણે આત્મવિશ્વાસ કેળવવો છે, આપણે સંબંધોને મધુર બનાવવા છે, આપણે નવી કળા શીખવી છે, આપણે જે અધુરપ છે, તે દુર કરવી છે, આપણે લાગણીઓ અને વિચારો બદલવા છે અને આપણે આપણા આવેશ, ડર, ચિંતા, કંટાળો, આળસ, અકળામણ પર કાબુ મેળવવો છે. આપણી અસલી જીત કે હાર અહીં નક્કી થાય છે. આપણું પતન બાહ્ય દુશ્મનોના હાથે થતું નથી. દુશ્મન આપણી અંદર છે. આપણું અસલી યુદ્ધ ખુદની સાથે છે.
કોઈની સાથે વાત કરતી વખતે તમે ગમે તેટલા સંભાળીને શબ્દો બોલો, એવા લોકો નિકળી જ આવશે, જે ગેરસમજ કરે. કારણ એ છે કે લોકો હંમેશાં તમે જે બોલો છો, એનું અર્થઘટન કરતા હોય છે, અને તેમનું એ અર્થઘટન તમારા બોલવા પર નહીં, પણ તેમના માનસિક કન્ડિશનિંગ, તેમના ભૂતકાળના અનુભવો અને તેમની વૈચારિક તેમજ ભાવનાત્મક સીમાઓ પર નિર્ભર કરે છે. આપણે ગમે તેટલા ઇન્ટીમેટ હોઈએ, આપણે ક્યારેય સામે વાળી વ્યક્તિને સાંભળતા નથી. આપણે આપણા અનુવાદને જ સાંભળીએ છીએ. આ સિનેમાના ગીત જેવું છે. એક જ ગીત, એક જ થિયેટરમાં, એક જ સમયે 500 લોકો સાંભળે, પણ દરેકનો અનુભવ અને અર્થઘટન અલગ હશે.
આકાંક્ષા (ડેઝાયર) ભૂખનો ભાવ છે, અને જ્યાં સુધી તે ના સંતોષાય, ત્યાં સુધી તમે બેચેન રહો. તમે કશુંક ઈચ્છો, એટલે એ તમારા ચેનમાં ખલેલ પાડે. તમે એને પ્રાપ્ત કરવા મહેનત કરો, જેથી વ્યાકુળતા શાંત પડે, પણ તે દરમિયાન તમે બેચેન રહ્યા કરો. જ્યારે તમને એ મળી જાય, ત્યારે થોડો વખત તમને સંતોષ થાય, અને પાછા મૂળ અવસ્થામાં જતા રહો. આનંદનું કોઈ કાયમી સમાધાન નથી. આનંદનો સ્ત્રોત જો ઇચ્છાઓનો સંતોષ હોત, તો ગુફાવાસી માણસો ઇતિહાસના સૌથી દુઃખી અને આપણે સૌથી સુખી માણસો હોવા જોઈતા હતા, પરંતુ સુખ સીધી લીટીમાં, ઉપર પ્રગતિ કરતું નથી. કદાચ તે નીચેની તરફ જઈ રહ્યું છે. આધુનિક સમયમાં માણસ તેના ભૂતકાળ કરતાં વધુ દુઃખી છે. ટૂંકમાં, સુખ એટલે એવી ક્ષણ, જ્યાં કશું ખૂટતું ના હોય. સુખ એટલે આકાંક્ષાની ગેરહાજરી. આકાંક્ષા તમને ક્ષણથી દુર, ભવિષ્યમાં લઇ જાય. આકાંક્ષાની ગેરહાજરી તમને ક્ષણમાં રાખે.
તમે જો 'મારા' પક્ષવાળા હો, તો તમે સારા માણસ છો, પણ 'પેલા'ના પક્ષવાળા હો, તો ખરાબ માણસ છો. તમે જો 'મારા' ધર્મવાળા છો, તો તમે ઉત્તમ છો, પણ તમે 'પેલા' ધર્મવાળા છો, તો બદતર છો. આ પ્રકારનું નેરેટિવ બુનિયાદી રૂપે 'જે મારી તરફ છે, તે સારા છે, અને જે મારી તરફ નથી, તે ખરાબ છે,' તેવા અભિગમમાંથી આવે છે. આપણે સાવ સામાન્ય વાતોમાં પણ આપણી સાથે જે સહમત હોય, તેને સારા અને અસહમત હોય, તેને ખરાબ, આપણા 'મિત્ર' હોય, તેને ઉત્તમ અને ના હોય, તેને કનિષ્ઠ ગણીએ છીએ. અંગત સંબંધોથી લઈને સહિયારા સામાજિક ભવિષ્યનો આધાર, આવા વિભાજનની ખાઈ પહોળી થાય છે કે સાંકડી, તેના પર છે.
યમરાજ નચિકેતાને-
आत्मानँ रथितं विद्धि शरीरँ रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥
(તું આત્માને માલિક સમજ, શરીરને રથ સમજ, બુદ્ધિને સારથી જાણ અને મનને લગામ સમજ. -કઠોપનિષદ)
અનાસક્તિ એટલે ઈન્દ્રિય રૂપી ઘોડાઓ પરથી ઉતરી જવું તે નહીં (ઇન્દ્રિય સુખથી વિરકતી અઘરી છે), પણ અનાસક્તિ એટલે શરીરના રથમાં આપણે ઊંઘી ના જઈએ અને ઘોડા રથના માલિક બનીને આપણને ખેંચી ના જાય, તેવી સજાગતા. અનાસક્તિ એટલે ઇન્દ્રિયોની લગામ બુદ્ધિના હાથમાં રહે તે. અનાસક્તિ એટલે વિરકતી નહીં, અનાસક્તિ એટલે બુદ્ધિપૂર્વકનો રાગ. બુધ્ધિના હાથમાં મનની લગામ ! ઉપનિષદે અનાસક્તિ અને વિરક્તિ વચ્ચનો સુક્ષ્મ ભેદ સરસ રીતે સમજાવ્યો.
જેનામાં શીખવા-સમજવાની દાનત નથી, જેનામાં કુતૂહલતા નથી, જેને સંવાદ નહીં પણ સુપિરિયારીટી સાબિત કરવામાં રસ છે, એવી બેઇમાન વ્યક્તિ તમે કહેલી વાતમાંથી એક શબ્દ કે એક વાક્ય પકડીને એના પરથી તમારો ન્યાય તોળશે. આને હેતુપૂર્વકનું દોષદર્શન કહેવાય. આવા વ્યક્તિ કોઈના કામ, જ્ઞાન, વિષય વિશેષ વિચારો ની કે આવડત ની તારીફ કે પ્રોત્સાહન માટે બે શબ્દો પણ ના બોલી શકે. ઈમાનદાર, પારદર્શક અને તમને જાણવાની ધગશવાળો માણસ તમે અત્યાર સુધી જે કહેતા આવ્યા હો, તે બધું યાદ રાખીને તમારી આખી વાતનો પ્રતિભાવ આપે. આને પ્રમાણિક સમીક્ષા કહેવાય.
દસ વિલક્ષણ મનોવૈજ્ઞાનિક તથ્યો;
1. નવી પેન ખરીદતી વખતે 99 ટકા લોકો રફ પેપર પર પોતાનું જ નામ લખે.
2. ફાલતું જોક પર પણ જો વ્યક્તિને બહુ હસવું આવે, તો તે અંદરથી બહુ એકલવાઈ હોય.
3. કોઈપણ વ્યક્તિ વિશે પહેલી 7 સેકન્ડમાં જ આપણું દિમાગ પહેલી ઇમ્પ્રેશન બાંધી દે છે.
4. પેરેન્ટ્સ જે રીતે વાતો કરે, સંતાનો તે રીતે મનમાં બોલતાં થાય છે.
5. કોઈ સ્ત્રીને તમે પસંદ આવી ગયા, તો તે તમારી સાથે વાત કરતી વખતે તેના વાળ સાથે રમત કરે.
6. 90 ટકા કિસ્સાઓમાં ખરાબ અક્ષરવાળા લોકોમાં સર્જનાત્મકતા વધુ હોય છે.
7. માણસો બીજી વ્યક્તિની એ જ બાબતોને નફરત કરે, જે તેમનામાં ના હોય.
8. આપણું મગજ નકારાત્મક ભાવ સાથે વિકસે છે, એટલે આપણે સારી સ્મૃતિઓ કરતાં ખરાબ સ્મૃતિઓ વધુ યાદ રાખીએ છે.
9. તમે જેમ જેમ મોટા થતા જાવ, તેમ તેમ તમે ઓછા માણસોનો વિશ્વાસ કરતા થાવ
10. આત્મ વિશ્વાસની કમી હોય તેવી વ્યક્તિમાં બીજાઓનું અપમાન કરવાની વૃત્તિ બહુ હોય
એક સ્ત્રી અસલી અર્થમાં સશક્ત ત્યારે કહેવાય, જ્યારે તે બીજી સ્ત્રીના સશક્તિકરણનો વિચાર કરે. "મારી બોસ સાથેનો મારો અનુભવ ખરાબ હતો. તેની ટીમમાં હું એકલી જ મહિલા હતી. તેને મારાથી અસલામતીનો અનુભવ થતો હતો, અને એક બોસ તરીકે મને ટ્રેઈન કરવા, માર્ગદર્શન આપવાને બદલે, તે મને નીચી પાડવાનો પ્રયાસ કરતી હતી."
આ શબ્દો એક મલ્ટીનેશનલ કંપનીને મહિલા કર્મચારીના તેની મહિલા બોસ માટે છે. સ્ત્રીસશક્તિકરણની વાત આવે છે ત્યારે, પુરુષો તે દિશામાં જેટલા રચનાત્મક છે, તેટલી સ્ત્રીઓ નથી હોતી. 'એક સ્ત્રી બીજી સ્ત્રીની સૌથી મોટી દુ:શ્મન છે' તેવી માન્યતા પુરુષોનો પૂર્વગ્રહ માત્ર નથી. લિંગભેદ (સેક્સ-ડિસ્ક્રિમિનેશન) સ્ત્રીઓ પણ એટલો જ કરે છે, અને તે અભ્યાસોમાં પુરવાર થયેલું છે. મોટાભાગની કામકાજી સ્ત્રીઓને આ અનુભવ છે કે તેમની સફળતા વિશે સૌથી વઘુ ગોસીપ બીજી સ્ત્રીઓ જ કરે છે. પુરુષો જ નહીં, મોટાભાગની સ્ત્રીઓ પણ એવું માનતી હોય છે કે પ્રગતિ કરેલી સ્ત્રી તેના પુરુષને 'રીઝવી'ને જ ઉપર ગઈ છે. વક્રતા એ છે કે ગામડામાં રહેતી અભણ સ્ત્રીઓ જેટલી આપસમાં એકબીજાને સહયોગ પૂરો પાડે છે, તેની સરખામણીમાં ભણેલી-ગણેલી, આધુનિક અને પ્રગતિશીલ સ્ત્રીઓ તેમની સાથી સ્ત્રીનું ખરાબ બોલવામાં, ખરાબ ઈચ્છવામાં અને ઈર્ષ્યા કરવામાં આગળ હોય છે. સ્ત્રીની બાયોલોજીકલ રચના જ એવી છે કે તે બીજી સ્ત્રીને તેની સંભવિત સ્પર્ધક તરીકે જુવે છે, અને તેને નીચી પાડે છે. આ જન્મજાત વૃત્તિ પર વિજય મેળવવો, એ જ સશક્તિકરણ અને સમાનતાનું પહેલું કદમ છે.
🙏🏻💐Happy International Women's Day💐🙏🏻
જ્યાં સુધી તમે અંદરથી શાંત નથી, ત્યાં સુધી બીજી વ્યક્તિ સાથે શાંતિ રાખવાનું શક્ય નથી. અને તમે શાંત રહો, તોય એની કોઈ ગેરંટી નથી કે બીજી વ્યક્તિ તમારી સાથે શાંત રહેશે. દુનિયા એની રીતે અત્યંત શાંત છે. પ્રકૃતિમાં આપસી સોહાર્દ છે. માણસની વાત આવે છે, ત્યારે જ એની ન્યુરોલોજિકલ સમસ્યાઓ બધી ગડબડ કરી નાખે છે. એકલદોકલ માણસ કદાચ પોતાની રીતે સમાધાન શોધી લેશે, પરંતુ માનવજાતિના સામૂહિક સ્તરે આપણે ક્યારેય શાંતિથી જીવી નહીં શકીએ. કોઈ રાજકારણ કે કોઈ ધર્મ વૈશ્વિક શાંતિ સ્થાપી નહીં શકે.
આપણને પરફેક્ટ ભાવનાત્મક સ્વાસ્થ્યની ગોળીઓ પાવામાં આવી છે. એવું છે નહીં. સુખ અસ્થાયી ભાવ છે. દર રોજ અનેક જુદી જુદી બાબતો આપણને સુખ આપે છે. આજે જે બાબત તમને સુખ આપે છે, તે આવતીકાલે નહીં આપે. આપણી ભાવનાત્મક અવસ્થા અસ્થિર હોય છે, અને વાસ્તવમાં એવું જ હોવું જોઈએ.
ગઈકાલે એક્ટ્રેસ વૈજયંતિમાલાના એક ઇન્ટરવ્યૂમાં તેની એક સખીને એવું કહેતાં સાંભળી કે, she is an attraction, and not a distraction. એટલે શું? કોઈ વ્યક્તિની ઓળખાણ આપવાની આ અનોખી રીત કહેવાય. કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષિત થવું, એ સહજ માનવ વૃત્તિ છે, પરંતુ આકર્ષણ સારા માટે હોય, અને ખરાબ માટેય હોય. જે આકર્ષણ તમને જીવનની બીજી સારી બાબતો પ્રત્યે બેધ્યાન કરે, તો તે આકર્ષણ ખરાબ કહેવાય. આકર્ષણ (attraction) તમને બહેતર બનાવે, તમારા જીવનમાં મૂલ્યવૃદ્ધિ કરે. વિકર્ષણ (distraction) તમારા જીવનમાં ગૂંચવાડો ઉભો કરે, અવ્યવસ્થા સર્જે. વૈજયંતિમાલાના સંદર્ભમાં કહેવું હોય, તો ખાલી સુંદરતા હોવું એ સારા હોવાની નિશાની નથી. માનસિક રીતે અસ્તવ્યસ્ત, વાંધાવચકાવાળી દુઃખી, ફરિયાદી અને ભાવનાત્મક રીતે મોટી નહીં થયેલી વ્યક્તિ હોય, તો તેનું આકર્ષણ વિકર્ષણ સાબિત થાય. જે કરંટથી લાઈટ થાય, તે આકર્ષણ, અને તેનાથી ઝાટકો લાગે, તે વિકર્ષણ.
#અમૃતનો વેપલો ને વિશનું પાન!
આ ભાઈ અત્યારે આમળાની સિઝનમાં આમળા વેચે છે..આમ પણ બારે માસ તેઓ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઔષધીય ફ્રૂટ કે વિશેષ પ્રકારના શાકભાજી જ વેચે છે..તેમની પાસે હંમેશા એ જ પ્રકારના ગ્રાહકો આવતા હોય એટલે તેઓ આ બધી વસ્તુઓના ઉપયોગ બાબતે સારી એવી જાણકારી ધરાવે છે..પરંતુ માણસ પાસે જ્ઞાન હોય, કલ્યાણકારી વસ્તુ તેને બિલકુલ સુલભ હોય છતાં તે એ ન લે અને મુસીબતો તરફ દોરી જતી વસ્તુ અપનાવે તેને કહેવાય ભાગ્ય!!!
આપણે ઘણી યે વખત આપણી પાસે જ્ઞાનના નામે જે કાંઈ મૂડી હોય તે લોકો ને આપવા પ્રયાસ કરીએ પણ લોકો વિતંડાવાદ પર ઉતરી આવે. એવા લોકો હોય સત્ય સમજાતું હોય પણ સ્વીકાર કરવામાં એમનો અંહકાર એમને નડે.
ક્યારેક આવી બાબતથી અપસેટ થઇ જવાય પરંતુ એક વખત આ પંક્તિઓ ધ્યાનમાં આવી ત્યારે જાણે મને પોતાને જ્ઞાન લાધી ગયું..
सकल पदाराथ है जग माहीं
पुण्य पुंज बीन नर पावत नाही।
!!!
અહીં બીજી વાત એ છે કે આ માણસ વ્યસનનો દાસ છે..
કદાચ દુર્યોધનની પેલી ઉક્તિ જેવું ::
“जानामि धर्मं न च में प्रवृत्तिः।।
जानाम्यधर्मं न च में निवृत्तिः'
આપણને પરફેક્ટ ભાવનાત્મક સ્વાસ્થ્યની ગોળીઓ પાવામાં આવી છે. એવું છે નહીં. સુખ અસ્થાયી ભાવ છે. દર રોજ અનેક જુદી જુદી બાબતો આપણને સુખ આપે છે. આજે જે બાબત તમને સુખ આપે છે, તે આવતીકાલે નહીં આપે. આપણી ભાવનાત્મક અવસ્થા અસ્થિર હોય છે, અને વાસ્તવમાં એવું જ હોવું જોઈએ.
તમે જ્યારે એકલવાયા હો, ત્યારે ચિંતા કરો. ચિંતા કરો, એટલે વધુ પડતો વિચાર (ઓવર થિન્કિંગ) કરો. વધુ પડતો વિચાર કરો, એટલે પસ્તાવો કરો. પસ્તાવો કરો, એટલે હતાશા (ડિપ્રેશન)નો ભોગ બનો. હતાશાનો ભોગ બનો, એટલે એકલા રહેવાનું મન થાય. આ વિષચક્ર છે. એકલવાયાપણું જાત સાથેના વધુ પડતા વળગાડ (સેલ્ફ ઓબ્સેસન)માંથી આવે. જાતને છોડીને જગત સાથે જોડાવ.
આપણે જેટલી મહેનત સફળ થયેલી વ્યક્તિની પીઠ થાબડવા માટે કરીએ છીએ, તેટલી મહેનત સફળ ના થયેલી વ્યક્તિને પ્રોત્સાહિત કરવા નથી કરતા. એવું કેમ? કારણ કે તમે પીઠ થાબડીને તેની સફળતાનું શ્રેય લેવા માગો છો. તમે એમ પણ કહેવા માંગો છો કે હું તને શાબાશી આપું છું તે મોટી વાત છે, કારણ મને જ તારી સફળતાની કદર છે. અને બીજું એ કે, સફળ વ્યક્તિ હવે કામની વ્યક્તિ છે. નિષ્ફળ વ્યક્તિનો ઉત્સાહ વધારવા જઈએ, અને તે આપણી મદદ માંગી લે તો?
કોરોના વાઇરસ મનુષ્યજાતિને એક અગત્યનો પાઠ ભણાવવાનો છે. માણસે પાછલી એક સદીમાં એટલી સમૃદ્ધિ મેળવી છે કે પ્રકૃતિ કે બીજી વ્યક્તિઓ પરની તેની નિર્ભરતા સાવ ઓછી થઈ ગઇ છે. માણસ એટલો સક્ષમ છે કે તેને બીજાની કોઈ પડી નથી, અને બીજાને તેના ઉપભોગથી વિશેષ ગણતો નથી, પરંતુ કોરોના વાઇરસ પહેલીવાર માણસને એ ભાન કરાવશે કે હું નહીં, બીજો માણસ સ્વસ્થ રહે તેમાં મારી સ્વસ્થતા અને સલામતી છે. જે લોકો માસ્ક કે દવાઓ કે સેનિટાઇઝર્સ અને પશ્ચિમમાં ટોયલેટ પેપર્સ જેવી ચીજોની સંગ્રાહખોરી કરી રહ્યા છે, તે એક બુનિયાદી લેશન ભુલી રહ્યા છે કે આ બધી ચીજવસ્તુઓ જો એના પાડોશીને નહીં મળે તો તેમાં તેનું જ નુકશાન છે, કારણ કે મહામારીમાં માત્ર હું જ નહી, મારી બાજુમાં જે છે, તેનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે. મનુષ્ય અને જાનવર બંનેને આ સરખું લાગુ પડે છે.
जूते लो पैसे दो !
DRINKING OUT OF THE BRIDE’S STOLEN SHOE – UKRAINE
ભારતીય સમાજમાં લગ્નપ્રસંગે વરરાજાના જૂતાં સાળી સાળાઓ દ્વારા ચોરવાની અને એના અવેજમાં મોટી ગિફ્ટ માંગવાનો રમુજી રિવાજ છે. યુક્રેઇનમાં પણ આવો રિવાજ છે પણ સહેજ જુદો! જયારે લગ્નસમારંભ દરમ્યાન બ્રાઈડ બેઠેલી હોય અને જો કોઈ એના વેડિંગ શુઝ ચોરી લેવા સફળ થાય તો જે વ્યક્તિએ જૂતાં ચોર્યા હોય એ વ્યક્તિ વેડિંગ પાર્ટી કે તેમના કોઈ સગા કે ફ્રેન્ડ સામે ડિમાન્ડ કરી શકે છે. અને 99% ડિમાન્ડ હોય છે બ્રાઈડના શુઝમાં શરાબ પીવાની !!!
આશ્ચર્ય થાય છે ને!! આ જાણીને તમને જુગુપ્સા થાય કે આવું તો હોતું હશે? પણ શાંતિ રાખો. કોઈપણ શૂઝમાં નાખીને ડ્રિન્ક પીતું નથી. પણ રમૂજ માટે એક શૂ ને ગ્લાસ સાથે બાંધીને ડ્રિન્ક પીવાય છે.
અમેરિકાના સીટલ વિસ્તારમાં કોરોનાવાઇરસની રસી શોધવાની ટ્રાયલ શરૂ થઈ છે. મેડિકલ ઇતિહાસમાં પહેલીવાર આટલી ઝડપથી કોઈ ડ્રગ ટ્રાયલ કરવામાં આવી રહી છે. સોમવારે સીટલ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં mRNA-1273 નામની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. નીચે તસ્વીરમાં ફાર્મસીસ્ટ માઈકલ વિટ્ટી સ્વયંસેવક રેબેકા સિરુલને રસી આપે છે. 18થી 45 વર્ષની વયના આવા 45 તંદુરસ્ત લોકોને અલગ અલગ માત્રામાં ડોઝ આપવામાં આવશે. રસી કામયાબ છે કે નહીં, તે 18 મહિના પછી ખબર પડશે.
બશીર બદ્રએ બહુ વર્ષો પહેલાં ઘરમાં પુરાઈ રહેવાની અને દૂરથી જ નમસ્તે કરવાની જરૂરીયાત જણાવી હતી;
યું હી બે-સબબ ન ફિરા કરો
કોઈ શામ ઘર ભી રહા કરો
વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ
ઉસે ચુપકે-ચુપકે પઢા કરો
કોઈ હાથ ભી ન મિલાયેગા
જો ગલે મિલોગે તપાક સે
યે નયે મિજાજ કા શહર હૈ
જરા ફાસલે સે મિલા કરો
કોરોના વાઇરસના કહેરને લીધે અત્યારે તમને એરપોર્ટ, રેલવેસ્ટેશન, બસસ્ટેશન વગેરે જેવી જાહેર જગ્યાએ અને કંપનીઓમાં ફોટોમાં બતાવ્યા મુજબના દ્રશ્યો જોવા મળશે. ઘણા લોકોને એ સવાલ થતો હોય છે કે આ નાનકડા મશીનથી શુ માપતા હશે ? આ મશીનનું નામ છે 'થર્મલ સ્કેનર'. થર્મલનો અર્થ થાય છે ગરમી. જે ગરમી માપવાનું કામ કરે છે એવું મશીન.
જ્યારે માણસના શરીરમાં કોઈ વાઇરસ પ્રવેશ કરે છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો વિરોધ કરવાનું ચાલુ કરે છે. કુદરતે એવી અદભૂત રચના કરી છે કે કોઈ વાઇરસ શરીરમાં પ્રવેશે( વાઇરસની જેમ બીજી કોઈ બાબત પણ) ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેની સામે યુદ્ધ છેડે છે. કોઈપણ ભોગે નવા વાઇરસને શરીરમાંથી બહાર ફેંકવાનો પ્રયાસ ચાલુ થાય જેનાથી વ્યક્તિના નાકમાંથી પાણી નીકળે, છીક આવે કે ઉધરસ આવે અને તેના દ્વારા વાઇરસ બહાર ફેંકાઈ.
વાઇરસ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચેના આ યુદ્ધને લીધે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય અને શરીરનું જે સામાન્ય તાપમાન હોય એના કરતાં તાપમાન વધી જાય. થર્મલ સ્કેનર મશીન આ ગરમી માપવાનું કામ કરે છે. જ્યારે આ મશીન માણસના શરીર પાસે રાખવામાં આવે ત્યારે ઇન્ફ્રારેડ કિરણો શરીર પર પડે અને ચામડીની ગરમીનું એક થર્મલ ચિત્ર તૈયાર થાય. જો કોઈ માણસનું શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય તો મશીન 'બીપ' અવાજ કરે અને મશીનની સ્ક્રીન પર પણ જોઈ શકાય જેનાથી સામાન્ય અંદાજ આવે કે માણસને તાવ છે.
આવા માણસને બીજા કરતા જુદા પાડવામાં આવે અને ડોક્ટર દ્વારા તેની તપાસ કરવામાં આવે.
આમ આ નાનકડું મશીન શરીરની ગરમી પકડવાનું બહુ મોટું કામ કરે છે જે કોરોનો જેવા બીજા કોઈપણ વાઇરસ કે બેક્ટેરિયાથી સંક્રમિત થયેલા માણસને ઓળખવામાં પ્રાથમિક મદદ કરે છે.
11th December 2019
Morning Mushing:મોસ્કોમાં એક ખેડૂતે તેની ગાયોને VR (વર્ચુઅલ રિયાલિટી) ગ્લાસ પહેરાવાની શરૂઆત કરી છે, જેથી ગાયો આનંદિત રહીને વધુ દૂધ આપે. ભવિષ્યમાં આપણે એટલા વિકસી જઈશું કે આપણી વચ્ચે બે પ્રકારના વર્ગો હશે: VR પહેરલા મનુષ્યો અને VR વગરના મનુષ્યો. આજે જેમ ગરીબ અને તવંગર વચ્ચે વર્ગ સંઘર્ષ છે, તેવી રીતે ભવિષ્યમાં VR અને બિન-VR વર્ગ વચ્ચે સંઘર્ષ હશે! :-) આમેય, 'સોસિયલ મીડિયા ઉપર હોય' અને 'સોસિયલ મીડિયા ઉપર ના હોય,' તેવા બે વર્ગ તો અસ્તિત્વમાં આવી જ ગયા છે !
12th December 2019
Morning Musings...પ્રાચીન માણસ પોતાને મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને જીવનને બહેતર બનાવવા માંગતો હતો, એટલે તેણે ધર્મનો આવિષ્કાર કર્યો હતો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું શરૂ કર્યું હતું. ધર્મ મનુષ્યની સેવા અને કલ્યાણ માટે હતો. ઉત્તરોત્તર ઈશ્વરની એ કલ્પના એટલી શક્તિશાળી બની ગઈ કે માણસની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં તબ્દીલ થઇ ગઇ અને માણસ ધર્મની સેવા અને કલ્યાણ માટે બલિદાન આપતો થઈ ગયો. એટલા માટે ગરીબમાં ગરીબ અને અભણમાં અભણ માણસ પણ પોતાની મુસીબતોનો ભૂલીને ધર્મ અને ઈશ્વરની 'મુસીબતો' દૂર કરવા ફના થઈ જાય છે. ધર્મનું કલ્યાણ એ માણસનું કલ્યાણ નહીં, માણસનું કલ્યાણ એ ધર્મનું કલ્યાણ, એમ હોવું જોઇતું હતું, માનવ ઇતિહાસમાં આ એક મોટી ગરબડ થઈ છે.
13th December 2019
Morning Mushing:Right to Information (RTI) અયોધ્યા મંદિર ના ચુકાદા કરતાં પણ આનાં દુરગામી પરિણામો આવવાનાં છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના હોદ્દાને RTI હેઠળ લાવવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો લોકશાહીને મજબૂત કરનારો અને વહીવટમાં પારદર્શિતા લાવનારો છે. મજાની વાત એ છે કે સુપ્રીમ કોર્ટના જ અધિકારિઓ વ્હાલા થવા માટે હાઇકોર્ટેના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, અને ચીફ જસ્ટિસે પોતે જ હવે કહ્યું કે આ ઓફીસ RTI હેઠળ આવવી જ જોઈએ. હવે રાજકીય પક્ષોને પણ આ એક્ટ નીચે લાવવા જોઈએ.
14th December 2019
Morning Musings...પચીસ-પચાસ વર્ષ પહેલાં ડિપ્રેશન આજના જેટલું વ્યાપક ન હતું. કેમ? કારણ કે આપણને ત્યારે આજના જેટલું સુખનું વ્યસન પણ ન હતું. ભૌતિક પ્રગતિએ માણસને વ્યક્તિગત સુખનો નશેડી બનાવી દીધો છે. આજે દરેકને વ્યક્તિને પોતાના સુખની ચિંતા છે. સુખની એ અવિરત અને અવાસ્તવિક શોધ તમને ડિપ્રેસ કરે છે. તમને જો એ ખબર જ ના હોય કે સુખ શું છે, તો તમે ક્યારેય દુઃખી ના થાવ. દુઃખનો ઉપાય સુખમાં નહીં, પણ શું દુઃખી કરે છે તેની સમજમાં છે.
15th December 2019
Morning Mushing:સમાચાર પત્રોની આવરદા પુરી થઈ રહી છે અને ડિજિટલ પત્રકારત્વ યુવાન થઈ રહ્યું છે, એવા વાવડ વચ્ચે કોલંબો, શ્રીલંકાનું 18th August નુ ધ સન્ડે ટાઈમ્સ અધધધ 354 પાનાનું છે, 11 વિભાગો છે અને એમાં 228 પાનાંની વિજ્ઞાપન છે. કિંમત છે, (ભારતીય) 32 રૂપિયા. અને વિચારવા જેવું છે કે ત્યાં દરેક વીક એન્ડ ના આવું બને છે અને એ પેપર માટે કેટલા વૃક્ષો નુ નિકંદન નીકળતું હશે. પણ નથી સરકાર ને ત્યાં કોઈ સમજ કે નથી પ્રેસ ચલાવવા વાળા ને ચિંતા.
16th December 2019
Morning Musings...ખરો ચમત્કાર જીન્સનો નહીં, કહાનીઓનો છે. આપણે કોઇપણ અજાણ્યા માણસ સાથે સંબંધ બાંધી શકીએ છીએ કારણ તે પણ આપણી જેમ ઈશ્વર, રાષ્ટ્ર, પૈસા કે માનવાધિકારમાં વિશ્વાસ રાખે છે. આમાંની એકપણ ચીજનું નક્કર અસ્તિત્વ નથી, એ લોકોએ ઉભી કરેલી કહાનીઓમાં છે. બ્રહ્માંડમાં ના તો ઈશ્વર છે, ના રાષ્ટ્ર, ના પૈસો કે ના માનવાધિકાર-એ માત્ર મનુષ્યની સહિયારી કલ્પનામાં જ છે. તમે કોઈ ચિમ્પાન્ઝીને એની પાસેનું કેળું તમને આપવા માટે એવું કહીને મનાવી ના શકો કે તું ચિમ્પાન્ઝીઓના સ્વર્ગમાં જઈશ, પછી ત્યાં તને અખૂટ કેળાં મળશે. માત્ર માણસો જ આવી વાર્તાઓમાં વિશ્વાસ રાખે છે. -યુવલ નોઆ હરારી
17th December 2019
Morning Musings...એક ડાહ્યો માણસ મૂર્ખ માણસને તરત ઓળખી જાય, કારણ એ તે ખુદ એકવાર મૂર્ખ હતો. એક મૂર્ખ માણસ ડાહ્યા માણસને ના ઓળખી શકે, કારણ કે તે ક્યારેય ડાહ્યો ન હતો. -અલી ઈબ્ન અબી તલીબ
18th December 2019
Morning Missings...20મી સદીના ધુંઆધાર ઇંગ્લિશ લેખક ટેડ હ્યુજીસે કહ્યું હતું, "તાળીઓના ગડગડાટ એ એબ્યુસ કરવાની કે તમારી ઉપર માછલાં ધોવાની શરૂઆત છે." જે લોકો આજે તમને શિખર પર જોઈને ખુશ થાય છે, તે કાલે તમારા પતન માટે ઇંતેજાર કરશે. લોકોને બોલવા માટે તમાશો જોઈએ છે. ગુજરાતીમાં પોતાના ગમતા લેખકોને એબ્યુસ કરતા 'ચાહકો'ને પણ જોયા છે. ઇન્દિરા માટે જે લોકો તાળીઓ પાડતા હતા, તે આજે મોદી ઈન્દિરાની નિંદા કરે, ત્યારે ફૂલ વરસાવે છે. આસારામને ભગવાન બનાવનારાઓ આજે એમને શેતાન તરીકે જોઈને "અમે ન્હોતા કે'તા"નો ભાવ બતાવે છે. તમારી સાસિયલ મિડિયા ઉપર આવતા ચાહકોની આપસી ચેટમાં તમારા માટે ચુન ચુન કે અપશબ્દો રિઝર્વ છે. વખાણ તમને નકલી અને બેઇમાન બનાવે છે, વ્યક્તિ ને વખાણની ટેવ પડે છે, અને એ જ એના પતનનું પણ કારણ બને છે.
19th December 2019
Morning Musings...તમને તમારા વિચારો માટે સજા કરવી શક્ય નથી, એટલે તમને તમારા બોલવા માટે દંડવામાં આવે છે. અભિવ્યક્તિની આઝાદીનો અર્થ જ વિચારવાની આઝાદી થાય છે. તમારે જે બોલવું છે, તે બોલતા પહેલાં, તમારે જો વિચાર કરવો પડે, તો તમે એનો વિચાર કરવો કે નહીં, તેનો પણ બે વાર વિચાર કરશો. બોલવા માટે નીતિ-નિયમો-કાયદાઓ એટલા માટે છે, જેથી તમારા વિચારવા પર નિયંત્રણ રાખી શકાય. "આવો વિચાર કરવો કે તેવો વિચાર કરવો પાપ કહેવાય" એવું પહેલાં ધર્મોએ ઠરાવ્યું હતું. હવે એ જ કામ કાનૂનની સંહિતા કરે છે. એટલા માટે કોઈનું માથું વાઢવું એ સૌથી બહાદુરીનું કામ ગણાય છે, કારણ કે એ વિચારોનું સેન્ટર છે. આપણા જેવા સાધારણ માણસોની આપસી સમસ્યા જ એકબીજાના વિચારોની સમસ્યા છે. તમારું ચાલે, તો તમે સૌથી પહેલાં મારા વિચારો પર જ પાબંધી લગાવો.
20th December 2019
Morning Mushing:ભગવદ ગીતા એક એવો ગ્રંથ છે કે જેની ઉપયોગીતા શેમાં ન હોય તેવો પ્રશ્ન થવો જોઈએ અને એટલે જ હીંદુ ધર્મ માં બધાનો “ફેવરીટ” ગ્રંથ રહ્યો છે. આ એક એવો ગ્રંથ છે કે તમે એને જે દ્રષ્ટિકોણથી એને જોવા માંગો એ દ્રષ્ટિકોણથી તમે જોઈ શકો.
વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર – આ તમામના ઘડતરમાં ભગવદ ગીતા વણાયેલી હોવી જ જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. તદઉપરાંત વ્યક્તિનો વ્યવસાય કે નોકરી, વ્યક્તિની પ્રોફેશનલ જિંદગી કે કોર્પોરેટ કંપનીનું મેનેજમેન્ટ – આ તમામમાં પણ ભગવદ ગીતા વણાયેલી હોવી જોઈએ. આજે તો કોર્પોરેટ વર્લ્ડમાં ઉત્કૃષ્ટ મનેજમેન્ટ માટે ભગવદ ગીતાને સાંકળીને તાલીમ પણ અપાય છે.
તેવી જ રીતે ભગવદ ગીતાના સિદ્ધાંતો અને આદર્શોનો સમાવેશ (૦૧) રાજકારણ, (૦૨) સમાજકારણ અને (૦૩) ધર્મકારણમાં પણ થવો જ જોઈએ.
આજે ભાગવત ગીતા ની વાત એટલે યાદ આવી કે બોબ બ્લેકમેન UK સાંસદ, હેરો ઇસ્ટ (UK) ના પાર્લિયામેન્ટ-સભ્ય તરીકે ભાગવત ગીતા ના શપથ લીધા હતા. બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતાનું સન્માન કરવું એ આપણા માટે ખૂબ જ ગર્વ લેવાની બાબત છે. બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા ની સપથ લેનારા બોબ પ્રથમ સાંસદ છે.
ભગવદ ગીતામાં કૃષ્ણે દર્શાવેલા પથ-પ્રદર્શક સિદ્ધાંતો ઉપર જો વ્યકિત આગળ વધે તો તે હંમેશા તમામ પ્રકારના દુષણો અને સમસ્યાઓ સામે અવશ્ય જીત મેળવે જ છે. (બોબ એ આપેલા એક ઇન્ટરવ્યૂ નુ ભાષાંતર)
ભગવદ ગીતા વિચારોનો ગ્રંથ છે. વિચારોનું શાસ્ત્ર છે. વિચારો જયારે સિદ્ધાંતમાંથી આચારમાં બદલાતા હોય છે ત્યારે નાગરિકને તેના પરિણામ મળતા હોય છે. જે વિચારો સિદ્ધાંતમાં ન બદલાય તે દુર્બળ વિચારો છે અને જે સિદ્ધાંતો આચારમાં ન બદલાય તે વાંઝિયા સિદ્ધાંતો છે.
રાષ્ટ્રીય સંદર્ભમાં આપણે ભગવદ ગીતાને જોઈએ તો ભગવદ્ ગીતા એ એક રાષ્ટ્રીય ગ્રંથ પણ છે. રાષ્ટ્ર ઉપર આવેલી આપત્તિ અને તે આપત્તિ સામે ઝઝૂમવાની જે પ્રેરણા આપે અને આપત્તિને દુર કરાવે એનું નામ તો રાષ્ટ્ર ધર્મ છે. એટલે ભગવદ ગીતા એ રાષ્ટ્રીય ગ્રંથ પણ છે.
અનેક રાષ્ટ્રપુરુષોએ એમાંથી પર્યાપ્ત પ્રેરણા લીધી છે. લોકમાન્ય તિલકે એમાંથી પ્રેરણા લઈને કર્મયોગ પર ગ્રંથ લખ્યો છે. ગાંધીજીએ પણ એમાંથી પ્રેરણા લીધી છે. શ્રીમદ ભગવદ ગીતા ઉપર આજ દિન સુધીમાં એનો અર્થ અને ભાવ સમજાવતાં ઘણાં ભાષ્યો,નિબંધો અને પુસ્તકો લખાયા છે અને પ્રવચનો થયાં છે અને થતાં રહેશે.
સામાન્ય માણસ માટે આ બધું વિવેચન વાંચવું અને સમજવું સહેલું નથી. એટલા માટે ગીતાના મુખ્ય સંદેશનો સાર આપવાના પ્રયત્ન અવારનવાર થતા જોવા મળે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસે તો આવા પ્રયત્નની હદ કરતાં કહ્યું છે કે “ગીતા શબ્દના અક્ષરો ઉલટાવો એટલે તાગી-એટલે કે ત્યાગી થઇ જાય. ત્યાગ કરતાં શીખો એટલે તમારી ઉન્નતિ થઇ જશે. ગીતામાં જે લખ્યું એ આમાં આવી ગયું.”
21st December 2019
Morning Musings...પ્રોપેગેંડા એટલે કે પ્રચાર કેવી રીતે કામ કરે? 5 પોઇન્ટ્સ:
1. એ સંવાદને ટાળે. પ્રોપેગેંડાએ સફળ થવું હોય, તો એ તો ડિટેલમાં ના જાય, ચર્ચા ના થવા દે, જવાબો ના આપે.
2. પ્રોપેગેંડામાં ટોળું જ મહત્વનું હોય, વ્યક્તિમુ નહીં. પ્રોપેગેંડા ત્યારે જ અસરકારક બને, જ્યારે તે વ્યક્તિ ટોળામાં હોય. એટલા માટે તેની પાસે વ્યક્તિગત સવાલના જવાબ ના હોય.
3. પ્રોપેગેંડા સૌથી પહેલાં શિક્ષણ અને ઇતિહાસ પર કબજો જમાવે. આ બે જ બાબતો એવી છે, જે માણસોને વિવેકબુદ્ધિથી વિચારવા સક્ષમ બનાવે છે, અને વિવેકબુદ્ધિ એ પ્રોપેગેંડાની દુશ્મન છે.
4. પ્રોપેગેંડા સમાચારો અને માહિતી પર કંટ્રોલ મૂકે. પ્રોપેગેંડાએ સફળ થવું હોય, તો સમાચાર માધ્યમો તેના કહ્યામાં હોવાં જોઈએ.
5. પ્રોપેગેંડાનો ઉદેશ્ય લોકોના અભિપ્રાય બદલવાનો નહીં, લોકોને એક્શન લેતા કરવાનો હોય છે. પ્રોપેગેંડાને માણસની તાર્કિક વિચારશક્તિમાં નહીં, તેની અતાર્કિક એક્શન લેવાની ક્ષમતામાં રસ હોય છે.
22nd December 2019
Morning Musings...કોઈ ગુરુ, કોઈ શાસ્ત્ર, કોઈ ચોપડી તમને આત્મજ્ઞાન ના આપી શકે. તમે સાંભળીને, વાંચીને જે રટણ કરો છો, એ તો ઉછીનું જ્ઞાન છે. તમે પારકા અનુભવને પોતાનો કરીને, બદલાઈ જાવ કે ખુદને જાણી જાવ તેવી અપેક્ષા સેવો છો, પણ તે વાંઝીયો પ્રયાસ છે. એટલે જ કહે છે કે પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ. બીજાના જ્ઞાને જ્ઞાની થવાતું હોત, તો ગુરુઓ અને ચોપડીઓનો ધંધો ક્યારનો બંધ થઈ ગયો હોત.
23rd December 2019
Morning Musings...જો સમજણ હોય, તો અનુશાસનની જરૂર ના પડે. સમજણ નક્કર પરિવર્તનનો પાયો છે. અનુશાસન મગજ વગરના એવા પ્રાણીઓ માટે હોય છે, જેમને શું સારું અને શું ખરાબ, તેની સમજણ ના હોય. અનુશાસનમાંથી જે પરિવર્તન આવે, તે તકલાદી હોય. પરિવર્તનના નામે તે દમન છે. તે સતહી હોય છે, અને ગહેરાઈમાં મૂળ સમસ્યા જીવતી રહે છે. મોટાભાગના લોકો માટે સમજણ અઘરી પ્રક્રિયા છે, અને એટલે જ તેઓ ધાર્મિક કે સામાજિક અનુશાસનના ચાહક હોય છે. અનુશાસન દંભ પર નભે છે. પાયામાંથી કશું બદલ્યા વગર, જો પરિવર્તનનો દેખાવ થઈ શકતો હોય, તો સમજવાની મગજમારીમાં ક્યાં પડવું?
24th December 2019
Morning Mushing:ટ્રોલર-કોસ્ટર રાઈડ: 15 લક્ષણો
1 ટ્રોલ કરતી વ્યક્તિ મોટાભાગે ઊંડી અસલામતીથી પીડાતી હોય છે, એટલે એ ઓનલાઈન પ્લેટફોર્મ પર સતત નકારાત્મક વ્યવહાર અને ફરિયાદો કરીને સેડીસ્ટિક એટલે કે પરપીડાનો આનંદ લે.
2. સતત નકારાત્મકતા શોધે. બધાની વૉલ ચેક કરે. કોણ શું લખે છે, એમાં કોણ જવાબ આપે છે, તે બહુ ધ્યાનથી જુવે અને જગ્યા મળે, એટલે લાગ જઈને એમાં જંપલાવે.
3. મોટભાગે અંગત જીવનમાં બહુ દુઃખી હોય, અનિંદ્રાની અને ડિપ્રેસનની બીમારી હોય. વિચારો અને આવેગો પર સંયમ ના હોય.
4. ભડકાઉ કોમેન્ટ લખે-ગંભીર ચર્ચા માટે નહીં, પણ ચિઢ કાઢવા અથવા લોકોને અપસેટ કરવા માટે.
5. લોકો તેમની સાથે એંગેજ થાય અને જવાબ આપે, તો ઉત્તેજના અને સંતોષ અનુભવે.
6. સામેવાળી વ્યક્તિ ઉચિત દલીલ પેશ કરે, તો પણ એ ન તો સ્વીકારે કે ન તે વ્યક્તિને માર્ક આપે.
7. વિચારની સામે પ્રતિ-વિચાર ના આપે. વિચારની સામે વ્યક્તિગત થઈને 'તું આમ છે અને તું તેમ છે' એવો તર્ક કરે.
8. 'વાતો કરવા માટે થેંક્યું' અથવા 'તમારી કહેલી વાતો પર વિચાર કરીશ' એવું કહીને ક્યારેય ચર્ચાનો અંત ના લાવે, કારણ કે ટ્રોલને બધું વેરણઝેરણ કરવામાં જ મઝા આવે.
9. વિરીધી અભિપ્રાયને સહન ન કરી શકે, એટલે સામાન્ય કરતાં લાંબો સમય સુધી દલીલો કરે રાખે, જેમાં દલીલો ઓછી અને ફરિયાદો વધુ હોય.
10. કોઈ ટ્રોલ કહીને બોલાવે તો નિર્દોષ બની જાય. "મને અભિવ્યક્તિની આઝાદી છે, તમે એ સહન કરી શકતા નથી' એ એનું સ્ટાન્ડર્ડ વાક્ય હોય. વાસ્તવમાં તે નિર્દોષ નથી હોતા. તેઓને પેટ્રોલ છાંટવામાં જ રસ હોય, ગુણવત્તાભરી ચર્ચામાં નહીં.
11. ગંદા અને આક્ષેપોથી ભરેલા શબ્દો વાપરે. સુર હિંસક અને પીડાવાળો હોય. તાર્કિક વાતો ના કરી શકે, એટલે વ્યક્તિગત હુમલા કરે.
12 તમને મૂળ મુદ્દા પરથી તૃત્યમ મુદ્દા પર લઈ જાય. જનરલ સ્ટેટમેન્ટ બહુ ફેંકે. દાખલા તરીકે, 'તમે બધા આવા જ હો છો,' અને એ રીતે નવી ચર્ચા છેડે.
13. એક જગ્યાએ તેમની ઉપેક્ષા થાય અને કોઈ જવાબ ના આપે, એટલે બીજી કોઈ જગ્યાએ જઈને કજીયો શરૂ કરે. શરૂઆતમાં બહુ સરસ રીતે ધ્યાન આકર્ષિત કરે, અને પછી 'મહેફિલ' જામે, એટલે બાટલીઓ ફોડે.
14 ડાહ્યા માણસો એમને જવાબ આપવાનું બંધ કરે, તો તેઓ મનોમન એવો સંતોષ લે કે 'જોયું, હું જ જીત્યો.'
15.ઈન્ટરનેટ ટ્રોલ અને મનોરોગી (સાઇકોપાથ)માં સામ્ય છે. બીજી વ્યક્તિ પ્રત્યે હમદર્દીની ગેરહાજરી હોય અને પોતાના વ્યવહાર માટે અપરાધબોધની ભાવના ના હોય. તેમને પોતાના જ કૃત્યની મઝા આવે.
25th December 2019
Morning Mushing:પોલેન્ડના સૌથી જુના ચર્ચમાં ડો. હરિવંશરાય બચ્ચનની પ્રતિમા. તેમના હાથમાં અંગેજી કવિઓના અનુવાદ અને તેમનું એક પુસ્તક છે. ગયા સોમવારે અહીં ડો. બચ્ચનની યાદમાં પ્રાર્થના યોજાઈ હતી, જેમાં યુરોપમાં શુટિંગ કરી રહેલા, અમિતાભ બચ્ચને પણ હાજરી આપી હતી.
मुसलमान औ' हिन्दू है दो, एक, मगर, उनका प्याला,
एक, मगर, उनका मदिरालय, एक, मगर, उनकी हाला,
दोनों रहते एक न जब तक मस्जिद मन्दिर में जाते,
बैर बढ़ाते मस्जिद मन्दिर मेल कराती मधुशाला!
26th December 2019
Morning Mushing:૫૦ વર્ષ પહેલાં, ૨૪ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ, નાસાના એપોલો ૮ સ્પેસક્રાફ્ટે પહેલીવાર અવકાશમાંથી પૃથ્વી પર એક તસ્વીર મોકલી હતી, જેમાં ચંદ્ર પર પૃથ્વીનો ઉદય થઇ રહ્યો હતો. એ તસ્વીરને અર્થરાઈઝ કહે છે. અવકાશયાત્રી વિલિયમ એન્ડેરસે ચંદ્ર ફરતે ચક્કર લગાવતી વખતે આ તસ્વીર લીધી હતી. ચંદ્રની સપાટી પર પૃથ્વીનો 'સૂર્યોદય' થઇ રહ્યો હોય અને તેનો થોડોક ભાગ હજુ અંધકારમાં ડૂબેલો હોય, એવી આ પહેલી તસ્વીર હતી. પહેલીવાર જ કલર તસ્વીર પણ લેવામાં આવી હતી. એન્ડેરસે તસ્વીર લીધી, ત્યારે સાથી અવકાશયાત્રી બોર્મન સાથેનો સંવાદ પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો:
Anders: Oh my God! Look at that picture over there! There's the Earth coming up. Wow, that's pretty.
Borman: Hey, don't take that, it's not scheduled. (joking)
Anders: (laughs) You got a color film, Jim? Hand me that roll of color quick, would you...
Lovell: Oh man, that's great!
27th December 2019
Morning Musings...છેવટે તો પ્રત્યેક વ્યક્તિ માત્ર પોતાને જ સમજે છે. તમે એકમાત્ર એવા છો, જેની પાસે 'મારો મતલબ આ હતો' એવી સ્પષ્ટતા કરવી પડતી નથી. બાકી બધું તો ગેરસમજ જ હોય છે. -રેનાતે ડોર્રેસ્ટેઇન, ડચ લેખક
આઈના દેખ કર તસલ્લી હુઈ
હમ કો ઇસ ઘર મેં જાનતા હૈ કોઈ -ગુલઝાર
28th December 2019
Morning Musings..."આમ આસાન પણ જબરદસ્ત રીતે તીવ્ર એવાં ત્રણ જુનૂને મારી જિંદગીને નિયંત્રિત કરી છે: મહોબ્બતની આરજુ, જ્ઞાનની ખોજ અને માનવજાતની પીડા માટે અસહનીય હમદર્દી. આ જુનૂને, એક સખ્ત પવનની માફક, સંતાપના મહાસાગરની નિરંકુશ દિશાઓમાં મને આમ-તેમ ઉડાડયો છે અને હતાશાના છોર પર પહોંચાડ્યો છે. " -બટ્રાંન્ડ રસેલની આત્મકથાનું ઉઘડતું વાક્ય.
29th December 2019
Morning Musings...હું ફિલ્મોમાં ક્યારેય મેક-અપ નથી કરતો, અને હવે તો મારી ઉંમર દેખાવા પણ લાગી છે. પડદા ઉપર ઉંમરવાન દેખાવું, એ કાચા-પોચા લોકોનું કામ નથી. હું બ્રાડ પિટથી બે જ વર્ષ મોટો છું, પણ મારી ઉંમર વધુ દેખાય છે, જેની મને બહુ હતાશા રહેતી હતી. હવે એવું નથી. મારામાં હવે એ કેટેગરીમાં ફિટ થઈને ટોમ ક્રુઝ અને બ્રાડ સામે પરાસ્ત થવાની જરૂરિયાત નથી રહી. મને મારા સફેદ વાળ અને કરચલીઓ ગમે છે. હું વીસી અને ત્રીસીમાં હતો, તેના કરતાં આજે મારા ચહેરા પર જે ધાર અને ચરિત્ર છે, તે મને ગમે છે. મને કોઈ બોટોકસની જરૂર નથી. મરેલા દેખાવું, તેના કરતાં વૃદ્ધ થતા રહેવું, એ સચ્ચાઈમાં હું અનુકુળ છું. -જ્યોર્જ કલૂની, 58, હોલીવુડ સ્ટાર.
30th December 2019
Morning Musings...માણસ ગમે તેટલો મહાન હોય, એને જ્યાં સુધી બીજા લોકોની તાળીઓ અને તરીફની જરૂરિયાત છે, ત્યાં સુધી તે ઇમાનદાર નહીં બની શકે. લોકો વાહવાહી કરે તેમાંથી એને જો કીક વાગતી હોય, તો એ બીજા લોકોના ટેસ્ટ પ્રમાણે જ ખુદને પેશ કરશે. સંપૂર્ણ ઈમાનદારી માટે એકલા પડી જવાનું સાહસ જોઇએ.
31st December 2019
Morning Musings...તમારે જો ખુદનો વિકાસ કરવો હોય, તો તમારા કરતાં વધુ બુદ્ધિશાળી, સફળ અને પ્રતિભાશાળી લોકોની વચ્ચે રહેવુ (એ તમારી કુત્રિમ વાહવાહી નહીં કરે અને તમને અસલામતી આપીને મોટિવેટ કરતા રહેશે). તમારે જો સુખનો અહેસાસ કરવો હોય, તો અર્ધદગ્ધ, અસફળ અને અણઆવડત લોકોની દોસ્તી કરવી (એ તમને સતત મહાનતાનો અહેસાસ કરાવતા રહેશે).
1st January 2020
Morning Musings....ઇચ્છાશક્તિ અને અવસર મળે, તો તમારી અંદર એવી કઈ 5 બાબતો છે, જે તમે 2020માં કરવા ઇચ્છશો? મારી 5 બાબતો આ પ્રમાણે છે:
1. નકારાત્મકતા દૂર કરવી અને બેહતર બનવા નો પ્રયત્ન વધુ કરવો
2. બૌદ્ધિક અહંકારમાંથી બહાર આવવું
3. વધુ મળતાવડા અને હમદર્દ થવું
4. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, જીવનમાં અસર કરી ગયેલા લોકો પ્રત્યે 'થેન્ક યુ'નો ભાવ કેળવવો
5. મન (વિચારો)માં ઓછું, શરીર (પ્રકૃતિ)માં વધુ જીવવું.
તમે શું કરશો?
2nd January 2020
Morning Musings...જીવનમાં સાર્થક કામ હોય, નક્કર સંબંધ હોય અને આનંદ મળવાનો વિશ્વાસ ટકેલો હોય, તો પછી દુઃખી થવું કે અસંતોષી હોવું અશક્ય છે. આ ત્રણમાંથી એકની પણ ગેરહાજરી હોય, તો બાકીના બે તેનો અર્થ ગુમાવી દે.
3rd January 2020
Morning Musings...બહુ બધા લોકો એકની એક વાતને ફરી ફરી દોહરાવીને જીવતા હોય છે. તેમની પાસે એક જ વિચાર હોય, એક જ તર્ક હોય, એક જ અભિવ્યક્તિ હોય, ગણીને ચાર વાક્યો અને મર્યાદિત શબ્દભંડોળ હોય. આનું કારણ એ છે કે તેઓ ફિક્સ અનુભવમાં જીવે છે. તેમની સવાર અને સાંજ પ્રિડિક્ટિવ હોય છે. તેઓ તેમના દિવસો અને વિચારોના રેપિટિશનમાં જીવે છે. જે લોકો હરહંમેશ દિલચસ્પ જીવે છે, તે જ દિલચસ્પ સંવાદ કરી શકે.
4th January 2020
Morning Mushing:ઇતિહાસનું પુનરાવર્તન: મહાભિયોગનો સામનો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચુંટણી-પ્રચારના શ્રીગણેશ ઈરાનના સૌથી વરિષ્ઠ અને તાકાતવર મિલિટરી જનરલ કાસેમ સુલેમાનને મોતને ઘાટ ઉતારીને કર્યા છે. રાષ્ટ્રપતિની સીધી સૂચનાથી, યુએસ હવાઈ સેનાએ શુક્રવારે બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરેલા હુમલામાં, સુલેમાન અને અન્ય એક ટોચના કમાન્ડન્ટનું મોત થયું હતું. આ હુમલા પછી ટ્રમ્પે તેમના ટ્વિટર પર અમેરિકાનો ધ્વજ પોસ્ટ કર્યો હતો. ઈરાનના સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડમાં કુડ્સ ફોર્સના નેતા સુલેમાનના મોતના પગલે બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, જે બીજા દેશોને પણ અંદર ખેંચી લેશે. ઇરાને કહ્યું છે કે અમેરિકા આકરી જવાબી કારવાઈ માટે તૈયાર રહે. ટ્વિટર પર ત્રીજા વિશ્વયુદ્ધનું હેશટેગ પણ ચાલી રહ્યું છે.
5th January 2020
Morning Musings...આપણી લાગણીઓનો આધાર આપણી સાથે અને આપણી આજુબાજુમાં જે કંઈ થઈ રહ્યું છે, તેનું આપણે કેવું અર્થઘટન કરીએ છીએ, તેના પર છે. ઘટનાઓ કરતાં ય વધુ તો આપણે એમાંથી શું અર્થ કાઢીએ છીએ અને કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ, તેનાથી આપણી લાગણીનું સ્વરૂપ નક્કી થાય છે. જે લોકોએ સુખ અને શાંતિ આપે તેવાં વ્યવહાર-વર્તન કરવાની ક્ષમતા ગુમાવી દે છે, તે લાગણીઓમાં તરફડિયાં મારતા રહે છે.
6th January 2020
Morning Mushing:ઇઝરાયેલી બેસ્ટ સેલર ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના ગુજરાતી ચાહકોને આ સમાચારમાં રસ પડશે. તહેરાનના પુસ્તક પ્રકાશકોએ હરારીનાં પુસ્તકોના ખરીદ-વેચાણને અપરાધ જાહેર કર્યો છે. ઈરાનના સાંસ્કૃતિક મંત્રાલયે ગયા મે મહિનામાં હરારીનાં પુસ્તકોને પ્રતિબંધિત જાહેર કર્યા હતાં. મંત્રાલયે દાવો કર્યો હતો કે આ પુસ્તકો ઉત્ક્રાંતિવાદને પ્રોત્સાહન આપે છે અને જૂઠો ઈતિહાસ પેશ કરે છે. પ્રકાશકોએ ચેતવણી જારી કરી છે કે હરારીનાં પુસ્તકો વેચનાર સામે કાનૂની પગલાં ભરવામાં આવશે. ઈરાનના કટ્ટરવાદીઓ લાંબા સમયથી હરારીનાં પુસ્તકોના ચલણની ટીકા કરી રહ્યા છે અને હરારીને ઝિઓનિસ્ટ (યુહૂદી રાષ્ટ્ર ઈઝરાયેલનો સમર્થક) ગણે છે. હરારીનાં પુસ્તકોને તેઓ પશ્ચિમના કાવતરા તરીકે જુવે છે, જેનો ઉદેશ્ય દેશની ઇસ્લામિક વ્યવસ્થાને કમજોર કરવાનો છે. હરારીનાં પુસ્તકોમાં હોમો સેપિયન્સ, હોમો ડેયસ, 21 લેશન્સ ફોર 21 ફર્સ્ટ સેન્ચુરી અને મનીનો સમાવેશ થાય છે. -ધ ન્યુ યોર્ક ટાઈમ્સ
7th January 2020
Morning Musings...તમે જ્યારે તમારી વર્તમાન શાંતિને અવગણીને ભવિષ્યની શાંતિ માટે જંગ કરો, તો તમને ક્યારેય શાંતિ ના મળે. માણસ ક્યારેય શાંતિથી રહી શક્યો નથી, કારણ કે તેની સામે શાંતિનું એક એવું ગાજર લટકાવવામાં આવ્યું છે કે તે શાંતિ માટે યુદ્ધ કરે છે! માણસ એટલો તકલાદી છે કે તે શાંતિ માટે કાં'તો મરી જાય છે, અથવા મારી નાખે છે. સદીઓ પછી પણ માણસ શાંતિમાં રહેવાની બહાદુરી વિકસાવી શક્યો નથી, તે માનવજાત તરીકેની આપણી એકમાત્ર સૌથી મોટી નિષ્ફળતા છે. જાનવરો ભૂખ લાગે ત્યારે જ બીજાને મારે છે. ભર્યા પેટનો માણસ માત્ર વિચારના વિરોધમાં કોઈને મારે છે.
8th January 2020
Morning Musings...પોતાની આંતરિક દુનિયા અને આજુબાજુની બાહ્ય દુનિયાને એક સરખી નજરથી જોવાની ક્ષમતા ના હોય, તેવી બે વ્યક્તિ વચ્ચે સફળ અને સંતુષ્ઠ સંબંધ શક્ય જ નથી. પ્રેમમાં ચાર આંખોનો સરવાળો બે થવો જોઈએ. ઘણા કિસ્સામાં આઠ થઈ જાય છે. બે વ્યક્તિ સંબંધ જ એટલા માટે બાંધે છે, જેથી દુનિયાને બોધગમ્ય અને જીવવા લાયક બનાવી શકાય. બે વ્યક્તિ એવા નાવિક છે, જે અજાણ્યા અને તોફાની સમુદ્રને સમજણના કંપાસના આધારે પાર કરી શકે. એટલે જ પ્રેમનો પર્યાયી શબ્દ સમજણ છે. તમે બીજાની આંખે જોતા થાવ અને બીજાની બુદ્ધિએ સમજતા થાવ, તો કંપાસ વધુ નક્કર અને ચોક્કસ બને.
9th January 2020
Morning Musings...ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોએ કહ્યું હતું કે, "જે આઈડિયા પરિપકવ થયો હોય, જેના આવવાનો સમય થઈ ગયો હોય, તેને સૈન્ય પણ રોકી ના શકે." આઈડિયા જીનની જેમ કામ કરે છે. જીન જેમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય, તેમ આઈડિયા એક મગજમાંથી બીજા મગજમાં જાય. ઉત્ક્રાંતિમાં લાંબા ગાળે જેમ તંદુરસ્ત જીન જ ટકી રહે છે, તેવી રીતે જે આઈડિયા માનવજીવનને વધુ બહેતર બનાવે, તે જ સ્વિકાર્ય બને છે. જ્યારે હોટમેઇલની શરૂઆત થઈ હતી, ત્યારે દરેક ઇમેઇલની નીચે લખેલું આવતું હતું; Sent via Hotmail. Get your free account. અને એ રીતે જ હોટમેઈલ દુનિયાભરમાં પહેલી ઈમેઇલ કંપની તરીકે પ્રચલિત થઈ ગઈ હતી. ભારતમાં આઝાદી એક આઈડિયા હતો, જેને બ્રિટિશ સૈન્ય પણ અટકાવી શક્યું ન હતું. આઈડિયાનો અસલી ચમત્કાર, માણસની વિચારવાની અને એકબીજા સાથે વાત કરવાની ક્ષમતામાં છે, જે પશુઓમાં નથી. માણસ એકબીજા સાથે વાત કરે છે, એટલે આઈડિયાનો વિકાસ થાય છે.
10th January 2020
Morning Musings...વાસ્તવિકતા એટલે શું? તેના જવાબમાં, એક ચીની વાર્તા છે;
એક સમ્રાટનો એકનો એક દીકરો બીમાર પડ્યો. તબીબોએ સારવાર કરી પણ ઠીક ના થયો. તેમણે કહ્યું કે, આ બે-ચાર દિવસનો મહેમાન છે. ઈશ્વરને યાદ કરો. સમ્રાટ રડવા લાગ્યો. એને ચમત્કારની આશા હતી. ખાધા-પીધા વગર, આંખનું મટકું માર્યા વગર દીકરાની પથારીએ બેઠો રહયો. એમાંને એમાં સવાર પડી, અને સામ્રાટની આંખો થાકીને બંધ થઈ ગઈ. ઊંઘમાં એને સ્વપ્ન આવ્યું. એને 12 દીકરાઓ છે, અને તેનું સામ્રાજ્ય પુરી પૃથ્વી પર છે. દીકરાઓ ખુબસુરત અને જાંબાજ છે. અપાર સમૃધ્ધિમાં જીવતા હતા.
અચાનક સામ્રાટની પત્નીએ ચીસ પાડીને સમ્રાટને ઉઠાડ્યો. બીમાર દીકરાએ પ્રાણ ત્યજી દીધા હતા. સમ્રાટ હક્કોબક્કો થઈને દીકરાના શરીરને જોતો રહયો. તેનાં આંસુ થીજી ગયાં. હમણાં થોડીવાર પહેલાં તો તેના 12 દીકરાઓ અને વિશ્વ સામ્રાજ્ય હતું, એ બધું ગાયબ થઈ ગયું, અને હવે આ એક દીકરો હતો, તેય ગાયબ થઈ ગયો. સમ્રાટ હક્કોબક્કો બેસી રહ્યો. રાણીને થયું કે તે રડતો કેમ નથી? ગાંડો તો નથી થઈ ગયોને? આ દીકરો કેટલો પ્રિય હતો!
રાણીએ સમ્રાટને હલાવીને પૂછ્યું કે, શું થયું? સુધબુધ ક્યાં ગઇ? સમ્રાટ બોલ્યો કે, કોના માટે રડું? જે 12 જતા રહ્યા, તેના માટે રડું, કે આ એક દીકરી ગયો તેના માટે રડું? 12 દીકરા હતા, તે સ્વપ્ન હતું કે આ એક દીકરો હતો, તે સ્વપ્ન હતું? પહેલાં 12 દીકરા ગયા હતા, હવે 13 દીકરા ગયા. કોનો શોક મનાવું? એ જો સ્વપ્ન હતું, તો આ પણ સ્વપ્ન ન હતું? રાત્રે હું ઊંઘી જઈશ, તો હું બીજું સ્વપ્ન જોઇશ, અને હું તને ય ભુલી જઈશ. પાછો જાગીશ, તો તને યાદ કરીશ. હું તો એક સ્વપ્નમાંથી નીકળીને બીજા સ્વપ્નમાં જાઉં છું. એ ચક્ર ચાલતું જ રહે છે, પણ હવે હું જાગી ગયો છું. હવે હું સ્વપ્નની સાઇકલમાંથી બહાર આવી ગયો છું. સ્વપ્ન માટે શું રડવાનું!
11th January 2020
Morning Musings...આપણે સતત જાતને કહેતા રહીએ છીએ; મારે લોકપ્રિય થવું છે, મારે આકર્ષક થવું છે, મારે સફળ થવું છે, મારે તાકાતવર થવું છે, મારે યાદગાર થવું છે. કોઈ એવું નથી કહેતું કે, મારે દિલચસ્પ થવું છે. આ અઘરું છે, કારણ કે બીજા બધામાં 'હું' કેન્દ્રમાં હોય છે. માત્ર દિલચસ્પીમાં જ 'બીજા' કેન્દ્રમાં હોય છે. સામેવાળી વ્યક્તિને સાંભળીને તેનામાં શું દિલચસ્પ છે, તે શોધવું પડે. તેને દિલચસ્પ સવાલ પૂછવા પડે. તેની જગ્યાએ ખુદને મૂકીને, તેની કહાની સમજવી પડે. બીજાને 'સારા કે ખરાબ' કે 'કામના કે નકામા' એવા જજમેન્ટથી જોવાના બંધ કરવા પડે. 'કેમ છો-મઝામાં?'ની સતહી કુતૂહલતાને બદલે ગહેરાઈમાં કનેકટ થવું પડે. જે લોકો 'હું'થી છલોછલ ભરેલા ના હોય, તેમનામાં દિલચસ્પ બનવાની જગ્યા બાકી રહી ગઈ હોય છે. જે દિલચસ્પી બતાવે છે, તે જ સૌથી દિલચસ્પ હોય છે.
દિલચસ્પ લોકોની 5 ખાસિયત હોય:
1. એ બોરિંગ ના હોય. તેમની પાસે હંમેશાં કશુંક નવું હોય
2. એ બોલ-બોલ ઓછું કરે, અને સાંભળે ખૂબ
3. એ બીજા લોકોના રસમાં રસ બતાવે
4. એમની પાસે દિલચસ્પ વિચારો-વાર્તાઓ હોય
5. એ લોકો દિલચસ્પ જિંદગી જીવતા હોય.
12th January 2020
Morning Musings...આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય, અને એ કોઈ જઘન્ય કામ કરે, તો આપણે એનો બચાવ કરીયે અથવા આંખ આડા કાન કરીએ છીએ, પણ આપણને કોઈ વ્યક્તિ ના ગમતી હોય, અને એ ગમે એટલું સારું કામ કરે, તોય આપણે એમાં ખોતરણાં કાઢીએ છીએ. આપણો અંહકાર આપણને સારું જોવા કે કેહવા નહીં દે. આપણે દરેક વ્યક્તિના વ્યવહારને તે વ્યક્તિના આપણા સબ્જેક્ટિવ અનુભવથી મુલવીએ છીએ, નહીં કે તેના વ્યવહારની ઓબ્જેક્ટિવ ક્વોલિટીથી. આપણા માટે જે વ્યક્તિ 'સારી' હોય, તેનું કામ સારું જ હોય. આપણા માટે જે વ્યક્તિ 'ખરાબ' હોય, તેનું કામ ખરાબ જ હોય.
दुर्योधन
जानामि धर्मं न च मे प्रवृत्तिर्जनाम्यधर्मं न च मे निवृत्तिः |
केनापि देवेन हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि ||
(गर्गसंहिता, अश्वमेध०५० | ३६)
‘मैं धर्म को जानता हूँ, पर उसमें मेरी प्रवृत्ति नहीं होती और अधर्म को भी जानता हूँ, पर उसमें मेरी निवृत्ति नहीं होती | मेरे हृदय में स्थित कोई देव है, जो मुझसे जैसा करवाता है, वैसा ही मैं करता हूँ |’
13th January 2020
Morning Mushing:એક ચેહરે પર કઈ ચેહરે લગા લેતે હૈ લોગ.. ૧૨ એપ્રિલ, ૧૯૩૧ના 'ડેઈલી મિલાપ' સમાચારપત્રના કવર પેઈજ પર અવિભાજિત ભારતના બે ગાંધી; મહાત્મા ગાંધી અને સરહદના ગાંધી. ગાંધીજીએ મુસ્લિમ ટોપી પહેરી છે, અને ગફાર ખાને ગાંધી ટોપી પહેરી છે! આર્યસમાજી લાલ કૌશલ ચંદે લાહોરમાં ૧૯૨૩માં આ રાષ્ટ્રવાદી સમાચારપત્ર શરુ કર્યું હતું (લોગોમાં 'ડેઈલી' અને 'મિલાપ' વચ્ચે ૐ છે), અને તે સૌથી વધુ વંચાતું ઉર્દુ સમાચારપત્ર હતું. વિભાજનના તોફાનોમાં પ્રેસ પર હુમલો થયો હતો, અને છ અઠવાડિયા બંધ રહ્યું હતું. વિભાજન પછી 'ડેઈલી મિલાપ' દિલ્હી આવી ગયું હતું, અને આજે પણ ત્યાંથી પ્રગટ થાય છે. જો કે હાલત સારી નથી, પરંતુ પરિવારે વારસો સાચવી રાખ્યો છે. આ ટોપી ની વ્યાખ્યા સેક્યુલર ના નામે સંવિધાન માં સ્થાન લઈ દેશને આજે પણ નુકશાન કરી રહી છે.
14th January 2020
Morning Mushing:સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા, ત્યારે રસ્તામાં તેઓ દેશભરમાં ફર્યા હતા, અને એમાં ઘણો-ખરો સમય ગુજરાતમાં હતા. નવેમ્બર 1891માં તે અમદાવાદ આવ્યા હતા અને એપ્રિલ 1892માં મુંબઈ જવા રવાના થયા હતા. તે દરમિયાન, તેઓ કચ્છ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, પાલીતાણા, નડિયાદ અને વડોદરા ઘૂમ્યા હતા. તેઓ પોરબંદર હતા, ત્યારે તેમને ખબર પડી હતી કે તેમને એક મિશન પૂરું કરવાનું છે. તેમણે પોરબંદરના મહારાજને કહ્યું હતું, "મારુ એક ધ્યેય છે, પણ મને ખબર નથી કે કે હું કેવી રીતે અને ક્યાં શરૂ કરું."
15th January 2020
Morning Musings...તે: તું આટલાં પાપ કેમ કરે છે?
હું: નર્કમાં જવા મળે એટલે.
તે: નર્કમાં? સ્વર્ગમાં કેમ નહીં?
હું: મઝા પડે એવા લોકો નર્કમાં છે, એટલે.
16th January 2020
Morning Musings...દ્વંદ્વની પરિસ્થિતિમાં, જે લોકો આપણી સાથે છે, તે સાચા છે અને જે આપણી સામે છે, તે ખોટા છે, તેવો નિષ્કર્ષ કાઢવાની વૃત્તિ એ હકીકતની સાબિતી છે કે આપણી વિવેકબુદ્ધિ અને વિચારશક્તિ કેટલી કમજોર છે. આપણે એવા જ લોકોને સાચા હમદર્દ ગણીએ છીએ, જે આપણી બેવકૂફીને સમર્થન આપે, અને જે આયાનો બતાવે તેનાથી દૂર ભાગીએ છીએ. એટલા માટે આજુબાજુમાં એવા લોકો હોવા જોઈએ,જે તમારાં વખાણ કરીને ચણાના ઝાડ પર ના ચઢાવે, પણ ભૂલો બતાવીને જમીન પર રાખે. લાંબા ગાળે તો એ જ વ્યક્તિ, સમાજ કે સમુદાય ટકી રહે છે, જેને ખુદની ત્રુટીઓનો અહેસાસ થતો રહે.
17th January 2020
Morning Musings...બે પ્રેમીઓ વચ્ચે અસલમાં અંતરંગતા કેળવાય, તો તે લોકો પોતાની આગવી ભાષા કેળવી લે છે, જેનું વ્યાકરણ સાધારણ લોકોની ભાષા કરતાં અલગ હોય. અંતરંગતા હંમેશાં પોતાની નવી ભાષા વિકસાવી લે છે, જેના શબ્દો, સંદર્ભો, કિસ્સા-કહાનીઓ માત્ર તે બે વ્યક્તિને જ ખબર હોય. તેના આગવા રિવાજો, નિયમો, નૈતિકતા અને માન્યતાઓ ઘડાય. જેટલી અંતરંગતા વધુ, તેટલી આ ભાષા અલગ પડે, અને ત્રાહિત વ્યક્તિ સાંભળે, તો એને વિચિત્ર લાગે છે. બે પ્રેમી કે મિત્રોથી લઈને પુરા સમાજના લોકો વચ્ચે આવી રીતે જ આગવું કલ્ચર પેદા થાય છે, જે બીજા સમાજના લોકોને વિચિત્ર લાગે.
18th January 2020
Morning Musings...આપણે એવા સમયમાં જીવીએ છીએ, જેમાં દલીલો કરવી, તે એટલી મોટી બૌદ્ધિક કવાયત થઈ ચૂકી છે કે દરેકને એમ લાગે છે કે દલીલો કરીશું તો જ હોંશિયાર સાબિત થઈશું, અને કુતુહલવશ સવાલો પૂછવા એ એટલી નાનમ ગણાય છે કે દરેકને એમ લાગે છે કે અજ્ઞાનતા બતાવીશું તો મૂરખ સાબિત થઈશું.
19th January 2020
Morning Musings...મોટિવેશન ઓછું કરવાનો કોઈ રસ્તો ખરો? મોટિવેશનનો અભાવ એ ભ્રમ છે. આપણે એવું ધારી લઈએ છીએ કે કોઈને મોટિવેશનની જરૂર છે, પણ હકીકત એ છે કે લોકો મોટીવેટેડ જ હોય છે. આપણો પ્રૉબ્લેમ એ છે કે લોકો આપણે કહીએ તે રીતે મોટીવેટેડ નથી. દાખલા તરીકે મને કામ કરવાનું મન નથી, અને હું ઘરમાં આખો દિવસ ટીવી કે નેટફ્લિક્સ જોઉં છું. તમે કહેશો કે મારામાં મોટિવેશનનો અભાવ છે, પણ ટીવી જોવા માટે તો હું કેટલો મોટીવેટેડ છું! આપણે બહુ બધી રીતે મોટીવેટેડ જ હોઈએ છીએ. અસલમાં એ મોટિવેશનને, ખેતરમાં પાણી વાળીએ તેમ, બીજે વાળવાની જ જરૂર હોય છે, અને તે ત્યારે જ આવે, જ્યારે જે તે કામમાં અર્થ અને હેતુ (મિનિંગ અને પરપઝ) હોય.
કામનો અર્થ અને હેતુ, મોટિવેશનલ ભાષણોથી ના આવે, કામ જો સાર્થક હોય, અને તેની પાછળ હેતુ હોય, તો તે તમને મોટીવેટે કરશે. ઘરમાં ટીવી કે નેટફ્લિક્સ જોવાને બદલે હું ગાર્ડનમાં કસરત કરવા જાઉં, તો મને એ બહુ સારું અને ઉપયોગી લાગે, અને પછી હું નિયમિત કરું. મોટિવેશન કોઈ પુસ્તક વાંચીને કે ભાષણ સાંભળીને ના આવે. શેઠની શિખામણ ઝાંપા સુધી, એ કહેવત પ્રમાણે તમે મોટિવેશનની ટીકડી ખાધી હોય, ત્યાં સુધી જ તેની અસર રહે. મોટિવેશન કામની પહેલાં ના હોય, પણ તમે જે કામ કરો, તેમાંથી આવે. ઘોડો ગાડીને ખેંચે છે કે ગાડી ઘોડાને ધક્કો મારે છે, તેના જેવું છે આ. (અહીં ઘોડો મોટિવેશન છે, અને ગાડી કામ છે).
20th January 2020
Morning Musings...સમાજની રચના સ્થિતિસ્થાપક નથી, જડ છે. સમાજ 'જૈસે થે'માં માને છે. સમાજ તેની બુનિયાદ હલાવી દે, તેવા લોકોને સહન નથી કરતો. એટલા માટે જ ઈશુને માંચડે ચઢાવાયા, સોક્રેટિસને ઝેર અપાયું, ગાંધીને ગોળી મારવામાં આવી. હિટલરે આત્મહત્યા ના કરી હોત, તો તેનેય ગોળી મારવામાં આવી હોત. ગાંધી અને હિટલર એક્સ્ટ્રીમ હતા. બન્ને સમાજને ધરમૂળથી બદલવા માંગતા હતા, અને સમાજ એક્સ્ટ્રીમ સહન નથી કરી શકતો. એટલે એમણે જવું પડ્યું. સમાજ સંત અને શેતાન, બંનેનો અસ્વીકાર કરે છે. તેને એવો મનુષ્ય ચાલે, જે તેની અનુકૂળતા પ્રમાણે સંત હોય, અને શેતાન પણ હોય. સમાજને એવરેજ અને અનુકૂળ મનુષ્ય ખપે છે. એટલા માટે જ મોટાભાગના લોકો ટોળાને અનુકૂળ રહેવાનું પસંદ કરે છે. ઈંડિવિઝજ્યુઅલની વ્યાખ્યા જ એ છે કે જે ટોળામાં નથી.
21st January 2020
Morning Mushing:18 એપ્રિલ, 1955ની દિવસે, પ્રિંસટન યુનિવર્સિટીમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું અવસાન થયું, તેના કલાકો પછી તેમની ઓફિસની લેવાયેલી આ તસવીર છે. આઈન્સ્ટાઈન અહીં બેસીને તેમના સિદ્ધાંતો પર કામ કરતા હતા, અને ઓફિસનું તે દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું. લાગે નહીં કે આઈન્સ્ટાઈનનું કલાકો પહેલાં જ અવસાન થયું છે! એકદમ જીવંત! બધા જ કાગળો એમ ને એમ હતા, જે રીતે આઈન્સ્ટાઈને આગલી રાત્રે છોડ્યા હતા.
તે 76 વર્ષના હતા, અને તેમના અવસાનને એકદમ પ્રાઇવેટ ઘટના રાખવામાં આવી હતી. એક માત્ર લાઈફ મેગેઝીનના ફોટોગ્રાફર, રાલ્ફ મોર્સેએ, એ ઐતિહાસિક ક્ષણો કેદ કરી હતી. તે તસવીરો પાંચ દાયકા સુધી લાઈફ મેગેઝીનના સંગ્રહમાં પડી રહી અને ભુલાઈ ગઈ હતી, કારણ કે જે તે વખતે આઈન્સ્ટાઈનના પુત્રે વિનંતી કરી હતી કે પરિવારના શોકની તસવીરો જારી ના કરવામાં આવે.
આઈન્સ્ટાઈનના અવસાનની ખબર પડી કે તરત 90 માઈલ દૂર ઉત્તરીય ન્યુ જર્સીના ઘરેથી કેમેરા ઊંચકીને મારતી કારે મોર્સે પ્રિંસટન પહોંચ્યો હતો.
"હું પહેલાં પ્રિંસટન હોસ્પિટલમાં ગયો," 96 વર્ષના મોર્સેએ વર્ષો પછી 'લાઈફ'ને કહ્યું હતું, "પણ ત્યાં તો બહુ ધમાચકડી હતી-પત્રકારો, ફોટોગ્રાફર્સ, મુલાકાતીઓનું ટોળું હતું. એટલે હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટેડિઝમાં આઈન્સ્ટાઈનની ઓફીસ તરફ ગયો. રસ્તામાંથી મેં સ્કોચની બોટલ ઉઠાવી. મને હતું જ કે લોકો બોલવામાં સંકોચ અનુભવશે, પણ સ્કોચ તો ખુશી ખુશી લેશે. એટલે હું એ બિલ્ડીંગમાં ગયો, અને સુપ્રીટેન્ડડેન્ટને સ્કોચ પાઇ અને એણે મને ઓફીસ ખોલી આપી."
ટુંક માં એવું કહેવાય કે સ્કોચ હોય તો સંકોચ ના રહે 😀
22nd January 2020
Morning Musings...તમારી પરના બેબુબિયાદ આરોપોને નકારી કાઢવાની તમારામાં જેટલી ઉતાવળ હોય છે, તેટલી જ ઉતાવળ તમારી પરના બેબુબિયાદ વખાણને નકારી કાઢવાની પણ હોવી જોઈએ. માત્ર આરોપો જ નહીં, માણસનાં ખોટાં વખાણ કરીને પણ તેને ગેરમાર્ગે દોરી શકાય છે. ઇન ફેક્ટ, વખાણ એ શાબ્દિક લાંચ છે. તમે કોઈને ફુસલાવવા ઇચ્છતા હો, તો મિથ્યા-પ્રશંસાથી ઉત્તમ કોઈ સાધન નથી. એટલા માટે જ માણસે પોતાના નિર્દયી ટીકાકાર બનવું જોઈએ. સ્વ-વિશ્લેષણમાંથી આવેલી પ્રગતિ એટલી નક્કર હોય છે કે તેને બીજાઓનાં સમર્થનની જરૂર પડતી નથી, અને તમને નિષ્ફળતાનો ડર પણ રહેતો નથી. ટીકા અને વખાણથી મુક્ત માણસ અસલી ઈંડિવિજ્યુઅલ છે.
23rd January 2020
Morning Musings...આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ, પણ એવું થતું નથી કારણ કે આપણે ક્ષણને ઉત્તમ બનાવવાની કોશિશ કરીએ છીએ, અને એ કોશિશમાં તે ક્ષણ નષ્ટ થાય છે. આપણે 'ઉત્તમ ક્ષણ'ના આઈડિયામાં જીવીએ છીએ, જે કાં'તો ભૂતકાળની સ્મૃતિમાં હોય છે, અથવા ભવિષ્યની અપેક્ષામાં. એટલે મૂળભૂત રીતે, આપણે વર્તમાનમાં પણ ભૂતકાળમાં કે ભવિષ્યમાં જ હોઈએ છીએ, ક્ષણમાં નહીં.
24th January 2020
Morning Mushing:ભવિષ્યમાં મગજને પણ હેક કરવાની ટેકનોલોજી શોધશે. આમ તો સદીઓથી દ્રગ્સ, તમાકુ, આલ્કોહોલ અને ચા-કોફી મારફતે મગજને હેક કરવાના પ્રયાસો થતા જ રહ્યા છે, પણ હવે કુત્રિમ બ્રેઇન-ડિવાઇસ મારફતે સીઘી જ મગજમાં ઘૂસ મારીને, ત્યાં શું થઈ રહ્યું છે, તે જાણવાની અને તેનો ડેટા ચોરવાની ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે. (સાઉદીનો) રાજા હોય કે રંક, બધાને કાણાંમાંથી ઝાંખવું છે!
25th January 2020
Morning Mushing:What a story! દેશમાં હજુ ય એવા ટિકીટ ચેકર્સ છે, જે પૈસા ખિસ્સામાં નથી મુકતા. સેન્ટ્રલ રેલવેના 4 ટિકીટ ચેકર્સે 2019માં ખુદાબક્ષો પાસેથી 5 કરોડ રૂપિયા વસુલ કરીને સરકારી તિજોરીમાં મુક્યા છે. એસબી ગલાંડેએ 22,680 ખુદાબક્ષો પાસેથી 1.52 કરોડ, રવિ કુમારે 20,657 ખુદાબક્ષો પાસેથી 1.45 કરોડ, એમ.એમ. શિંદેએ 16,035 ખુદાબક્ષો પાસેથી 1 કરોડ અને ડી. કુમારે 15, 263 ખુદાબક્ષો પાસેથી 1.02 કરોડ વસુલ કરીને વિક્રમ કર્યો છે. ( ખુદાબક્ષ એટલે એવા મુસાફરો પણ ખરા જે ખોટા ડબ્બામાં મુસાફરી કરતા હોય)
26th January 2020
Morning Musings...આજકાલ એક સર્વસામાન્ય ફરિયાદ એવી થાય છે લોકો તેમના ફોનમાં જેટલા વ્યસ્ત હોય છે, તેટલા માણસો સાથે નથી હોતા. આપણે તેના માટે સ્માર્ટફોનના કલ્ચરનો દોષ કાઢીએ છીએ. ફરિયાદ એવી છે કે અગાઉ માણસ-માણસ વચ્ચે સંવાદનો સંબંધ હતો, અને હવે સ્માર્ટફોને તેની જગ્યા લઇ લીધી છે. આપણે સ્વીકારતા નથી, પણ હકીકત એ છે કે સ્માર્ટફોન આવ્યા, પછી જ આપણને ખબર પડી કે માણસ તરીકે આપણે વાસ્તવમાં કેટલા ડલ અને બોરિંગ છીએ. વિકલ્પ ન હતો એટલે ચલાવે રાખતા હતા, પણ હવે મારે બોરિંગ માણસો સામે હસતું મોઢું રાખીને 'સબ સલામત'નું બેનર ફરકાવવાની મજબૂરી નથી. હવે હું મોઢું ફેરવીને સ્માર્ટફોનમાં વ્યસ્ત થઈ શકું છું. સ્માર્ટફોન આવ્યા એટલે જ જાણ થઇ કે સ્માર્ટફોન કરતાં પણ વધુ દિલચસ્પ રહેવું, એ મોડર્ન રિલેશનશિપમાં કેટલી મોટી ચેલેન્જ છે.
27th January 2020
Morning Musings...જ્ઞાન જ્યારે બીજાને જ્ઞાની બનાવે તે અસલી જ્ઞાન. જ્ઞાન જ્યારે પોતાને જ્ઞાની સાબિત કરે, તે નકલી જ્ઞાન
28th January 2020
Morning Mushing:ગાંધીજી: "હું પાક્કો હિન્દૂ હોવા છતાં, મને મારી શ્રદ્ધામાં ઈસાઈ, ઇસ્લામિક અને પારસી ઉપદેશ માટે જગ્યા દેખાય છે, અને એટલે અમુક લોકો મને સારગ્રહી ગણે છે. કોઈને સારગ્રહી કહેવાનો અર્થ એવો થાય કે એ શ્રદ્ધાળુ નથી, પણ મારી શ્રદ્ધા બહુ વ્યાપક છે, અને એમાં સૌથી કટ્ટર વ્યક્તિ માટે પણ વિરોધ નથી. આ શ્રદ્ધા શક્ય હોય તેટલી વ્યાપક સહિષ્ણુતા આધારિત છે. હું કોઈ વ્યક્તિ સાથે તેના કટ્ટર કૃત્યના કારણે દુર્વ્યવહાર નથી કરતો, કારણ કે હું તે કૃત્યોને તેના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરું છું. આ વ્યાપક શ્રદ્ધા જ મને તાકાત આપે છે." ( ધ યંગ ઈન્ડિયા-1927, ગાંધી-ધ કલેકટેડ વર્ક્સ)
29th January 2020
Morning Musings...કોઈ આવ્યું
પથ્થરોની પાસે
તેમને જોયા, હાથ ફેરવ્યા
અને કહ્યું- મનુષ્ય બનો!
પથ્થરોએ પણ તેમને જોયા
અને જવાબ આપ્યો-
અમે હજુ એટલા કઠોર
થઈ ગયા નથી!
-એરિડ ફ્રોઇડ
30th January 2020
Morning Musings...સેલ્ફ-લવ (મૈં અપની/અપના ફેવરિટ હું)નો સમાનાર્થી સેલ્ફ ડિસ્ટ્રક્શન (આઈ હેટ માય સેલ્ફ) છે. સેલ્ફ-લવ અને સેલ્ફ-હેટ એક જ સિક્કાની એક જ બાજુ છે. સેલ્ફ-લવમાં વ્યક્તિ આળી થઈ જાય, અને જરા સરખી લાગણીની પીડા સહન ના કરી શકે. તેને સતત એટેનશન અને લાડ જોઈએ. એ ના મળે, તો સેલ્ફ-હેટ આવે. સેલ્ફ-લવમાં તમે ખુદને સરખી રીતે પ્રેમ ન કરી શકો, તો તમે ખુદનો નાશ કરવા મજબૂર બની જાવ છો. આપઘાત, એડિકશન્સ અને ડિપ્રેશનના મોટાભાગના કિસ્સાઓમાં લોકો નાર્સિસિસ્ટિ હોય છે, તેનું કારણ આ સેલ્ફ-લવ છે.
31st January 2020
Morning Mushing:વસંપંચમી - મા સરસ્વતી ની આરાધના નો દિવસ.
અને વીર હકીકત રાય પુરી નો બલિદાન દિવસ.
વસંપંચમી ઇસવીસન ૧૭૩૪
મુગલ ગવર્નર ઝકરિયા ખાને ૧૨ વરસના હકીકત પુરી પર ખોટો ધર્મનિંદા નો આરોપ લગાવ્યો. હકીકતને જીવનદાન ના બદલે ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડી. જવાબ માં હકીકત રાયે ધર્મ પરિવર્તન નો અસ્વીકાર કર્યો અને કહ્યું "આવા સેંકડો જીવન પ્રભુ રામ ના માટે ખુશી ખુશી જતા કરીશ".
શરિયા કાનૂન હેઠળ હકીકત રાય ને પત્થર મારી ને મૃત્યુદંડની સજા આપવામાં આવી. છેલ્લા શ્વાસ સુધી હકીકત રાય "રામ રામ" નું નામ જપતાં રહ્યા પણ ઝૂક્યા નહિ. "ધર્મ થી મોટું કંઈ નથી" એ માતા નું શિક્ષણ એમને શબ્દશ: પાળી બતાવ્યું.
હકીકત રાય ના પિતા શિયાલકોટ ના ખત્રી હતા. એ સમયે ત્યાં હિન્દુ શાળા ના હોવાથી હકીકત નું શિક્ષણ મૌલવી હેઠળ થયું. અરેબિક, પર્સિયન, ગણિત વગેરે વિષયો માં પ્રખર હોવાથી હકીકત ઘણા મુસ્લિમ સહપાઠીઓ ની ઈર્ષ્યા અને રોષ નો ભોગ બન્યા.
એક દિવસ મા ભવાની ની એક સહપાઠી એ નિંદા કરી, જેના જવાબ માં હકીકત એ કહ્યું "પયગંબર ની પુત્રી ફાતિમા પણ માં ભવાની ના આશીર્વાદ થી જન્મી છે". એ સમયે આવા શબ્દો ધર્મ ની નિંદા કહેવાતા. મૌલવી એ હકીકત ને સજાપાત્ર ઘોષિત કરી દીધો અને જીવનદાન માટે ઇસ્લામ કબૂલ કરવાની શરત મૂકી જેનો હકીકતે ખુમારી થી અસ્વીકાર કર્યો.
પાકિસ્તાન ના પંજાબ પ્રાંત માં ૨૦૦૪ સુધી વસંત પંચમી ઉજવાતી હતી. એ વીર હકીકત રાય ના બલિદાન દિવસ હોવાથી હવે એને રોકી દેવા માં આવ્યો.
હકીકત રાય અને એમના ધર્મપત્ની લક્ષ્મીદેવી ની સમાધિ આજે પણ લાહોર પાકિસ્તાન માં છે.
More details in below article
http://vishalgthakkar.blogspot.com/2020/01/hakikat-of-basant-panchmi.html
1st February 2020
Morning Musings...આપણે બાળકોને એવું શિખવાડીએ છીએ કે માફી માગવી એ સારી બાબત છે. કોના માટે સારી? બાળક માટે કે તેના કૃત્યનું ભોગ બનેલા બાળક માટે? આપણે મોટાભાગે ખુદને સારું લાગે એટલે માફી માગીએ છીએ- સોરી તો કહી દીધુ! હવે શું છે? પ્રામાણિક માફી માગવી અઘરી છે, કારણ કે 'હું ખોટો હતો/હતી' એવું પ્રામાણિકપણે સ્વીકારવું મુશ્કેલ છે. આપણે માફી માગીએ પછી પણ સામેની વ્યક્તિ રાહત એટલા માટે મહેસૂસ નથી કરતી કારણ કે આપણે એને નહીં, પરંતુ ખુદને (માફી માગવાની મજબૂરીમાંથી) રાહત આપીએ છીએ. માફી ત્યારે જ કારગત નીવડે, જ્યારે તેના ફોકસમાં આપણી ભાવના નહીં, પરંતુ સામેની વ્યક્તિની લાગણી અને જરૂરિયાત હોય. મોટાભાગની માફીઓમાં મોટેભાગે ભાવ એવો છે કે 'મને આમાં કંઇ ખોટું લાગતું નથી, પણ તમને દુઃખ થયું, હોય તો સોરી.'
2nd February 2020
Morning Musings...વિજય: જાઓ પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જીસને મેરે બાપ સે સાઈન લિયા થા. પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જીસને મેરી મા કો ગાલી દેકર નોકરી સે નિકાલ દિયા થા. જાઓ પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ, જેને મેરે હાથ પર યે લિખ દિયા થા.
રવિ: દુસરો કે પાપ ગીનાને સે તુમ્હારે અપને પાપ કમ નહીં હો જાયેંગે, દુસરો કે જુર્મ સાબિત કરને સે યે સચ્ચાઈ નહીં બદલ સકતી કી તુમ ભી એક મુજરીમ હો.
3rd February 2020
Morning Musings...ધર્મ અને રાજકારણ...આ બે વિષયની વાત આવે, ત્યારે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેઓ શું વાત કરી રહ્યા છે. ધર્મ, રાજકારણ અને ખાવાનું, આ ત્રણ બાબત એવી છે, જયાં માણસ વિવેકબુદ્ધિથી વાત કરી જ ના શકે. ત્રણે બાબતો માણસની અંધશ્રદ્ધા પર કામ કરે છે, અને એટલે લોકો લાગણીઓથી ઉશ્કેરાઈને જ તેના વિશે વાત કરે. કારણ એ છે કે દરેકને એવો જ ભ્રમ હોય છે કે મારા ધાર્મિક અને રાજકીય વિચારોમાં જ મનુષ્યજાતિના તમામ પ્રશ્નોનો ઉપાય છે અને મારો આહાર જ દુનિયાનો સૌથી પૌષ્ટિક આહાર છે. જાતિ,ધર્મ, મીડિયા અને વિવાદ એક ટેબલના ચાર પાયા : ફેવિકોલ કા મજબૂત જોડ કેહવાય પણ હકીકત એવી છે કે સત્તા ટેબલ વાળા પાસે નથી હોતી, સત્તા ખુરશી વાળા પાસે હોય છે...!!!!
4th February 2020
Morning Musings...જે બાબત તમને ગમતી ના હોય, જેની તમે નફરત કરતા હો, તેની અસલી પરીક્ષા એ છે કે તમે ખુદ એ બાબત કરવા ના લાગી જાવ. દિલ્લીવાસીઓએ 2દિવસ પહેલા આત્યંતિક ઉશ્કેરણી વચ્ચે શાંતિ જાળવી રાખી, તે ગાંધીજીને સૌથી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હતી. ખુલ્લેઆમ ઉશ્કેરણી સામે સંયમી રહેવું, એ સિદ્ધિ છે. રાક્ષસનો વિરોધ કરતી વખતે તમે રાક્ષસ ના બની જાવ, એ સિદ્ધિ છે. જેની સાથે આપણે સતત પનારો પાડતા હોઈએ, તેને આપણે અપનાવી ના લઈએ, તે સિદ્ધિ છે. ગાંધીજી આખી જિંદગી આ જ તો જીવ્યા હતા. હિંસાનો વિરોધ કરતી વખતે ગાંધીજી હિંસક ના બન્યા, એ સિદ્ધિ હતી. બાકી, હિંસાનો પ્રયોગ જ તેમને હિંસક બનાવવા થયો હતો, અને એમાં ગાંધીજીનો જ પરાજય થયો હોત.
5th February 2020
Morning Musings...અવિરત ટેકસ્ટ મેસેજીસ, પુશ નોટિફિકેશન, વોટ્સએપ ફોરવર્ડ્સ, ફેસબુક પોસ્ટ, ટ્વીટ્સ, પૉપ અપ વિજ્ઞાપન અને ઇમેઇલની દુનિયામાં આપણું મગજ એટલું ઓવર-એલર્ટ થઈ રહ્યું છે કે કોઈ વાતમાં ચિત્ત પરોવાની અવધિ (attention span) 8 સેકન્ડ થઈ ગઈ છે. એક તાજા અભ્યાસ પ્રમાણે 2000માં (સ્માર્ટફોન આવ્યો તેની આસપાસ), આ અવધિ 12 સેકન્ડની હતી, પણ 2019માં તેમાં 4 સેકન્ડનો ઘટાડો નોંધાયો છે. વૈજ્ઞાનિકો કહે છે કે ગોલ્ડફિશમાં 9 સેકન્ડની અવધિ હોય છે.
6th February 2020
Morning Musings...તમારી ગરીબી એ નથી કે તમારી પાસે પૈસા ઓછા છે.
તમારી ગરીબી એ છે કે તમારી પાસે ફાલતું બાબતોની ચિંતા બહુ છે.
તમારી ગરીબી એ છે કે તમારા દિવસો અકળામણમાં પસાર થાય છે.
તમારી ગરીબી એ છે જે તમે નકલી હસવું પડતું હોય છે.
તમારી ગરીબી એ છે કે 'કેમ છો?...મઝામાં છું'થી વિશેષ તમારી પાસે વિષયો નથી.
તમારી ગરીબી એ છે કે તમને સુખ ખબર છે, પણ સાર્થકતા ખબર નથી.
તમારી ગરીબી એ છે કે તમે સુખમાં દુઃખી છો.
7th February 2020
Morning Mushing:શિક્ષણ વગરનું રાજકારણ કેવું હોય, તેનું આધુનિક ભારત શ્રેષ્ઠ ઉદાહરણ છે. લોકતાન્ત્રિક પ્રક્રિયાની સમજણ પડે તે માટે દેશની યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ-પોલિટીકસ દાખલ કરવામાં આવ્યું હતું. લોકતાન્ત્રિક દેશ તરીકે આપણે એટલા 'મેચ્યોર' થઇ ગયા કે, હવે સ્ટુડન્ટ-પોલિટીકસને કેમ્પસનું અપરાધીકરણ ગણતા થઇ ગયા!
8th February 2020
Morning Mushing:આપણે ત્યાં ભલે ઉત્સાહી કવિઓની કવિતા સાંભળીને લોકોનું માથું દુ:ખતું હોય, પરંતુ બ્રિટનમાં એક બહેન માથું ઉતારવા માટે વાસ્તવમાં કવિતાના ડોઝ આપે છે! બિશપ કાસલ નામના નગરમાં, એક કવિની દીકરી દેબોરાહ અલ્માએ, પોએટ્રી ફાર્મસી નામનું 'ક્લિનિક' ખોલ્યું છે, જ્યાં તે સ્ટ્રેસથી લઈને દિલ તુટવા સહિતના અનેકવિધ મૂડને ઠીક કરવા માટે કવિતાની ચોપડીઓ પ્રિસ્કાઇબ કરે છે. અલ્મા પોતે કવિં છે, અને કહે છે કે 'હું પોતે સંબંધની દુર્ઘટનામાંથી કવિતાના સહારે જ બહાર આવી હતી." આપણા ગાલિબે તો દર્દને દવા બનાવી દઈને કવિતા કરી હતી. આ બહેન કવિતાની દવા કરીને દર્દ મટાડે છે!
9th February 2020
Morning Mushing:કઠોર શાસન હોય અને અભિવ્યક્તિની આઝાદી પર લગામ હોય તો શું થાય, તેનું ડો. લી વેંલિંગ ઉદાહરણ છે. કોરોના વાઇરસના જન્મ સ્થાન, ચીનના વુહાન શહેરના આ ડોક્ટરે, 30 ડિસેમ્બરના રોજ, વુહાન હોસ્પિટલના તેના 159 મેડિકલ વિધાર્થીઓ માટે સોશ્યલ મીડિયા પર મેસેજ કર્યો હતો કે, "દક્ષિણ ચીનના ફળફળાદી અને દરિયાઈ આહારના બજારમાં, સાર્સના સાત દર્દી નોંધાયા છે, અને તેમને આપણી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં મુકવામાં આવ્યા છે."
ડોક્ટરનો ઉદેશ્ય, સારવાર દરમિયાન વિધાર્થીઓને સાવચેત કરવાનો હતો. ડોક્ટરે ત્યારે કહ્યું હતું કે કેસની સંખ્યા ઓછી છે, પરંતુ આ સાર્સ જેવો જ રોગાણું છે, અને ફેલાઈ શકે તેમ છે. ચીની સત્તાવાળાઓને ત્યારે કોરોના વાઇરસની ખબર હતી, અને ડોક્ટરની ચેતવણીને દબાવવા માટે, પોલીસ મારફતે તેને ધમકાવવામાં આવ્યો હતો કે તે જો 'અફવા' ફેલાવશે, તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
ગુરુવારે, માત્ર 34 વર્ષના લી વેંલિંગનું, એ જ કોરોના વાઇરસથી મોત થયું છે, જેની વાત કરવા માટે તેની ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી. એકદમ તંદુરસ્ત ડો. લીને બચાવવા માટે તેના સિનિયરો ખૂબ મહેનત કરી હતી, કારણ કે તેમને ખબર હતી કે લીએ કોરોનાની ચેતવણી ઉચ્ચારી હતી, અને તેનું મોત વિવાદ ઉભો કરશે. ડોક્ટર લી અભિવ્યક્તિની પાબંધીનો પહેલો શહીદ છે, અને ચીનમાં અત્યારે તેને હિરો તરીકે યાદ કરવામાં આવી રહ્યો છે, અને તેની શાહીદીને લઈને અત્યંત રોષ અને માતમ છવાયો છે.
ચીનમાં સરકારી આંકડા મુજબ 600થી વધુ લોકોનો ભોગ લેનાર અને બિનસરકારી આંકડા 25000 થી પણ વધુ, અને હવે દુનિયાના અનેક દેશોમાં પહોંચી રહેલો કોરોના વાઇરસ શું દશા કરશે, તે તો કોઈને ખબર નથી, પરંતુ લી વેંલિંગના મોતના પગલે, ચીનની સેન્સરશીપની નીતિ સામે, ચીનમાં અને ચીન બહાર, ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે.
10th February 2020
Morning Musings...બીજા દેશ સાથે યુદ્ધ કરવાની આપણી જેટલી તૈયારી (અને ઈચ્છા) છે, તેની સરખામણીમાં કોરોનાવાઇરસ જેવા રોગચાળા સામે લડવાની એક પણ દેશ પાસે સરખી વ્યવસ્થા નથી. બિલ ગેટ્સે 2018માં ચેતવણી ઉચ્ચારી હતી કે દુનિયા યુદ્ધના ધોરણે જો સંભવિત રોગચાળાઓ સામે લડવાની વ્યવસ્થા નહીં કરે, તો ચીન જેવા દેશમાંથી બીજા દેશોમાં ફેલાયેલો રોગચાળો એક જ વર્ષમાં 3.3 કરોડ લોકોને ભરખી જાય, તેવી શક્યતા છે. જેટ ગતિએ ટ્રાવેલની સુવિધાઓ અને સામાનની ડિલિવરી સિસ્ટમ, વસ્તીથી ફાટ-ફાટ થઈ રહેલાં શહેરો અને પ્રાકૃતિક જગત પર આપણા દબાણોની આધુનિક જીવન શૈલી બદલ પ્રકૃતિ આપણને વારંવાર ચેતવણીઓ આપે છે, છતાં પણ આપણે કોરોના જેવો વાઇરસ આવે ત્યારે થોડો વખત આશ્ચર્ય વ્યકત કરીને પાછા સુઈ જઇએ છીએ. આપણે યુદ્ધોમાં એકબીજાની સાથે છીએ, પણ રોગોમાં એકલા છીએ, અને તેનો પરાજય ગંભીર હશે.
11th February 2020
Morning Musings...જંગલની સંસ્કૃતિમાં શિકારી અને શિકાર, એમ બે વર્ગ હતા. એમાં એક વર્ગ પાસે અક્કલ આવી એટલે તેણે ખાવા-પીવા માટેની ઝૂંટાઝૂંટમાં નિયમો અને પરંપરાની સંસ્કૃતિ પેદા કરી. એમાંથી આક્રમક અને આક્રાંત, રાજા અને રૈયત, દમનકર્તા અને દલિત, સાહેબ અને સેવક, અમીર અને ગરીબીનો વર્ગ પેદા થયો. જંગલની ઇલાકાઇ અને કબીલાઇ માનસિકતા, સભ્ય સમાજની રચના સાથે વધુ રંગ લાવી છે, કારણ કે અગાઉ માણસ પાસે માત્ર શરીરની જ તાકાત હતી, પરંતુ હવે એની પાસે બુદ્ધિશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનશક્તિ પણ છે. બુદ્ધિના આધારે દમન કરવામાંથી જ વારસો, સામાજિક વ્યવસ્થા, અથવા ઊંચ-નીચની વ્યવસ્થા આવી. આ વ્યવસ્થામાં ધર્મની અનુમતિ જોડાઇ એટલે અન્યાય અને અસમાનતાના આખા ખેલને સામાજિક અધિકૃતતા પણ મળી ગઇ. બીજી વ્યક્તિ અથવા બીજા સમુદાય પર હાવી થવું, એને જુદો ગણવો, એ માણસની (જંગલી) વૃત્તિમાં એટલું વણાયેલું છે કે સમાનતાના ઉચ્ચ આદર્શ છતાં માણસો અસમાનતા અને અન્યાયી વ્યવસ્થાની રચના જ કરતા રહ્યા છે.
12th February 2020
Morning Musings...સોશ્યલ મીડિયાએ મને બહેતર બનવામાં સહયોગ કર્યો છે. હું સોશ્યલ મીડિયામાં એટલી બધી સકારાત્મક રહું છું કે ટ્રોલિંગ કરવાવાળાને ચણાય નાખતી નથી. લોકો ઘણું બધુ કહે. તું ઘરડી છે. તું કદરૂપી છે. ઉંમર પ્રમાણે કપડા પેહર. અગાઉ હું અપ-સેટ થઈ જતી, ગુસ્સે થઈ જતી હતી. હવે મને મોજ પડે છે. એનાથી હું જે છું, તે જ રહેવા મને ચાનક ચઢે છે. હું નિરંતર ફિટનેસ ચેલેન્જ ફેંકતી રહું છું. થોડાં વર્ષો પહેલાં મેં સંકલ્પ કર્યો હતો કે હું ક્રોધને છુટાછેડા આપીશ, અથવા એ મને આપશે. મેં મારી અંદર ટ્રિગર પોઇન્ટ શોધી કાઢ્યા. સુગર સાથે મારે નાનપણથી લવ-હેટનો સંબંધ હતો. બહુ લડાઈ કરી. આપણે બધા પેટર્નમાં જીવીએ છીએ. હું તેને સતત બ્રેક કરી રહી છું. મને મારામાં વિશ્વાસ ન હતો, એ સૌથી મોટી પેટર્ન મેં બ્રેક કરી હતી. હું સતત અસલામતીમાં જીવતી હતી. આજે મને ખબર છે કે કામ જોઈતું હોય કે મિત્રની જરૂર હોય, તો ફોન જ કરવાની જરૂટ છે. સંબંધોમાંય હું લોકો મને પંપાળે, તેની રાહ જોતી હતી. હવે એવું નથી. હવે મને ખબર છે કે મૂળે સારી હું માણસ છું, અને પ્રેમને કાબીલ છું.
-મંદિરા બેદી, તેની આત્મકથા 'હેપ્પી ફોર નો રિજન' (અકારણ સુખી) માથી
13th February 2020
Morning Musings...જેનામાં દરેક બાબત પર અભિપ્રાય આપવાની વૃત્તિ હોય, તેનો વિશ્વાસ ના કરવો. એ વિવેકબુદ્ધિના સંયમથી નહીં, લાગણીના જોશથી વાત કરશે. એ તમારી દરેક વાતમાં છિદ્ર શોધીને તમને બેવકૂફ સાબિત કરવાની કોશિશ કરશે. એનામાં કુતુહલ કે શીખવાની વૃત્તિ ના હોય (એ એટલું જ 'શીખે,' જેની ઓલરેડી ખબર છે). એ દરેક બાબતને પોતાના ચશ્મામાંથી જ જુવે, અને બીજાનો દ્રષ્ટિકોણ ના તો સમજી શકે કે ના તો સ્વીકારી શકે. એમને ઓબ્જેક્ટિવ રિયાલિટી શું કહેવાય, તે ખબર જ ના હોય. એ સબ્જેક્ટિવ વિચારોમાં જ હોય. એમના માટે દરેક બાબત બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય, અને ગ્રે જેવું કશું ના હોય.
14th February 2020
Morning Musing:કોઈકને અનહદ પ્રેમ કરવો એ પણ બંદગી જ છે ને,
જરા પૂછો.... સ્પર્શ કરી કોણે
ઈશ્વર ને જોયો છે... ??🌷
લેખકો, કવિઓ, કલાકારો અને સિનેમા સર્જકોએ તેમનો ‘સામાન’ વેચવા માટે પરફેક્ટ પ્રેમ અને પરફેક્ટ યુગલની કલ્પનાને પંપાળી હતી, અને પ્રેમમાં બોરડમ કેમ આવે છે, તે સવાલથી નજર ચોરી હતી.
રોમેન્ટિક પ્રેમ બુનિયાદી રીતે સ્વાર્થી, ખુદગર્જ અને ઉદંડ છે. નિઃસ્વાર્થ પ્રેમ નથી હોતો. મને જે જોઈએ છીએ છે, તે તમે ના આપી શકો, તો મારો મહાન પ્રેમ હવા થઈ જાય.
બિનશરતી પ્રેમ ખાલી કલ્પના છે. You love me, I love you, that is condition. એમાં ત્રણ અનિવાર્ય શરતો છે; વાસના (સેક્સ), આકર્ષણ (રોમેન્ટિક પ્રેમ) અને લગાવ (લાંબા ગાળાનું બંધન).
કોઈપણ પ્રેમ આ ત્રણ પાયા પર જ રચાય છે, અને તેના કારણે જ તૂટે છે. પ્રેમ ઓથોરિટેરીયન, બિનલોકતાંત્રિક અને બેરહેમ છે. એ ગરજે ઉદાર થાય છે, અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે.
રોમેન્ટિક અથવા તો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. આવેશાત્મક પ્રેમ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
આરંભે ઉછાળા મારતી કેમેસ્ટ્રીમાં આપણને એ વ્યક્તિમાં બધું જ શ્રેષ્ઠ અને યોગ્ય લાગે, પરંતુ જેમ જેમ ભરતી ઓસરવા માંડે તેમ તેમ નીચે છુપાયેલા કાંકરા, છીપલાં અને હાડકાં નજરમાં આવવા લાગે.
સંબંધો લગાવના તાંતણે બંધાય ખરા, પણ એના ટકવા માટે બે વ્યક્તિઓ વચ્ચે અનુકંપા, સાહસ, ધૈર્ય, નમ્રતા, દિલ્લગી અને બુદ્ધિમાની જેવા ગુણ સમાનપણે હોવા અનિવાર્ય હોય છે. ન હોય, તો વિકસિત કરવા પડે.
સહસ્થિતિ (compatibility) એ પ્રેમની પૂર્વશર્ત નથી, એ પ્રેમની ઉપલબ્ધી છે.
15th February 2020
Morning Musings...હું જ્યારે કોઈને મળું છું, ત્યારે અમે બે નથી મળતા. અમે કુલ છ લોકો મળીએ છીએ. એક તો હું મને અને તમે તમને જે રીતે ઓળખો છો, તે બે જણા. બીજું, હું તમને અને તમે મને જે રીતે ઓળખો છો, તે બે જણા. અને ત્રીજું, આપણે બંને અસલમાં જે છીએ, તે બે જણા.
16th February 2020
Morning Musings...આપણે યુદ્ધ કરીએ, તો તે ઉચિત અને બીજા યુદ્ધ કરે, તો તે અન્યાયી. આવું કેમ? કારણ કે આપણે એવું માનીએ છીએ કે આપણે સારા માણસો છીએ, અને બીજા ખરાબ. મઝાની વાત એ છે કે બંને પક્ષ એકબીજા વિશે આવું જ માનતા હોય છે. હકીકત એ છે કે માણસ હંમેશાંથી તેની ખરાબીને ઉચિત ઠેરવતો આવ્યો છે. યુદ્ધ એ પોતાની 'અચ્છાઈ' સાબિત કરવા સિવાય બીજું કશું નથી.
17th February 2020
Morning Musings...અજાણી વ્યક્તિ સાથે હમદર્દી કેળવવી બહુ આસાન છે. અસલી કસોટી, જેને આપણે અંગત રીતે જાણીએ છીએ, તેના માટે સહાનુભૂતિ કેળવવામાં છે. સામાન્ય રીતે, જેને આપણે નજીકથી જાણી લઈએ છીએ, તેની અનેક ત્રુટીઓ આપણી ફૂટપટ્ટી બની જાય છે, અને જેને આપણે 'કેમ છો? મઝામાં છું'ના સ્તરે ઓળખીએ છીએ, તેમાં આપણને દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ નજર આવે છે. વાસ્તવમાં, આપણે આપણી અધુરપો અને અવગુણોનું સમાધાન બીજી વ્યક્તિમાં શોધીએ છીએ, અને એટલે આપણે ક્યારેય બીજી વ્યક્તિ સાથે અસલી સંપર્ક કે સંવાદ સ્થાપી શકતા નથી. આપણે માત્ર આપણા જ સંપર્કમાં, આપણા જ સંબંધમાં, આપણા જ પ્રેમમાં હોઈએ છીએ, અને એટલે જ આપણે એકલવાયા રહી જઈએ છીએ.
18th February 2020
Morning Musings...આપણે ઇમોશનલ એડિક્શનના શિકાર છીએ. આપણી આખી સંસ્કૃતિ આપણી અંદરનાં વિભિન્ન ઇમોશન્સને નિરંતર પંપાળી રહી છે. આપણને સતત ઇમોશનની કિક જોઈએ છે- ઘડીકમાં આપણે ઉત્તેજનાનું શિખર સર કરી લઈએ, ઘડીકમાં આપણે હતાશાના પાતાળમાં જતા રહીએ, ઘડીકમાં એડ્રેનાલીન (adrenaline)ના ફુવારો છૂટે, તો ઘડીકમાં સેરોટોનિન (serotonin)નો વરસાદ થાય. ટેલિવિઝન, ફિલ્મ, પુસ્તકો, ગપસપ, સંબંધો, એડવેન્ચર ગેઇમ્સ, દારૂ-સિગારેટ, છપ્પન ભોગ, સેક્સ- આપણે જીવનના અર્થ માટે, મોટિવેશન માટે, દિશા માટે, રાહત માટે આ બધાં ઇમોશન પર આધાર રાખીએ છીએ. લાગણીઓ હોવી એ અલગ બાબત છે, અને આપણું મગજ એ લાગણીઓથી ઉત્પન્ન થતાં કેમિકલ્સનું વ્યસની બની જાય તે બીજી.
19th February 2020
Morning Musings...તમને એક વાર ખાવામાં, કામમાં, શીખવામાં, વ્યાયામમાં અને સંબંધોમાં ચક્રવૃદ્ધિ વ્યાજની સમજણ પડી જાય, પછી તમે એના માટે જે કરો, તે જુદું, સાર્થક અને નક્કર હશે. તમને ખબર છે, હિમસ્ખલન એટલું શક્તિશાળી કેમ હોય છે? વૃક્ષો ઉખેડી નાખે એવો આ આવેગ એક નાનકડી જગ્યાએથી બરફના ગોળા તરીકે શરૂ થાય છે, અને એ એની અંદર બરફને ઉમેરતો જાય છે. એ ગોળો જ્યારે હિમપ્રપાત બની જાય, ત્યારે તે રોકી ના શકાય તેવી તાકાત બની જાય છે. જીવનમાં પણ તમે જે કંઈ કરો, તે આવી રીતે એક સાધારણ કૃત્યથી શરૂ થઈને એક મોટા ફોર્સમાં તબ્દીલ થાય છે, કારણ કે દરેક પ્રયાસ વ્યાજ બનીને મુદ્દલને મજબૂત કરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે જેમ મુદ્દલ અને વ્યાજ ભેગા થઈને સમૃદ્ધિ લાવે, તેમ ખાવામાં, કામમાં, શીખવામાં, વ્યાયામમાં અને સંબંધોમાં પ્રયાસ પાછળનો પ્રયાસ સફળતા અને સાર્થકતા લાવે.
20th February 2020
Morning Musings...શાંતિ એટલે અશાંતિની ગેરહાજરી નહીં. લોકો એમ માને છે કે બધું સકારાત્મક હોય, તો શાંતિ કહેવાય. દાખલા તરીકે મારી આસપાસ, વસ્તુઓ કે વ્યક્તિઓનો કોલાહલ ના હોય, તો મને શાંતિનો અનુભવ થાય, અથવા હું અહીંથી સ્વિત્ઝર્લેન્ડ જતો રહું, તો શાંતિ લાગે, પરંતુ શાંતિ એ કશાની ગેરહાજરીથી વ્યાખ્યાયિત ના થાય, કારણ કે શાંતિનો કોઈ વિરોધાર્થ નથી. શાંતિ કોલાહલની વિરોધી અવસ્થા નથી. શાંતિ એ કોઈપણ પ્રકારની અવસ્થાની અંદર રહેવાનો ભાવ છે. શાંતિ સમુદ્રની ગર્જના છે, અને બજારનો ઘોંઘાટ છે. શાંતિ એટલે સ્મશાનની ખામોશી નહીં. શાંતિ એટલે સકારાત્મકતા અને નકારાત્મકતા બંનેમાં એક સમાન ભાવથી રહેવાની અવસ્થા છે.
21st February 2020
Morning Musings...શિવ-ત્વ એટલે શું? અમૃતની શોધ માટે સમુદ્રમંથન ચાલતું હતું. એક પછી ચૌદ રસ નીકળ્યા અને બધાએ તેને લઈ લીધા. છેલ્લે 'હલાહલ' નામનું ઝેર નીકળ્યું, તેને કોઈએ ના સ્વીકાર્યું. ઉલટાનું ત્રાહિમામ પોકારી ઉઠ્યા. શિવજી તે ઝેરને પી લીધું. આ પ્રતીકાત્મક છે. અહીં ઝેરનો અર્થ મન-શરીરમાં જે નકારાત્મક ભાવો છે (કામ, ક્રોધ, ઈર્ષ્યા, મોહ, લોભ). શિવજી ઉત્ક્રાંતિનું પ્રતીક છે. તેમની સાત ગ્રંથિઓ અથવા ચક્રોમાં ઉત્ક્રાંતિ થઈ હતી. સમુદ્રમંથન એટલે ધ્યાન, અને ઝેર એટલે મનની શાંતિની આડે આવતા ભાવો. શિવાજીએ તે ભાવોને ગળામાં રોકી દીધાં. ના શરીરમાં જાય, ના બહાર ફેલાય. એટલા માટે શિવજીને નિલકંઠ કહે છે-જેનું ગળું ઝેરના કારણે નિલવર્ણ થઈ ગયું છે. શિવ-ત્વ એ જીવ-ત્વ છે, અને શિવજી આસ્થા નહીં, સમજણ છે.
22nd February 2020
Morning Musings...એક દાયકા સુધી દુ:શ્મની રાખ્યા પછી અમર સિંઘે અમિતાબ બચ્ચનને 'સોરી' કહ્યું છે. અમર સિંઘ મૃત્યુ શૈયા પર છે અને અમિતાભે તેમના પિતાની મૃત્યુ તિથિએ દિલાસાનો સંદેશો મોકલ્યો છે. અમિતાબ દર વર્ષે સિંઘના પિતાને યાદ કરે છે. સિંઘનું હૃદય પરિવર્તન થયું છે, અને આટલા વર્ષોમાં બચ્ચન પરિવાર માટે જે અપશબ્દો વાપર્યા હતા, તેના માટે ક્ષમા માગી છે. આ બહુ મોટી વાત છે. જે દેશની રાજનીતિ પ્રતિશોધ અને પીડા આપવાની 'બહાદુરી' પર ટકેલી હોય, તેમાં એકવારનો સૌથી તાકાતવર માણસ બીજા માણસ પાસે ક્ષમા માંગે, તે આ દેશની સૌથી મોટી 'સ્ટોરી' ગણાવવી જોઈએ અને નવી પેઢી માટે ઉદાહરણ બનવી જોઈએ.
માફી માગવી આપણા સમાજમાં કમજોરી અને નપુંસકતાના ગુણ ગણાય છે. એમાં શર્મનો અહેસાસ છે. આપણી આખી સંસ્કૃતિ "હું સાચો છું"ની બુનિયાદ પર બની છે. એટલે જ માફી માગવી એ અઘરી બાબત છે.
આપણે કોઈને અન્યાય કરીએ અને અને આપણને એનું ભાન થાય તો, આપણી કાં'તો એ વ્યક્તિની પીડાથી કટ-ઓફ થઇ જઈએ છીએ (મારે શું?), કાં'તો ખુદની ઈમેજની ચિંતા કરીએ છીએ (તમને દુઃખ થયું હોય તો સોરી) અથવા આપણે સીધે સીધી માફી માંગીએ છીએ (મારાથી ભૂલ થઇ, મને માફ કરી દો.) આ ત્રીજું અઘરું હોય છે, અને અમર સિંઘે એ સાહસ બતાવીને આપણને સૌને એક રસ્તો બતાવ્યો છે.
બીજી વાત એ છે કે, જૂની પીડાનો રંજ રાખ્યા વગર અમિતાભ દર વર્ષે અમર સિંઘને સંદેશો પાઠવે અને અમર સિંઘ હવે તેમનાં ઉચ્ચારણો પર પ્રાયશ્ચિત કરે, તો તેનો મતલબ એમ થયો કે બંને ભૂતકાળની કેદમાંથી આઝાદ છે, અને વર્તમાનમાં છે (તેમાં ભવિષ્ય નથી, કારણ કે રસ્તા હવે ભેગા થવાના નથી.) આ અગત્યની શીખ છે. જૂની પીડા, પ્રતિશોધની ભાવના તમને વર્તમાનમાં જીવતાં રોકે છે. તમે ગમે તેટલા મહાન હો, સફળ હો, લોકપ્રિય હો, તમને 'આજ'માં જીવતાં ના આવડતું હોય, તો સૌથી મોટી નાકામિયાબી છે.
23rd February 2020
Morning Musings...એવા લોકો સાથે જ ઇન્ટિમસી કેળવવી જોઈએ, જેના જેવા તમે બનવા માંગતા હો. તમે જો નકારાત્મક, દુઃખી, ટીકાખોર, વાંક દેખ્યા, અસલામત લોકો સાથે હશો, તો તમે પણ એવા જ થઈ જશો. સંગ એવો દોષ, એ રોકેટ સાયન્સ નથી. અચેતન સ્તરે આપણે એકબીજાના વિચારો, વર્તન અને લાગણીઓની પેટર્નથી પ્રભાવિત થઈએ છીએ. વિજ્ઞાનમાં એ પુરવાર થયેલું છે કે દાયકાઓ સુધી સહિયારી લાગણીઓ અને વિચારોમાં જીવેલાં યુગલ એકબીજા જેવાં દેખાવા લાગે છે. એટલા માટે દોસ્તો પણ અપડેટ થતા રહેવા જોઈએ. સમય સમય પર એની તપાસ થતી રહેવી જોઈએ કે તમારા સંબંધો તમારી અંદરથી બેસ્ટ બહાર લાવે છે કે નહીં.
24th February 2020
Morning Mushing:ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષનો ઓસ્કાર જીતનારી ફિલ્મ 'પેરેસાઈટ' સામે વાંધો પડ્યો છે. કોલોરાડોમાં એક ભાષણ દરમિયાન તેમણે દક્ષિણ કોરિયાની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર આપવા બદલ ઓસ્કાર સંચાલકોની ટીકા કરું હતી. "આ વખતનો એકેડમી એવોર્ડ કેટલો ખરાબ હતો, એ તમને ખબર છે?" પ્રેસિડેન્ટે રેલીમાં ચાળા પાડતાં કહ્યું હતું, "એન્ડ એવોર્ડ્સ ગૉઝ ટુ... સાઉથ કોરિયાની ફિલ્મને! આ શું નાટક છે! આપણે આમેય દક્ષિણ કોરિયા સાથે ધંધાના લોચા છે, અને તમે એમની ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપો છો?"
'પેરેસાઈટ'ના અમેરિકન ડિસ્ટ્રીબ્યુટર, નિઓને, જવાબમાં ટ્વિટ કરી છે કે સબ-ટાઈટલ્સ વાળી આ ફિલ્મ સામે પ્રેસિડેન્ટને વાંધો પડે તે "સમજી શકાય તેવો છે, એમને વાંચતાં આવડતું નથી ને." In English, we have a word - trumpery which means trash or nonsense. So, it's a trumpery of Trump. 😄
25th February 2020
Morning Mushing: કોઈ વ્યક્તિની ઓથેન્ટીસિટી કેવી રીતે નક્કી કરવી?1. તે નિયમિત સાચું બોલે છે કે પછી બોલતી વખતે શબ્દો અને વિચારો ચોરે છે?
2. તમારે જરૂર હોય, ત્યારે તે ઉપલબ્ધ હોય છે?
3. બોલેલું પાળી બતાવવાનો તેનો રેકોર્ડ કેટલો મજબૂત છે?
4. તમને એવી ખાતરી છે કે જાણીબૂઝીને તે તમને હાની નહીં પહોંચાડે?
5. તમને એવો અહેસાસ થાય છે કે તમે તેની દુનિયાનું કેન્દ્ર છો?
6. તમે તેનો સંપૂર્ણપણે, આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો?
7 અને તમને ઓથેન્ટીક બનવા માટે તે તમારી અંદર દ્રઢતા જન્માવે છે?
26th February 2020
Morning Musings...મોટાભાગના લોકો બૌદ્ધિકતાને 'વેદિયાપણુ' ગણીને નફરત કરે છે, અને ચતુરાઈને જ્ઞાાન કે ડહાપણ ગણીને માથે ચઢાવે છે. આનું કારણ એ છે કે 99 ટકા લોકો ખુદને ઘેટાંથી વિશેષ સમજતા નથી, અને તેઓ તેમની બુદ્ધિને ચેલેન્જ ના કરે તેવા લોકોને જ અનુસરે છે.
27th February 2020
Morning Musings...કોઈની સાથે હોવું એટલે તે વ્યક્તિ જે વાત કરે છે અને જે વિચાર કરે છે, તેની સાથે હોવું તે. આપણે મોટાભાગે આપણા વિચારોમાં હોઈએ છીએ. આપણે તે વ્યક્તિની વાત સાંભળીને પોતાની વાત કરવા લાગી જઈએ છીએ, અને આપણે તે જ વખતે તે વ્યક્તિથી દુર થઇ થઈ જઈએ છીએ. કોઈનામાં દિલચસ્પી લેવાનો મતલબ જ એ છે કે તમારે તેની દરેક વાત, દરેક વિચાર, દરેક પ્રવૃત્તિ, દરેક ઘટના, દરેક અહેસાસ અને દરેક અનુભૂતિની સાથે ગહેરાઇથી રહેવાનું હોય. સંબંધોમાં અને સંવાદોમાં, પોતાની વાત કરવા માટે ઓબ્સેસિવ ના હોય, તેવી વ્યક્તિ મળવી, તે નસીબ કહેવાય. એટલા માટે, સાંભળવું એ પ્રેમનું ઉચ્ચતમ સ્વરૂપ કહેવાય છે. જે પોતાનામાંથી છૂટી શકે, તે જ બીજામાં રહી શકે. અસલી પ્રેમ એ છે, જેમાં 'તમે' ખોવાઈ જાવ.
28th February 2020
Morning Musings...કોઈ વ્યક્તિ વિશે જજમેન્ટ આપવાની વૃત્તિ પોતાના વિશેની અસલામતીમાંથી આવે. કોઈની ટીકા કરીને, તેના વિશે ગોસિપ કરીને તમે ખુદને તેના કરતાં ઉપર મુકવાનો પ્રયાસ કરો છો. તમે ઇચ્છો છે કે લોકો તમારું સન્માન કરે, અને તમારા નિશાના પર હોય, તેની ટીકા કરે. તમને જ્યારે બીજી વ્યક્તિનાં કોઈ લક્ષણો કે ખાસિયતોથી તમારી અધૂરપનો અહેસાસ થાય, તો તમે તે વ્યક્તિને નીચી પાડવા પ્રયાસ કરશો. કોઈ વ્યક્તિ વિશે વિવેકબુદ્ધિથી વિચાર કરવો એ અઘરું કામ છે, એટલે લોકો જજમેન્ટ આપતા રહેતા હોય છે. વિવેકબુદ્ધિમાં 'બીજી વ્યક્તિ બરાબર છે', તેવો એકરાર છે. જજમેન્ટમાં 'હું બરાબર છું'નો ભાવ છે.
29th February 2020
Morning Musings...વિશ્વ વિજેતા યોદ્ધા એલેકઝાન્ડર માટે જોક છે કે, એલેકઝાન્ડરે પોતાના સિવાય આખી દુનિયા જીતી હતી. આપણે પણ એલેકઝાન્ડર જેવા જ છીએ. આપણે લોકો સામે બહાદુરી બતાવીએ છીએ, પણ ખુદની સામે ઘૂંટણીયા ટેકવવીએ છીએ. આપણે ખુદની આદતો, કમજોરીઓ અને માન્યતાઓના ગુલામ છીએ. આપણે જાતને બદલવી છે, આપણે જીવનમાં કશું હાંસલ કરવું છે, આપણે જીવનને સાર્થક અને હેતુપૂર્ણ બનાવવું છે, આપણે અવરોધો પાર કરવા છે, આપણે શરમ અને અપરાધબોધ દુર કરવો છે, આપણે આત્મવિશ્વાસ કેળવવો છે, આપણે સંબંધોને મધુર બનાવવા છે, આપણે નવી કળા શીખવી છે, આપણે જે અધુરપ છે, તે દુર કરવી છે, આપણે લાગણીઓ અને વિચારો બદલવા છે અને આપણે આપણા આવેશ, ડર, ચિંતા, કંટાળો, આળસ, અકળામણ પર કાબુ મેળવવો છે. આપણી અસલી જીત કે હાર અહીં નક્કી થાય છે. આપણું પતન બાહ્ય દુશ્મનોના હાથે થતું નથી. દુશ્મન આપણી અંદર છે. આપણું અસલી યુદ્ધ ખુદની સાથે છે.
1st March 2020
Morning Musings...કોઈની સાથે વાત કરતી વખતે તમે ગમે તેટલા સંભાળીને શબ્દો બોલો, એવા લોકો નિકળી જ આવશે, જે ગેરસમજ કરે. કારણ એ છે કે લોકો હંમેશાં તમે જે બોલો છો, એનું અર્થઘટન કરતા હોય છે, અને તેમનું એ અર્થઘટન તમારા બોલવા પર નહીં, પણ તેમના માનસિક કન્ડિશનિંગ, તેમના ભૂતકાળના અનુભવો અને તેમની વૈચારિક તેમજ ભાવનાત્મક સીમાઓ પર નિર્ભર કરે છે. આપણે ગમે તેટલા ઇન્ટીમેટ હોઈએ, આપણે ક્યારેય સામે વાળી વ્યક્તિને સાંભળતા નથી. આપણે આપણા અનુવાદને જ સાંભળીએ છીએ. આ સિનેમાના ગીત જેવું છે. એક જ ગીત, એક જ થિયેટરમાં, એક જ સમયે 500 લોકો સાંભળે, પણ દરેકનો અનુભવ અને અર્થઘટન અલગ હશે.
2nd March 2020
Morning Musings...આકાંક્ષા (ડેઝાયર) ભૂખનો ભાવ છે, અને જ્યાં સુધી તે ના સંતોષાય, ત્યાં સુધી તમે બેચેન રહો. તમે કશુંક ઈચ્છો, એટલે એ તમારા ચેનમાં ખલેલ પાડે. તમે એને પ્રાપ્ત કરવા મહેનત કરો, જેથી વ્યાકુળતા શાંત પડે, પણ તે દરમિયાન તમે બેચેન રહ્યા કરો. જ્યારે તમને એ મળી જાય, ત્યારે થોડો વખત તમને સંતોષ થાય, અને પાછા મૂળ અવસ્થામાં જતા રહો. આનંદનું કોઈ કાયમી સમાધાન નથી. આનંદનો સ્ત્રોત જો ઇચ્છાઓનો સંતોષ હોત, તો ગુફાવાસી માણસો ઇતિહાસના સૌથી દુઃખી અને આપણે સૌથી સુખી માણસો હોવા જોઈતા હતા, પરંતુ સુખ સીધી લીટીમાં, ઉપર પ્રગતિ કરતું નથી. કદાચ તે નીચેની તરફ જઈ રહ્યું છે. આધુનિક સમયમાં માણસ તેના ભૂતકાળ કરતાં વધુ દુઃખી છે. ટૂંકમાં, સુખ એટલે એવી ક્ષણ, જ્યાં કશું ખૂટતું ના હોય. સુખ એટલે આકાંક્ષાની ગેરહાજરી. આકાંક્ષા તમને ક્ષણથી દુર, ભવિષ્યમાં લઇ જાય. આકાંક્ષાની ગેરહાજરી તમને ક્ષણમાં રાખે.
3rd March 2020
Morning Musings...તમે જો 'મારા' પક્ષવાળા હો, તો તમે સારા માણસ છો, પણ 'પેલા'ના પક્ષવાળા હો, તો ખરાબ માણસ છો. તમે જો 'મારા' ધર્મવાળા છો, તો તમે ઉત્તમ છો, પણ તમે 'પેલા' ધર્મવાળા છો, તો બદતર છો. આ પ્રકારનું નેરેટિવ બુનિયાદી રૂપે 'જે મારી તરફ છે, તે સારા છે, અને જે મારી તરફ નથી, તે ખરાબ છે,' તેવા અભિગમમાંથી આવે છે. આપણે સાવ સામાન્ય વાતોમાં પણ આપણી સાથે જે સહમત હોય, તેને સારા અને અસહમત હોય, તેને ખરાબ, આપણા 'મિત્ર' હોય, તેને ઉત્તમ અને ના હોય, તેને કનિષ્ઠ ગણીએ છીએ. અંગત સંબંધોથી લઈને સહિયારા સામાજિક ભવિષ્યનો આધાર, આવા વિભાજનની ખાઈ પહોળી થાય છે કે સાંકડી, તેના પર છે.
4th March 2020
Morning Musings...યમરાજ નચિકેતાને-
आत्मानँ रथितं विद्धि शरीरँ रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥
(તું આત્માને માલિક સમજ, શરીરને રથ સમજ, બુદ્ધિને સારથી જાણ અને મનને લગામ સમજ. -કઠોપનિષદ)
અનાસક્તિ એટલે ઈન્દ્રિય રૂપી ઘોડાઓ પરથી ઉતરી જવું તે નહીં (ઇન્દ્રિય સુખથી વિરકતી અઘરી છે), પણ અનાસક્તિ એટલે શરીરના રથમાં આપણે ઊંઘી ના જઈએ અને ઘોડા રથના માલિક બનીને આપણને ખેંચી ના જાય, તેવી સજાગતા. અનાસક્તિ એટલે ઇન્દ્રિયોની લગામ બુદ્ધિના હાથમાં રહે તે. અનાસક્તિ એટલે વિરકતી નહીં, અનાસક્તિ એટલે બુદ્ધિપૂર્વકનો રાગ. બુધ્ધિના હાથમાં મનની લગામ ! ઉપનિષદે અનાસક્તિ અને વિરક્તિ વચ્ચનો સુક્ષ્મ ભેદ સરસ રીતે સમજાવ્યો.
5th March 2020
Morning Musings...જેનામાં શીખવા-સમજવાની દાનત નથી, જેનામાં કુતૂહલતા નથી, જેને સંવાદ નહીં પણ સુપિરિયારીટી સાબિત કરવામાં રસ છે, એવી બેઇમાન વ્યક્તિ તમે કહેલી વાતમાંથી એક શબ્દ કે એક વાક્ય પકડીને એના પરથી તમારો ન્યાય તોળશે. આને હેતુપૂર્વકનું દોષદર્શન કહેવાય. આવા વ્યક્તિ કોઈના કામ, જ્ઞાન, વિષય વિશેષ વિચારો ની કે આવડત ની તારીફ કે પ્રોત્સાહન માટે બે શબ્દો પણ ના બોલી શકે. ઈમાનદાર, પારદર્શક અને તમને જાણવાની ધગશવાળો માણસ તમે અત્યાર સુધી જે કહેતા આવ્યા હો, તે બધું યાદ રાખીને તમારી આખી વાતનો પ્રતિભાવ આપે. આને પ્રમાણિક સમીક્ષા કહેવાય.
6th March 2020
Morning Musings...દસ વિલક્ષણ મનોવૈજ્ઞાનિક તથ્યો;
1. નવી પેન ખરીદતી વખતે 99 ટકા લોકો રફ પેપર પર પોતાનું જ નામ લખે.
2. ફાલતું જોક પર પણ જો વ્યક્તિને બહુ હસવું આવે, તો તે અંદરથી બહુ એકલવાઈ હોય.
3. કોઈપણ વ્યક્તિ વિશે પહેલી 7 સેકન્ડમાં જ આપણું દિમાગ પહેલી ઇમ્પ્રેશન બાંધી દે છે.
4. પેરેન્ટ્સ જે રીતે વાતો કરે, સંતાનો તે રીતે મનમાં બોલતાં થાય છે.
5. કોઈ સ્ત્રીને તમે પસંદ આવી ગયા, તો તે તમારી સાથે વાત કરતી વખતે તેના વાળ સાથે રમત કરે.
6. 90 ટકા કિસ્સાઓમાં ખરાબ અક્ષરવાળા લોકોમાં સર્જનાત્મકતા વધુ હોય છે.
7. માણસો બીજી વ્યક્તિની એ જ બાબતોને નફરત કરે, જે તેમનામાં ના હોય.
8. આપણું મગજ નકારાત્મક ભાવ સાથે વિકસે છે, એટલે આપણે સારી સ્મૃતિઓ કરતાં ખરાબ સ્મૃતિઓ વધુ યાદ રાખીએ છે.
9. તમે જેમ જેમ મોટા થતા જાવ, તેમ તેમ તમે ઓછા માણસોનો વિશ્વાસ કરતા થાવ
10. આત્મ વિશ્વાસની કમી હોય તેવી વ્યક્તિમાં બીજાઓનું અપમાન કરવાની વૃત્તિ બહુ હોય
7th March 2020
Morning Mushing:
યુનિવર્સિટી ઓફ એડિનબરો, સ્કોટલેન્ડના ફિલોસોફીના પ્રોફેસર એન્ડર્યું ક્લાર્ક અને ઓસ્ટ્રેલિયન ફિલોસોફર તથા કોગનેટિવ વૈજ્ઞાનિક ડેવિડ ચાલમરે 1998માં ધ એક્સ્ટન્ડેડ માઈન્ડ નામના પેપરમાં આઈડિયા પેશ કર્યો હતો કે માઈન્ડ માત્ર ખોપડીની સીમાઓની અંદર જ હોય છે, એવું નથી. બાહ્ય ચીજો પણ માઈન્ડના હિસ્સા તરીકે કામ કરે છે. તેમણે માઈન્ડ અને બાહ્ય વાતાવરણને કપલ્ડ સિસ્ટમ (જોડિયા વ્યવસ્થા) નામ આપ્યું હતું. એટલે કે તમે જે કામ મગજથી કરતા હો, દાખલા તરીકે કાગળ પર લખવું, ટાઈપિંગ કરવું, પેઇન્ટિંગ દીરવું, પિયાનો વગાડવો, તો તે ચીજવસ્તુઓ માઈન્ડનો જ વિસ્તાર કહેવાય. એ જ તર્ક સ્માર્ટફોનમાં લાગુ પડે છે. લોકો મોબાઇલ ફોનની આદતની બહુ ટીકા કરે છે, પણ તેઓને ખબર નથી કે સ્માર્ટફોન મગજનું જ એક્સ્ટન્ડેડ સ્વરૂપ છે. ખુદના મનથી પીછો કેવી રીતે છોડાવશો?
8th March 2020
Morning Musings...એક સ્ત્રી અસલી અર્થમાં સશક્ત ત્યારે કહેવાય, જ્યારે તે બીજી સ્ત્રીના સશક્તિકરણનો વિચાર કરે. "મારી બોસ સાથેનો મારો અનુભવ ખરાબ હતો. તેની ટીમમાં હું એકલી જ મહિલા હતી. તેને મારાથી અસલામતીનો અનુભવ થતો હતો, અને એક બોસ તરીકે મને ટ્રેઈન કરવા, માર્ગદર્શન આપવાને બદલે, તે મને નીચી પાડવાનો પ્રયાસ કરતી હતી."
આ શબ્દો એક મલ્ટીનેશનલ કંપનીને મહિલા કર્મચારીના તેની મહિલા બોસ માટે છે. સ્ત્રીસશક્તિકરણની વાત આવે છે ત્યારે, પુરુષો તે દિશામાં જેટલા રચનાત્મક છે, તેટલી સ્ત્રીઓ નથી હોતી. 'એક સ્ત્રી બીજી સ્ત્રીની સૌથી મોટી દુ:શ્મન છે' તેવી માન્યતા પુરુષોનો પૂર્વગ્રહ માત્ર નથી. લિંગભેદ (સેક્સ-ડિસ્ક્રિમિનેશન) સ્ત્રીઓ પણ એટલો જ કરે છે, અને તે અભ્યાસોમાં પુરવાર થયેલું છે. મોટાભાગની કામકાજી સ્ત્રીઓને આ અનુભવ છે કે તેમની સફળતા વિશે સૌથી વઘુ ગોસીપ બીજી સ્ત્રીઓ જ કરે છે. પુરુષો જ નહીં, મોટાભાગની સ્ત્રીઓ પણ એવું માનતી હોય છે કે પ્રગતિ કરેલી સ્ત્રી તેના પુરુષને 'રીઝવી'ને જ ઉપર ગઈ છે. વક્રતા એ છે કે ગામડામાં રહેતી અભણ સ્ત્રીઓ જેટલી આપસમાં એકબીજાને સહયોગ પૂરો પાડે છે, તેની સરખામણીમાં ભણેલી-ગણેલી, આધુનિક અને પ્રગતિશીલ સ્ત્રીઓ તેમની સાથી સ્ત્રીનું ખરાબ બોલવામાં, ખરાબ ઈચ્છવામાં અને ઈર્ષ્યા કરવામાં આગળ હોય છે. સ્ત્રીની બાયોલોજીકલ રચના જ એવી છે કે તે બીજી સ્ત્રીને તેની સંભવિત સ્પર્ધક તરીકે જુવે છે, અને તેને નીચી પાડે છે. આ જન્મજાત વૃત્તિ પર વિજય મેળવવો, એ જ સશક્તિકરણ અને સમાનતાનું પહેલું કદમ છે.
🙏🏻💐Happy International Women's Day💐🙏🏻
9th March 2020
Morning Musings...જ્યાં સુધી તમે અંદરથી શાંત નથી, ત્યાં સુધી બીજી વ્યક્તિ સાથે શાંતિ રાખવાનું શક્ય નથી. અને તમે શાંત રહો, તોય એની કોઈ ગેરંટી નથી કે બીજી વ્યક્તિ તમારી સાથે શાંત રહેશે. દુનિયા એની રીતે અત્યંત શાંત છે. પ્રકૃતિમાં આપસી સોહાર્દ છે. માણસની વાત આવે છે, ત્યારે જ એની ન્યુરોલોજિકલ સમસ્યાઓ બધી ગડબડ કરી નાખે છે. એકલદોકલ માણસ કદાચ પોતાની રીતે સમાધાન શોધી લેશે, પરંતુ માનવજાતિના સામૂહિક સ્તરે આપણે ક્યારેય શાંતિથી જીવી નહીં શકીએ. કોઈ રાજકારણ કે કોઈ ધર્મ વૈશ્વિક શાંતિ સ્થાપી નહીં શકે.
10th March 2020
Morning Musings...આપણને પરફેક્ટ ભાવનાત્મક સ્વાસ્થ્યની ગોળીઓ પાવામાં આવી છે. એવું છે નહીં. સુખ અસ્થાયી ભાવ છે. દર રોજ અનેક જુદી જુદી બાબતો આપણને સુખ આપે છે. આજે જે બાબત તમને સુખ આપે છે, તે આવતીકાલે નહીં આપે. આપણી ભાવનાત્મક અવસ્થા અસ્થિર હોય છે, અને વાસ્તવમાં એવું જ હોવું જોઈએ.
11th March 2020
Morning Musings...ગઈકાલે એક્ટ્રેસ વૈજયંતિમાલાના એક ઇન્ટરવ્યૂમાં તેની એક સખીને એવું કહેતાં સાંભળી કે, she is an attraction, and not a distraction. એટલે શું? કોઈ વ્યક્તિની ઓળખાણ આપવાની આ અનોખી રીત કહેવાય. કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષિત થવું, એ સહજ માનવ વૃત્તિ છે, પરંતુ આકર્ષણ સારા માટે હોય, અને ખરાબ માટેય હોય. જે આકર્ષણ તમને જીવનની બીજી સારી બાબતો પ્રત્યે બેધ્યાન કરે, તો તે આકર્ષણ ખરાબ કહેવાય. આકર્ષણ (attraction) તમને બહેતર બનાવે, તમારા જીવનમાં મૂલ્યવૃદ્ધિ કરે. વિકર્ષણ (distraction) તમારા જીવનમાં ગૂંચવાડો ઉભો કરે, અવ્યવસ્થા સર્જે. વૈજયંતિમાલાના સંદર્ભમાં કહેવું હોય, તો ખાલી સુંદરતા હોવું એ સારા હોવાની નિશાની નથી. માનસિક રીતે અસ્તવ્યસ્ત, વાંધાવચકાવાળી દુઃખી, ફરિયાદી અને ભાવનાત્મક રીતે મોટી નહીં થયેલી વ્યક્તિ હોય, તો તેનું આકર્ષણ વિકર્ષણ સાબિત થાય. જે કરંટથી લાઈટ થાય, તે આકર્ષણ, અને તેનાથી ઝાટકો લાગે, તે વિકર્ષણ.
12th March 2020
Morning Mushing:#અમૃતનો વેપલો ને વિશનું પાન!
આ ભાઈ અત્યારે આમળાની સિઝનમાં આમળા વેચે છે..આમ પણ બારે માસ તેઓ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઔષધીય ફ્રૂટ કે વિશેષ પ્રકારના શાકભાજી જ વેચે છે..તેમની પાસે હંમેશા એ જ પ્રકારના ગ્રાહકો આવતા હોય એટલે તેઓ આ બધી વસ્તુઓના ઉપયોગ બાબતે સારી એવી જાણકારી ધરાવે છે..પરંતુ માણસ પાસે જ્ઞાન હોય, કલ્યાણકારી વસ્તુ તેને બિલકુલ સુલભ હોય છતાં તે એ ન લે અને મુસીબતો તરફ દોરી જતી વસ્તુ અપનાવે તેને કહેવાય ભાગ્ય!!!
આપણે ઘણી યે વખત આપણી પાસે જ્ઞાનના નામે જે કાંઈ મૂડી હોય તે લોકો ને આપવા પ્રયાસ કરીએ પણ લોકો વિતંડાવાદ પર ઉતરી આવે. એવા લોકો હોય સત્ય સમજાતું હોય પણ સ્વીકાર કરવામાં એમનો અંહકાર એમને નડે.
ક્યારેક આવી બાબતથી અપસેટ થઇ જવાય પરંતુ એક વખત આ પંક્તિઓ ધ્યાનમાં આવી ત્યારે જાણે મને પોતાને જ્ઞાન લાધી ગયું..
सकल पदाराथ है जग माहीं
पुण्य पुंज बीन नर पावत नाही।
!!!
અહીં બીજી વાત એ છે કે આ માણસ વ્યસનનો દાસ છે..
કદાચ દુર્યોધનની પેલી ઉક્તિ જેવું ::
“जानामि धर्मं न च में प्रवृत्तिः।।
जानाम्यधर्मं न च में निवृत्तिः'
13th March 2020
Morning Musings...આપણને પરફેક્ટ ભાવનાત્મક સ્વાસ્થ્યની ગોળીઓ પાવામાં આવી છે. એવું છે નહીં. સુખ અસ્થાયી ભાવ છે. દર રોજ અનેક જુદી જુદી બાબતો આપણને સુખ આપે છે. આજે જે બાબત તમને સુખ આપે છે, તે આવતીકાલે નહીં આપે. આપણી ભાવનાત્મક અવસ્થા અસ્થિર હોય છે, અને વાસ્તવમાં એવું જ હોવું જોઈએ.
14th March 2020
Morning Musings...તમે જ્યારે એકલવાયા હો, ત્યારે ચિંતા કરો. ચિંતા કરો, એટલે વધુ પડતો વિચાર (ઓવર થિન્કિંગ) કરો. વધુ પડતો વિચાર કરો, એટલે પસ્તાવો કરો. પસ્તાવો કરો, એટલે હતાશા (ડિપ્રેશન)નો ભોગ બનો. હતાશાનો ભોગ બનો, એટલે એકલા રહેવાનું મન થાય. આ વિષચક્ર છે. એકલવાયાપણું જાત સાથેના વધુ પડતા વળગાડ (સેલ્ફ ઓબ્સેસન)માંથી આવે. જાતને છોડીને જગત સાથે જોડાવ.
15th March 2020
Morning Musings...આપણે જેટલી મહેનત સફળ થયેલી વ્યક્તિની પીઠ થાબડવા માટે કરીએ છીએ, તેટલી મહેનત સફળ ના થયેલી વ્યક્તિને પ્રોત્સાહિત કરવા નથી કરતા. એવું કેમ? કારણ કે તમે પીઠ થાબડીને તેની સફળતાનું શ્રેય લેવા માગો છો. તમે એમ પણ કહેવા માંગો છો કે હું તને શાબાશી આપું છું તે મોટી વાત છે, કારણ મને જ તારી સફળતાની કદર છે. અને બીજું એ કે, સફળ વ્યક્તિ હવે કામની વ્યક્તિ છે. નિષ્ફળ વ્યક્તિનો ઉત્સાહ વધારવા જઈએ, અને તે આપણી મદદ માંગી લે તો?
16th March 2020
Morning Musings...કોરોના વાઇરસ મનુષ્યજાતિને એક અગત્યનો પાઠ ભણાવવાનો છે. માણસે પાછલી એક સદીમાં એટલી સમૃદ્ધિ મેળવી છે કે પ્રકૃતિ કે બીજી વ્યક્તિઓ પરની તેની નિર્ભરતા સાવ ઓછી થઈ ગઇ છે. માણસ એટલો સક્ષમ છે કે તેને બીજાની કોઈ પડી નથી, અને બીજાને તેના ઉપભોગથી વિશેષ ગણતો નથી, પરંતુ કોરોના વાઇરસ પહેલીવાર માણસને એ ભાન કરાવશે કે હું નહીં, બીજો માણસ સ્વસ્થ રહે તેમાં મારી સ્વસ્થતા અને સલામતી છે. જે લોકો માસ્ક કે દવાઓ કે સેનિટાઇઝર્સ અને પશ્ચિમમાં ટોયલેટ પેપર્સ જેવી ચીજોની સંગ્રાહખોરી કરી રહ્યા છે, તે એક બુનિયાદી લેશન ભુલી રહ્યા છે કે આ બધી ચીજવસ્તુઓ જો એના પાડોશીને નહીં મળે તો તેમાં તેનું જ નુકશાન છે, કારણ કે મહામારીમાં માત્ર હું જ નહી, મારી બાજુમાં જે છે, તેનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે. મનુષ્ય અને જાનવર બંનેને આ સરખું લાગુ પડે છે.
17th March 2020
Morning Mushing:जूते लो पैसे दो !
DRINKING OUT OF THE BRIDE’S STOLEN SHOE – UKRAINE
ભારતીય સમાજમાં લગ્નપ્રસંગે વરરાજાના જૂતાં સાળી સાળાઓ દ્વારા ચોરવાની અને એના અવેજમાં મોટી ગિફ્ટ માંગવાનો રમુજી રિવાજ છે. યુક્રેઇનમાં પણ આવો રિવાજ છે પણ સહેજ જુદો! જયારે લગ્નસમારંભ દરમ્યાન બ્રાઈડ બેઠેલી હોય અને જો કોઈ એના વેડિંગ શુઝ ચોરી લેવા સફળ થાય તો જે વ્યક્તિએ જૂતાં ચોર્યા હોય એ વ્યક્તિ વેડિંગ પાર્ટી કે તેમના કોઈ સગા કે ફ્રેન્ડ સામે ડિમાન્ડ કરી શકે છે. અને 99% ડિમાન્ડ હોય છે બ્રાઈડના શુઝમાં શરાબ પીવાની !!!
આશ્ચર્ય થાય છે ને!! આ જાણીને તમને જુગુપ્સા થાય કે આવું તો હોતું હશે? પણ શાંતિ રાખો. કોઈપણ શૂઝમાં નાખીને ડ્રિન્ક પીતું નથી. પણ રમૂજ માટે એક શૂ ને ગ્લાસ સાથે બાંધીને ડ્રિન્ક પીવાય છે.
18th March 2020
Morning Mushing:અમેરિકાના સીટલ વિસ્તારમાં કોરોનાવાઇરસની રસી શોધવાની ટ્રાયલ શરૂ થઈ છે. મેડિકલ ઇતિહાસમાં પહેલીવાર આટલી ઝડપથી કોઈ ડ્રગ ટ્રાયલ કરવામાં આવી રહી છે. સોમવારે સીટલ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં mRNA-1273 નામની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. નીચે તસ્વીરમાં ફાર્મસીસ્ટ માઈકલ વિટ્ટી સ્વયંસેવક રેબેકા સિરુલને રસી આપે છે. 18થી 45 વર્ષની વયના આવા 45 તંદુરસ્ત લોકોને અલગ અલગ માત્રામાં ડોઝ આપવામાં આવશે. રસી કામયાબ છે કે નહીં, તે 18 મહિના પછી ખબર પડશે.
19th March 2020
Morning Musings...બશીર બદ્રએ બહુ વર્ષો પહેલાં ઘરમાં પુરાઈ રહેવાની અને દૂરથી જ નમસ્તે કરવાની જરૂરીયાત જણાવી હતી;
યું હી બે-સબબ ન ફિરા કરો
કોઈ શામ ઘર ભી રહા કરો
વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ
ઉસે ચુપકે-ચુપકે પઢા કરો
કોઈ હાથ ભી ન મિલાયેગા
જો ગલે મિલોગે તપાક સે
યે નયે મિજાજ કા શહર હૈ
જરા ફાસલે સે મિલા કરો
20th March 2020
Morning Mushing:કોરોના વાઇરસના કહેરને લીધે અત્યારે તમને એરપોર્ટ, રેલવેસ્ટેશન, બસસ્ટેશન વગેરે જેવી જાહેર જગ્યાએ અને કંપનીઓમાં ફોટોમાં બતાવ્યા મુજબના દ્રશ્યો જોવા મળશે. ઘણા લોકોને એ સવાલ થતો હોય છે કે આ નાનકડા મશીનથી શુ માપતા હશે ? આ મશીનનું નામ છે 'થર્મલ સ્કેનર'. થર્મલનો અર્થ થાય છે ગરમી. જે ગરમી માપવાનું કામ કરે છે એવું મશીન.
જ્યારે માણસના શરીરમાં કોઈ વાઇરસ પ્રવેશ કરે છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો વિરોધ કરવાનું ચાલુ કરે છે. કુદરતે એવી અદભૂત રચના કરી છે કે કોઈ વાઇરસ શરીરમાં પ્રવેશે( વાઇરસની જેમ બીજી કોઈ બાબત પણ) ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેની સામે યુદ્ધ છેડે છે. કોઈપણ ભોગે નવા વાઇરસને શરીરમાંથી બહાર ફેંકવાનો પ્રયાસ ચાલુ થાય જેનાથી વ્યક્તિના નાકમાંથી પાણી નીકળે, છીક આવે કે ઉધરસ આવે અને તેના દ્વારા વાઇરસ બહાર ફેંકાઈ.
વાઇરસ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચેના આ યુદ્ધને લીધે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય અને શરીરનું જે સામાન્ય તાપમાન હોય એના કરતાં તાપમાન વધી જાય. થર્મલ સ્કેનર મશીન આ ગરમી માપવાનું કામ કરે છે. જ્યારે આ મશીન માણસના શરીર પાસે રાખવામાં આવે ત્યારે ઇન્ફ્રારેડ કિરણો શરીર પર પડે અને ચામડીની ગરમીનું એક થર્મલ ચિત્ર તૈયાર થાય. જો કોઈ માણસનું શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય તો મશીન 'બીપ' અવાજ કરે અને મશીનની સ્ક્રીન પર પણ જોઈ શકાય જેનાથી સામાન્ય અંદાજ આવે કે માણસને તાવ છે.
આવા માણસને બીજા કરતા જુદા પાડવામાં આવે અને ડોક્ટર દ્વારા તેની તપાસ કરવામાં આવે.
આમ આ નાનકડું મશીન શરીરની ગરમી પકડવાનું બહુ મોટું કામ કરે છે જે કોરોનો જેવા બીજા કોઈપણ વાઇરસ કે બેક્ટેરિયાથી સંક્રમિત થયેલા માણસને ઓળખવામાં પ્રાથમિક મદદ કરે છે.
21st March 2020
Morning Musings...
પ્રકૃતિના એક વિકરાળ ફોર્સ તરીકે વર્તીને, કોરોનાવાઈરાસ આપણી ઘણી બધી ગંદી સામાજિક સચ્ચાઈને આપણી સામે લાવીને મૂકી દેવાનો છે. જેમ કે આપણે રેસિસ્ટ છીએ. આપણે આપણાથી ખાવા-પીવા, રહેવા-કરવા અને માન્યતામાં અલગ હોય, તેને અશુદ્ધ ગણીએ છીએ. આપણી તમામ સામાજિક અને ધાર્મિક વ્યવસ્થાઓ આ રેસિઝમ પર આધારિત છે. કોરોનાવાઈરાસ આપણો આ રેસિસ્ટ વ્યવહાર મજબૂત કરશે અને જેને પણ ઇન્ફેક્શન હશે, તેને આપણે 'ગંદા' અને 'આપણા જેવા નહીં'નું લેબલ લગાડીશું. આપણા ઘરમાં-બિલ્ડીંગમાં આવતા સફાઈ કામદારો, ડિલિવરી કરવાળાઓ અને અન્ય સેવવાળાઓ પ્રત્યે આપણો વ્યવહાર કેવો નાટ્યત્મક રીતે બદલાઈ જવાનો છે, તે જો જો. કોરોનાવાઈરાસ માણસની પૂરું અસભ્યતાને ઉજાગર કરવાનો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપે શરૂઆત કરી જ દીધી છે. ભારતમાં તે ધાર્મિક રંગ પકડે એટલી જ વાર છે.
22nd March 2020
Morning Musings...
મોટાભાગના લોકોને ચુપચાપ રહેવાથી, એકલા બેસી રહેવાથી ખંજવાળ ઉપડે છે. આપણે ખુદનું મૌન સહન નથી કરી શકતા. આપણને આપણા જ ખાલીપણાની બીક લાગે છે. આપણે આપણાથી ભાગી છૂટવા તરફડીયાં મારીએ છે. આપણને જ્યાં સુધી તમાશો ના થાય, ઘોંટાઘોંટ ના થાય, લાગણીઓ અને વિચારોનું કેથાર્સિસ ના થાય, ત્યાં સુધી ચેન નથી પડતું. કશું ના હોય, તો આપણે તમાશો ઉભો કરીએ છીએ. આપણે જીવતા હોવાના અહેસાસ માટે પ્રોબ્લેમ્સ પણ ઉભા કરીએ છીએ. શાંતિ આપણને કંટાળો આપે છે. આપણે આખી દુનિયા સાથે કનેક્ટેડ છીએ, સિવાય જાત સાથે. "મેં અપની સબ સે ફેવરિટ હું" એવા રોમેન્ટિસિઝમમાં જો દમ હોય, તો જાત સાથે રહી જો જો. ગાંડા થઈ જવાશે.
23rd March 2020
Morning Musings... (Part-1)
કોરોનાવાઈરસનો ફેલાવો દુનિયાના આંધળા મૂડીવાદીનું પરિણામ છે. કોરોનાવાઇરસે દુનિયાને ભાન કરાવી દીધું છે કે શા માટે સમાજવાદની અરજન્ટ જરૂર છે. આ વાઇરસ આપણી વચ્ચેથી જવાનો નથી. એ ઇવોલ્વ થવાનો છે. એનો ફેલાવો રોકવો અશક્ય છે, અને તેનાં સામાજિક કારણો છે, શારિરીક નહીં. કેટલા દિવસ લોકડાઉન રાખશો? લોકડાઉન અમીર લોકો તો ખમી જશે, પણ રોજનું કમાઈને ખાતા લોકોનું શું? સરકાર કેટલો સમય ખાધા-ખોરાકી આપશે? ગ્લોબલાઈઝેશનના કારણે અસ્થિરતાનો એવો જ ફેલાવો આવવાનો છે, જેવો ફેલાવો કોરોનાવાઈરસનો આવ્યો છે.
માધ્યમ-વર્ગ માટે ઘરમાં રહેવું અશક્ય છે. દુનિયાનો એક મોટો વર્ગ બીમારીઓમાં પણ કામ કરવા મજબૂર છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનમાં બોરિસ જોહન્સન એવું કહી ચુક્યા છે કે લોકોએ વાઇરસ સાથે જીવવાની ટેવ પાડી દેવી પડશે. કોરોનાવાઈરસ બહુ ટૂંકા સમયમાં ન્યુ નોર્મલ થઈ જશે. ટ્રેનો-બસોમાં જવું એ મજબૂરી છે, લક્ઝરી નહીં. ગરીબ દેશો માટે સોશ્યલ ડિસ્ટનસિંગ મોત સમાન છે. તેમની અર્થવ્યવસ્થા ગબડશે એટલે દેશ અસ્થિર થશે અને તેનાં અનેક કુપરિણામો આવશે.અસમાનતા વધશે.અમીર દેશો નવી સ્થિતિનો લાભ ઉઠાવશે. લોકતાંત્રિક વ્યવસ્થાઓ કમજોર પડશે. સરમુખત્યાર શાસકો ઔર પંજો કશસે. જે અમીર છે, તે શોષણ વધારશે, જે ગરીબ છે, તે વિદ્રોહોની આગ ચોંપશે. આને અંહી ડરવાને બદલે એક ચિંતા ના વિષય સમજીને લેવું જરૂરી છે. તમે સ્વસ્થ રહેશો તો તમારી આસપાસના લોકો પણ સ્વસ્થ રહેશે.
24th March 2020
Morning Musings (Part 2).
કોરોનાવાઈરસની કટોકટી વૈશ્વિક લીડરશીપની કટોકટી પણ છે.
દરેક વૈશ્વિક સમસ્યાઓમાં સૌથી પહેલાં આગેવાની લેતું અમેરિકા તેનો ખોળો સંકેલીને બેસી ગયું છે, અને 'અમેરિકા ફર્સ્ટ'નું ગાણું ગાય છે. તેના હવે મિત્રો નથી, સ્થાપિત હિતો છે. જે અમેરિકાને સમૃદ્ધ કરશે, તેને તે મદદ કરશે. અમેરિકાને કોઈપણ દેશ કોરોનાવાઈરાસમાં પાયમાલ થઈ જાય, તોય ચિંતા નથી. એટલે તેણે કોરોનાવાઈરસનો લાભ લઈને ચીન સામે મોરચો ખોલ્યો છે.
રશિયા પહેલાથી ખોખલું અને ભાંગ્યું-તૂટ્યું છે, અને ખુદને માંડ ટકાવી રહ્યું છે.
બ્રિટન તેના દરવાજા બંધ કરીને પાછું અંદર સમેટાઈ ગયું છે, કારણ કે તેની ઇકોનોમી ખલાસ થઈ ગઈ છે.
ચીન વૈશ્વિક સહકારમાં માનતું નથી. અમેરિકા જે આજે કરી રહ્યું છે, તે ચીન 25 વર્ષથી કરતું આવ્યું છે.
જર્મની પણ બીજા વિશ્વયુદ્ધ પછી કમજોર થઈ ગયું છે.
યુરોપિયન સંઘ એક એવી લીડરશીપ ધરાવે છે, જેની અસર 27 દેશો પર પડે છે. કોરોનાવાઈરસની કટોકટીમાં યુરોપિયન સંઘ પાસે એકઠા થઈને લડવાની માળખાગત વ્યવસ્થા છે. એ ઇટલીને બેઠું કરી શકે છે કે નહીં અને કોરોના સામે મેડિકલ, આર્થિક અને સામાજિક મોરચો માંડી શકે કે નહીં, તેના પર તેની લીડરશીપની પરીક્ષા છે.
નાના-મોટા તમામ દેશો વચ્ચે આપસમાં અવિશ્વાસ અને અસલામતીની ભાવના છે. દરેકને માત્ર પોતાની જ પડી છે. વૈશ્વિક સહકાર માત્ર પૈસા પૂરતો જ રહ્યો છે, અને એમાં ગરીબ કે વિકાસશીલ દેશોની સ્થિતિ ઔર ખરાબ છે.
ભારત ની વાત કરીએ તો ભારતીય પ્રજા અને લોકશાહી ઉંમરલાયક થઈ છે પણ મેચ્યોર નહિ.
ભારતે કોરોના વાઈરસ જેવી વૈશ્વિક મહામારીમાં નેતાગીરી લેવા માટે વૈશ્વિક આર્થિક તાકાત, વૈજ્ઞાનિક, ટેકનોલોજીકલ અને મેડિકલ ક્ષમતા, અને વિશેષ તો વિશ્વના દેશોનો વિશ્વાસ/સપોર્ટ જોઈએ અને અત્યારે વિદેશ માં રહેતા ભારતીય નાગરિકો ને દેશ અને વિદેશમાં બધી જ સહુલત પહોંચાડી ને એશિયાઈ દેશોમાં આગેવાની લીધી છે. જે સરાહનીય તો છે જ સાથે દુનિયા ના દરેક દેશોએ પ્રશંસા પણ કરી છે.
25th March 2020
Morning Mushing:
Negativity - an another virus !
સોશ્યલ સાઈટ/પ્લેટફોર્મ પર કોણે કેવી પોસ્ટ મુકવી એની તો ફરજ ના પાડી શકાય પણ..... પણ મિત્રો બને એટલું નેગેટિવિટીથી દૂર રહો. કોણ શું નથી કરતા એની આલોચના કરતા કોણ પોઝીટીવલી આ પરિસ્થિતિનો સામનો કરે છે એ ઉજાગર કરો.
આ સમય બધા માટે કપરો છે તો એકબીજામાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવાની જરૂર છે ,પણ હકારાત્મક રીતે ! આપણે ઉદાહરણ બનીને સમજાવીએ. સાચી માહિતી આપો પણ સારા ખોટાની સરખામણી કરવા કરતા આપણી વાતમાં લાગણી, રમૂજ કે હળવાશ લાવીને વાતાવરણ હળવું બનાવીને જાગૃતિ લાવીએ એ આ સમયે ઘણું જરૂરી છે.
હમણાં ફિઝીકલી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું છે પણ મનથી તો એકબીજાથી નજીક આવવાનું છે. મિત્રોના અને પરિવારના સંપર્કમાં રહેવાનું છે. કોરોના તો સમય જતા સમી જશે પણ નેગેટિવિટીનો વાયરસ મનમાં ઘુસી જશે તો એનાથી સંક્રમિત થયા પછી એ નીકળતા બહુ વાર લાગશે અને એ નુકશાન પણ બહુ કરશે.
આ બધું પતી જાય પછી પાછા આપણે રાજકારણ અને લડવા-ઝઘડવામાં લાગી જઈશું પણ પહેલા આ કોરોનાને દૂર મૂકી આવીએ પછી. આવા સમયે ધ્યાનમાં લેવા જેવી બાબત એક જ હોવી જોઈએ કે વિશ્વના દસહજારથી વધુ લોકોના મોત આ મહામારીથી થયા છે અને અઢી લાખથી વધુ સંક્રમિત થયા છે.
આપણે સરખામણી કરવી હોય તો સજાગતા અને જાગૃતિની કરીએ. માનવીય સંવેદનાને સરહદોના વાડા ન હોય એમાં વિશ્વબંધુત્વની ભાવના હોય.
અમેરિકા હોય કે ઇટાલી હોય, ભારત હોય કે પાકિસ્તાન, પણ મૃત્યુની વેદનાનો અહેસાસ સરખો જ થવો જોઈએ.
🙏🏻💐
26th March 2020
Morning Musings...
કોરોનાવાઈરસમાંથી મનુષ્યજાતી જો ખરેખર કશું શીખે, તો એક એવી રાજકીય ક્રાંતિ આવવી જોઈએ, જે વિજ્ઞાન-તરફી, ટેકનોલોજી-તરફી અને પર્યાવરણ-તરફી હોય. અત્યાર સુધી તો, એકપણ અપવાદ વગર, દુનિયાના તમામ રાજકીય પક્ષોએ વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણનો ઉપયોગ માણસની જંગલી અને અંધશ્રદ્ધાથી મજબૂત માનસિકતાને અનુકુળ હોય, તે રીતે જ કર્યો છે. અમેરિકાન વિજ્ઞાન લેખક આઇઝાક અસીમોવે એકવાર કહ્યું હતું કે આજકાલ જીવનની કમનસીબી એ છે કે સમાજ ડાહ્યો થાય તેના કરતાં વધુ ઝડપે તો વિજ્ઞાન જ્ઞાન ભેગું કરે છે. કોરોનાવાઈરસથી ડહાપણ નહીં આવે, તો એટલું તો નક્કી થઈ જ ગયું છે કે માનવજાતની તબાહી ઘણી આસાન છે.
27th March 2020
Morning Musings...
આ ગાંડપણ જ્યારે અટકશે
અને આપણે બચી ગયેલા હોઈશું
ત્યારે ફરીથી
આપણે એકબીજાને હાથ મિલાવવા
ઍકબીજાને આલિંગન આપવા
સિનેમા થિયેટરમાં, બસ કે ટ્રેનમાં
એકબીજાની સાથે બેસવા સક્ષમ હોઈશું?
સેલ્ફ કવોરન્ટીનમાં હું એક કડવી સચ્ચાઈ શીખ્યો-
હું માત્ર મારો જ વિશ્વાસ કરી શકું છું
28th March 2020
Morning Mushing:
કોરોના લોકડાઉનમાં ખાવાપીવામાં વિવિધતા રહે એટલે લોકડાઉન પહેલા જ ઘણા બધા ફ્રૂટ્સ ખરીદ્યા હતા. આપણે સાઇટ્રસ ફ્રૂટ ખાઈને છાલ ફેંકી દઈએ છે. બસ એનો ઉપયોગ ક્યાં કરી શકાય એનુ જ Mushing છે 😀
તાન્જારીન બહુ ઓછાં જોવા મળે છે ભારત માં પણ લોકડાઉન માં મળી ગયા. પછી ખાઈને બધી છાલ ભેગી કરીને એની ઉપરના પડને ઝીણી છીણીથી છીણી લીધી. કોઈપણ સાઇટ્રસ ફ્રૂટ જેવા કે લેમન, લાઇમ, ઓરેન્જ, ગ્રેપફ્રૂટ, તાન્જારીનની છાલના ઉપરના શાઇની કલરફુલ ભાગને Zest ઝેસ્ટ કહેવાય છે. સાઇટ્રસ ફ્રૂટની peel છાલના બે ભાગ હોય છે એક કલરફુલ ઓરેન્જ , યેલો કે ગ્રીન અને બીજો ગ્રીનીશ ઓર યલોઈશ વ્હાઇટ. કલરફુલ પાર્ટને Flavedo કહેવાય છે જે Zest તરીકે વપરાય છે જયારે સફેદ ભાગને Albedo કહેવાય છે જે સ્વાદમાં કડવો હોય છે. બસ એ ભાગ છીણવાંમાં ન આવી જાય એનું ધ્યાન રાખવાનું. ઝેસ્ટનો ઉપયોગ રસોઈમાં અલગ અલગ ડીશમાં કરીને મજાનો સ્વાદ, સુગંધ અને રંગ મેળવી શકાય છે.
ઝેસ્ટનો ઉપયોગ અલગ અલગ પેસ્ટ્રીઝ અને સ્વીટ ડીશ જેવી કે પાઈ, કેક્સ, કૂકીઝ, બીસ્કુટસ, પુડિંગ, કેંડીઝ, ચોકલેટ્સમાં ફ્લેવર ઉમેરવા માટે કરાય છે. ઝેસ્ટનો ઉપયોગ સૉસ, સોરબે અને સૅલડમાં પણ થાય છે. ઝેસ્ટને આપણે ખાટા અને મીઠાં મસાલાની શ્રેણીમાં પણ મૂકી શકીએ. આમે ય આપણે કેરી, આમળાં જેવા ફળોની છાલ કે સુકવણીનો ઉપયોગ અલગ અલગ રસોઈ, મસાલા, અથાણાં, આમચૂર પાવડર બનાવવામાં કરતા જ હોઈએ છે.
ઝેસ્ટનો ઉપયોગ ઘણા બધા કોકટેઈલ્સ બનાવવામાં પણ થાય છે. અને એ ફક્ત સ્વાદ કે સુગંધ માત્ર જ નહીં પણ એનો ઉપયોગ ગાર્નિશિંગ માટે પણ થાય છે. ઓરેન્જ, લેમન કે લાઇમની ઝેસ્ટને કાપીને એને લાંબી સ્પાઇરલ બનાવીને ટ્વીસ્ટ રૂપે ગાર્નિશીંગમાં વપરાય છે. Dry Martini અને Horse's Neck જેવા કોકટેઈલ્સમાં ટ્વીસ્ટ અનેરી શોભા આપે છે. નાઇફ વડે ફ્રૂટ્સમાંથી તાજી જ કાપેલી ઝેસ્ટ Mulled Wineમાં મજાની અરોમા એન્ડ ફ્લેવર ઉમેરી દે છે. અરે વ્હિસ્કી, ટકીલા કે બ્રાન્ડીમાં થોડાં મધ, લેમન જ્યુસ સાથે ઝેસ્ટ ઉમેરીને કોકટેઇલ બનાવો તો ય સ્વાદ અનેરો બની જાય છે.
ઝેસ્ટનો એક મજાનો ઉપયોગ બતાવું જે આલ્કોહોલિક સાથે સાથે નોન આલ્કોહોલિક પીણાઓમાં પણ તમારા પીણાંમાં ચાર ચાંદ ઉમેરી દેશે.
એક પહોળી ડીશમાં લેમન/ઓરેન્જ કે લાઇમ ઝેસ્ટ લો અને એમાં થોડું બારીક દળેલું મીઠું અને સહેજ બારીક દળેલું લાલ મરચું ઉમેરીને મિક્સ કરી દો. હવે જે ગ્લાસમાં તમે તમારું ખાટું-મીઠું સરબત, રસના કે માર્ગારીટા, મોહીટો, સ્વીટ માર્ટીની કે ડ્રાય માર્ટીની પીરસવાના હો એની રિમ પર (ધાર પર) કાપેલા લીંબુને ફેરવી દઈ એની રીમને વૅટ કરી દો. પછી ગ્લાસને ઊંધો કરીને એ મિશ્રણ વાળી ડીશમાં ફેરવો એટલે ગ્લાસની ધાર પર એ ખાટું-મીઠું-ખારું મિશ્રણ ચોંટી જશે. હવે હળવેકથી એ ગ્લાસમાં તમારું ડ્રિન્ક ( નોન આલ્કોહોલિક કે આલ્કોહોલિક) રેડી અને તમારા ગેસ્ટને પીરસો. આની સાથે લેમનની કાપેલી ચીરી પણ ગ્લાસની ધાર પર ભેરવી શકાય. જોજો તમારા ગેસ્ટ તમારા ડ્રિંક્સના અને સજાવટના વખાણ કરે છે કે નહીં!!!!
બસ જો કોરોનાના લોકડાઉનમાં અકળાયાં હોય તો આવું કંઈક અવનવું બનાવો તમારો મૂડ ચોક્કસ બદલાઈ જશે..
આ ઝેસ્ટ ને કોઈ પણ નોનવેજ ડીશ માં કે ચટપટી ડીશ માં વાપરવા મા આવે તો સ્વાદ અનોખો થઇ જશે..
અને હા મીઠી વાનગી કેમ ભુલાઈ
આ ઝેસ્ટ થી મુંબઈ હલવો પણ મસ્ત બને છે ....
PS: અરે એક વાત તો લખતાં ભુલાઈ જ ગઈ. ઝેસ્ટનો ઉપયોગ ફેસ માસ્ક બનાવવામાં પણ થાય છે. સ્કિન પરના ડાઘ મિટાવવા અને સ્કિનને શાઈની બનાવવા ફેસમાસ્કમાં ઝેસ્ટ વપરાય છે.
29th March 2020
Morning Musings...
માવજાતનો માનવજાત સાથે સંવાદ:
"બસ હો ગઈ પીટાઈ?...ખુશ?...
તેરે કો ઈસકેઇચ વાસ્તે બોલા થાય કી દારૂ મત પી, મત પી...
દારૂ બહોત ખરાબ ચીઝ હૈ...
પર તું અપુન કી સુનતાઇચ કીધર હૈ... કિધર સુનતા હૈ...
તું અગર દારૂ નહીં પીયેલા હોતા, તો કયા વો વાઇરસ તેરે કો મારને કો શકતા થા? એન્થની ભાઈ, તું અકેલા દસ દસ અદમી કો મારને કો શકતા હૈ...
પક્કા ઇડિયટ દિખતા હૈ...
જા અપના થોબડા જાકે આયને મેં દેખ!"
30th March 2020
Morning Musings...
મોરલ ફિલોસોફીમાં ટ્રોલી પ્રોબ્લેમ નામની એક બૌદ્ધિક કસરત છેઃ એક રેલવે લાઇન પર ટ્રોલી દોડી રહી છે. આગળ ટ્રેક પર પાંચ લોકોને બાંધી દેવામાં આવ્યા છે. ટ્રોલી સીધી જ તેમના પર ધસી રહી છે. તમે થોડા અંતરે લીવર પાસે ઉભા છો. તમે જો લીવરને ખેંચો, તો ટ્રોલી બીજા ટ્રેક પર વળી જશે, પણ પ્રોબ્લેમ એ છે કે એ ટ્રેક પર એક માણસ છે. તમારી પાસે બે વિકલ્પ છે:
1. કશું કર્યા વગર ટ્રોલીને જવા દો, અને પાંચ જણાને કચડી નાખવા દો.
2. લીવર ખેંચો અને ટ્રોલીનો ટ્રેક બદલીને એક માણસને મારી નાખો
આમાં નૈતિક વિકલ્પ કયો? અથવા સરળ ભાષામાં, કયું કૃત્ય ઉચિત ગણાય?
(આ પોસ્ટનો સંદર્ભ: લોકોને કોરોનાવાઈરસમાં મરવા દેવા કે ભૂખમરામાં?)
31st March 2020
Morning Mushing:
શુક્રવારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 'ચાઈનીઝ વાઇરસ'નું પૂંછડું પડતું મૂકીને ચાઈનીઝ પ્રેસિડેન્ટ શી ઝીનપિંગનો ખભો થાબડતી ટિવટ (નીચે રી-પોસ્ટ) કરી હતી તે યાદ છે ને? તેનો ખુલાસો રવિવારે થયો. અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર, બીજા કોઈ દેશે તેને અધધધ મેડિકલ સર-સામાનની મદદ કરી છે, અને તે છે ચીન. રવિવારે સવારે, શંઘાઇથી એક વિમાન જેએફકે એરપોર્ટ પર ઉતર્યું, ત્યારે તેમાં 1.2 કરોડ હેન્ડ ગ્લોવ્ઝ, 1,30,000 N95 માસ્ક, 17 લાખ સર્જીકલ માસ્ક, 50,000 ઓપરેશન ગાઉન્સ, 1,30,000 સેનિટાઇઝર્સ અને 36,000 થર્મોમીટર હતાં.
આ સામાન ન્યુયોર્ક સહિતનાં ત્રણ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં જશે. વાત અહીંથી અટકતી નથી. અમેરિકાએ બીજા બે સપ્તાહ માટે આવી બીજી 22 ફલાઇટ બૂક કરાવી છે. અમેરિકામાં મેડિકલ સપ્લાય લાઇન ખોરવાઈ ગઈ છે અને ચીજવસ્તુઓની ભયાનક અછત છે. ટ્રમ્પ અને શી ઝીનપિંગ સાથે શુક્રવારે જે 'પ્રેમાલાપ' થયો હતો, તે આ સંદર્ભમાં હતો.
ચીન ઘરઆંગણે તો કોરોના સામે લડી જ રહ્યું છે, પરંતુ યુરોપ અને એશિયાના દેશોનેય કોરોના સામે લડવા માટે લાખોની સંખ્યામાં મેડિકલ વસ્તુઓ મોકલીને વૈશ્વિક સંબંધો મજબૂત કરી રહ્યું છે. ચીનની સહાય મેળવનાર દેશીમાં અમેરિકા ઉપરાંત ઇટલી, મલેશિયા, ઝેકોસ્લોવાકીયા, ક્રોએશિયા, સરબીયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.

No comments:
Post a Comment